Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્ય.-૫, ઉદ્દે.-૨: પિંડેષણા
| ૨૨૫ |
મuસમાણસ = ગવેષણા કરનારનું નામ = સાધુપણું ગજુવ૬૬ = અખંડ રહે છે, ટકી રહે છે. ભાવાર્થ - જો ગૃહસ્થાદિ વંદન ન કરે તો તેના ઉપર મુનિ કોપ કરે નહીં અને રાજાદિ મહાન પુરુષો વંદન કરે તો અભિમાન કરે નહીં. આ પ્રમાણે સમભાવમાં રહીને આહારાદિનું અન્વેષણ કરનારનું શ્રમણપણું અખંડ રહે છે, સુરક્ષિત રહે છે. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં ગૃહસ્થ વંદના વ્યવહાર કરે કે ન કરે પણ મુનિને તટસ્થ રહેવાનો ઉપદેશ છે. મુનિ ગૌચરી આદિ નિમિત્તે ગૃહસ્થોનો સંપર્ક થાય છે. ગૃહસ્થના સંપર્કમાં આવતા મુનિને વિવિધ પ્રકારના અનુભવો થાય છે. સુત્રકારે કેટલીક પરિસ્થિતિનો નિર્દેશ કરીને ઉપલક્ષણથી કોઈપણ પરિસ્થિતિમાં મુનિને સમભાવ રાખવાનું સૂચન કર્યું છે. વંદનાનું જ નાફળા - સાધુ વંદન કરનાર સ્ત્રી, પુરુષ આદિ પાસે કોઈ પ્રકારની યાચના ન કરે. આ પ્રકારે તરત જ યાચના કરવાથી સાધુની આહાર પ્રત્યેની લોલુપતા અને મૂચ્છ પ્રગટ થાય છે. તેથી ગૃહસ્થની સાધુ પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિમાં પરિવર્તન થઈ જાય છે.
આ ચરણનો બીજી રીતે પણ અર્થ થાય છે કે પૂર્વોક્ત ગાથા પ્રમાણે જો ગૃહસ્થ આહારાદિ સામગ્રી ઉપલબ્ધ હોવા છતાં પણ સાધુને ન આપે ત્યારે મુનિ તે દાતાની વંદના-સ્તુતિ કરીને તેને રીઝવીને, પ્રસન્ન કરીને પુનઃ યાચના ન કરે. યાં પર વઆહાર નદેનાર દાતાને કટુ શબ્દોથી કે અપશબ્દોથી તિરસ્કૃત પણ ન કરે.
ઉત્પાદનના ૧૬ દોષમાં આહાર પ્રાપ્તિ પૂર્વે ગૃહસ્થની સ્તુતિ–પ્રશંસા કરવી અને તેમ કરીને આહાર મેળવવો, તે પૂર્વ સંસ્તવ દોષ છે. તે પ્રકારે આહાર પ્રાપ્તિમાં ખુશામત કે લાચારીનો ભાવ પ્રતીત થાય છે. વરિો ન સમુ :- સાધુ વંદન કરનાર પર રાગ ન રાખે તેમજ તે અંગે અભિમાન ન કરે અને વંદન ન કરનાર પર દ્વેષભાવ ન રાખે. અભિમાન, રાગ કે દ્વેષભાવ સમભાવના બાધક છે, શ્રમણધર્મના વિરોધી છે.
વિમguસમાણસ સામUામણુવિદ - આ રીતે આહારના લાભમાં અલાભમાં, ગૃહસ્થના દાન આપવામાં કે ન આપવામાં, વંદનમાં કે અવંદનમાં આવી દરેક પરિસ્થિતિમાં મુનિ જિનાજ્ઞાનું અનુસરણ કરતાં, સમભાવરૂપ શ્રમણધર્મને અખંડ રાખે. સમભાવની અખંડતા તે જ સાધુતાની સુરક્ષા છે. માયાવી સાધુના આચરણો -
सिया एगइओ लद्ध, लोभेण विणिगूहइ । मामेयं दाइयं संतं, द₹णं सयमायए ॥