Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી દશવૈકાલિક સૂત્ર
હોય તે સ્ત્રી તેં = બાળકને રોયતા = રુદન કરતા બિપ્લિવિત્તુ – નીચે મૂકીને, ભૂમિ પર સુવડાવીને પાળભોયળ = આહાર-પાણી આદરે = લાવે તુ = તો.
૧૬૪
ભાવાર્થ:- બાળક કે બાલિકાને પયઃ પાન કરાવતી બેન બાળકને રડતું નીચે મૂકીને ભિક્ષુને વહોરાવવા માટે આહાર–પાણી આપે તો તે આહાર-પાણી મુનિઓ માટે અકલ્પનીય છે. ભિક્ષા આપતી બેનને શ્રમણ કહે કે મને આ પ્રમાણે ભિક્ષા ગ્રહણ કરવી કલ્પનીય નથી. II૪૨-૪૩॥
વિવેચન :
પ્રસ્તુત
બે ગાથાઓમાં બાળકને ધવડાવતી માતા પાસેથી ગોચરી લેવા સંબંધી વિવેક પ્રદર્શિત
કરેલ છે.
થળનું વિજ્ઞમાળીઃ– સાધુને વહોરાવવાની ઉતાવળથી માતા સ્તનપાન કરતાં બાળકને કઠોર ભૂમિમાં રડતો મૂકે અથવા કઠોર હાથથી ગ્રહણ કરે, તેનાથી બાળકને પીડા થાય છે; બાળકને આહારમાં અંતરાય પડે છે તથા તે બાળક ભયભીત થાય; તેવી સૂક્ષ્મ હિંસાના કારણે પ્રથમ મહાવ્રત દૂષિત થાય.
આ પાંચ(૩૯-૪૩) ગાથાઓથી પરિલક્ષિત થાય છે કે સર્વોચ્ચ સંયમ સાધક મુનિ પોતાના નિમિત્તે અન્યને અલ્પમાત્ર પરિતાપ ઉત્પન્ન થાય તો ભિક્ષાગ્રહણ કરતા નથી. તેમજ એ પણ સ્પષ્ટ થાય કે તે સ્ત્રીઓ આહાર દેવા ઈચ્છે તો મુનિ આ પ્રમાણે લઈ શકે છે– (૧) ગર્ભવતી સ્ત્રીના ઉપભોગ કર્યા પછી તેનો વધેલો આહાર જો નિર્દોષ હોય તો મુનિ લઈ શકે છે. (૨) કાલમાસવર્તી સ્ત્રી બેઠી હોય તો બેઠા બેઠા અને ઊભી હોય તો ઊભા ઊભા આપે તો સાધુ લઈ શકે છે (૩) દૂધ પીતું બાળક ફક્ત દૂધ ઉપર જ ન હોય, બીજો આહાર પણ લેતું હોય અને તેને નીચે મૂકવાથી તે રડે નહીં તો મુનિ તેની માતા પાસેથી આહાર લઈ શકે છે.
શંકિત દોષ યુક્ત આહાર ગ્રહણ નિષેધ :
૪૪
जं भवे भत्तपाणं तु, कप्पाकप्पंमि संकियं । दिंतियं पडियाइक्खे, ण मे कप्पइ तारिसं ॥
છાયાનુવાદ : ચદ્ભવેત્ ભવત્તપાનું તુ, પાપયો: શક્તિમ્ । ददतीं प्रत्याचक्षीत, न मे कल्पते तादृशम् ॥
શબ્દાર્થ:- નં - જે મત્તપાળ = આહાર-પાણી પ્લાસ્મિ = કલ્પનીય અને અકલ્પનીય સંëિ = શંકાયુક્ત મવે = હોય.
ભાવાર્થ:- અપાતા આહાર-પાણી કલ્પનીય છે કે અકલ્પનીય છે ? સાધુના મનમાં તેવી શંકા થાય તો