Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્ય.—૨: શ્રાકશ્યપૂર્વક
[ ૨૧ ]
संगात् संजायते कामः, कामाक्रोधोऽभिजायते ॥१॥ જન્મે આસક્તિથી કામ, કામથી ક્રોધનીપજેall क्रोधाद् भवति सम्मोहः, सम्मोहात् स्मृति विभ्रमः । ક્રોધથી મૂઢતા આવે, મૂઢતા સ્મૃતિને હરે. ત્તિ પ્રશાંત ગુકિનારો, જુકિનારા પ્રગતિ રા સ્મૃતિ લોપે બુદ્ધિ નાશ, બુદ્ધિ નાશ વિનાશ છે.રા
[અર.શ્લોક ૨-૩] વિલાયતો :- વિષાદગ્રસ્તતા. વિષયોની કામનાથી સંયમ અને ધર્મ પ્રત્યે અરુચિ અર્થાત્ ખિન્નતાની ભાવના ઉત્પન્ન થાય તેને વિષાદ કહે છે. વિષાદગ્રસ્ત સાધક વાતવાતમાં સુખ સુવિધાવાદી, સુખાળું–સુખિયું, સુકુમાર, કાયર અને શિથિલ થઈ જાય છે. આ વિષય સમજાવવા માટે વૃત્તિકારે એક ઉદાહરણ આપ્યું છે.
કોંકણ દેશમાં એક વૃદ્ધ પુરુષ પોતાના પુત્રની સાથે પ્રવ્રજિત થઈ ગયા. પુત્ર શિષ્ય કામ ભોગના રસથી વિરક્ત થયો ન હતો પરંતુ તે વૃદ્ધ સાધુને અત્યંત પ્રિય હતો. એક દિવસે શિષ્ય કહ્યું – ગુરુદેવ! જૂતા વિના મારાથી ચલાતું નથી, પગમાં છાલાં પડી જાય છે. અનુકંપાવશ વૃદ્ધ સાધુએ તેને જૂતા પહેરવાની છટ આપી. ફરી એક દિવસ શિષ્ય કહ્યું – ઠંડીથી પગના તળિયા ફાટી જાય છે. વૃદ્ધ મોજા પહેરવાની છૂટ આપી. થોડા દિવસ દિવસ પછી તે બોલ્યો- તાપમાં મારું માથું તપી જાય છે. વૃદ્ધ ગુરુએ તેને વસ્ત્ર ઓઢવાની છૂટ આપી. એ રીતે ક્રમશઃ તેની કામનાઓ અને સુકુમારતા આગળ વધવા લાગી, સંયમી જીવનમાં એક પછી એક છૂટ લેવા લાગ્યો. ભિક્ષા માટે ભ્રમણ કરવું કઠિન લાગતા ગુરુ ભિક્ષા લાવી આપવા લાગ્યા. પછી તેમને ભૂમિશયન મુશ્કેલ બનતા સુંવાળી શય્યાની છૂટ મેળવી. એમ ક્રમશઃ સુર મંડન અને સ્નાનની પણ છૂટ મેળવી લીધી. અંતે એક દિવસ શિષ્ય બોલ્યો ગુરુજી ! હવે હું સ્ત્રી વિના રહી શકતો નથી. ગુરુએ તેને અયોગ્ય જાણીને છોડી દીધો.
આ પ્રમાણે સાધક ઈચ્છાઓ અને કામનાઓને વશીભૂત થઈને ડગલેને પગલે પોતાના શ્રમણભાવથી શિથિલ, ભ્રષ્ટ અને વિચલિત થઈને, શીધ્રાતિશીધ્ર પોતાનો વિનાશ સર્જે છે.
જે સાધક, શ્રમણભાવ-પ્રશમ ભાવ અથવા સમભાવનું પાલન કરવા ઈચ્છે છે તેઓએ સમગ્ર કામભોગની ઇચ્છા, વાંછા, લાલસા, એવં સ્પૃહનો ત્યાગ કરીને અનંત આત્મગુણોની પ્રાપ્તિમાં ઇચ્છાને જોડી દેવી જોઈએ, તે જ શ્રાપ્ય છે. ત્યાગી-અત્યાગીની પરખ :
वत्थगंधमलंकार, इत्थीओ सयणाणि य ।
___ अच्छंदा जे ण भुंजंति, ण से चाइ त्ति वुच्चइ ॥ છાયાનુવાદઃ વસ્ત્ર થાનકારાન, ઉઝા : શયનાનિ ચ .
____ अच्छंदा ये न भुञ्जते, णासौ त्यागीत्युच्यते ॥ શબ્દાર્થ – ને જે પુરુષ અછત = પરાધીનપણે, પરવશપણે વલ્થ = વસ્ત્ર, કપડાં N = ગંધ,