Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્ય.—૩ : ક્ષુલ્લકાચાર કથા
ત્રીજું અધ્યયન
પરિચય
૩૫
આ અધ્યયનનું નામ 'સુકાચાર કથા' છે. આ અધ્યયનમાં સંયમ જીવનની અનાચરણીય પ્રવૃત્તિઓનો નિષેધ કરી, આચારપાલનનું પ્રતિપાદન કર્યું છે. છઠ્ઠા અધ્યયનનું નામ 'મહાચાર કથા' છે. તેમાં સાધુના આચારનું વિસ્તૃત કથન છે. તેની અપેક્ષાએ આ અધ્યયનમાં સંક્ષિપ્ત નિરૂપણ હોવાથી તેનું નામ ક્ષુલ્લકાચાર કથા' છે.
સંપૂર્ણ જ્ઞાનનો સાર આચાર છે. તીર્થંકરો તીર્થ પ્રવર્તનના પ્રારંભમાં સર્વ પ્રથમ આચારનો જ ઉપદેશ આપે છે. આચાર કર્મમુક્તિનું સાધન છે. જે સંયમભાવમાં સ્થિત હોય, ધૃતિમાન હોય તે જ આચારનું પાલન કરી શકે છે. આચારના પાંચ પ્રકાર છે– જ્ઞાનાચાર, દર્શનાચાર,ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર, મોક્ષ માટે જે અનુષ્ઠાન કરાય અને જે વ્યવહાર શાસ્ત્રવિહિત હોય તે આચાર કહેવાય છે. આ રીતે સાધુઓની આચાર સંહિતા અનુસારનું આચરણ આચાર છે; શેષ અનાચાર છે.
આચાર શુદ્ધિ જેટલી વ્યક્તિગત આધ્યાત્મિક વિકાસમાં સહાયક છે, તેટલી જ સમાજ, રાષ્ટ્ર અને વિશ્વને પણ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ઉપકારક થઈ પડે છે. જે સમાજમાં આદર્શ આચારની પૂજા છે, તે સમાજ નિઃસ્વાર્થી, સંતોષી અને પ્રશાંત હોય છે. તેની નિઃસ્વાર્થતા રાષ્ટ્રની પીડાતી પ્રજાને આશ્વાસન આપી શકે અને તેની શાંતિના આંદોલનો વિશ્વમાં શાંતિને પ્રસરાવી શકે છે. આદર્શ આચાર પાલન વિશ્વ શાંતિનું મૂળ છે. તે આચાર કલુષિત ન થાય તેની વ્યવસ્થા જાળવવા માટે જ મહર્ષિઓએ માનસિક મંધનથી સંશોધન કરી સાધુતાના સંરક્ષણ માટે આ અધ્યયનમાં અનેક અનાચાર = નિષેધાત્મક નિયમોનું વર્ણન આપ્યું છે. ગણનાની દષ્ટિએ બાવન અનાચાર કહેવાય છે.
નિષિદ્ધ કાર્ય કરવા, નિષેધ કરેલા આચરણને આચરવું તે અનાચાર છે અને અનાચાર અધર્મ અને અકર્તવ્ય છે. શુદ્ધ આચરણ કરવું તે ધર્મ અને કર્તવ્ય છે.
આ આગમના છઠ્ઠા અધ્યયનમાં પ્રથમ ચાર અનાચારોનો સંકેત 'અય્ય' શબ્દ દ્વારા કર્યો છે અને 'પલિયંક' શબ્દ દ્વારા આસંદી, પર્યંક, મંચને ગ્રહણ કર્યા છે. તેથી કહી શકાય કે ઉપર્યુક્ત અનાચારોમાં કોઈ સ્વતંત્ર છે અને કોઈ ઉદાહરણ સ્વરૂપ છે. સંચળ અને સંધવ આદિ મીઠાના પ્રકારો સચિત્ત લવણ રૂપ અનાચારના ઉદાહરણ છે.
તે જ રીતે સચિત્ત મૂળો, આદું, ઇક્ષુખંડ, કન્દ, મૂળ, ફળ, બીજ આદિ સચિત્ત વનસ્પતિ નામક એક અનાચારના જ ઉદાહરણ કહી શકાય. આ દૃષ્ટિથી વર્ગીકરણ કરવામાં આવે તો અનાચારોની સંખ્યા ઓછી