Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૮૬
શ્રી દશવૈકાલિક સૂત્ર
સારું પાણી - દૂધનું, ચોખાનું, ગોળના વાસણનું, તલનું, તુસનું, જવનું, રાખનું, ત્રિફલાનું, સાકરનું, લવિંગ, એલચી, કાળામરી વગેરેનું, કેરીનું, દ્રાક્ષનું, અનેક પ્રકારની લીલોતરી કે ફળોને ધોયેલું પાણી વગેરે; આ જ રીતે ગૃહસ્થ દ્વારા પોતાના પીવા માટે તૈયાર કરેલા ધોવણ પાણી કે ગરમ પાણી તથા ક્ષેત્રની અપેક્ષાએ સ્વાભાવિક મધુર અને સુપાચ્ય પાણી તેમજ ઘરોની અપેક્ષાએ વિવેકયુક્ત દુર્ગધ રહિત ચોખાઈ– વાળું ધોવણ પાણી. આ સર્વ ધોવણ પાણીનો પ્રસ્તુતમાં સારા(ઉચ્ચ) ધોવણ પાણીમાં સમાવેશ થાય છે.
સંક્ષેપમાં જે ધોવણ પાણી સાધુને પીવામાં મનોજ્ઞ અને પાચનમાં અનુકૂલ હોય તે સારું–ઉચ્ચ જળ છે અને જે પીવામાં અમનોજ્ઞ અને શરીર માટે પણ કંઈક પ્રતિકૂલ થાય તે નરસું–નિમ્ન જળ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે ભિક્ષા વિધિથી પ્રાપ્ત કરનાર શ્રમણને ધોવણ પાણી ક્યારેક નરસું મળી જાય છે અને ક્યારેક સારું પણ મળી આવે છે. વાર ધોયણઃ- વાર, વારક એટલે ઘડો. ઘડો કહેવાથી કોઈપણ વાસણનું ગ્રહણ કરી શકાય. તેથી વાર ધોય નો અર્થ થાય- વાસણ ધોયેલું પાણી. પછી તે વાસણ ગોળનું હોય કે છાશનું હોય તેમજ અન્ય કોઈ પણ પદાર્થથી ખરડાયેલું હોય. આ રીતે વાર ધોય નો વિસ્તૃત અર્થ એ થાય કે કોઈપણ પદાર્થથી ખરડાયેલા નાના-મોટા કોઈપણ વાસણો ધોયેલું પાણી. તેમાં જે ધોવણ સાધુને પીવા યોગ્ય હોય અને કલ્પનીય પદાર્થનું હોય તો ગ્રહણ કરી શકાય. અકલ્પનીય મધ વગેરેના વાસણનું અને ન પીવા યોગ્ય અખાદ્ય પદાર્થોના વાસણનું ધોવણ હોય તે ગ્રહણ ન કરી શકાય. અTધોય-વિરોધવં:- ઉપરોક્ત વિવિધ પ્રકારના ધોવણ પાણી નિષ્પન્ન થતાં જ પૂર્ણ અચિત્ત થઈ જતા નથી. કારણ કે પાણીના એક એક ટીપામાં અસંખ્ય જીવો હોય છે. તે સર્વ જીવોને ધોવાના પદાર્થનો શસ્ત્ર(સ્પર્શ) પહોંચતાં અને જલના પ્રત્યેક અંશને અચિત્ત થતાં કંઈક સમય લાગે છે. નિશીથ ચૂર્ણિમાં સમય નિર્ધારણ ન કરતાં, "બુદ્ધિથી અચિત્ત થવાના સમયનો નિર્ણય કરવો" તેમ સૂચિત કરેલ છે. કારણ કે પાણીની માત્રા અને ધોવાના પદાર્થની માત્રાના નિર્ણયથી જ પાણીના પૂર્ણ અચિત્ત થવાના સમયનો નિર્ણય થઈ શકે છે. માટે અહીં સમય નિર્ધારણ એ પ્રત્યક્ષાનુભવનો વિષય છે. તેમ છતાં શ્રમણોની સુવિધા માટે બહુશ્રુત આચાર્યોએ ન્યૂનતમ એક ઘડી(૨૪ મિનિટનો સમય નિર્ધારણ કરેલ છે તેમજ ક્યાંક એક મુહૂર્ત(૪૮મિનિટ)ના સમયની ધારણા પણ પ્રચલિત છે. પ્રસ્તુત ગાથામાં અને આચારાંગ સૂત્રમાં તત્કાલના ધોવણ પાણી લેવાનો નિષેધ છે અને નિશીથ સૂત્રમાં તત્કાલનું ધોવણ લેવાના પ્રાયશ્ચિત્તનું વિધાન છે.
કેટલાક આચાર્યોનું એવું મંતવ્ય છે કે ધોવણ પાણીમાં એક મુહુર્ત પછી અસંખ્ય જીવો ઉત્પન્ન થઈ જાય છે; માટે ધોવણ પાણી સાધુને અકલ્પનીય છે. પરંતુ આ ચિંતન કે પ્રરૂપણ તેમજ અનુમોદન આગમ શ્રદ્ધાળુઓ માટે યોગ્ય નથી. કારણ કે ચિરકાલ(લાંબાકાળ)નું ધોવણ પાણી લેવાનું આગમ વિધાન સ્પષ્ટ છે અને પ્રસ્તુત ગાથા ૭૬-૭૭નો પણ એ જ ભાવ છે. આગમ અનુસાર તથા વ્યાખ્યાગ્રંથોના આધારે શ્રી નિશીથ સૂત્ર, ઉદ્દેશક–૧૭માં આ વિષયને વિશેષ સ્પષ્ટ કરવામાં આવ્યો છે. જિજ્ઞાસુ પાઠક ત્યાં જુએ, તેવી ખાસ ભલામણ છે. gu Tખ :- ધોવણ પાણીને અને વાસણ ધોવાના સ્થળને કે વાસણોને જોવાથી બુદ્ધિમાન ગવેષક