Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્ય.−૮ : આચાર પ્રણિધિ
કઠિન, કષ્ટકારી. – ટીકા. (૨) શીત, ઉષ્ણ આદિ દારુણ સ્પર્શ છે અને કાંકરા આદિનો કર્કશ સ્પર્શ છે. દારુણનો સંબંધ ઋતુ સાથે છે અને કર્કશનો સંબંધ માર્ગગમન સાથે છે.– અગસ્ત્યયૂર્ણિ (૩) દારુણ—વિદારણ કરનાર અને કર્કશ–શરીરને કૃશ કરનાર શીત, ઉષ્ણ આદિ સ્પર્શ.- જિનદાસચૂર્ણિ આ બંને શબ્દ એકાર્થક પણ મનાય છે. તીવ્રતા બતાવવા બંને શબ્દોનો પ્રયોગ એક સાથે થયો છે.
કષ્ટ સહિષ્ણુતા મહાફળદાયી :
२७
=
खुहं पिवासं दुस्सेज्जं, सीउन्हं अरइं भयं । अहियासे अव्वहिओ, देहदुक्खं महाफलं ॥
છાયાનુવાદ : ક્ષુધાં પિપાસાં, દુ:શય્યા, શીતોષ્ણમતિ મયમ્ । अध्यासीताऽव्यथितः, देहेदुःखं महाफलम् ॥
૩૪૫
=
શબ્દાર્થ:- અવ્યહિો - અવ્યથિત, દીન ભાવથી રહિત સાધુ, વ્યથા રહિત, વ્યથિત નહીં થતાં રઘુä = ભૂખને પિવાસ = તરસને જુસ્સેન્ગ = પ્રતિકૂલ શય્યાને સીન્હેં = ઠંડી અને ગરમીને अरई = અતિને મયં = ભયને અહિયાસે = સમભાવે સહન કરે કારણ કે વેન્નુવુત્ત્વ = સમભાવથી સહન કરેલા શારીરિક દુઃખ મહાલૢ = મોક્ષરૂપ મહાફળદાયક હોય છે.
=
ભાવાર્થ:- સાધુ અદીનભાવે ક્ષુધા, તૃષા, ઠંડી, ગરમી તથા પ્રતિકૂલ શય્યાના કષ્ટોને સહન કરે. સંયમમાં અરુચિ ઉત્પન્ન કરનાર પ્રસંગોને અને ભયોત્પાદક સંયોગોને સમભાવથી પાર કરે છે. અર્થાત્ સર્વ કષ્ટોને અદીનભાવે, પ્રસન્ન ચિત્તે સહન કરે. દેહમાં ઉત્પન્ન થયેલા કષ્ટને સહન કરવું તે મોક્ષરૂપ મહાફલદાયી છે.
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં જૈનાચારનો મુખ્ય ભાવપ્રાણ વેઠવુવલ્લું મહાપાં નું પ્રતિપાદન છે. देहदुक्खं ઃ– દુઃખના બે પ્રકાર છે. (૧) સ્વતઃ ઉત્પન્ન થયેલા દુ:ખ, કર્મજન્ય બિમારી વગેરે (૨) ઉદીરણા દ્વારા ઉત્પન્ન કરેલા દુઃખના બે પ્રકાર છે– સ્વકૃત અને પરકૃત. મુનિએ સ્વકૃત કેશલોચ વગેરેને અને પરકૃત મનુષ્ય દેવ પશુ દ્વારા થયેલા દુઃખને સમભાવે, અદીનભાવે સહન કરવા.
તેહે કુવલ્લું મહાતમ્ :– આ વાક્યનો પ્રચલિત અર્થ ભાવાર્થમાં કર્યો છે. તે સિવાય વેદ શબ્દનો સપ્તમી વિભક્તિ ૫૨ક બીજો અર્થ આ પ્રમાણે છે– દેહ છે ત્યાં સુધી જ દુઃખ હોય છે, દુઃખ શરીરને જ છે. દેહ અસાર છે, નશ્વર છે; તે રીતે તેની ક્ષણભંગુરતા વગેરેનો વિચાર કરીને, દુઃખને સમભાવે સહન કરવા, તે મહાન ફળદાયક છે.
આત્મવાદી પ્રત્યેક દર્શનનું અંતિમ લક્ષ્ય મોક્ષ છે. તેથી તેઓ મોક્ષને જ મહાન ફળ માને છે.