Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્ય.-૪ઃ છ જીવનિકાય
[ ૭૯ ]
ત્યાગ કરું છું. આવશ્યક સૂત્રના ચોથા અધ્યયનમાં ગમનાગમન અતિચાર પ્રતિક્રમણનો પાઠ છે તેમાં બિલ આદિ દસ પ્રકારની જીવ વિરાધના દર્શાવતાં દશ શબ્દો છે. તેના વિશ્લેષણ માટે જુઓ– પરિશિષ્ટ.)
પાવાવાઓ વેરHM :- પ્રાણાતિપાતથી વિરામ પામું છું. પ્રાણીના દશ પ્રાણોમાંથી કોઈપણ પ્રાણનો અતિપાત–વિયોગ(ઘાત) કરવો તેને પ્રાણાતિપાત કહે છે. દશ પ્રાણ આ પ્રમાણે છે– (૧) શ્રોત્રેન્દ્રિય બલપ્રાણ (૨) ચક્ષુરિન્દ્રિય બલપ્રાણ (૩) ઘાણેન્દ્રિય બલપ્રાણ (૪) રસેન્દ્રિય બલપ્રાણ (૫) સ્પર્શેન્દ્રિય બલપ્રાણ (૬) મનોબલ પ્રાણ (૭) વચનબલપ્રાણ (૮) કાયબલપ્રાણ (૯) શ્વાસોશ્વાસ બલપ્રાણ (૧૦) આયુષ્ય બલપ્રાણ. પ્રાણતિપાતના સ્થાને અહીંયા જીવાતિપાત ન કહેવાનું કારણ એ છે કે જીવનો નાશ ક્યારે ય થતો નથી; તે તો હંમેશાં નિત્ય છે, અવિનાશી છે. જીવના પ્રાણોનો જ અતિપાત થાય છે અને મળેલા પ્રાણોના અતિપાત = વિયોગથી જીવને અત્યંત દુઃખ થાય છે. તેથી આ મહાવ્રતનું નામ જીવાતિપાત વિરમણ ન કહેતાં પ્રાણાતિપાત વિરમણ કહ્યું છે. સુનં વા વાયર વા.... – પ્રાણાતિપાત વિરમણ મહાવ્રતનો વિષય છે– સૂક્ષ્મ, બાદર, ત્રસ અને
સ્થાવર જીવોની હિંસાનો ત્યાગ. આ ચાર શબ્દોમાં સર્વ પ્રકારના સંસારી જીવોનો સમાવેશ છે. સૂકમ શબ્દના અહીં બે અર્થ થાય છે– (૧) સૂક્ષ્મનામ કર્મના ઉદયવાળા સૂક્ષ્મ જીવો (૨) અલ્પ અવગાહનાવાળા નાના જીવો. તેમજ બાદર શબ્દના પણ બે અર્થ થાય છે– (૧) બાદર નામકર્મના ઉદયવાળા જીવો (૨) સ્કૂલ શરીર- વાળા દેખાતા જીવો.
આ સૂત્રમાં પ્રયુક્ત સૂક્ષ્મ અને બાદર અથવા ત્રસ અને સ્થાવર કોઈપણ બે શબ્દમાં જ સંસારના સમસ્ત જીવોનો સમાવેશ થઈ જાય છે, તેમ છતાં સૂત્રકારે ચાર શબ્દનો પ્રયોગ કરીને જીવ જગતને વિસ્તારથી સમજાવ્યું છે. સાધુના અહિંસા મહાવ્રતમાં સંપૂર્ણપણે સર્વ જીવોનો સમાવેશ થાય છે. તેમાં કોઈપણ પ્રકારનો અપવાદ કે છૂટ નથી.
આ જગતના કેટલાક જીવો એવા છે કે જેની સાથે આપણો કોઈ સંબંધ કે વ્યવહાર જ નથી. જેમ કે ચૌદ રાજલોકના પ્રત્યેક ક્ષેત્રમાં માનવ જઈ શકતો નથી. નરક, દેવલોક તેમજ આપણા ક્ષેત્ર સિવાયના ત્રિછાલોકના ત્રસ કે સ્થાવર જીવો સાથે આપણો કોઈ વ્યવહાર નથી; તેથી તે જીવોની હિંસા થવાની સંભાવના પણ નથી. તે ઉપરાંત સંપૂર્ણ લોકમાં રહેલા સૂક્ષ્મ જીવો કોઈના માર્યા કરતા નથી, બાળ્યા બળ તા નથી, તે સ્વયં પોતાનું આયુષ્ય પૂર્ણ થતાં જ મરે છે. તેમ છતાં અહિંસા મહાવ્રતમાં તે સર્વ જીવોની હિંસાના પ્રત્યાખ્યાનનો પાઠ છે. તેનું રહસ્ય એ છે કે જીવો મરે કે ન મરે પરંતુ આપણો અવ્રતનો, અપ્રત્યાખ્યાનનો ભાવ ન રહેવો જોઈએ. કારણ કે અવ્રત આશ્રવ(કર્મ બંધનું કારણ) છે અને વ્રત સંવર છે તેથી અવ્રતજન્ય આશ્રવને રોકવા માટે સૂક્ષ્મ બાદર સર્વ જીવોની હિંસાના પ્રત્યાખ્યાન કરાય, તે ઉપયુક્ત છે.
વ્યાખ્યામાં દર્શાવ્યું છે કે અહીં ; નવરં શબ્દથી સૂક્ષ્મ અને બાદર નામકર્મવાળા જીવોને ગ્રહણ ન કરતાં માત્ર "નાના કે મોટા જીવો" એમ અર્થ કરવો જોઈએ અને તેના પણ બે-બે ભેદ સમજવા કે નાના-મોટા ત્રસ જીવો અથવા નાના–મોટા સ્થાવર જીવો. આ અર્થ શ્રમણ. જીવનના પૂલ વ્યવહારની દષ્ટિએ ઉપયુક્ત છે. વ્યાખ્યાકારે તેના ઉદાહરણ પણ આપ્યા છે. યથા– (૧) નાના ત્રસ = કુંથવા (૨) મોટા ત્રસ