Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૩૬ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
પણ થઈ શકે છે. સૂત્રકૃતાંગમાં થોથાં-વસ્ત્ર આદિ ધોવા, રપ-વસ્ત્રાદિ રંગવા, પનિં - સાધુ માટે ઉધાર લાવ્યા હોય તેવું લેવું. પૂર્વ-આધાકર્મી આહારથી મિશ્રિત આહાર લેવો. વિરપ-અસંયમ અનુષ્ઠાનની પ્રશંસા, લિગાવતા-જ્યોતિષ શાસ્ત્ર વિષયક પ્રશ્નોના ઉત્તર વગેરે અનાચારો દર્શાવ્યા છે. આ રીતે અન્ય અનેક અનાચાર પણ હોઈ શકે છે.
* મુનિ પાંચ આશ્રવોના ત્યાગી, છ કાયના રક્ષક, ત્રણ ગુપ્તિને ધારણ કરનાર અને પાંચ ઈન્દ્રિયનો નિગ્રહ કરનાર હોય છે. * સુસમાધિવત મુનિ ગ્રીષ્મકાલમાં આતાપના લે છે, શીતકાલમાં નિર્વસ્ત્ર રહે છે અને વર્ષાકાલમાં પ્રવૃત્તિઓનો સંકોચ કરી નિયત સ્થાનમાં રહે છે.
* ઉપરોક્ત અનાચાર ત્યાગી અને આદર્શ આચાર સેવી મુનિ દુષ્કર તપ સંયમનું પાલન કરતાં પરીષહ ઉપસર્ગોને સહન કરી, સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી સિદ્ધ થાય છે.