Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૨૮]
શ્રી દશવૈકાલિક સૂત્ર
પાલનપૂર્વક રત્નત્રયની આરાધના કરનાર સાધકને વિરાધના ન કરવાનો પાવન ઉપદેશ છે. વગુણ જ વિવાદિજ્ઞાતિ – બે પ્રકારે અર્થ થાય છે– (૧) — એટલે મન, વચન અને કાયાની પ્રવૃત્તિથી મુનિએ કોઈપણ પ્રવૃત્તિ વડે સંયમની વિરાધના ન કરવી જોઈએ (૨) છકાય જીવોની કોઈપણ પ્રકારે મહત્યા થી લઈને વિયાગો વવવિયા સુધીની દશ પ્રકારની હિંસાજન્ય પ્રવૃત્તિથી વિરાધના ન કરવી જોઈએ. તે દશ પ્રકારની પ્રવૃત્તિ માટે જુઓ– પરિશિષ્ટ.] વિરાધના – (૧) છકાય જીવોની હિંસા કરવી કે તેને સ્પર્શાદિ કોઈ પણ પ્રકારે કષ્ટ પહોંચાડવું, તે તેની વિરાધના કહેવાય છે. (૨) પ્રમાદભાવે કોઈ પણ ક્રિયા કરવાથી, યોગની પ્રવૃત્તિથી કે ઉપયોગની ચંચળતાથી આ અધ્યયનમાં વર્ણિત ભગવદાજ્ઞાનું ઉલ્લંઘન કરવું તે સંયમ(મહાવ્રતાદિની)વિરાધના છે.
આરાધના - જિનાજ્ઞાનુસાર વર્તન કરવાના દઢ સંકલ્પ સાથે દરેક પ્રવૃત્તિ યતનાપૂર્વક કરવી તે આરાધના છે. વિરાધના કર્યા વિના જ આરાધનાથી અંતિમ લક્ષ્યને સિદ્ધ કરવું તે જ સાધક જીવનની સફળતા છે.
- પરમાર્થ :
જગતની ઝંખનામાં જકડાયેલા જંજાળી જીવને જયણાની જાગૃતિમાં જોડી જયણાપૂર્વક ચાલવું, ઊભા રહેવું, બેસવું, સૂવું, બોલવું, ભોજન કરવું, આ છ ક્રિયાથી પાપાદિ આશ્રવના ત્યાગની અનોખી રીત જિનેશ્વર ભગવંતે દર્શાવી છે. વ્રત, નિયમ, સંવર અને સંયમની સાધનાથી સિદ્ધ દશા પ્રગટે છે. તેવી વાત પ્રગટ કરી, છ જીવનિકાયના સ્વરૂપનું દિગ્દર્શન કરાવી, મહાવ્રતધારીની મુનિદશા દર્શાવી, જીવને વિરતિ ભાવમાં ઉપસ્થિત કર્યા. "તું અનંત શક્તિમય સુખશાંતિનો પંજ છો માટે તેમાં જ રત થા રત થા" તેવું સંબોધન કરી, સાધકને પોતાનું સ્વરૂપે પ્રગટ કરવા આ અધ્યયનમાં વર્ણિત સફળ સાધકતમ ક્રિયાથી સહજ જીવન જીવી, નિરારંભી નિર્વધ બની, નિરંજન નિરાકાર પ્રાણને પ્રાપ્ત કરવાનો અમોઘ પરમાર્થનો પૂર્ણ પ્રયોગ સિદ્ધ ઉપાય ઉપદેશ્યો છે અને કહ્યું છે કે હે સાધક! તારા કોઈ પણ કાર્યથી સંયમની વિરાધના ન થાય, તેવા મહાવ્રત પાળી મહાત્મા બનવાનો ઉદ્યમ કરજે.
I અધ્યયન-૪ સંપૂર્ણ II