Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૪૦
શ્રી દશવૈકાલિક સૂત્ર
પ્રદર્શિત કર્યો છે.
સંયમી જીવનની પ્રત્યેક ક્રિયા કરતા સમયે સાધુને આત્મવિશુદ્ધિના લક્ષ્ય સાથે બીજા કોઈનો પણ ઉપઘાત ન થાય તેવો વિવેક રાખવો આવશ્યક છે.
ગાથામાં પ્રયુક્ત નયં વિટ્ટે મિય ભાસે વગેરે વિષયોનું વિશ્લેષણ પિંડષેણાના પાંચમા અધ્યયનમાં કર્યુ છે.
ળ ય વિ સુર્ય સવ્વ :– ગૌચરી માટે ગયેલા ભિક્ષુની નજર સામે ગૃહસ્થના ઘરના અનેક દશ્યો આવે છે; અવનવી વાતો સાંભળવા મળે છે. તે પ્રસંગોમાં કેટલાક રાગવર્ધક, કામવર્ધક અને દ્વેષવર્ધક હોય છે. તે સર્વને સાધુએ ગંભીરતા સાથે પચાવી જવાના કે ભૂલી જવાના હોય છે. તેવી વાતો અન્ય સાધુને કે અન્ય ગૃહસ્થને કરવી યોગ્ય નથી. કારણ કે તે નિમિત્તથી અન્ય સાધુઓ રાગ–દ્વેષ કે વિકથામાં પડે, સંયમ માર્ગથી પતિત થાય, ગૃહસ્થોને પરસ્પર તુચ્છ વ્યવહારથી વૈરપરંપરા વધે તેમજ તેવી વાતનું પુનરાવર્તન પોતાના આત્માને માટે પણ હાનિકારક બને છે.
મુનિ જોયેલી કે સાંભળેલી સર્વ ઉપઘાતક બીના કોઈને કહે નહિં. જેમ કે– મેં સાંભળ્યું છે કે તું ચોર છે અથવા મેં તેને લોકોનું ધન ચોરતાં જોયો છે. ઈત્યાદિ વચન બોલવા સાધુને કલ્પનીય નથી, કારણ કે તે ઉપઘાતક વચન છે.
ચૂર્ણિકારે આ વિષયની પુષ્ટિ માટે એક દષ્ટાંત આપ્યું છે. યથા– એક ગૃહસ્થ પરસ્ત્રી ગમન કરી રહ્યો હતો. કોઈ સાધુએ તેને તેમ કરતાં જોયો. તે લજ્જા પામી વિચારવા લાગ્યો કે જો સાધુ આ વાત પ્રગટ કરી દેશે તો સમાજમાં મારી ઇજ્જત નહીં રહે. માટે આ સાધુને મારી નાખવા જોઈએ. તેણે જલ્દી દોડીને સાધુને રોક્યા અને પૂછ્યું. આજ તમે રસ્તામાં શું–શું જોયું ? સાધુએ પોતાની મર્યાદા અનુસાર પ્રત્યુત્તર આપ્યો— "ભાઈ ! સાધુ ઘણી જ વાતો દેખે, સાંભળે પરંતુ તે બધી જ વાતો પ્રગટ કરવાની હોતી નથી. આ સાંભળતાં જ તેણે સાધુને મારવાનો વિચાર છોડી દીધો.
गिहिजोगं समायरे : ઃ– ગૃહસ્થના ઘરની કે વ્યાપાર વગેરેની કોઈપણ વાચિક કે કાયિક પ્રવૃત્તિ સાધુ કોઈપણ સંજોગોમાં કરે નહીં.
જીહ્મેન્દ્રિય સંયમ :
२२
णिट्ठाणं रसणिज्जूढं, भद्दगं पावगं ति वा । पुट्ठो वावि अपुट्ठो वा, लाभालाभं ण णिद्दिसे ॥ છાયાનુવાદ : નિષ્ઠાનું રક્ષનિયૂ, ભદ્ર પાપમિતિ વા ।
पृष्टो वाऽप्यपृष्टो वा, लाभालाभं न निर्दिशेत् ॥