Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અધ્ય.—૨: શ્રાકશ્યપૂર્વક
_ ૩૧ |
કોઈએ વમન કરેલી દુર્ગધી ઊલટી ખાતો હોય તો તે દુર્ગછનીય-ધિક્કારને પાત્ર બને છે. (૩) જે વ્યક્તિ શીલભંગ કરવાને બદલે મૃત્યુને સ્વીકારી લે તો તે શ્રમણધર્મની રક્ષા કરી પોતાનું ગૌરવ જાળવી રાખે છે. તેથી વ્રતભંગ કરતાં મરણ શ્રેયસ્કર છે.
રથનેમિની ચિત્ત-વિહવળતા, એ કામ પ્રભાવનો સામાન્ય-સહજ બનાવ છે; રાજેમતીની સંયમ સ્થિરતા, ધૈર્યતા, એ ઉચ્ચ આદર્શ છે. આ પ્રસંગે ધિરત્યુ તે.....તે મ૨ણ અવે એ રામતીના ઉદ્ગાર અને તેનાથી રથનેમિનું સંયમમાં સ્થિર થવું, એ વિશ્વ સાહિત્યની શ્રેષ્ઠ ઘટનાઓમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે. રાજેમતીના આ શબ્દોમાં સંયમનું અને ભાષાનું અદ્ભુત બળ પ્રગટ થાય છે.
આઠમી ગાથામાં રાજેમતીએ પોતાના તથા રથનેમિના કુલોની ઉચ્ચતાનું જ્ઞાન કરાવીને અકુલીન વ્યક્તિ જેવું અકાર્ય ન કરવાની પ્રબળ પ્રેરણા આપતા રથનેમિને સંયમમાં સ્થિર થવાનો ઉપદેશ આપ્યો છે. સના દિલ રર :- હે રથનેમિ ! તારા ચિત્તને સંયમભાવમાં જ સ્થિર કર. દિને સ્થિર ચિત્તથી. આ પદથી એ સૂચિત થાય છે કે સર્વ દુઃખ નિવારક સંયમના વિધિ-વિધાન અથવા ક્રિયા કલાપ તે જ પાળી શકે છે કે જેનું ચિત્ત અવિચલ હોય, ક્યાંય ડહોળાયેલું ન હોય, રોકાયેલું ન હોય, ધૈર્યથી શ્રુત થયેલું ન હોય, અર્થાતુ નિશ્ચલ ચિત્ત હોય. તેથી રાજેમતી રથનેમિને કહે છે કે તું વિષય વાસનામાં ન રોકાતાં સંયમમાં નિશ્ચલ મન કરી વિચર. જો ચિત્ત નિશ્ચલ કરીશ નહીં તો તારી દુર્દશા હડ નામની વનસ્પતિ જેવી થશે. ના ના છિસિ નારીઓ - આ ધરતી પર અનેક સ્ત્રીઓ વસે છે. તેથી તેને જીવનમાં અનેક નારીઓ દષ્ટિગોચર થશે. તે કામિનીઓને જોઈને તેના પ્રતિ કામ–ભોગની ઈચ્છા રાખ્યા કરીશ તો અબદ્ધમૂળ એવી હડ નામની સમુદ્રીય વનસ્પતિ જેમ વાયુના એક હળવા સ્પર્શથી ઉખડી જઈ, જ્યાં ત્યાં વહેવા લાગે છે તેમ તું પણ સંયમમાં અસ્થિર થવાથી પ્રમાદરૂપી પવનના હળવા સ્પર્શથી ચારગતિરૂપ સંસારમાં જ્યાં ત્યાં ભટકતો રહીશ અર્થાત્ તારો આત્મા ઉચ્ચ ભૂમિકાથી પતિત થશે અથવા સંયમમાં અબદ્ધમૂળ હોવાથી શ્રમણ ગુણોથી શૂન્ય થઈને કેવળ દ્રવ્યલિંગધારી થઈ જઈશ.
તાત્પર્ય એ છે કે સાધકને માટે કોઈ પણ ઈન્દ્રિયના વિષયનું આકર્ષણ પતનનું કારણ છે. તેમાં સ્ત્રી- સંગ રાગની ઉત્તેજનામાં પ્રબળ નિમિત્ત છે. તેથી સાધકે વિજાતીયના સંગમાં સતત સાવધાન રહેવું જોઈએ.
આ રીતે રાજમતીએ રથનેમિને સંયમભાવમાં સ્થિર કરવા સર્વ પ્રકારે પ્રયત્ન કર્યો. તેમાં રાજેમતીના અંતરનો દઢતમ વૈરાગ્ય, પોતાના શીલની સુરક્ષા માટેનો ખુમારીપૂર્વકનો પ્રબળતમ પુરુષાર્થ અને રથનેમિને સંયમમાં સ્થિર કરવાની હિતચિંતા જણાય છે.
રાજમેતીના સુભાષિત વચનોનો પ્રભાવ :
तीसे सो वयणं सोच्चा, संजयाइ सुभासियं । अंकुसेण जहा णागो, धम्मे संपडिवाइओ ॥