Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્ય.-૮: આચાર પ્રસિદ્ધિ
૩૬૧
ન કરે સયા = સદા સMાય = સ્વાધ્યાયમાં રણો = રત રહે. ભાવાર્થ:- સાધક બહુ નિદ્રા ન કરે, હાંસી મજાક કરવાનું કે ખડખડ હસવાનું છોડી દે, પરસ્પર વાતોમાં કે વિકથામાં રસ ન લે પરંતુ સદા સ્વાધ્યાયમાં મગ્ન રહે.
जोगं च समणधम्मम्मि जुंजे अणलसो धुवं ।
जुत्तो य समणधम्मम्मि, अटुं लहइ अणुत्तरं ॥ છાયાનુવાદ: યો શ્રમધર્વે, યુગ્ગીતાનો થુવર્મા
युक्तश्व श्रमणधर्मे, अर्थ लभतेऽनुत्तरम् ॥ શબ્દાર્થ - ધુવં = સદાકાલ, સ્થિરતાપૂર્વક ૩ળનો = આળસથી રહિત થઈને સમાધન = શ્રમણ ધર્મમાં નો વ = ત્રણેય યોગોને, સર્વ શક્તિને ગુને જોડે સાધમ્મગ્નિ = શ્રમણ ધર્મમાં ગુત્તો ય = યુક્ત સાધુ અનુત્તર = અનુત્તર અ૬ = અર્થને ત૬ = પ્રાપ્ત કરે છે. ભાવાર્થ :- મુનિ આળસને છોડી, મન, વચન, કાયારૂપ પોતાની સર્વ શક્તિને શ્રમણધર્મમાં જોડી દે. શ્રમણ ધર્મમાં યુક્ત થયેલા મુનિ અનુત્તર ફળને(મોક્ષ સુખને) પ્રાપ્ત કરે છે. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં સૂત્રકારે સાધુને આલસ, પ્રમાદ, હાસ્ય, કુતૂહલ વૃત્તિના ત્યાગનો, પરસ્પર વાતો છોડી સ્વાધ્યાયમાં લીન રહેવાનો તેમજ અપ્રમત યોગે સંયમ ધર્મમાં પ્રગતિ કરવાનો ઉપદેશ આપી, તેના અણુત્તર ફળરૂપ મોક્ષની ઉપલબ્ધિ દર્શાવી છે
Tળદૂ ર વંદના :- મુનિ શ્રમ નિવારણ જેટલી નિદ્રા કર્યા પછી તેને યોગ્ય ઉપાયે દૂર કરી દે પરંતુ પ્રકામશાયી ન થાય તથા અધિક નિદ્રા આવે તેવા આહાર વ્યવહારનો પણ ત્યાગ કરે. જ્યારે સાધકના જીવનમાં નિદ્રા શોખની વસ્તુ થઈ જાય અથવા તો તે નિદ્રાનો ગુલામ થઈ જાય, ત્યારે તેના સંયમમાં હાનિ પહોંચે છે, પ્રમાદની વૃદ્ધિ થાય છે; માટે શ્રમણ જીવનમાં અતિનિદ્રા ત્યાજ્ય છે.
સMદા વિવMા :- સંપ્રહાસ શબ્દના બે અર્થ થાય છે.– (૧) સમુદિતરૂપથી થનારું શબ્દ સહિતનું હાસ્ય. (૨) અટ્ટહાસ્ય. સાધુએ અતિ હસવું ન જોઈએ, કારણ કે તેનાથી અવિનય અને અસભ્યતા પ્રગટ થાય છે, કર્મબંધન થાય છે. કોઈ સમયે હાંસી મજાક કરવાની આદત પોતાને તથા બીજાને દુઃખ ઉત્પન્ન કરાવે છે. હાસ્ય ગાંભીર્ય ગુણનો નાશ કરે છે અને સાધુતાની લઘુતા દર્શાવે છે. (દોહંદહિં જ :- સાધઓ પરસ્પર વિકથામાં લીન ન થાય. મિથઃ કથાના અનેક પ્રકારે અર્થ થાય છે– (૧) વિકથાઓ ચાર છે– પુરુષ કથા કે સ્ત્રીકથા, ભત્તકથા, રાજકથા અને દેશકથા. (ર) રહસ્યમયી