Book Title: Chaitanya Yatra Part 3
Author(s): Bhanuvijay
Publisher: Satshrut Abhyas Vartul
Catalog link: https://jainqq.org/explore/004654/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ચૈતન્ય યાત્રા (ભાગ-૩) ♦ મુનિશ્રી ભાનુવિજયજી મહારાજ ng laine branc Page #2 -------------------------------------------------------------------------- ________________ ચૈતન્ય યાત્રા ભાગ-૩ પ.પૂ. મુનિશ્રી ભાનુવિજયજી મહારાજના પત્રો : પ્રેરિકા : સાધ્વી પ્રિયદર્શનાશ્રીજી મહારાજ સાધ્વી ગુણધર્માશ્રીજી મહારાજ : સંકલન કર્તા: સાધ્વી દિવ્યદર્શિતાશ્રીજી મહારાજ : પ્રકાશક : સત્ક્રુત અભ્યાસ વર્તુળ વતી ડૉ. મહેન્દ્ર સી. શાહ સર્વ મંગલમ્ આશ્રમ સાગોડિયા તા. જી. પાટણ (ઉ.ગુ.) ૩૮૪૨૬૫ ફોન : (૦૨૭૬૬) ૨૭૭૫૯૪ Page #3 -------------------------------------------------------------------------- ________________ : પ્રકાશક : સદ્ભુત અભ્યાસ વર્તુળ વતી ડૉ. મહેન્દ્ર સી. શાહ સર્વ મંગલમ્ આશ્રમ સાગોડિયા તા. જી. પાટણ (ઉ.ગુ.) ૩૮૪રકપ ફોનઃ (૦ર૭૭૦) ર૭૭૫૯૪ પ્રથમ આવૃતિ : વિ. સ. ૨૦૧૬ - પોષ સુદ-૫ ૨૧, ડીસેમ્બર ૨૦૦૯, સોમવાર વિતરાગ વિજ્ઞાન કેન્દ્ર, ઉદ્ઘાટન દિન એક પ્રત : ૧૦૦૦ * મૂલ્ય: રૂ. ૧૦૦ * મુદ્રક : ભગવતી એન્ટરપ્રાઈઝ * પ્રાપ્તિસ્થાન : (૧) રાઈબેન ઈ. પટેલ સર્વ મંગલમ્ આશ્રમ સાગોડિયા તા. જી. પાટણ ઉ. ગુ. ૩૮૪૨૬૫. ફોન : (૦૨૭૬૯) ૨૭૭૫૯૪ (૨) મધુસુદનભાઈ કૃ. સોની સર્વ મંગલમ પરિવાર આશ્રમ વેરાઈ ચકલા પાટણ ઉ. ગુ. ૩૮૪૨૬૫. ફોન : (૦૨૭૪૯) ૨૨૦૨૩૭) (૩) ડૉ. મહેન્દ્ર સી. શાહ ૨.બી. કેલાસ એપાર્ટમેન્ટ, કિરણપાર્ક સામે, નવા વાડજ, અમદાવાદ - ૩૮૦૦૧૩. ફોન : (૦૭૯) ૨૭૫૫૭૯૮૦ (૪) ડૉ. એસ. ટી. કોટક અંકુર હોસ્પિટલ, ડીસા (૫) જગદીશભાઈ વોરા ૩૩, શૈલેષ, ૯૪ લિંકીંગ રોડ, આર્યસમાજ હોલની સામે, શાંતાક્રુઝ (વે), મુંબઈ-૧૪. Page #4 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી ભાનુવિજયજી મહારાજ Page #5 -------------------------------------------------------------------------- ________________ Page #6 -------------------------------------------------------------------------- ________________ “પૂ. ગુરુજી ભાનુવિજયજી મહારાજના હસ્તાક્ષરો” कार्मिक सुंद१५ महेन्द्र भाइ भी भावु पालि ताना लवी छे जो वाय मा २०वी करतो जीवे प्रकारे साधना अशुभ नो म ! स्वरूपमा अने 4 पण कारणे कम ना विजयना उभो वाम निर्णय तत्व निर्णय कर्यो नयी हो का धर्मलाभ टपाल अहिली तमे त्यां अने लक्ष्य तलविचारमा अने र्थो साधना करी પર ાર रहयो न् य तो सभ्य क प्रकारे निर्णय कर्या સાધુ ના + मा अटके निर्णचं सम्यक स्वानुभव साधना स्वानु भव भी रही जाम ५ મે 1614ज અ ટોર कर्या प्रकारे नकी * न < शनिवार છે थ सम्यक् अने ત્યારે करी शुभ 41 तल निर्ण क्यों अने के 31 ન મયો व नही शुभ r 24 साधू २१. ო Page #7 -------------------------------------------------------------------------- ________________ “પ. પૂ. ગુરુજી મુનિશ્રી ભાનવિજયજી મહારાજ નાની વયથી ત્યાગ, તર્પણ, ચિંતન-મનન, એકાંત, મૌન, ધ્યાન અને અધ્યાત્મિક રસિકતા જેમણે પ્રાપ્ત કરી છે, જેઓના હૃદયમાં કરુણાની ધારા વહે છે, જેઓની વાણીમાં વીતરાગતાની વિણા વાગે છે, જેઓના કર્તવ્યમાં નિષ્કામતા વહે છે, જેઓના ચિત્તમાં નિરંતર તત્ત્વના ચિંતનની ધારા ચાલે છે, જેઓશ્રી આગમ ગ્રંથો, ન્યાય શાસ્ત્રો, દર્શન શાસ્ત્રો તથા અધ્યાત્મ અને યોગના ગ્રંથોમાં ગુરુકૃપાથી પારંગત છે, જેઓ સત્યમાર્ગના ભોમિયાનો ભેખ ધરી પોતાના દેહની પણ પરવા કર્યા સિવાય મુમુક્ષુઓ માટે ૪૪-૪૪ વર્ષથી સતત અલખની અહાલેક જગાવી રહ્યા છે એવા યોગીશ્રી ભાનવિજયજી મ.સા. પાટણ જીલ્લામાં પૂ. ગુરુજી તરીકે ખ્યાત થયા છે. જીવન એકાંગી બનાવવા કરતાં સર્વાગી બનાવવાની ભાવનાએ સર્વમંગલમ્ આશ્રમનું સર્જન ૧૯૬૯ માં કર્યું. સ્વના કલ્યાણ સાથે સર્વના કલ્યાણની ખેવના જાગી અને અધ્યાત્મના અદ્ભુત રંગોથી રંગાયેલું, આધ્યાત્મિક, સાહિત્યિક અનેકવિધ પરોપકારની પ્રવૃત્તિઓથી સભર-પથરાયેલું ક્ષેત્ર સર્વમંગલમ્ આશ્રમ સાગોડિયાના તેઓશ્રી અધિષ્ઠાતા બન્યા. વ્યવહારથી આશ્રમના અધિષ્ઠાતા અને જનસમૂહના હૃદયમાં પ્રેમ અને કરુણાની ધારા વહાવી અનેકના હદયના અધિષ્ઠાતા બન્યા. અધ્યાત્મ અને નિષ્કામ કર્મની અદ્ભુત ગૂંથણી ગૂંથી સર્વ કર્મમાં રહીને પણ અકર્તા બની, નિષ્કામ કર્મયોગી બન્યા. વિરાટનું વર્ણન વામન શું કરી શકે? અમો અલ્પજ્ઞના પણ ઉપકારી બન્યા અને યથાર્થ બોધ આપી કરુણા વરસાવી અમોને કૃતાર્થ કર્યા એવા ગુરુજીના ચરણકમળમાં દાસાનુદાસ ભાવે.... કૃપાકાંક્ષી મહેન્દ્રની વંદના વિ.