Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્ય.-૩: શુલ્લકાચાર કથા
|| ૪ ૭]
છાયાનુવાદઃ દિને વૈયાવૃાં, ત્યાં જ આ નીવવૃત્તિતા !
तप्तानिवृत्तभोजित्वं, आतुरस्मरणानि च ॥ શબ્દાર્થ – ઉદળો = ગૃહસ્થની વાવડિય = વૈયાવૃત્ય કરવી એનીવવત્ત = પોતાની જાતિ આદિ બતાવીને આહારાદિ લેવો તત્તાપવુડમોફd = જે પાણી અગ્નિના શસ્ત્રથી બરાબર ઉકળ્યું ન હોય તેવું પાણી લેવું. અથવા સચિત્ત અને અચિત્ત બંને હોય તેવા મિશ્રિત આહાર પાણી ગ્રહણ કરવા સારસરણાદિ = સુધાદિથી પીડિત થઈને પરિવારના લોકોનું સ્મરણ કરવું. ભાવાર્થ :- (૨૮) ગુહસ્થની વૈયાવૃત્ય કરવી (૨૯) જાતિ-કુલ–ગણાદિ પ્રગટ કરી આજીવિકા મેળવવી. (૩૦) જે પદાર્થ સર્વથા પ્રાસુક(અચિત્ત) થયા ન હોય, તેનું ભોજન કરવું (૩૧) ભૂખ આદિથી પીડિત થઈને પારિવારિક જનોનું સ્મરણ કરવું.
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં ચાર અનાચારનું વર્ણન છે. (૨૮) જિદિપો રેયાવલિયં:- ગૃહસ્થની સેવા કરવી. આ શબ્દના બે અર્થ થાય છે– (૧) તૈયાપૃન્ય- ૧. ગૃહસ્થના ઉપકારમાં પ્રવૃત્ત થવું અને ગૃહસ્થ સંબંધી વ્યાપાર કરવો. ૨. ગૃહસ્થના અસંયમ જીવનની અનુમોદના કરવી. ૩. ગૃહસ્થને આહારાદિ આપવા.૪.ગૃહસ્થના ઉપકાર માટે તેનું કાર્ય સ્વયં કરવું. વ્યાપારાદિ કરવા. (૨) વૈયાવન્ય- પરિચર્યા સેવા કરવી. ૧, ગૃહસ્થની શારીરિક સેવા-શુશ્રષા કરવી. ૨. ગૃહસ્થને બીજાને ત્યાંથી આહાર, પાણી, દવા આદિ લાવીને આપવા. ૩. ગૃહસ્થ પાસે શારીરિક સેવા લેવી.
કોઈ પણ પ્રકારે ગુહસ્થોનો ઉપકાર કરવાથી, સેવા કરવાથી કે કરાવવાથી, તેના અસંયમી જીવનની અનુમોદના થાય છે. તેથી સાધુને માટે તે અનાચાર દોષ છે.
(૨૯) આવાવ વત્તા :- આજીવ વૃત્તિતા. જાતિ આદિ બતાવીને આજીવિકા ચલાવવી. આજીવ = આજીવિકા ચલાવવાનો ઉપાય અથવા સાધન અને વૃત્તિત્તા = તે સાધન દ્વારા આહારાદિ પ્રાપ્ત કરવો. આજીવિકા પ્રાપ્ત કરવાના આઠ સાધન છે. તેના આધારે આજીવવૃત્તિતાના આઠ પ્રકાર થાય છે. જેમ કે
(૧) બ્રાહ્મણ આદિ જાતિ અથવા જાતિ એટલે માતૃપક્ષ. પોતાની જાતિ દેખાડીને આહારાદિ પ્રાપ્ત કરવો તે જાત્યજીવવૃત્તિતા છે. (૨) ઉગ્રાદિકુલ અથવા કુલ એટલે પિતૃપક્ષ, કુળ બતાવીને આજીવિકા કરવી, તે કુળાજીવવૃત્તિતા છે. (૩) કૃષિ આદિ કર્મ. આચાર્યાદિ પાસેથી શિક્ષણ પ્રાપ્ત કર્યા વિના જે કાર્ય કરી શકાય તેને કર્મ કહે છે. ખેતી આદિની કર્મ-કુશળતાની વાત કહીને આહારાદિ પ્રાપ્ત કરવા. તેનું નામ કમજીવવરિતા છે. (૪) જે કાર્યમાં પ્રવીણતા મેળવી શકાય તે શિલ્પ કહેવાય છે. વણાટ, સિલાઈ સંબંધી પોતાના શિલ્પ-કૌશલ્યની વાત કરી આહારાદિ પ્રાપ્ત કરવા તે શિલ્પાજીવવૃત્તિતા છે.