Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્ય.-૫, ૯-૧: પિંડેષણા
[ ૨૦૧]
અને જિનાજ્ઞા પ્રત્યે બહુમાન રાખી, હલક્ષી કે સ્વાદલક્ષી વૃત્તિને દૂર કરીને આત્મ સંયમ લક્ષી વૃત્તિ રાખવી અત્યંત જરૂરી છે.
અguત્યુ પડત્ત અને મહાયં શબ્દના અન્ય અર્થ પણ વ્યાખ્યાકારોએ કર્યા છે. પ્રસ્તુતમાં પ્રાસંગિક એક–એક અર્થ સ્વીકાર કરેલ છે.
મરાં વિર વાવિ... – અરસ, વિરસ વગેરે શબ્દોનું તાત્પર્ય શબ્દાર્થ ભાવાર્થમાં સ્પષ્ટ કર્યું છે. ગાથા–૯૮માં આઠ શબ્દો આપ્યા છે અને ગાથા-૯૯ના પૂર્વાર્ધમાં કહ્યું છે કે તેવા પદાર્થ સાધુને નિર્દોષ ભિક્ષાવૃત્તિથી પ્રાપ્ત થયા છે, અત્યંત પ્રાસુક કલ્પનીય છે; તો પછી તે દેખાવમાં કે સ્વાદમાં કેવા પણ હોય, માત્રામાં અત્યલ્પ પ્રાપ્ત થયા હોય, તો ય ભિક્ષુ તે પદાર્થોની કે તેના સંબંધી દાતાની કોઈપણ પ્રકારે અવહેલના કરે નહીં અને તે નિમિત્તે પોતાનું મનોમાલિન્ય કરે નહીં.
મુનિદ્ધ = યંત્ર, મંત્ર, તંત્ર ઔષધિ વગેરેથી ઉપકાર કર્યા વિના જે આગમોક્ત ગવેષણાવિધિથી સહજ નિર્દોષ આહાર પ્રાપ્ત થાય તે આહાર મુલાલબ્ધ કહેવાય છે. જૈન મુનિ આહાર પ્રાપ્ત કરવા માટે કોઈપણ પ્રકારે આજીવિકા વૃત્તિ કરે નહીં; મહેનત, મજૂરી કરે નહીં; ગૃહસ્થનું કોઈ કાર્ય કરે નહીં પરંતુ પોતાના સંયમ નિર્વાહ માટે પ્રભુ આજ્ઞાથી ભિક્ષાવૃત્તિ દ્વારા આહાર પ્રાપ્ત કરે છે. તેનો તે આહાર પૂર્ણ રીતે મૂલ્ય રહિત (વગર મૂલ્ય) પ્રાપ્ત થાય છે તે કારણે અહીં સાધુના આહારને શાસ્ત્રકારે મુહાણ = વગર મૂલ્ય પ્રાપ્ત, એવા વિશિષ્ટ વિશેષણથી દર્શાવ્યો છે.
મુનીવર :- તેના બે અર્થ થાય છે– (૧) જે જાતિ કુલ આદિના આધારે આજીવિકા કરે નહીં તે, (૨) શરીર પુષ્ટિ અને ઈન્દ્રિયવિષય લાલસા આદિથી નિરપેક્ષ, માત્ર સંયમ નિવાણાર્થે નિઃસ્પૃહ અને અનાસક્ત ભાવથી જીવન જીવનારા. તાત્પર્ય એ છે કે ઉપદેશ આદિ કોઈ પ્રકારના બદલાની(પ્રત્યુપકારની) ઈચ્છા વિના નિઃસ્પૃહ ભાવથી જે કાંઈ આહાર મળે તેનાથી જે જીવન નિર્વાહ કરનાર હોય છે, તેને મુધાજીવી કહે છે.
આ વિષયને સમજાવવા માટે એક દષ્ટાંત ગ્રંથોમાં મળે છે. શ્રેષ્ઠ ધર્મની ઓળખાણ તે ધર્મના ગુરુથી જ થઈ શકે છે. જે ધર્મગુરુ નિઃસ્પૃહ અને નિઃસ્વાર્થ બુદ્ધિથી આહાર વગેરે લઈને જીવે છે, તેનો જ ધર્મ સર્વશ્રેષ્ઠ હોય છે. એકદા ધર્મ અને ધર્મ ગુરુની શ્રેષ્ઠતા નક્કી કરવા માટે એક રાજાએ ઘોષણા કરાવી કે રાજા ભિક્ષાચરોને લાડવાનું દાન દેવા ઈચ્છે છે. આ સાંભળી અનેક ભિક્ષાચરો આવ્યા. રાજાએ પ્રત્યેકને પૂછ્યું, આપ લોકો કેવી રીતે આપનો જીવન નિર્વાહ કરો છો? તેમાંથી એક ભિક્ષુએ કહ્યું કે- હું કથક છું, "કથા કહીને મોઢાની પ્રવૃત્તિથી નિર્વાહ કરું છું." બીજાએ કહ્યું, હું સંદેશ વાહક છું એટલે પગની પ્રવૃત્તિથી નિર્વાહ કરું છું. ત્રીજો બોલ્યો, હું લેખક છું એટલે હાથની પ્રવૃત્તિથી નિર્વાહ કરું છું. ચોથાએ કહ્યું , હું લોકોનો અનુગ્રહ મેળવીને નિર્વાહ કરું છું અને અંતે પાંચમા જૈન ભિક્ષુએ કહ્યું, "હું સંસારથી વિરક્ત મુધાજીવી નિગ્રંથ છું. હું નિઃસ્પૃહ ભાવથી આહાર પ્રાપ્ત કરું છું. તે આહારને અનાસક્તભાવે ભોગવી સંયમ નિર્વાહ કરી મોક્ષ સાધના માટે જીવું છું. તેના માટે કોઈ પ્રકારની અધીનતા કે પ્રતિબદ્ધતા સ્વીકાર કર્યા વગર જે કાંઈ આહાર મળી જાય તેમાં સંતોષી રહું છું. આ સાંભળીને રાજા ઘણા પ્રભાવિત થયા અને