સં. ૨૦૬૯ કારતક સુદ ૫ જ્ઞાનપંચમી, શુક્રવાર વીર સંવત ૨૫૩૬ તા. ૧૩/૧૦/૨૦૦૯ Page #8 -------------------------------------------------------------------------- ________________ જોરદાર પ્રકાશકીય નાનપણથી જ વિવિધ આધ્યાત્મિક ક્રિયાઓ, અનુષ્ઠાનો, પ્રભુની ભક્તિ, સ્નાત્રપૂજા અને પૂજાની ઢાળો પ્રત્યે રુચિ હતી. બચપનની પૂર્ણાહુતિ અને યોવનના પગરણ વચ્ચે એક એવો વિચાર ફૂર્યો હતો કે નિર્વિકલ્પ દશા આવ્યા વિના તત્વની, આત્માની અનુભૂતિ ન થાય. એ ઉમર લગભગ સત્તર વર્ષની હતી અને એવી એક નિર્વિકલ્પ દશાની ઝંખના સાથે ચિત્તમાં સંશોધન શરૂ થયું. અભ્યાસકાળ દરમ્યાન પણ અંતરના ઊંડાણ ખેડવાની ઈચ્છા રહેતી અને તેથી જ વિવિધ ધર્મના સંતોને મળતો અને સમાધિ પ્રાપ્ત કરવા વિષયક માહિતી મેળવવા પ્રયત્ન કરતો. ઘણાં સંત મહાત્માઓનો પરિચય કરવા કોશિશ કરતો, નમસ્કાર મહામંત્રના આરાધક પંન્યાસ પ્રવર પ. પૂ. ભદ્રંકરવિજયજી મહારાજે મને તત્ત્વાર્થાધિગમ સૂત્રના અભ્યાસ તરફ ધ્યાન દોર્યું. ત્યાર બાદ વિશેષ ઉપકાર પ. પૂ. આચાર્ય મહારાજ શ્રી માનતુંગસૂરી મહારાજે કર્યો, પ્રશમરતિ, આનંદ ધનજીની ચોવિસી તથા કર્મગ્રંથ આદિ ગ્રંથોનો અભ્યાસ ખૂબજ રસપૂર્વક કરાવ્યો અને સાથે સુજ્ઞશ્રી કાન્તિલાલ લહેરચંદ શાહે ખૂબજ રસપૂર્વક મને અભ્યાસ કરાવ્યો. છતાં અંદર સમાધાન થયું ન હતું. તે વખતે હું પાટણ જનરલ હોસ્પિટલમાં સર્વિસ કરતો હતો. પછી પાટણ ખાતે પ્રાઈવેટ પ્રેકટીસ કરતો હતો. જ્યારે સરકારી નોકરીમાંથી પાટણ ખાતે હતો ત્યારે ડૉકટર મિત્રે ધ્યાન દોર્યું કે એક યોગી બટુકભૈરવની વાડીમાં બિરાજમાન છે અને યોગ ધ્યાન પ્રત્યે વિશેષ પ્રયત્ન કરાવે છે. અને બીજે જ દિવસે એટલે ઈ.સ. ૧૯૭૧ના લગભગ અંતમાં એ યોગી ગુરુજી પાસે જવાનું થયું. પ્રથમ દર્શન અને વાતચીતમાં જ અનાયાસે Page #9 -------------------------------------------------------------------------- ________________ ઝ હૃદયમાં સમાધાન થયું, સંવેદન થયું અને એક અહોભાવ પૂર્વક કૃતજ્ઞતા અંતરમાં ઉપસી આવી. ત્યાર પછી ઉત્તરોત્તર સતત ગુરુજી પાસે જતો, અભ્યાસ કરતો અને અંતરના ઊંડાણમાં ઝાંખવા કોશિશ કરતો. ઈ.સ. ૧૯૦૮માં પાટણ છોડી અમદાવાદ જવાનું થયું. પરંતુ દર પંદર દિવસે પાટણ આશ્રમ અને સાગોડિયા આશ્રમ આવવાનું થતું. ગુરુજી પણ અમારે ઘરે ઊત૨વાનો લાભ આપતા, આમ સતત પૂ. ગુરુજીનું સાનિધ્ય માણવાના અવસરો પ્રાપ્ત થતા. અમદાવાદ ગયા પછી અધ્યાત્મના પ્રશ્નો ઉપસ્થિત થતા. તેના સમાધાન માટે ગુરુજીને સતત પત્રો લખતો પૂ. ગુરુજી તેના જવાબ લખતા. વાસ્તવમાં પૂ. ગુરુજીએ લખેલ આ પત્રો પૈકી કેટલાક મારા પ્રશ્નોના