________________
૨૨
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ પહેલો
આત્મા સ્વયં સુખમય જ છે, તેથી આત્મિક સુખ પામવાનું નથી, પરંતુ દોષોને દૂર કરી તેને પ્રગટ કરવાનું છે. આત્માને શુદ્ધ કરવાની, તેને દોષ અને ધંધથી મુક્ત કરવાની સંપૂર્ણ પ્રક્રિયા આ ગ્રંથમાં સંક્ષેપમાં વર્ણવી છે. તે માટે આત્મિક શુદ્ધિના ઉત્તરોત્તર સોપાનને લક્ષ્યમાં રાખી, અહીં ચાર અધિકારો દર્શાવ્યા છે : ૧. શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર, ૨. જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર, ૩. ક્રિયાયોગશુદ્ધિ અધિકાર અને ૪. સામ્યયોગશુદ્ધિ અધિકાર.
સર્વ દોષોથી અને સર્વ કર્મોથી મુક્ત અને સર્વ ગુણોથી યુક્ત અખંડ આનંદમય, અનંત જ્ઞાનમય અને સહજ સુખમય એવી આત્માની પરમ શુદ્ધ અવસ્થાનું નામ જ મોક્ષ છે. આ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ સુધી પહોંચવાનું સૌ પ્રથમ સોપાન છે, સર્વજ્ઞ કથિત શાસ્ત્રનો યથાર્થ બોધ અને એ બોધ પ્રત્યેની શ્રદ્ધા, આ શ્રદ્ધા જ શાસ્ત્રયોગશુદ્ધિ છે. બીજું સોપાન છે શાસ્ત્રાનુસારે ચાલતાં પ્રગટેલું અનુભવજ્ઞાન અને એના દ્વારા પ્રગટતી આત્મશુદ્ધિ જ્ઞાનયોગશુદ્ધિસ્વરૂપ છે. ત્રીજું સોપાન છે અનુભવજ્ઞાનની દર્શાવાયેલી દિશામાં ક્રિયાન્વિત થઈને આત્મશુદ્ધિ સાધવી, તે ક્રિયાયોગશુદ્ધિસ્વરૂપ છે અને ચોથું સોપાન છે જ્ઞાન અને ક્રિયા દ્વારા સામ્યભાવને પ્રાપ્ત કરીને આત્માની વિશિષ્ટ શુદ્ધિ સાધવી, તે સામ્યયોગશુદ્ધિસ્વરૂપ છે. આ ચારે સોપાન સર કરતાં સાધકનું પરમાત્મા જેવું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય છે.
તેમાં સામ્યયોગશુદ્ધિ પ્રાપ્ત કરવા માટે જ્ઞાનયોગ અને ક્રિયાયોગની શુદ્ધિ નિતાંત આવશ્યક બને છે. જ્યાં સુધી જ્ઞાન-ક્રિયાયોગની શુદ્ધિ ન થાય ત્યાં સુધી તે તે કક્ષાને અનુરૂપ રાગ-દ્વેષના વિગમથી સાધ્ય તૃણ-મણિ, શત્રુમિત્ર, સુખ-દુ:ખ, મોક્ષ-ભવ પ્રત્યે સમાન ભાવરૂપ સામ્યયોગની પ્રાપ્તિ થવી શક્ય નથી. ક્રિયાયોગની શુદ્ધિ પણ પઢમં ના તો ' એ દશવૈકાલિક સૂત્રના વચનાનુસાર જ્ઞાનયોગની શુદ્ધિ વિના શક્ય જ નથી. તો વળી જ્ઞાનયોગશુદ્ધિ પામવા માટેનો આધાર એક માત્ર સર્વજ્ઞકથિત શાસ્ત્ર જ હોવાથી તે માટે શાસ્ત્રયોગશુદ્ધિ અનિવાર્ય બને છે.
આ દૃષ્ટિકોણને લક્ષ્યમાં લઈને ગ્રંથકારશ્રીએ મહત્તાની દૃષ્ટિએ સામ્યયોગશુદ્ધિ પ્રધાન હોવા છતાં પ્રાપ્તિક્રમની અપેક્ષાને લક્ષ્યમાં રાખીને સર્વપ્રથમ શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર, તે પછી જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર તે પછી ક્રિયાયોગશુદ્ધિ અધિકાર અને તે પછી સામ્યયોગશુદ્ધિ અધિકારનું વર્ણન કર્યું છે.
ક્રમશ: એક એક શુદ્ધિને જાણી સૌ સુચ્છ સમતાજન્ય આત્માના પરમ અને ચરમકક્ષાના સુખની દિશા પામે એ જ એક શુભાભિલાષા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org