Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૮s
શ્રી દશવૈકાલિક સૂત્ર
આચરણ કરી શકતા નથી. (૨) મા = મદ. જે વ્યક્તિ જાતિ, કુળ, બળ, જ્ઞાન વગેરે ગુણોથી સંપન્ન હોવાના કારણે પોતાને શ્રેષ્ઠ કે સર્વશ્રેષ્ઠ માને છે તે મદના કારણે ગુરુપ્રતિ વિનયનું આચરણ કરી શકતા નથી. મદ, માન, અહંકાર અવિનયનું મુખ્ય-પ્રધાન કારણ છે તે સૂચિત કરવા જ સૂત્રકારે થંભા' અને 'મય' આ બે પદ દ્વારા એક જ વાતનું બે અપેક્ષાએ કથન કર્યું છે. એકાર્થક જણાતા આ બંને શબ્દમાં ભિન્નતા એ છે કે માન વ્યાપક છે તેમાં ગુણી અવગુણી નિર્ગુણી સર્વનો સમાવેશ થાય છે જ્યારે જાતિ આદિ મદમાં ગુણ સંપન્ન વ્યક્તિનો જ સમાવેશ થાય છે.
વ્યાખ્યાકારોએ ગંભ શબ્દના કારણે ભય પદને માયા શબ્દથી બનેલો સ્વીકારીને વિનય નહીં કરવામાં ત્રીજું કારણ માયાને કહ્યું છે. વિખવું લિવ - અહીં શિવ પદ શીખવાના અર્થમાં નથી પણ આચરણના અર્થમાં છે. વાંસના ફળનું જે દષ્ટાંત આપવામાં આવ્યું તે પણ વિનયની શિક્ષા ન શીખવા કરતા વિનયનું આચરણ ન કરવાની સાથે ઘટિત થાય છે. પwei a gીયસ - વાંસને પ્રાયઃ ફળ લાગતું નથી. જો ક્યારેક કોઈ વાંસને ફળ લાગે તો તે ફળ વાંસનું નાશક થાય છે. તેમજ ગુરુનો વિનય નહીં કરનારનો તે અવિનય તેના આત્મગુણોનો નાશક થાય છે. આ રીતે ગાથામાં વિનયનું આચરણ નહીં કરનારને વાંસના ફળથી ઉપમિત કર્યો છે. પવન વહેવાથી વાંસ અવાજ કરે, તેથી વાંસને કીચક કહેવાય છે. તે વાંસ ફળ આવતાં જ સુકાઈ જાય છે અને નષ્ટ થઈ જાય છે. અમૂડમાવો - ભૂતિ એટલે વૈભવ ઋદ્ધિ, તેનો અભાવ તે અભૂતિભાવ છે. સંપૂર્ણ મળીને અર્થ થાય કે ઋદ્ધિ અને વૈભવનો અભાવ. તેનો પર્યાયવાચી શબ્દ છે વિનાશભાવ. શિષ્યના આત્મવૈભવનો, આત્મગુણોનો નાશ થાય તે અભૂતિભાવ કહેવાય છે. ને યાવિ મત ત્તિહીનંતિ... - ગુરુ પ્રત્યે શિષ્ય વિનય કરવાના સ્થાને તેઓ પ્રતિ વિપરીત આચરણ કરતાં અવહેલના, આશાતનાની પ્રવૃત્તિ કરે, તેની પાછળ શિષ્યના ત્રણ પ્રકારના વિચાર(ભાવ) આ ગાથામાં દર્શાવ્યા છે, તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે– (૧) આ ગુરુ તો બુદ્ધિહીન છે એનામાં કોઈ અક્કલ નથી. આ પ્રકારે હીલના–તિરસ્કાર કરે. (૨) આ(ગુરુ) તો મારાથી નાના છે, એના જેવડા તો મારે પુત્ર હતા. એમ માની વિનય ન કરતાં ઉલટા હીલના-તિરસ્કાર કરે. (૩) આ તો અલ્પશ્રુત છે, એ તો શાસ્ત્ર ભણ્યા જ નથી, કક્કો ય આવડતો નથી, આચાર્ય બની ગયા છે; એમ માની વિનય ન કરે પરંતુ વિપરીત ભાવ, વિપરીત વ્યવહાર રાખતાં સમયે સમયે આશાતના કરે.
પ્રાય: આચાર્ય પદ વિશિષ્ટ બુદ્ધિ, જ્ઞાન સંપન્ન સાધુને જ દેવામાં આવે છે અને ગુરુ તો કોઈપણ થઈ શકે છે તે ઉપરાંત ક્યારેક અન્ય યોગ્ય સાધુના અભાવે પરિસ્થિત વશ આગમ અનુસાર કોઈ અલ્પબુદ્ધિ– વાળા સાધુ પણ સૌભાગ્ય વગેરે વિશિષ્ટતાઓના કારણે આચાર્ય પદને પામી શકે છે; તેથી ગાથામાં વર્ણિત બાબતો ઘટિત થઈ શકે છે. આશાતના:- ગુરુની કદર્થના કરવી; ગુરુની અવહેલના, અવજ્ઞા અથવા લઘુતા કરવાનો પ્રયત્ન કરવો;