જવાબ રૂપે અને કેટલાક તેઓશ્રીની મૌન સાધના દરમ્યાન થયેલ સ્વાધ્યાય સમયે લખાયેલ છે. આધ્યાત્મિક માર્ગમાં જયાં જયાં મને રૂકાવટ થતી ત્યાં ત્યાં પૂ. ગુરુજીએ પત્રો અને સ્વાધ્યાય દ્વારા આગળની દિશાનો સંકેત કરેલ છે, જે ઘણાં સાધકોને ઉપયોગી અને માર્ગદર્શન બની રહે તેમ હોઈ પૂ. સાધ્વીજી પ્રિયદર્શનાશ્રીજી મ. તથા સાધ્વી ગુણધર્માશ્રીજી મ. સાહેબની પ્રેરણા અને અનુગ્રહથી ગ્રંથ સ્વરૂપે પ્રકાશન કરવાનું બળ પ્રાપ્ત થયું છે. પૂ. સા. દિવ્યદર્શિતાશ્રીજી મ. સાહેબે સંકલન કરી મને ઉપકૃત કર્યો. આ ગ્રંથ પ્રકાશન કરતાં ધન્યતા અનુભવું છું. સાધકો ખૂબજ ઊંડાણ અને સમજપૂર્વક તેને વાંચી ચિંતન મનન કરશે તો સાધનાના માર્ગમાં તે પાથેય બની રહેશે જ એ મંગલ ભાવના સહે ડૉ. મહેન્દ્ર સી. શાહ Page #10 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - 1 ઓં અહં નમઃ : શ્રી મણિ-બુદ્ધિ-મુક્તિ-કમલ-કેશર-ચંદ્ર-પ્રવિચંદ્રસૂરિસર્ગુરુભ્યો નમઃ પ્રાક-કથન નિજાનંદ સ્વરૂપની અનુભૂતિ માટે જેના અંતરમાં પ્યાસ લાગી છે. . એવા મુમુક્ષુઓ વ્યાકુળ બની અંતરના અતલ ઊંડાણમાં પહોંચવા સ્વયં ખોજ : કરે છે, પણ આ તો અજ્ઞાત પ્રદેશ, ભોમિયા વિના એ પ્રદેશમાં કઈ રીતે આગળ વધવું? વળી માર્ગની અટપટી કેડીઓ, ચારે બાજુ મૂળ માર્ગથી દૂર લઈ જનારા તત્ત્વો, દિશા ભ્રમ પેદા કરે તેવા પરિબળો. આ બધાથી વ્યાકુળતા અને મૂંઝવણ અનુભવતા મુમુક્ષુને પરમ - પરમ પુણ્યોદયે જયારે એ માર્ગના અનુભવી ભોમિયા સંત મળે છે ત્યારે એ મુમુક્ષુ તૃપ્તિની ઝલક અનુભવે છે ને અનુભવી સંતોએ બતાવેલા માર્ગે ડગ ભરે છે. આવી જ એક અવસ્થાને જીવનમાં વર્ષો સુધી અનુભવતા ડૉ. શ્રી મહેન્દ્રભાઈને ઈ.સ. ૧૯૭૧માં પાટણમાં પૂ.ગુરુજીશ્રી ભાનુવિજયજી મહારાજનો પ્રથમવાર યોગ થયો ને જીવનમાં સમાધાન થયું. ( કૌટુંબિક અને સાંસારિક જવાબદારીઓ અદા કરતાં કરતાં સત્યના માર્ગે દઢતાપૂર્વક આગળ વધવું ઘણું વિકટ હોય છે. તેથી પોતાને ઉદ્ભવેલા પ્રશ્નો પૂ. ગુરુજીને પૂછયા ને ત્રણ વર્ષની મૌન સાધનામાં પણ ગુરુજીએ એના | ઉત્તરો લખી આપી સમાધાન કર્યું. ને કેટલાક સ્વતંત્ર સ્વાધ્યાય પત્રો પણ લખ્યા જેમાં પૂ. ગુરુજીની સાધકો અને મુમુક્ષુઓ પ્રત્યેની કરુણાના દર્શન થાય છે. આ પત્રોના ચિંતન, મનન, નિદિધ્યાસન દ્વારા ડૉ. મહેન્દ્રભાઈ પોતે તો : સત્યના માર્ગે આગળ વધતા ગયા એટલું જ નહિ પણ તે પત્રો રૂપી વચનામૃતોને કિંમતી રત્નો કરતાં પણ અધિક જાળવણી પૂર્વક સાચવી રાખ્યા. Page #11 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ માર્ગના પરમપથિક અમારા ગુરુદેવો પ.