Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્ય.-૪ઃ છ જીવનિકાય
| ૧૧૩]
કે વંદન વગેરે. આ સર્વ પ્રવૃત્તિઓ પણ યતનાપૂર્વક કરવાથી પાપકર્મનો બંધ થતો નથી અને અયતનાથી કરવા પર પાપકર્મનો બંધ થાય છે, તેમ સમજી લેવું જોઈએ.
પાપકર્મનો અબંધક :
सव्वभूयप्पभूयस्स, सम्मं भूयाइं पासओ।
पिहियासवस्स दंतस्स, पावकम्म ण बंधइ । છાયાનુવાદઃ સર્વભૂતાનમૂતર્થ, સચ ભૂતાનિ પરતઃ |
पिहिताश्रवस्य दान्तस्य, पापं कर्म न बध्नाति ॥ શબ્દાર્થ:- સદ્ગમૂથપ્પભૂસ્ત = સર્વ જીવોને પોતાની સમાન જાણનાર સ = સમ્યક પ્રકારથી મૂયાડું = જીવોને પાણી = જોનાર પદયાવિર્સ = સર્વ પ્રકારના આસવનો નિરોધ કરનાર, અને વંત = પાંચ ઈન્દ્રિયોનું દમન કરનાર પાવરુખ્ય = પાપકર્મને = નથી વંથ = બાંધતો. ભાવાર્થ:- જે સાધક જગતના જીવોને પોતાની સમાન સમજે છે, જીવોનું સમ્યક પ્રકારે નિરીક્ષણ કરીને પ્રત્યેક પ્રવૃત્તિ કરે છે, કર્મો આવવાના આશ્રવ દ્વારોને બંધ કરે છે અને ઈન્દ્રિયોનું દમન કરે છે તે સાધક પાપકર્મનો બંધ કરતો નથી. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં પાપકર્મ નહીં બાંધનાર સાધકના ચાર વિશિષ્ટ ગુણોનું દિગ્દર્શન કરાવ્યું છે.
સંપૂર્ણ જગત જીવોથી વ્યાપ્ત છે. તેથી કોઈ પણ ક્રિયા કરતાં તે જીવોની હિંસા દ્વારા કર્મબંધ ન થઈ જાય, તે ધ્યાન રાખવું છે. સાધક અયતના વડે પાપકર્મથી લિપ્ત ન થાય તે માટે સૂત્રકારે ચાર ગુણોનું નિરૂપણ કર્યું છે. (૧) સબ્ધભૂથપ્પભૂયસ - સર્વ પ્રાણીઓને પોતાના આત્મા સમાન માનનાર અર્થાત્ જેવો મારો આત્મા છે તેવો જ સર્વ જીવોનો આત્મા છે; જેમ મને સુખ પ્રિય અને દુઃખ અપ્રિય છે તેમ જગજીવોને સુખપ્રિય તથા દુઃખ અપ્રિય છે. આવી દષ્ટિ અને વૃત્તિ રાખીને સાધક જીવ હિંસાથી દૂર રહે છે. (૨) સમ્મ મૂયા પાસો – પ્રાણીઓને સમ્યક પ્રકારે જોનાર અર્થાત્ તે સર્વ જીવોનું સમ્યફ રીતે અવલોકન કરી તેની રક્ષાનું ધ્યાન રાખનાર. (૩) પિરિયાતવસ :- જેણે હિંસાદિ પાંચ આસવ અથવા અઢાર વાપસ્થાનોને પ્રત્યાખ્યાન દ્વારા રોકી દીધા છે અર્થાતુ પાંચ મહાવ્રત ગ્રહણ કરીને શ્રમણધર્મનું સમ્યક રીતે પાલન કરે છે તે પિહિતાશ્રવ કહેવાય છે.