Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૩૦૨ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
કર્યો છે.
- સાધુને ગૌચરી માટે અથવા ઉપદેશાદિના પ્રસંગે ગૃહસ્થોના સંપર્કમાં રહેવાનું થાય છે. તેમાં ક્યારેક તેઓને સંબોધન પૂર્વક બોલાવવાનો પ્રસંગ પણ આવી જાય છે. ત્યારે મુનિએ પોતાના સંયમી જીવનની મર્યાદા અનુસાર વિવેક જાળવવો જોઈએ. અષણ પણ વા વિ. - પ્રસ્તુત ગાથામાં પોતાના સંસારી સ્વજનોને અથવા અન્ય ગૃહસ્થોને સંસારી સંબંધવાચક શબ્દોથી સંબોધિત કરવાનો કે બોલાવવાનો સ્પષ્ટ નિષેધ છે. તેનું કારણ એ છે કે આ પ્રકારના શબ્દો ગૃહસ્થોચિત છે. મુનિ ગૃહત્યાગી હોય છે, માટે તેનો સંબોધન સંબંધી ભાષા પ્રયોગ સાધ્વોચિત હોવો જોઈએ. દાદા, કાકા, મામા, દાદી, કાકી, માસી, ફૈબા વગેરે સંબોધનો સાધુના મુખે શોભતા નથી. ખરેખર આ પ્રકારના સંબોધનો લોકસંજ્ઞા અને રાગભાવને પ્રદર્શિત કરે છે. આ કારણે તેવા સંબોધનો માટે મુનિને પ્રભુ આજ્ઞા કે શાસ્ત્રાજ્ઞા નથી. દત્તે રસ્તે ઉત્ત.... – આ સંબોધનો પણ સાંસારિક છે. પૂર્વગાથાના શબ્દો કૌટુંબિક સંબંધ સૂચક છે જ્યારે આ ગાથાના શબ્દો સ્વામી, સેવક કે માલિક, કર્મચારીની પ્રમુખતાવાળા છે. તદેવ હોને નોતિ... :- હોલ, ગોલ, વ્યભિચારી, ભિખારી, કુતરા, ચોર વગેરે સંબોધનો અપમાનજનક, નિંદાજનક કે તિરસ્કારજનક અસભ્ય વચન છે. આ પ્રકારના શબ્દો પરપીડાકારી છે તેમજ લોકમાં તે અપશબ્દ કે તોછડા(તુચ્છ) શબ્દ કહેવાય છે. મહાવ્રતધારી શ્રમણોને તેવા શબ્દો બોલવા શોભતા નથી. આ પ્રકારના તુચ્છ સંબોધનો ક્યારેક કષાય કે ક્લેશના નિમિત્ત બની જાય છે. તેમજ આવા શબ્દનો પ્રયોગ ક્લેશ કષાયના પ્રસંગે થાય છે. ગાધબ્લેખ લૂથા... - સ્ત્રી કે પુરુષનું ગૌરવ જળવાઈ રહે તે પ્રમાણે મુનિએ સંબોધન કરવાનો વિવેક રાખવો જોઈએ. તે માટે આ ગાથામાં માર્ગદર્શન આપ્યું છે. યથા– મુનિએ સ્ત્રી કે પુરુષને આમંત્રણ આપવું કે બોલાવવું જરૂરી હોય ત્યારે– (૧) મધુર ભાષામાં તેનું નામ લઈને બોલાવવા (૨) જો નામ ન આવડતું હોય તો ગોત્રથી સંબોધન કરવું. (૩) જો નામ કે ગોત્રનો પરિચય ન હોય તો દેશ, કાલ અનુસાર, સામી વ્યક્તિની યોગ્યતા અનુસાર પ્રિયકારી સંબોધન કરવા. યથા– હે માજી ! હે ભદ્રે ! હે ધર્મશીલા! હે દેવાનુપ્રિય! શ્રાવકજી વગેરે. આચારાંગ સૂત્રમાં પણ આ પ્રકારનો ભાષા વિવેક દર્શાવ્યો છે. તદનુસાર ઓ ભાઈ ! ઓ બહેન ! શબ્દોનો પ્રયોગ પણ કરી શકાય છે. કારણ કે શાસ્ત્રમાં તે શબ્દોના પ્રયોગની ગણના સાધુ ભાષામાં જ થઈ છે. નરિમાણ :- યોગ્યતા–અયોગ્યતાનો વિચાર કરીને અર્થાત્ સામી વ્યક્તિના દેશ, કાલ, ઐશ્વર્ય આદિનો વિચાર કરીને તેને અનુરૂપ અન્ય કોઈપણ વિવેક પૂર્ણ સંબોધનનો પ્રયોગ કરી શકાય છે.
ઉપરોક્ત ગાથાઓનું હાર્દ એ છે કે સાધુ સંબંધ વાચક સંબોધનોનો અને તુચ્છ સંબોધનોનો પ્રયોગ કરી કોઈને બોલાવવું નહીં. જ્યારે મુનિને કોઈ વ્યક્તિનો પરિચય આપવો હોય ત્યારે સંબંધ વાચક શબ્દનો પ્રયોગ કરી શકે છે. યથા- દેવાનંદા બ્રાહ્મણીના હાવભાવ જોઈ ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યો- હે