પૂ. સા. સૌભાગ્યશ્રીજી મ.સા. તથા પ.પૂ.સા. જ્ઞાનશ્રીજી મ.સા. તથા પ.પૂ.સા. વિનયશ્રીજી મ.સા. આદિ ઉપર પૂ. ગુરુજીએ લખેલા પત્રો ઉપરથી ઈ.સ. ૨૦૦૪ વિ.સં. ૨૦૬૦ માં ચૈતન્ય યાત્રા ભાગ-૧ તથા પૂ. ગુરુજીના છોતેરમાં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે ચૈતન્ય યાત્રા ભાગ-૨ નું પ્રકાશન થયું. મારી ભાવના એ રહેતી કે ડૉ. મહેન્દ્રભાઈ ઉપર લખાયેલા પત્રોનું સંકલન કરી જો ચૈતન્ય યાત્રા ભાગ-૩ નું પ્રકાશન થાય તો અનેક ગૃહસ્થ સાધકો માટે તે પરમ પાથેય રૂપ બની રહે તેથી મેં તેઓ પાસે મારી ભાવના વ્યક્ત કરી ને તેઓએ તે કાર્ય માટે પૂ. ગુરુજીની આજ્ઞા પ્રાપ્ત કરી ને ગ્રંથ પ્રકાશનનો નિર્ણય લીધો. પૂ. ગુરુજીની આજ્ઞા અને આશિષથી સા. દિવ્યદર્શિતાશ્રીજીએ-પત્રોનું સંકલન કરી આ ગ્રંથ તૈયાર કર્યો. આ ગ્રંથ અનેક આરાધક મુમુક્ષુઓને બોધપ્રદ બને અને આરાધનામાં પથદર્શક થાય. મુમુક્ષુ આત્મા અંતરના અતલ ઊંડાણમાં ખેડાણ કરી, જીવનમાં સમતા પ્રાપ્ત કરી આત્મશ્રેય કરે એ જ મંગલ કામના. લિ. શ્રી સૌભાગ્ય-જ્ઞાન-વિનય શિશુ સાધ્વી પ્રિયદર્શનાશ્રી વીર સંવત : ૨૫૩૫ | વિક્રમ સંવત : ૨૦૭૫ અષાઢ સુદ-૧૪. સોમવાર તા. /૨૦૦૯ પૂ. ગુરુજીનો ૭૯મો જન્મદિન. - - - - - - - - - - - - INH|| - - - - - - - Page #12 -------------------------------------------------------------------------- ________________ (૭ જેઓની શુભેચ્છાથી આ પુસ્તક છપાઈ રહ્યું છે. ) શ્રીમતી હીરાબેન પૂજાભાઈ પટેલ શ્રી પૂજાભાઈ અંબાલાલ પટેલ ઈસન્ડ (હાલ અમેરીકા) શ્રી ગૌતમભાઈ પૂજાભાઈ પટેલ શ્રીમતી કૈલાસબેન ગૌતમભાઈ પટેલ ઈસડ (હાલ અમેરીકા) Jain Education l Page #13 -------------------------------------------------------------------------- ________________ Page #14 -------------------------------------------------------------------------- ________________ “ઋણ સ્વીકાર” શ્રી પૂજાભાઈનો જન્મ ઈસન્ડ ગામે તા. ૧-૧-૧૯૭૮ ના રોજ માતુશ્રી જડીબાની કુખેથી થયો. તેઓ કેવળ બે જ વર્ષના થયા ત્યારે તેમના પિતાશ્રીનો સ્વર્ગવાસ થયો. તેમના ઉછેરની જવાબદારી માતુશ્રી ઉપર આવી. ઓછું ભણેલા પણ ઉચ્ચ સંસ્કારી અને ધાર્મિક એવા જડીબાએ પૂજાભાઈને ઊંચા સંસ્કાર તો આપ્યા છે. ઉપરાંત