Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી દશવૈકાલિક સૂત્ર
ચોથું અધ્યયન જ પરિચય
:
* આ અધ્યયનું નામ છ જવનિકાય' છે. તેનો વર્ણિત વિષય છે– છ પ્રકારના જીવોનું સ્વરૂપ દર્શન અને તેની હિંસાથી નિવૃત્ત થઈ અહિંસા ધર્મમાં સ્થિત થવા માટેનો ઉપદેશ. તેથી તેનું નામ છે જીવનિકાય છે. કે તેનું બીજું નામ ધર્મપ્રજ્ઞપ્તિ પણ છે. શાસ્ત્રકારે સ્વયં પ્રથમ સૂત્રમાં જ તેનું કથન કર્યું છે. તેય મે કિંઈ થર્મપત્તિા આ અધ્યયન શ્રતધર્મ અને ચારિત્રધર્મને વ્યક્ત કરે છે તે અપેક્ષાએ તેનું ધર્મપ્રજ્ઞપ્તિ નામ પણ સાર્થક છે. * આ અધ્યયનના વિષયોને નિર્યુક્તિકારે પાંચ વિભાગમાં વિભક્ત કર્યા છે.
जीवाजीवाहिगमोचरित्तधम्मोतहेव जयणा ।
૩વપક્ષો ધમ્મપત છનવાયા હિરા II નિયુક્તિ ૪–૨૧૬] (૧) જીવાજીવાધિગમઃ- જીવ અને અજીવનો બોધ કરાવવો. જીવાદિ તત્ત્વો ઉપર યથાર્થ શ્રદ્ધા કરવી તે સમ્યગદર્શન છે. તત્ત્વ નવ છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. આ નવે તત્ત્વોમાંથી જીવ સિવાયના આઠ તત્ત્વોનો મુખ્ય સંબંધ જીવ સાથે છે. જીવ ન હોય તો શેષ તત્ત્વો જાણી શકાતા નથી. કારણ કે જાણનાર જ જીવ તત્ત્વ છે. તેથી જીવનું જ્ઞાન કરવું આવશ્યક છે. જીવ સાથે અજીવ સંકળાયેલ હોવાથી, જીવથી ભિન્ન અજીવનું જ્ઞાન તથા તેની શ્રદ્ધા કરવી પણ આવશ્યક છે. * આ દષ્ટિકોણથી પ્રસ્તુત અધ્યયનમાં સર્વપ્રથમ છ સૂત્ર સુધી વિશ્વના સમગ્ર જીવોને છ નિકાયોમાં વિભક્ત કરીને તેનું સ્વરૂપ, તેની ચેતના, તેના સુખ–દુઃખનું સંવેદન, તેના પ્રકાર આદિનું સંક્ષિપ્ત વર્ણન કરવામાં આવ્યું છે. છદ્મસ્થ સાધક ચર્મ ચક્ષુઓથી સૂક્ષ્મ જીવોની સજીવતાનું પ્રત્યક્ષ દર્શન કરી શકતા નથી તો પણ સર્વજ્ઞ વીતરાગ તીર્થકર ભગવંતોના વચન ઉપર શ્રદ્ધા રાખીને તેમાં જીવત્વ માનવું તથા યુક્તિઓ અને તર્કોથી તેમાં જીવત્વ જાણવું, તે સમ્યગ્ દષ્ટિ સાધકનું કર્તવ્ય છે. જીવાદિના જ્ઞાન પછી જ અહિંસા વગેરે મહાવ્રતોનું સમ્યક પ્રકારે પાલન થઈ શકે છે. પૃથ્વીકાયાદિ જીવોનું સ્વરૂપ સમજી તેના અસ્તિત્વની શ્રદ્ધા કરનાર સાધક ઉપસ્થાપન માટે અર્થાત્ મહાવ્રતો અંગીકાર કરવા માટે યોગ્ય બની જાય છે. * જો કે આ અધ્યયનમાં અજીવનું સ્પષ્ટ વર્ણન નથી. તો પણ અશ્વત્થ સત્ય પરિષ આદિ વાક્યો દ્વારા તથા નો ની વિવિયા મળીને વિવિયા ઈત્યાદિ પદ દ્વારા જીવ-અજીવના યથાર્થ જ્ઞાન તથા શ્રદ્ધાને અનિવાર્ય માનવામાં આવ્યા છે.