Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અધ્ય.-૫, ઉ.-૧: પિંડેષણા
[ ૧૪૯]
२३
છે. આ રીતે આત્માની અને સંયમની વિરાધના થાય છે.
વાર લા.. – બકરાદિનું ઉલ્લંઘન કરીને ન જાય. બોકડા વગેરેને દૂર કરવાથી અથવા ઓળંગીને જવાથી તે શીંગડા વડે મુનિને મારે, કૂતરા કરડે, વાછરડો બીકથી બંધન તોડી નાખે, મુનિના પાત્ર તૂટી જાય. નાના બાળકને દૂર કરવાથી તેને દુઃખ થાય છે, તેના પારિવારિક જનોને સાધુ તરફ અપ્રીતિ થાય. ઉલ્લંઘન કરતાં અચાનક બાળકના હાથ, પગ આદિ પર સાધુનો પગ આવી જાય તો બાળકને વાગી જાય, ક્યારેક મુનિ સ્વયં પડી જાય ત્યારે સંયમની વિરાધના થાય અને શાસનની લઘુતા થાય. આ વિવિધ સંભાવનાઓને લક્ષમાં રાખી મુનિ બકરા, બાળક આદિને ઉલ્લંઘી ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે નહીં. પુત્ર - આ શબ્દનો અર્થ ચૂર્ણિકારે "બકરાં" કર્યો છે ત્યારે ટીકાકારે "ઘેટાં" અર્થ કર્યો છે. ઘરોમાં ઊભા રહેવા સંબંધી વિવેક :
असंसत्तं पलोएज्जा, णाइदूरावलोयए ।
उप्फुल्लं ण विणिज्झाए, णियट्टिज्ज अयंपिरो । છાયાનુવાદઃ અસંતવત્ત પ્રોગ્રાતિનૂર મોત
उत्फुल्लं न विनिध्यायेत्, निवर्तेताजल्पिता ॥ શબ્દાર્થ – અસત્ત = અનાસક્તભાવે પોઝ = અવલોકન કરે, દેખે દૂરવનોય = અતિ દૂરથી ન જુએ, દૂરના પદાર્થો પરદષ્ટિને કેન્દ્રિત ન કરે ૩_7 = આંખો ફાડીને જ વિફા = ન દેખે કરો = દીન વચન કે ક્રોધયુક્ત વચન ન બોલે fટ્ટ = = બહાર નીકળે, પાછો ફરે. ભાવાર્થ:- ગૃહસ્થને ઘેર ગયેલો સાધુ સ્ત્રીને કે કોઈપણ પદાર્થને આસક્ત દૃષ્ટિથી ન જુએ, ઘરમાં અતિ દૂર દૂર ન જુએ, ઘરની અન્ય વ્યક્તિને આંખો પહોળી કરીને અર્થાત્ તાકી તાકીને ન જુએ, આહારની પ્રાપ્તિ ન થાય તો દીન કે કઠોર વચન બોલ્યા વિના પાછો ફરે.
अइभूमि ण गच्छेज्जा, गोयरग्गगओ मुणी ।
कुलस्स भूमिं जाणित्ता, मियं भूमि परक्कमे ॥ છાયાનુવાદઃ અતિપૂનં છે, રાતો ગુનિ:
कुलस्य भूमि ज्ञात्वा, मितां भूमि पराक्रमेत् ॥ શબ્દાર્થ:-ગોયરો = ગોચરીએ ગયેલો મુળ = સાધુ અરૂપૂર્ષિ = અતિભૂમિમાં-મર્યાદા બહારની ભૂમિમાં જ છેષ્ના = ન જાય તરસ્ય = કુળની, ઘરોની મૂર્ષિ = સાધુને જવા યોગ્ય
२४