Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્ય.-૮: આચાર પ્રસિદ્ધિ
[ ૩૭૩ ]
ભાવાર્થ:- મુનિ પૌગલિક પદાર્થોના પરિણામને યથાર્થરૂપે જાણીને, મનોજ્ઞ ઈન્દ્રિય વિષયો કે રૂપોની તૃષ્ણા–લાલસાથી રહિત થઈને; વિષયાકર્ષણ રહિત શાંત-પ્રશાંત માનસવાળા અર્થાત્ બ્રહ્મચર્યની પરિપૂર્ણ સમાધિથી યુક્ત માનસવાળા બનીને સંયમ ધર્મમાં વિચરે. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં સાધક માટે બ્રહ્મચર્ય સમાધિ વિષયક કેટલાક અમૂલા મૂલ–મંત્રો દર્શાવ્યા છે કે જે પ્રત્યેક સાધકને જીવનમાં ક્ષણે ક્ષણે અને પળ-પળે યાદ કરવા લાયક છે તેમજ આચરણમાં ઉતારી સંયમનો સાચો આનંદ પ્રાપ્ત કરવા લાયક છે. અUપકું પડું.. - સાધક જે સ્થાનમાં નિવાસ કરે તે સ્થાન સંયમ સાધનામાં કે બ્રહ્મચર્ય સમાધિમાં બાધક ન બને તેવું હોવું જોઈએ. સૂત્રકારે તેના માટે ત્રણ વિશેષણનો પ્રયોગ કર્યો છે– (૧) અvu૬ ૫૯ = સાધુથી અન્ય એટલે ગૃહસ્થ કે અન્ય કોઈ પણ વ્યક્તિ કે સમૂહ, સંઘ માટે જે મકાનનું નિર્માણ થયું હોય એવા મકાનમાં મુનિને રહેવાથી આધાકર્મી કે ઔદેશિક દોષ લાગે નહીં. (૨) ૩ન્ગાર ભૂમિ સંપvi - સંયમાચારમાં પાંચમી પરિષ્ઠાપના સમિતિ માટે આ વિધાન છે. સાધુને જે સ્થાન રહેવાનું હોય, તે સ્થાનની આસપાસમાં વડીનીત અને લઘુનીત(મળ-મૂત્ર) પરઠવાની નિર્દોષ ભૂમિ હોવી જરૂરી છે. પરઠવાની ક્રિયા શરીરની અનિવાર્ય ક્રિયા છે. જો સાધુનું સ્થાન તથા પ્રકારની વ્યવસ્થા સંપન્ન ન હોય તો સર્વ સાધુઓ મુંઝવણનો અનુભવ કરે, તે ઉપરાંત નિર્દોષ ભૂમિના અભાવમાં જીવ વિરાધના લોક નિંદા અને શાસનની લઘુતા થાય છે. તેથી સાધુનું સ્થાન પરઠવાની ભૂમિયુક્ત હોવું જોઈએ. માટે સાધુ સ્વયં આવી પરઠવાની યોગ્ય ભૂમિ યુક્ત મકાનમાં રહેવાનો વિવેક રાખે અને શ્રમણોપાસકોને પણ તેના સંવર સામાયિક પૌષધ આદિની સુવિધા માટે તેમજ શ્રાવિકાઓ માટે એવા યોગ્ય સ્થાન હોવાની આવશ્યકતા સમજાવે અને કેવી રીતે વિવેક સાચવવો તેનું યોગ્ય માર્ગદર્શન આપે. (૩) 0િ પશુ વિનિઃ -ગૃહત્યાગી મુનિ સ્વેચ્છાએ અને વૈરાગ્ય પૂર્ણ સમજથી જીવન પર્યંત માટે પાંચ મહાવ્રત સ્વીકાર કરે છે. તેમ છતાં મોહનીય કર્મની દરેક પ્રકૃતિ તોફાની હોય છે, તે કારણે સમકિતની સુરક્ષા માટે, કષાયોથી દૂર રહેવા માટે અને વેદ મોહના ઉદયમાં સાવધાન રહેવા માટે અનંતજ્ઞાનીઓએ જ્ઞાનથી જાણી સાધકોની હિત સુરક્ષા માટે ઘણા નિયમો-ઉપનિયમોની સંકલના કરી છે. આ જ રીતે પ્રસ્તુત નવ ગાથાઓમાં અનેક પાસાઓથી બ્રહ્મચર્ય સાધનાની નિરાબાધ સફલતા માટે સૂચનો છે તેમાં આ પ્રથમ સૂચન છે કે રાત-દિવસ જ્યાં મુનિને રહેવાનું છે ત્યાં સ્ત્રીઓ કે ગાય, ભેંસ આદિ પશુઓનો નિવાસ ન હોય પરંતુ તેનાથી રહિત સ્થાન હોય તેમ ધ્યાન રાખવાનું હોય છે. તેમજ સાધ્વીઓ માટે પુરુષોનો કે પાડા, બળદ વગેરેનો નિવાસ ન હોય પરંતુ તેનાથી રહિત સ્થાન હોય તેમ ધ્યાન રાખવાનું હોય છે. નારિ જ ન :- સાધુ સ્ત્રીઓ સાથે વાર્તાલાપ ન કરે અને સ્ત્રીઓ સંબંધી કથા વાર્તા ન કરે, સ્ત્રીસંગની જેમ સ્ત્રીકથા પણ રાગવર્ધક છે; વેદ મોહને ઉદીપિત કરે છે; સ્ત્રીકથાનો ત્યાગ તે બ્રહ્મચર્યની