Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અધ્ય.-૨ઃ શ્રાકશ્યપૂર્વક
[૨૩]
(૧) ચંદ્રગુપ્તરાજાએ નંદરાજાને રાજગાદી ઉપરથી ઉઠાડી, જંગલમાં કાઢી મૂક્યા હતાં અને પોતે રાજ્ય કરતા હતા. નંદ રાજાનો સુબંધુ નામે અમાત્ય હતો. તે સુબંધુ ચંદ્રગુપ્તરાજાના અમાત્ય ચાણક્ય પ્રતિ દ્વેષ રાખતો હતો. એકદા સુબંધુ અમાત્યે અવસર જોઈને રાજા ચંદ્રગુપ્તને કહ્યું – રાજનું! આપે મને આટલું ધન ન આપ્યું હોત તો પણ હું મારી ફરજ અદા કરત. આપનું હિત શેમાં છે? તે વાત કરવા હું આવ્યો છું. આપની પ્રિય માતાને ચાણક્ય મારી નાખી છે. આ વાત સાંભળી ધાવમાતાને પૂછવામાં આવ્યું. ધાવમાતાએ પણ એ જ પ્રમાણે કહ્યું, તેથી તેને ચાણક્ય પ્રતિ નફરત થઈ ગઈ. જ્યારે અમાત્ય ચાણક્ય રાજાની પાસે આવ્યા ત્યારે રાજાએ સ્નેહ દષ્ટિથી તેમને ન જોયા. બુદ્ધિમાન ચાણક્ય રાજાની નારાજગીની વાત સમજી ગયા. તેમણે વિચારી લીધું કે મોત આવી ગયું. તેઓ ઘરે આવ્યા, તેમણે સઘળી સંપત્તિ એકઠી કરીને, પુત્ર-પૌત્રાદિને વહેંચી દીધી.
ત્યાર પછી સુગંધિત દ્રવ્ય એકત્રિત કરી, એક ડબ્બામાં ભરી, એક પત્ર લખ્યો, તેને એક પછી એક એમ ચાર પેટી માંહેલી ચોથી પેટીમાં, સુગંધિત ડબ્બામાં પત્ર રાખ્યો. તે સર્વ પેટી એક સુગંધિત કોઠામાં રાખી. પછી ખીલી જડી કોઠાને પેક કર્યો. આ રીતે કર્યા પછી સર્વસ્વનો ત્યાગ કરી ચાણક્ય જંગલમાં આવી ઈગિની મરણ અણસણ કર્યું. ધીરે ધીરે આ વાત ધાવમાતા દ્વારા રાજા પાસે આવી. તે જાણી રાજાને પસ્તાવો થયો. રાજા રાણી સહિત જંગલમાં આવ્યા અને ચાણક્યની ક્ષમા માંગી; રાજ્યમાં પધારવા નિવેદન કર્યું. તેના જવાબમાં ચાણક્ય કહ્યું– રાજન્! સર્વનો ત્યાગ કરી અણસણ સ્વીકાર્યું છે. આ અવસર જોઈને, સુબંધુ બોલ્યો- રાજનું! આજ્ઞા આપો તો હું પણ તેમની પૂજા કરું. રાજાએ આજ્ઞા આપી. સુબંધુએ ધૂપ જલાવ્યો. એક અંગારો બાજુમાં રહેલા છાણાના ઢગલા ઉપર મૂકી દીધો. ત્યાર પછી રાજા અને સુબંધુ પાછા ફર્યા છાણા પર મૂકેલા અંગારાથી છાણા સળગ્યા, આગ લાગી, સાથો સાથ ચાણક્ય પણ બળી ગયા. સુબંધુએ રાજાને પ્રસન્ન કરી, સમય સાધી, આજ્ઞા માંગી, ચાણક્યનું ઘર એવું સર્વ સામગ્રી માંગી લીધી. સર્વ પોતાને આધીન કરી તે ઘરમાં રહેવા લાગ્યો.
પેલા પેક કરેલ કોઠાને તેણે જોયો. તેને ખોલ્યો તેમાં પેટી જોઈ તેની અંદર ડબ્બો જોયો, તેને ખોલ્યો તેમાં રહેલો સુગંધિત પત્ર જોયો અને વાંચ્યો અને તેમાં લખ્યું હતું, આ સુગંધિત ચૂર્ણ સુંધ્યા પછી જે સ્નાન કરશે, અલંકાર ધારણ કરશે, ઠંડુ પાણી પીશે, સુંદર શય્યા પર શયન કરશે, યાન પર ચઢશે, ગંધર્વના ગાન સાંભળશે, આ રીતે અન્ય ઇષ્ટ વિષયોના ભોગ ભોગવશે, તે મૃત્યુને પ્રાપ્ત થશે. પરંતુ આ ભોગ સામગ્રીને ન ભોગવતા સાધુની જેમ નિઃસ્પૃહ રહેશે તો મૃત્યુ નહીં પામે. સુબંધુએ તેનો પ્રયોગ અન્ય માનવ વ્યક્તિ ઉપર કર્યો. ખરેખર તે માનવ મૃત્યુ પામ્યો. આ જાણી તે પણ ત્યાગી મહાત્માની જેમ રહેવા લાગ્યો.
નિષ્કર્ષ એ છે કે જે આસક્તિનો ત્યાગ કર્યા વિના, ભયથી નિઃસ્પૃહ જીવન વ્યતીત કરે છે, તે ત્યાગી કહેવાતો નથી. તેવી જ રીતે જે લોકો વિવશતાને કારણે ભોગો ભોગવી ન શકે તે વાત ગુજ$ = તો તે ત્યાગી કહેવાતો નથી. કારણ કે તે ભોગ ભોગવવાની ઈચ્છાથી વિરામ પામ્યો નથી. સંક્ષેપમાં ભોગેચ્છાનો ત્યાગ કરવો તે જ સાચો ત્યાગ છે.
કદાચ અલ્પ પુણ્યોદયે જેને ભોગપભોગની સામગ્રી પ્રાપ્ત ન થઈ હોય તેવી વ્યક્તિ જો સ્વેચ્છાથી