પરમાત્મામાં શ્રદ્ધા, ભક્તિ અને રુચિ ઉપજે તેવા ઉત્તમ વાતાવરણમાં તેમનો ઉછેર કર્યો, ઉચ્ચ શિક્ષણ અપાવ્યું. તેના પરિણામે સતત સ્મીત વેરતા પૂજાભાઈ ગ્રેડ વન ઓફીસર બન્યા. ૧૫ વર્ષની વયે જ્ઞાતિ રિવાજ પ્રમાણે તેમના લગ્ન શ્રી હીરાબેન સાથે થયાં. તેના પરિણામે તેમના સંસારમાં ત્રણ પુત્રો શ્રી ગુણવંતભાઈ, શ્રી મહેશભાઈ, શ્રી ગૌતમભાઈ અને એક પુત્રી શ્રી લક્ષ્મીબેન એમ ચાર સંતાનોનો પ્રવેશ થયો. વીસ વર્ષ પહેલાં શ્રી પૂજાભાઈ અમેરિકા ગયા, ત્યાં સ્થિર થયા અને પરમાત્મકૃપાએ સારું એવું કમાયા. એમનો સમગ્ર પરિવાર પણ અમેરિકામાં સ્થિર થયો. પ.પૂ. ગુરુજી મુનિશ્રી ભાનુવિજયજી મહારાજમાં તેઓ, શ્રીમતી હિરાબહેન અને એમનો સમસ્ત પરિવાર અત્યંત શ્રદ્ધા અને ભક્તિ ધરાવે છે. પૂ. ગુરુજી અમેરિકા ગયા ત્યારે શ્રી પૂજાભાઈએ સપરિવાર તેમનો મહત્તમ લાભ તો લીધો જ, ઉપરાંત દર વર્ષે ભારતમાં - વતનમાં આવે ત્યારે આ પ્રસન્ન વદન દંપતિ ઘણો સમય પૂ. ગુરુજીના સાનિધ્યમાં ગાળી, પૂ. ગુરુજીની અમૃત વાણીનો લાભ લઈ, ધર્મલાભ પામી, પોતાના જીવનને સાર્થક બનાવે છે. ધર્મપ્રેમી, આતિથ્ય પ્રેમી એવા શ્રી પૂજાભાઈ અને શ્રીમતી હીરાબેન તથા તેમના પુત્ર શ્રી ગૌતમભાઈ તથા પુત્રવધુ કૈલાસબેને પૂ. ગુરુજી પ્રત્યેની ભક્તિના કારણે આ પુસ્તક પ્રકાશનમાં સહયોગ આપ્યો. એ બદલ અમે તેમના આભારી છીએ. Page #15 -------------------------------------------------------------------------- ________________ “ત્રણ સ્વીકાર” સૌરાષ્ટ્ર ભાવનગર જીલ્લામાં (ઘોઘા) રતનપરના વતની શ્રી મણિભાઈ નથુભાઈ શાહ તથા તેમના ધર્મપત્ની શ્રીમતી કંચનબેન સરળ સ્વભાવી ને ધર્મપરાયણ હતા. પરોપકાર ગુણના કારણે ગ્રામ્યજનોના હૃદયમાં સ્થાન મેળવનાર તે દંપતીના સદ્ગણોનો વારસો તેમના સંતાનો કમળાબેન, રમણિકભાઈ, મનસુખભાઈ, જશવંતભાઈ તથા ગજરાબેનમાં ઉતર્યો. પરમાત્માની કૃપા તથા પૂ. ગુરુદેવોના ઉપદેશથી ગજરાબેન વૈરાગ્યવાસિત બન્યા ને વિ.સં. ૨૦૩૧ પોષ વદ દશમ તા. ૫-૨-૧૯૭૫ ના રોજ પપૂ. યોગનિષ્ઠ આચાર્યદેવશ્રી વિજય કેશરસૂરીશ્વરજી મહારાજના સમુદાયના પ.પૂ.સૌભાગ્યશ્રીજી મ. ના શિષ્યા પ.પુ. જ્ઞાનશ્રીજી મ. ના શિષ્યા પ.