Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૬૬]
શ્રી દશવૈકાલિક સૂત્ર
અગ્નિ અન્ય શસ્ત્રોથી અધિક તીક્ષ્ણ શસ્ત્ર છે. તે જ્યાં જ્યાં પ્રજ્વલિત થાય ત્યાં રહેલા સર્વ જીવોને ભસ્મીભૂત કરી નાખે છે. સૂત્રકારે તેને તીક્ષ્ણ શસ્ત્ર એટલે સર્વતો ધારવાળું શસ્ત્ર કહ્યું છે. તેમાં
પાશ્રય રહે જ નહીં, કારણ કે તે અગ્નિથી સર્વ દિશાઓમાં પૂર્ણ ઘેરાઈ જાય છે. નાયચંદ- ઉત્પત્તિકાળથી જ કે જન્મથી જ, જે તેજસ્વી હોય તે જાતતેજ કહેવાય છે; જેમ કે–અગ્નિ. આ કારણે પ્રસ્તુતમાં આ શબ્દ અગ્નિનો પર્યાયવાચી તરીકે પ્રયુક્ત છે. Sાવ :- લૌકિક માન્યતા એવી છે કે અગ્નિ પવિત્ર છે, તેથી હોમમાં આહુતિ આપેલા દ્રવ્યો દેવો પાસે પહોંચી જાય છે. તેથી અગ્નિ પ્રાપક કહેવાય છે. જૈનદર્શનાનુસાર અગ્નિ સર્વત્ર ચારે બાજુથી જીવોને બાળે છે, ભસ્મ કરે છે તેથી તેને પાવા = પાપકારી કહી છે.
સબ્બો વિ ફુરણ :- અગ્નિમાં પડ્યા પછી જીવને કોઈપણ આશ્રય રહેતો નથી. પાણીમાં પડેલો જીવ ક્યારેક પથ્થર વગેરે કોઈ આધાર મળતાં બચી જાય છે, વાયુમાં અથડાતો જીવ પણ બચી જાય છે, તેમજ રેતીમાં ફસાઈ ગયેલો જીવ પણ શ્રમ કરીને બચી નીકળે છે પરંતુ અગ્નિમાં પડેલા જીવને કોઈપણ આશ્રય રહેતો નથી, તેને બચવાની કોઈપણ તક રહેતી નથી; માટે અગ્નિને અહીં સર્વથા દુરાશ્રય એવું વિશેષણ આપ્યું છે. તિઉમUMયાં સત્યં - અગ્નિ તીક્ષ્મતમ શસ્ત્ર છે અને ધારવાળા શસ્ત્રમાં પ્રધાન છે. પરશુ વગેરે શસ્ત્ર એક ધારવાળા, શકાલા-એક પ્રકારનું બાણ વગેરે બે ધારવાળા, તલવાર વગેરે ત્રણ ધારવાળા, ચતુષ્કર્ણ વગેરે ચાર ધારવાળા શસ્ત્ર છે જ્યારે અગ્નિ સર્વતઃ = સર્વ બાજુએ ધારવાળું શસ્ત્ર છે. તેનો કોઈપણ બાજુથી સ્પર્શ થતાં તે જીવને પ્રાણ રહિત કરે છે. તેથી જ તીક્ષ્ણ શસ્ત્રોમાં તે અન્યતર–પ્રધાન શસ્ત્ર છે. gષ્યવાણ:- હવ્યવાહ. દેવતૃપ્તિ માટે હોમમાં હોમવામાં આવતાં ઘી આદિ હવ્ય દ્રવ્યોને જે વહન કરે તે હવ્યવાહ કહેવાય છે. તે પણ અગ્નિનો પર્યાયવાચી શબ્દ છે. આવાસો - આઘાત. પ્રાણીઓના ઘાતનો હેતુ હોવાથી અગ્નિને આઘાત કહે છે. તે ગામના ગામ બાળીને ભસ્મભૂત કરી દે છે. દસમું આચાર સ્થાન : વાયુકાય સંયમ :३७
अणिलस्स समारंभ, बुद्धा मण्णंति तारिसं ।
सावज्जबहुलं चेयं, णेयं ताईहिं सेवियं ॥ છાયાનુવાદઃ નિત સમીરાં, યુદ્ધ તાદશમ્
सावद्यबहुलं चैतं, न एतद् त्रायिभिः सेवितम् ॥ શકદાર્થ:- = તીર્થકર દેવ સીવનવદુત્ત પ્રચુર પાપયુક્ત, અતિ પાપકારી મળતા