Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્ય.-૪ઃ છ જીવનિકાય
૭૧]
વહેવું તે તેનું લક્ષણ છે અને તેના અનેક પ્રકાર છે, યથા– ઉત્કલિકાવાયુ, મંડલિયોવાયુ, ઘનવાયુ, તનવાયુ, ગુંજવાયુ, સંવર્તકવાયુ, શુદ્ધવાયુ આદિ. જેમ મનુષ્યાદિ પ્રાણી અન્યની પ્રેરણાથી કે પ્રેરણા વિના પણ ગતિ કરે છે, તેમ વાયુ પણ અન્યની પ્રેરણાથી કે પ્રેરણા વિના પણ ગમન કરે છે. તેથી મનુષ્યાદિ પ્રાણીની જેમ તે પણ જીવયુક્ત છે. વનસ્પતિકાયમાં અનુમાન પ્રમાણથી જીવત્વની સિદ્ધિ -વનસ્પતિ જ જેનું શરીર છે તેને વનસ્પતિકાય કહે છે. મનુષ્યની જેમ વનસ્પતિમાં બાલ્ય, યૌવન, વૃદ્ધત્વ આદિ અવસ્થાઓ તેમજ કરમાઈ જવું આદિ જીવના લક્ષણો પ્રતીત થાય છે. તેથી તે સચેત છે. તેના વિસ્તૃત વિવેચન માટે જુઓ શ્રી આચારાંગ સૂત્ર અધ્યા – ૧/પ/૪. વનસ્પતિના આઠ ભેદ – ઉત્પત્તિની ભિન્નતાના આધારે પ્રસ્તુતમાં વનસ્પતિના આઠ ભેદ કર્યા છે. તેની ઉત્પત્તિના મૂળભૂત તત્વને બીજ' સંજ્ઞા આપવામાં આવી છે. જેમ કે-(૧) અધીન = જેનું બીજ અગ્ર ભાગમાં હોય, અથવા જેના અગ્રભાગમાં ઉગવાની શક્તિ હોય. યથા-કોરંટક આદિ.(૨) મૂનવીન = જેનું મૂળ જ બીજ છે તે, અર્થાત્ જેના મૂળભાગમાં ઉગવાની શક્તિ હોય યથા– કમલકન્દ આદિ. (૩) પર્વવન = ગાંઠ–પર્વ જેનું બીજરૂપ છે તે પર્વબીજ કહેવાય છે. જેમ કે– નેતર, વાંસ, શેરડી.(૪)
ન્યજીન = સ્કંધ જેનું બીજરૂપ હોય અથવા જેનું બીજ સ્કંધમાં હોય તે અંધબીજ કહેવાય છે. જેમ કે- વડલો, પીપળો, થોર આદિ. (૫) વીવાદ = બીજથી ઉગનારી વનસ્પતિ છે. અર્થાત્ જેના બીજમાં જ ઉગવાની શક્તિ હોય. યથા– ચોખાઘઉં આદિ. (૬) મૂર્ણિમ = બીજ વિના પૃથ્વી, વરસાદ આદિ સંયોગોથી ઉત્પન્ન થાય છે. યથા– સર્પ, છત્રા, ભૂંફોડા ઘાસ આદિ. (૭) = ઘાસમાત્ર તૃણ કહેવાય છે. તૃણ શબ્દ દ્વારા દર્ભ, ચંપક, અશોક, વાસંતી, નાગરમોથ આદિ દરેક જાતના ઘાસને ગ્રહણ કરવામાં આવ્યા છે. (૮) લતા = જમીન ઉપર અથવા કોઈ મોટા ઝાડને વીંટળાઈને તેના સહારે ઉપર ફેલાયેલી વનસ્પતિને લતા કહે છે. તેને વેલ, વલ્લરી આદિ પણ કહે છે. અહીં લતા શબ્દ દ્વારા ચંપા, જાઈ, જૂઈ, વાસંતી આદિ દરેક જાતની લતાને ગ્રહણ કરી છે. સજીયા :- આ શબ્દના બે અર્થ થાય છે– (૧) બીજની મુખ્યતાવાળી વનસ્પતિ (૨) બીજ પર્યત દશ વિભાગવાળી વનસ્પતિ. તાત્પર્ય એ છે કે– (૧) મોટા ભાગની વનસ્પતિઓ બીજવાળી હોય છે. તે સર્વ શસ્ત્રપરિણત ન થાય ત્યાં સુધી સચિત્ત રહે છે. (૨) વનસ્પતિના બીજ પર્વતના દશે ય વિભાગ જ્યાં સુધી શસ્ત્ર પરિણત ન થાય ત્યાં સુધી સચેત હોય છે. તે દશ વિભાગ આ પ્રમાણે છે– મૂળ, કન્દ, સ્કંધ, છાલ, શાખા, કૂંપળ, પત્ર, પુષ્પ, ફળ અને બીજ.
પ્રત્યેક વનસ્પતિના દસે ય વિભાગમાં મળીને સંખ્યાત કે અસંખ્યાત અથવા અનંત જીવો હોય છે. તે અપેક્ષાએ વનસ્પતિના ત્રણ પ્રકાર થાય છે. તેમાંથી સંખ્યાત અને અસંખ્યાત જીવયુક્ત વનસ્પતિમાં પ્રત્યેક જીવના ઔદારિક શરીરનું સ્વતંત્ર અસ્તિત્વ હોય છે. અનંતજીવી વનસ્પતિમાં અનંત-અનંત જીવોનું ઔદારિક શરીર સાધારણ હોવા છતાં તે પ્રત્યેક જીવનું અસ્તિત્વ સ્વતંત્ર હોય છે તેમજ તે જીવોના તૈજસ, કાર્પણ આ બે શરીર પણ સ્વતંત્ર હોય છે અને તે ત્રણે ય પ્રકારની વનસ્પતિ શસ્ત્ર પરિણત ન થાય ત્યાં સુધી સચેત રહે છે.