Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૪૬
શ્રી દશવૈકાલિક સૂત્ર
ત્યાંથી આહાર ગ્રહણ કરવાથી તેને બોજો વધી જાય, ક્યારેક અશ્રદ્ધા અને અભક્તિના ભાવ થાય છે, પરિણામે સાધુને સ્થાનની પ્રાપ્તિ દુર્લભ થઈ જાય છે. ક્યારેક તે અતિભક્તિવશ દેશિક દોષ યુક્ત આહાર પાણી વહોરાવે છે. સાધુને એષણા સમિતિનું પાલન યથાર્થ રીતે થતું નથી તેમ જ ગૃહસ્થના પ્રતિબંધમાં રહેવું પડે છે. આ સર્વ દોષોની સંભાવના હોવાથી શય્યાતર પિંડનો ત્યાગ કરવો જોઈએ. (ર૪) આવી - આનંદી એક પ્રકારનું બેસવાનું આસન અથવા બેસવા યોગ્ય માંચી, ખાટલી, ખુરસી, ડોળી-સાદડી, વગેરે આનંદી કહેવાય છે. તેનું પ્રતિલેખનાદિ બરાબર થઈ શકતું નથી. તેથી તેમાં બેસવાથી અસંયમની સંભાવના છે.
(૨૫) પનિયં - પલંગ, માંચી, ખાટ, ખાટલા, પથારી ઈત્યાદિ વાપરવા. તે સૂવાના કામમાં આવે છે તેથી તેને પર્યક–પલંગ કહે છે. તેમાં ઊંડાણવાળા છિદ્રો હોય છે, તેમાં કોઈ જીવ જંતુ બેસી જાય તો તે સારી રીતે જોઈ શકાતા નથી. આસન અને પલંગાદિમાં બેસવાથી લઘુતા, શાસનની હીલના, સુખશીલપણું અને હિંસા આદિ દોષોની સંભાવના છે. તેથી સાધુ તેના ઉપર બેસે નહીં તેમજ સૂએ પણ નહીં. (ર) હિતર એજ્ઞા -ગૃહત્તર નિષદ્યા અર્થાત્ ભિક્ષા આદિ માટે ગયેલા અણગારને ગૃહસ્થના ઘરમાં બેસવું તે અનાચીર્ણ છે. અન્ય ગૃહમ્ પૃદાતરમ્ આ પ્રમાણે વ્યુત્પત્તિ કરીએ તો, સાધુ જે સ્થાનમાં સ્વયં નિવાસ કરે છે, તે સ્થાન તેના માટે સ્વગૃહ છે. તે સિવાયના પ્રત્યેક સ્થાન તેના માટે પરગૃહ અથવા ગૃહત્તર છે. સંક્ષેપમાં સાર એ જ છે કે સાધુ ગૃહસ્થના ઘરમાં અર્થાત્ પોતાના રોકાયેલા સ્થાન સિવાયના અન્ય સ્થાનમાં કારણ વિના બેસે નહીં.
ગૃહસ્થના ઘરમાં બેસવાથી બ્રહ્મચર્ય પર વિપત્તિ આવે છે, પ્રાણીઓનો વધ થાય છે, ભિક્ષાર્થીઓને ભિક્ષાની અંતરાય પડે, ગૃહસ્થોને ક્રોધ ઉત્પન્ન થાય અને કુશીલપણાની વૃદ્ધિ થાય છે. (૨૭) વિરૂધ્યકાળ :- ગાત્ર ઉદ્વર્તન. શરીરમાં પીઠી આદિ ચોળવી-ચોળાવવી. આ પ્રવૃત્તિથી સાધક મલ પરિષહથી પરાભૂત થાય છે. તે ઉપરાંત શરીર શોભા, કામવિકાર, ઈત્યાદિ દોષોની સંભાવના રહે છે.
પ્રસ્તુત સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં સાધુ માટે શરીર શોભાનો નિષેધ કરીને તેની અંતર્ગત ગાત્ર ઉદ્વર્તનનો પણ નિષેધ કર્યો છે. ત્યાં કહ્યું છે કે સંયમી સાધુ ચૂર્ણ, કલ્ક, લોધ્ર આદિ સુગંધિત પદાર્થોને પોતાના શરીર ઉપર ચોળે નહીં, તેનું સેવન કરે નહીં કારણ કે શરીર વિભૂષા સાવધ બહુલ છે. તેનાથી ગાઢ કર્મબંધન થાય છે.
ગૃહસ્થની વૈયાવચ્ચ આદિ અનાચાર :
गिहिणो वेयावडियं, जा य आजीववत्तिया । तत्ताणिव्वुडभोइत्तं, आउरस्सरणाणि य ॥