Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્ય.-૯, ઉકે-૧: વિનય સમાધિ
૩૮૭.
તે આશાતના છે. ગુરુ કે આચાર્ય આદિ પ્રત્યે પ્રતિકૂલ આચરણ, ઉદંડતા, ઉદ્ધતતા, વિનયમર્યાદા રહિત વ્યવહાર કરવો, ગુરુવચન ન માનવું વગેરે પ્રવૃત્તિઓ આશાતના છે.
દશાશ્રુતસ્કંધ સૂત્રમાં ૩૩ ગુરુની આશાતનાઓ કહી છે. અન્ય પણ અનેક આશાતનાઓના ભાવ શાસ્ત્રોમાં છે. ખરેખર તો જેના ચિત્તમાં અવિનય પેસી જાય, આદર બહુમાનનો ભાવ ન રહે ત્યારે તે સેંકડો પ્રકારની આશાતનાઓ કરી શકે છે; તેની ગણના થઈ શકતી નથી. પાછું મા લિ અવંતિ :- મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમની વિચિત્રતાએ કોઈને બુદ્ધિ મંદ હોય; શ્રુતજ્ઞાનાવરણ કર્મના ક્ષપોપશમની વિચિત્રતાએ કોઈને શ્રુતજ્ઞાનની અલ્પતા હોય, આ રીતે મતિ અને શ્રુતજ્ઞાનની બહુલતા કે અલ્પતાને લઈને ચારે ય ભંગ થઈ શકે છે. આ કારણે ગુરુ કે આચાર્ય પુણ્ય પ્રભાવે થઈ જાય પણ જ્ઞાન કે બુદ્ધિમાં શિષ્ય આગળ વધી શકે છે. તેમ છતાં ગુરુ તો ગુરુ જ રહ્યા. તેઓ પ્રતિ તો શિષ્યને જીવનભર વિનયશીલ રહેવું જ ઘટે. અન્યથા તેના પોતાનું જ કલ્યાણ અટકી પડે છે અને તે આશાતનાના દુષ્ફળનો ભાગી બને છે. લિથિરિવ મણ જ્ઞા - આચાર્ય સ્વયં કોઈનું અહિત કરતા નથી. પરંતુ આશાતના કરનાર શિષ્યના આશાતનાજન્ય પાપકર્મો જ તેના જ્ઞાનાદિગુણોને બાળીને ભસ્મીભૂત કરી નાંખે છે. જેમ અગ્નિનો સ્પર્શ કરનાર પોતાના દોષથી જ દાઝે છે, અગ્નિમાં અન્યને દઝાડવાનો કોઈ ઈરાદો હોતો નથી. તેમ ગુરુનો અવિનીત શિષ્યનું અહિત કરવાનો આશય નથી હોતો, પણ તે અવિનયરૂપ અપરાધ કરનાર સ્વયં પોતાના અપરાધથી જ ગુણભ્રષ્ટ થાય છે. હિન્નતિ મિર્ઝ ડિવાના - બિરું = ખોટો, વિપરીત, ઉલટો. પડવનમાળા = થઈને, સ્વીકારીને, હીતિ = અવહેલના આશાતના કરનાર. આ રીતે આ વાક્યનો અર્થ થાય- ગુરુથી વિપરીત ભાવ રાખી, તેઓની આજ્ઞાથી વિરુદ્ધ આચરણ કરી તેઓની અવહેલના, નિંદા કરે તો તે શિષ્ય આશાતનાનો ભાગી થાય છે અને તે સાધક આત્મગુણોનો નાશ કરતાં કરતાં ક્રમશઃ મિથ્યાત્વને પ્રાપ્ત થઈને અનંત સંસાર પરિભ્રમણ કરે છે. ગુરુ આશાતનાના દુષ્પરિણામ દર્શક દષ્ટાંતો :
जे यावि णागं डहरंति णच्चा, आसायए से अहियाय होइ ।
एवायरियं पि हु हीलयंतो, णियच्छइ जाइपहं खु मंदो ॥ છાયાનુવાદઃ અન્ના નાયક રિ જ્ઞાત્વા, આશાયેયુઃ તાદિતા ભવતિ |
___ एवमाचार्यमपि हीलयन्, निर्गच्छति जातिपथं तु मन्दः ॥ શબ્દાર્થ -ને યાવિ જે કોઈ અજ્ઞાની પુરુષ ના = સર્પને ૩૪૪ તિ = નાનુ બચ્યું છે એમ નવા = જાણીને આનાથ = તેની કદર્થના કરે છે તે = તે ખીજાયેલો સર્પ અથવા તે અવહેલના