Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૨૬૪]
શ્રી દશવૈકાલિક સત્ર
શબ્દાર્થ:- તે પ્રમાણે જાણીને દોષ અને દુર્ગતિ વધારનાર અપ્લાય સમારંભનો મુનિ જીવનપર્યત ત્યાગ
કરે.
વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં અષ્કાય સંયમનું નિરૂપણ છે. અપ્લાય એટલે પાણીના જીવો. નદી, નાળા વગેરેમાં રહેલું પાણી કે વર્ષોમાં વરસતું પાણી, તે અષ્કાયના જીવોનો પિંડ છે. પાણી મનુષ્યના જીવનનો આધાર છે; ડગલેને પગલે માનવને પાણીનો ઉપયોગ કરવો જ પડે છે. પરંતુ સંયમી સાધક તો જીવનપર્યત પાણીના જીવોને અભયદાન આપે છે. મુનિ ક્યારે ય કુવા, વાવડી, તળાવ, નદીના પાણીને સ્પર્શ કરતા નથી; પાણીમાં કે વર્ષોમાં ચાલતા નથી; પાણીનું એક પણ ટીપું વરસતું હોય તો ગોચરીએ જતા નથી; તેને પીવા આદિ માટે પાણીની જરૂર પડે ત્યારે તે ગૃહસ્થને ત્યાં તેના કામ માટે અચિત થયેલા પાણીની યાચના કરે અને તેનાથી જીવન નિર્વાહ કરે છે.
પાણીના જીવોની હિંસા કરનાર, વ્યક્તિ પાણીના જીવોની હિંસા સાથે પાણીને આશ્રિત રહેલા અનેક જીવોની હિંસા કરે છે. પાણીમાં વનસ્પતિના જીવો લીલ ફૂગ વગેરે અને અનેક જલચર જીવો હોય તેની પણ હિંસા થાય છે. માટે મુનિ પાણીના જીવોની કિલામના થાય તેવી કોઈપણ પ્રવૃત્તિ કરતા નથી. નવમું આચાર સ્થાન : અગ્નિકાય સંયમ -
जायतेयं ण इच्छंति, पावगं जलइत्तए । ३३
तिक्खमण्णयरं सत्थं, सव्वओ वि दुरासयं ॥ છાયાનુવાદઃ ગીતોનાં નેત્ત, પાપરું વાતુન.
तीक्ष्णमन्यतरच्छस्त्रं, सर्वतोऽपि दुराश्रयम् ॥ શબ્દાર્થ -પાવ = પાપરૂપ અપાયર = કોઈપણ વિવું = તીક્ષ્ણ સન્થ = શસ્ત્રરૂપ છે સબ્બો = સર્વથા, ચારેય બાજુથી ધારવાળા શસ્ત્રની સમાન વિ = પણ કુરય = દુઃસહ્ય છે, અતિ કષ્ટથી પણ સહન ન થઈ શકે તેવા નાતેય = અગ્નિને નતત્તર = પ્રગટ કરવાનું જ છતિ = સાધુ મનથી પણ ઈચ્છા ન કરે. ભાવાર્થ:- શ્રમણ પાપકારી પ્રવૃત્તિરૂપ અગ્નિને પ્રજ્વલિત કરવાની ઈચ્છા પણ કરતા નથી. કારણ કે તે અગ્નિ અન્ય શસ્ત્રો કરતાં અતિ તીક્ષ્ણ શસ્ત્ર છે અને તેને સહન કરવું સર્વથા દુષ્કર છે.
पाईणं पडिणं वावि, उर्ल्ड अणुदिसामवि । ३४
अहे दाहिणओ वावि, दहे उत्तरओ वि य ।