પૂ. વિનયશ્રીજી મ. ના શિષ્યા પૂ. સા. પ્રિયદર્શનાશ્રીજી મ. પાસે સંયમ ગ્રહણ કર્યું ને પૂ. સા. ગુણધર્માશ્રીજી મ. બની સંયમની આરાધના કરી રહ્યા છે. શ્રી રમણિકભાઈને દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે દઢ શ્રદ્ધા હતી ને તત્ત્વજ્ઞાન પ્રત્યે પ્રબળ રુચિ હતી. તેઓ ધંધો નીતિમત્તાના ધોરણે કરતાં, નિવૃત્ત થયા પછી તીર્થયાત્રા તથા સેવાના સુંદર કાર્યો કરતાં હતાં. આત્મિક શુદ્ધિ માટે પૂ. ગુરુજી પાસે આલોચના લઈ જીવનને પવિત્ર બનાવ્યું. છેલ્લા ત્રણ વર્ષની માંદગીમાં તત્ત્વ શ્રવણ, મંત્રજપ આદિ આરાધનાપૂર્વક જીવન જીવતાં તેઓએ વિ.સં. ૨૦૧૫ જેઠ સુદ બારસ, ગુરુવાર તા. ૪-૭-૨૦૦૯ના રોજ મુંબઈમાં સમાધિપૂર્વક દેહત્યાગ કર્યો. શ્રી જશવંતભાઈમાં સમાનતા, પરોપકાર, સાધુ સંતોની સેવાનો ગુણ ઉત્કટ હતો. પૂ. ગુરુજી પ્રત્યે અનન્ય શ્રદ્ધા ને ભક્તિવંત તેઓએ જ્યારે અવસર મળે ત્યારે પૂ. ગુરુજી ની સેવા કરીને કૃપા પ્રાપ્ત કરી. નાની ઉંમરમાં બ્રેઈન હેમરેજ થયું. જાગૃત અવસ્થામાં વિશેષ પ્રકારની ધર્મની આરાધના કરતાં તેઓએ વિ.સં. ૨૦૫૦ ફાગણ સુદ બારસ તા. ૨૩-૪-૧૯૯૪ ગુરુવારના રોજ ભાવનગરમાં સમાધિપૂર્વક દેહ છોડ્યો. પૂ. સા. ગુણધર્માશ્રીજી મ. ની પ્રેરણાથી સ્વ. રમણિકભાઈના સુપુત્રો અનિલ, મનીષ, દીપક, દેવાંગ તથા સ્વ. જશવંતભાઈના સુપુત્રો રાજેશ તથા ભરત તરફથી તેઓની પુણ્યસ્મૃતિ નિમિત્તે ચૈતન્ય યાત્રા ભાગ-૩ ના પ્રકાશનમાં આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે. તે બદલ તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ. ૧0 Page #16 -------------------------------------------------------------------------- ________________ જેઓની પુણ્યસ્મૃતિ નિમિત્તે આ પુસ્તક છપાઈ રહ્યું છે. સ્વ. મણિભાઈ નથુભાઈ શાહ | સ્વ. કંચનબેન મણિભાઈ શાહ સ્વ. રમણિકભાઈ મણિભાઈ શાહ સ્વ. જશવંતભાઈ મણિભાઈ શાહ Jain Education international Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Page #18 -------------------------------------------------------------------------- ________________ * * જેમના નયન યુગ્મમાંથી નિતાંત ઘેમની પીયૂષધારા વહે છે. જેમની કરુણા સભર ઉપદેશ ધારાથી અનેક આત્માઓ વીતરાગ પંથના અનુરાગ બની રહ્યા છે એવા વસ ને સૌમ્યવદની, સ૨ળતામાં શિશુ, જ્ઞાનમાં યુવાન અનુભવમાં વૃધ્ધ, અજ્ઞાનના અંધકારમાં - અઠવાતા અમ પામર જીવોને વડોશના પંથે દોરનાર પૂજય મુરુજીના પાવન ક૨કમળમાં આ ગ્રંથરૂપ પુષ્પાંજલિ સમર્પત કરી કૃતાર્થતા અનુભવતા આપના કૃપાકાંક્ષડૉ. મહેન્દ્રની અનંતશઃ વંદનાવલિ. SEEK Page #19 -------------------------------------------------------------------------- ________________ Page #20 -------------------------------------------------------------------------- ________________ ઉપકારીઓની મંગલ સ્મૃતિ > ૧. વીતરાગ પરમાત્મા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ જે પરમ તારકની અમી દૃષ્ટિ તથા પવિત્ર છત્રછાયામાં (સર્વ મંગલમ્ આશ્રમ સાગોડિયામાં) આ ગ્રંથ રત્ન તૈયાર થયો. ૨. પૂ. મુનિશ્રી (ગુરુજી) ભાનવિજયજી મહારાજ સાહેબ જેઓની જ્ઞાનગંગા, કૃપાદૃષ્ટિ તથા અનુજ્ઞાથી આ ગ્રંથરત્નનો પ્રારંભ ને) પૂર્ણતારૂપ મંગલકાર્ય થયું. ૩. પૂ. સા. પ્રિયદર્શનાશ્રીજી મહારાજ તથા ગુણધર્માશ્રીજી મહારાજ જેઓએ આ ગ્રંથ રત્નના સંકલન માટે પ્રેરણા કરી તથા માર્ગદર્શન આપ્યું તથા પ્રસ્તાવના લખી આપી. ૪. પૂ. સા. દિવ્યદર્શિતાશ્રીજી મહારાજ જેઓએ આ ગ્રંથરત્નનું સંકલન કરી મુમુક્ષુ જગત સમક્ષ મૂક્યો. ૫. આર્થિક સહયોગ આપનાર (૧) હીરાબેન પંજાલાલ અંબાલાલ પટેલ (૨) કેલાસબેન ગૌતમભાઈ પુંજાલાલ પટેલ (૩) સ્વ. રમણિકલાલ મ. શાહના સુપુત્રો અનિલ, મનિષ, દીપક, દેવાંગ તથા સ્વ. જશવંતભાઈ મ. શાહના સુપુત્રો રાજુ તથા ભરત ૬. અનેક રીતે ગ્રંથ પ્રકાશનમાં સહકાર આપનાર (૧) પ્રમોદાબેન સોની (૨) નારણભાઈ પટેલ (૩) કોશિકભાઈ દવે (૪) જશવંતભાઈ પંડયા (૫) સુશીલાબેન સોલંકી (ક) રાજુભાઈ ચૌહાણ આદિ મુદ્રક : ભગવતી એન્ટરપ્રાઈઝ Page #21 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા અનુ. નં. નામ પેજ ન છે | જ 6 6 - ૧ પૂ. ગુરુજી મુનિશ્રી ભાનવિજયજી મહારાજના હસ્તાક્ષરો .......... ૨ પૂ. ગુરુજી મુનિશ્રી ભાનવિજયજી મહારાજ. ૩ પ્રકાશકીય................. ૪ પ્રાક-કથન ૫ ઋણ સ્વીકાર. ...................... ૩ ઉપકારીઓની મંગલસ્કૃતિ .. ૭ ચૈતન્ય યાત્રા ભાગ-૩ વિભાગ-૧... (૧) સાધના.. (૨) તત્ત્વજ્ઞાન ....... (૩) જ્ઞાનીની દશા (૪) સમર્પણ . .... (૫) ધ્યાન - મંત્રજપ () પ્રકીર્ણક ચૈતન્ય યાત્રા ભાગ-૩ વિભાગ - ૨ ૧૦૩ ૯ જ્ઞાનયજ્ઞ - પુસ્તક પ્રકાશનો ... ૧પ૯ ૧૦ આશ્રમની પ્રવૃત્તિઓ ................ ૧૯૩ ૧૨ Page #22 -------------------------------------------------------------------------- ________________ ચેતવ્ય યાત્રા ભાગ-૩ વિભાગ - ૧ T T T . . . . . ૧૩ Page #23 -------------------------------------------------------------------------- ________________ cocoooooooooooooooooooooooooooooooot k ÔXