Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી દશવૈકાલિક સત્ર
બીજું અધ્યયન જ પરિચય
જે
* આ અધ્યયનનું નામ સામળપુષય- શ્રમણ્યપૂર્વક છે. * જે સંયમમાં શ્રમ કરે તેને શ્રમણ કહે છે. શ્રમણના ભાવને શ્રમણત્વ અથવા ગ્રામય કહે છે.
સંસારની પ્રત્યેક વ્યક્તિ શ્રમણધર્મનું પાલન કરી શકતી નથી. શ્રમણધર્મના પાલન માટે વિશેષ પ્રકારની પાત્રતા(યોગ્યતા) હોવી જરૂરી છે. શ્રમણત્વની પાત્રતા છે– નિષ્કામના, કામેચ્છાથી નિવૃત્ત થયા વિના શ્રમણત્વ પ્રાપ્ત થતું નથી. આ તથ્યને દષ્ટિમાં રાખીને શાસ્ત્રકારે આ અધ્યયનમાં શ્રમણધર્મની પૂર્વભૂમિકાનું વર્ણન કર્યું હોવાથી તેનું નામ શ્રમયપૂર્વક રાખ્યું છે. * શાસ્ત્રકારે કામ નિવારણને શ્રામણ્યનું બીજ બતાવ્યું છે. ટીકાકારે ઘેર્યને શ્રમણ્યનું બીજ કહ્યું છે. ખરેખર વૈર્યવાન જ કામનું નિવારણ કરે છે અને કામ નિવૃત્તને જ શ્રમણત્વ પ્રાપ્ત થયા છે.
તે ઉપરાંત આ અધ્યયનમાં બાહ્ય ત્યાગ અને આંતરત્યાગનો તફાવત, શ્રમણધર્મના પાલન માટે આંતરત્યાગની મહત્તા, શ્રમણધર્મની સ્થિરતા માટેના ઉપાયો વગેરે વિષયોને રાજમતી અને રથનેમિના ઐતિહાસિક દષ્ટાંતથી સમજાવ્યા છે. * જે સાંસારિક વિષયભોગોનો કે ઉત્તમોત્તમ ભોગવવા યોગ્ય પદાર્થોનો બહારથી ત્યાગ કરે છે, પરવશ હોવાના કારણે તે પદાર્થોનો ઉપભોગ કરી શકતો નથી, તે માત્ર બાહ્ય ત્યાગી છે જે સ્વેચ્છાથી, અંતરથી પદાર્થને અને તેની આસક્તિને ત્યાગે છે તે આંતર ત્યાગી છે અને તે શ્રમણત્વનો અધિકારી છે.
* કામનો ત્યાગ શ્રમણધર્મમાં સ્થિર થવાનો સચોટ ઉપાય છે. અહીં કામ શબ્દથી ઇચ્છાકામ અને મદનકામ(ભોગરૂપ કામ) બંને પ્રકારના કામના ત્યાગનું કથન છે. કામની ઈચ્છા અનેક સંકલ્પ-વિકલ્પોનું સર્જન કરે છે, કામનો ભોગવટો જીવને સદાય અતૃપ્ત રાખે છે અને બંનેના પરિણામ સ્વરૂપે તેને દુઃખ પ્રાપ્ત થાય છે. * આ અધ્યયનમાં રાજમતી દ્વારા રથનેમિને અપાયેલા ઉપદેશના માધ્યમથી સંયમમાં સ્થિર થવાના ઉપાયોનું નિરૂપણ છે. * અગંધનકુળના સર્પ અગ્નિમાં બળીને મરવાનું પસંદ કરે છે પરંતુ વમન કરેલા વિષને પુનઃ ચૂસતા નથી. તે જ રીતે સંયમના મહામાર્ગમાં સ્થિર થયેલા સાધકો એકવાર ત્યાગ કરેલા વિષયોની પુનઃ ઈચ્છા કદાપિ કરતા નથી.