Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી દશવૈકાલિક સૂત્ર
ત્યાગ કરું છું અર્થાત્ મન, વચન, કાયા દ્વારા અસત્ય બોલીશ નહીં; બીજા પાસે અસત્ય બોલાવીશ નહીં અને અસત્ય બોલનારાને અનુમોદન આપીશ નહીં. તેમજ પૂર્વકાળે તત્સંબંધી જે કોઈ પાપ થયું હોય, તેનાથી હું નિવૃત્ત થાઉં છું; આત્મસાક્ષીએ તે પાપને નિંદુ છું અને આપની પાસે તે પાપની ગોં કરું છું તેમજ હવે પછી તેવા પાપકારી કર્મથી મારા આત્માને સર્વથા અલગ કરું છું. હે ભગવન્ ! એ પ્રમાણે હે બીજા મૃષાવાદ વિરમણ મહાવ્રતમાં હું ઉપસ્થિત થાઉં છું.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં બીજા મહાવ્રત મુાવાદ વિરમણવ્રતનું સ્વરૂપ દર્શન છે. તેમાં અસત્ય ભાષણના મુખ્ય ચાર કારણોથી નિવૃત્ત થવાનું પ્રતિપાદન છે.
જોહા વા લોહા વા:– મૃષાવાદની ઉત્પત્તિના મુખ્ય ચાર કારણ સૂત્રમાં દર્શાવ્યા છે– ક્રોધ, લોભ, ભય અને હાસ્ય. તેમ છતાં ઉપલક્ષણથી ક્રોધના ગ્રહણથી અભિમાન અને લોભના ગ્રહણથી માયા, તેમજ હાસ્ય તથા ભયના ગ્રહણથી રાગ, દ્વેષ, કલહ આદિનું ગ્રહણ થાય છે. આ રીતે વિસ્તાર નર્યું કે ઉપલક્ષણથી તે સર્વ કારણોથી અસત્ય ભાષણનો ત્યાગ આ સત્ય મહાવ્રતમાં થાય છે.
દ્રવ્યાદિની અપેક્ષાએ મૃષાવાદ વિરમણ વ્રત :– દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી મૃષાવાદ વિરમણ મહાવ્રતનો વિષય આ પ્રમાણે થાય છે– (૧) દ્રવ્યદૃષ્ટિએ મૃષાવાદનો વિષય સર્વ દ્રવ્ય છે કારણ કે સજીવ, નિર્જીવ સર્વ દ્રવ્યોના વિષયમાં અસત્ય બોલાય છે. (૨) ક્ષેત્ર દષ્ટિએ તેનો વિષય લોક અને અલોક બંને થઈ શકે છે અર્થાત્ તે બંનેના વિષયમાં પણ અસત્ય કથન કે નિરૂપણ થઈ શકે છે. (૩) કાળ દષ્ટિએ તેનો કે વિષય દિવસ અને રાત આદિ સર્વ કાળ છે. (૪) ભાવ દષ્ટિએ મૃષાવાદના હેતુ, ક્રોધ, લોભ, ભય, હાસ્ય આદિ વિકારભાવ છે અને ત્રણ કરણ, ત્રણ યોગ છે. તે સર્વ ભાવોની અપેક્ષાએ મૃષાવાદનો ત્યાગ કરવાનો છે. શિવિષે તિવિષેનં :-ત્રણ કરણ અને ત્રણ યોગથી. મૃષાવાદ વિરમણ, વચનયોગનો મુખ્ય વિષય છે તેમ છતાં મનથી અસત્ય વિચારવું, વચનથી અસત્ય બોલવું અને કાયાથી અસત્ય આચરણ કરવું, અસત્ય લખવું તથા અસત્ય ચેષ્ટા કરવી વગેરે અનેક પ્રકારની અસત્ય પ્રવૃત્તિના ત્યાગ માટે ત્રણ કરણ અને ત્રણ યોગથી મૃષાવાદનો ત્યાગ કરવો આવશ્યક બને છે.
વ્યાખ્યાકારે મૃષાવાદના ચાર પ્રકાર આ પ્રમાણે દર્શાવ્યા છે
(૧) સદ્ભાવ નિષેધ :– જે ભાવ કે પદાર્થ વિધમાન છે તેનો નિષેધ કરવો. જેમ કે આત્મા નથી, પુણ્ય અને પાપ નથી, બંધ કે મોક્ષ નથી ઈત્યાદિ.
(૨) અસદ્ભાવ ઉદ્ભાવન – અસદ્ભૂત વસ્તુનું અસ્તિત્વ કહેવું. જેમ કે આત્માને સર્વ વ્યાપક કહેવો અથવા તંદુલ જેવડો કહેવો ઈત્યાદિ.
(૩) અર્થાન્તર :– કોઈ વસ્તુને અન્યરૂપે કહેવી. જેમ કે ગાયને ઘોડો અને ઘોડાને હાથી કહેવો.