Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્ય.—૩: શુલલકાચાર કથા
૪ ૩
ચોપટ રમવું આદિ અનાચાર :
अट्ठावए य णालीए, छत्तस्स य धारणट्ठाए ।
तेगिच्छं पाहणा पाए, समारंभं च जोइणो ॥ છાયાનુવાદઃ અષ્ટાપવષ્ય નાન્નિા, છત્રણ ૨ ધારણાથયા
चैकित्स्यमुपानही पादयोः, समारम्भश्च ज्योतिषः ॥ શબ્દાર્થ - રાવણ = જુગાર, ચોપટ રમવો = નાલિકાથી પાસા ફેંકીને જુગાર રમવો છત્તÍ= છત્રનું કારખટ્ટાપ ધારણ કરવું તેષ્ઠિ = ચિકિત્સા કરવી પS= પગમાં પાટણ = જૂતા આદિ પહેરવાં ગોળોઅગ્નિનો સારમું = સમારંભ કરવો.
ભાવાર્થ:- (૧૮) જુગાર રમવો, નાલિકા દ્વારા પાસા ફેંકીને શેતરંજ વગેરે બીજી રમતો રમવી (૧૯) માથા પર છત્ર ધારણ કરવું (૨૦) વ્યાધિ આદિની ચિકિત્સા જેના દ્વારા હિંસા થાય તેવી વૈદકક્રિયા) કરવી, કરાવવી (૨૧) પગમાં પગરખાં આદિ પહેરવા (રર) અગ્નિનો સમારંભ કરવો, એ સર્વે સાધુ માટે અનાચીર્ણ છે.
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં પાંચ અનાચારોનું વર્ણન છે.
(૧૮) અEાવણ ૨ નાની – અષ્ટાપદ અને નાલિકા. શેતરંજ વગેરે રમત રમવી તેને અષ્ટાપદ કહેવાય છે અને પાસાઓને નાલિકા દ્વારા નાખીને રમવામાં આવે તેને નાલિકા કહેવાય છે. તે સ્વાધ્યાય ઘાતક અને પ્રમાદાચરણ હોવાથી સાધુ માટે તે અનાચાર્ણ છે. (૧૯) છત્તરૂ ય ધારાટ્ટા:- છત્રને ધારણ કરવું. છત્ર ધારણ કરવા અને ન કરવા સંબંધી આગમોમાં ભિન્ન-ભિન્ન આશયથી ભિન્ન-ભિન્ન કથન જોવા મળે છે.
પ્રસ્તુત આગમમાં છત્ર ધારણ કરવાને અનાચાર દોષ કહ્યો છે. શ્રી સૂયગડાંગ સૂત્ર અને પ્રશ્ન વ્યાકરણમાં સાધુને માટે છત્ર ધારણ કરવું અકલ્પનીય છે, તેમ કહ્યું છે.
શ્રી આચારાંગ સુત્રમાં કથન છે કે શ્રમણ સહવર્તી સંતોની અનુમતિ લીધા વિના તેની છત્રાદિ વસ્તુ ગ્રહણ કરે નહીં. આ વિધાન પરથી સંતો છત્ર રાખતા હોય તેમ જણાય છે. વ્યવહાર સૂત્રમાં સ્થવિરોને માટે "છત્ર ધારણ કરવું" કલ્પનીય કહ્યું છે. આ સર્વ આગમોના અભિપ્રાયનો નિષ્કર્ષ એ જ છે કે– (૧) વરસાદ અને તાપ નિવારણને માટે સાધુ છત્ર ધારણ કરે તો અનાચાર દોષ લાગે છે. (૨) શોભા અને મહિમા વધે તેવા હેતુથી છત્ર ધારણ કરવું તે અનાચાર દોષ છે. (૩) ગાઢ રોગાદિનું કારણ ઉપસ્થિત થાય