Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી દશવૈકાલિક સૂત્ર
રસ લે છે. તે જ રીતે શ્રમણ પણ કોઈ એક ઘરને આશ્રિત હોતા નથી, ૨. મધુકરની વૃત્તિ અનિયત હોય છે, તે કયા પુષ્પનો રસ ગ્રહણ કરવા જશે તેનો પ્રથમ નિર્ણય કરતો નથી, અનાયાસ જે પુષ્પ મળે તેનો રસ લે છે. તે પ્રમાણે ભિક્ષા જીવી સાધુ પણ અનિયત એટલે કોઈ તીથિ, વાર, ઘર, લત્તા, ગલી નિયત કરી ગોચરીએ જતાં નથી. અનાયાસ, અનિયત વૃત્તિથી કોઈ પણ ઘરમાં ભિક્ષા માટે જાય છે. ૩. ભ્રમર કોઈ એક ફૂલમાં આસક્ત થતો નથી. તેમ શ્રમણ કોઈ પણ એક ખાધ પદાર્થ કે કોઈ એક ઘરમાં આસક્ત થતા નથી. ૪. ભ્રમરનું કોઈ નિવાસસ્થાન કોઈ કુટુમ્બ વગેરેથી પ્રતિબદ્ધ હોતું નથી, તેમ શ્રમણનું નિવાસસ્થાન પણ કુટુમ્બ, જાતિ, વર્ગ આદિથી પ્રતિબદ્ધ હોતું નથી અર્થાત્ તેઓ મમતાના બંધનથી બંધાતા નથી.
૧
(૩) બાબાર્ષિકરવા :– તેના અર્થ આ પ્રમાણે થાય છે, યથા—– (૧) વિવિધ ઘરમાંથી આંત, પ્રાંત, અરસ, નીરસ આદિ વિવિધ પ્રકારના આહારને ગ્રહણ કરવામાં રત-પ્રસન્ન રહે. (ર) વિવિધ પ્રકારના અભિગ્રહ– પૂર્વક પ્રાપ્ત થયેલા આહારને ગ્રહણ કરે. (૩) આહારની ગદ્વેષણામાં વિવિધ પ્રકારે વૃત્તિ સંક્ષેપ કરી ભ્રમણ કરે અને પ્રાપ્ત થયેલા આહારમાં સંતુષ્ટ થાય.
આ રીતે વિવિધ પ્રકારે વૃત્તિસંક્ષેપ કરી કે વિવિધ પ્રકારે અભિગ્રહ ધારણ કરી, વિવિધ ઘરમાંથી
પ્રાપ્ત થયેલા વિવિધ પ્રકારના આહારમાં રત રહે.
(૪) યંત્તા:- આ પદના પાંચ અર્થ છે— ૧. ઈન્દ્રિયો તથા મનના વિકારોનું દમન કરનાર ૨. ઇન્દ્રિયોને નિયંત્રિત કરનાર ૩. સંયમ અને તપથી આત્માનું દમન કરનાર ૪. ક્રોધ, માન, માયા, લોભ આદિ અધ્યાત્મ દોષોનું દમન કરવામાં તત્પર રહેનાર ૫. આત્માથી આત્માનું દમન કરનાર અર્થાત્ વાસનાને ઉપાસનામાં ઢાળનાર.
तेण वुच्चंति साहुणो ઃ– ઉપરોક્ત ચારે ગુણો પરસ્પર સાપેક્ષ છે. જે સાધુ સંયમમાં જાગૃત અને સાવધાન હોય છે તે મધુકર સમાન અનિશ્ચિત ઘરેથી અનિયત આહાર પાણી પ્રાપ્ત કરે છે. જે અનિયતચારી છે તે વિવિધ અભિગ્રહપૂર્વક વિવિધ પ્રકારના આહાર પ્રાપ્ત કરવામાં જ રત રહે છે. જે તથાપ્રકારના આહાર પ્રાપ્ત કરવામાં અનુરક્ત રહે છે તે સહજ રીતે ઈન્દ્રિય અને મનનું દમન કરનાર હોય છે અને જે આ ચાર ગુણોની સિદ્ધિથી અહિંસા, સંયમ અને તપની આરાધના કરે છે તેને જ સાધુ કહેવાય છે.
-: પરમાર્થ :
આત્મા પોતે જીવ દ્રવ્ય છે. તેના અનંત ગુણો છે. તેમાં જ્ઞાન ગુણ પ્રધાન છે. તે જ્ઞાનગુષ્ઠ અનંતગુણોનું જાણપણું કરાવે છે. દરેક ગુણ અને પર્યાય, સ્વતંત્ર, સહજ અને સુખમય છે. એક જ દ્રવ્યમાં અનંત ધર્મો (ગુણો) રહે છે. છતાં તે કોઈ કોઈમાં હસ્તક્ષેપ કરતાં નથી. ધર્મ પોતે જ એવો સમર્થ છે કે અસ્તિત્વ, વસ્તુત્વ પ્રમેયત્વ વગેરે ગુણધર્મો દ્વારા પદાર્થને તે સ્વરૂપમાં રાખે છે. પ્રસ્તુત અધ્યયનમાં વીતરાગ પરમાત્માએ અહિંસા, સંયમ, તપરૂપ ધર્મની પરાકાષ્ટા અને મંગલમયતા દર્શાવી, ચેતનમય જીવ દ્રવ્ય જાહેર કર્યું છે. તે સુખનો ભંડાર છે. તેને કોઈની જરૂર નથી. તે સહજ સુખમય છે. તેવા સ્વભાવને પામવા, વૈભાવિક અવસ્થા ટાળવા, પુદ્દગલાનંદીમાંથી ચિદાનંદી બનવા, અમોધ ઉપાય દેખાડયો છે કે ભિક્ષુ ભ્રમર