Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી દશવૈકાલિક સૂત્ર
ત્યારે છત્ર ધારણ કરવું પડે તો તે અનાચાર દોષ નથી. (૪) સ્થવિરને માટે છત્ર ધારણ કરવું પડે તો અનાચાર દોષ નથી. (૨૦) :- ચિકિત્સા. તેના બે અર્થ થાય છે. (૧) ઔષધ સેવન (૨) વૈદ્યક વૃત્તિ.
(૧) ઔષધ સેવન - શ્રી ઉત્તરાધ્યયન, આચારાંગ, સૂયગડાંગ, પ્રશ્નવ્યાકરણ આદિ આગમોમાં સાધુસાધ્વીઓએ ચિકિત્સા ન કરવી, ન કરાવવી, અનુમોદન પણ ન કરવું તે પ્રકારનું સ્પષ્ટ કથન છે.
જ્યારે બીજી બાજુ શ્રમણોપાસકને માટે બારમા વ્રતમાં ચૌદ પ્રકારના દાનમાં સાધુને આવશ્યકતા અનુસાર ઔષધ–ભેષજથી પ્રતિલાભિત કરવાનું વિધાન છે. જો રોગની ચિકિત્સાનો સર્વથા નિષેધ હોય તો ઔષધ-ભેષજના દાનનું કથન કેવી રીતે હોય શકે?
તેનું સમાધાન એ છે કે– ચિકિત્સા ન કરવી તે ઉત્સર્ગ માર્ગ છે; તેથી જ્યાં સુધી ક્ષમતા હોય ત્યાં સુધી રોગ પરીષહને સહન કરવો તે શ્રમણ ધર્મ છે. જ્યારે વ્યક્તિની ક્ષમતા ઉપરાંત રોગની વેદના હોય ત્યારે શ્રમણ નિર્વદ્ય ચિકિત્સાનું અવલંબન લઈ શકે છે; તે સાધુનો નિર્દોષ અપવાદ માર્ગ છે. દોષ લગાડીને ચિકિત્સા કરાવવી તે સદોષ અપવાદ માર્ગનું સેવન છે, તેનું પ્રાયશ્ચિત્ત કરીને શ્રમણ શુદ્ધ થાય છે. નિશીથસૂત્રમાં વિવિધ પ્રકારની ચિકિત્સાના પ્રાયશ્ચિતનું કથન છે. આ રીતે આચારાંગ સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર આદિના ઔષધ નહીં લેવાના વિધાન અને શ્રાવકના બારમા વ્રતમાં આવતું ઔષધ દાનનું વિધાન સમીચીન
(૨) વૈધક વૃત્તિ :- સોળ ઉત્પાદનના દોષોમાં એક દોષ ચિકિત્સા પણ છે. તેનો અર્થ છે ઔષધાદિ દેખાડીને આહાર પ્રાપ્ત કરવો; સાધુ માટે આવા પ્રકારે આહારની ગવેષણા વર્જનીય છે. આગમમાં સ્પષ્ટ કહ્યું છે કે ભિક્ષુ ચિકિત્સા, મંત્ર, તંત્ર, ઔષધ ભૈષજ્ય વગેરેનો પ્રયોગ કરીને ભિક્ષા પ્રાપ્ત ન કરે. ચિકિત્સા શાસ્ત્ર શ્રમણ માટે પાપકૃત કહેલ છે.
(૨૧) પાર પાપ - પગમાં પગરખાં પહેરવા. કાષ્ઠ કે ચામડાના પગરખાં ધારણ કરવા તે સાધુને માટે અનાચાર દોષ છે. શરીરની અસ્વસ્થતામાં, આપત્કાલમાં ચામડા અથવા કાષ્ઠ સિવાયના પગરખાં ધારણ કરી શકે છે. પગરખા પગમાં જ પહેરાય છે છતાં પણ– પદ આપવાનું કારણ એ છે કે પગમાં કે અન્ય કોઈ બિમારી હોય તો પગરખાંનો અપવાદ માર્ગે ઉપયોગ કરે તે અનાચાર નથી. નિરોગી અણગાર પગરખાં પહેરે તો જિનાજ્ઞાનો ભંગ થાય છે, ઈર્યાસમિતિની વિરાધના થાય છે, તેમજ સુખશીલપણાની વૃદ્ધિ થાય છે. માટે સંયમશીલ સાધુએ પગરખાં ધારણ કરવા ન જોઈએ. (રર) સમીરં ગોળો – અગ્નિનો આરંભ કરવો. અગ્નિના આરંભથી છકાયના જીવોનો આરંભ થાય છે. અગ્નિ તીક્ષ્મતમ શસ્ત્ર છે, સર્વ જીવોને માટે આઘાત જનક છે. અગ્નિનો આરંભ દુર્ગતિ વધારનાર અનેક દોષોનું કારણ છે; તેથી સંયમી મુનિ પ્રકાશ માટે કે ઠંડીના નિવારણ માટે અગ્નિનો આરંભ ન કરે. અગ્નિ સમારંભ શબ્દમાં અગ્નિની અંતર્ગત તેના સર્વરૂપ- અંગાર, મુર્મર, અર્ચિ, જ્વાળા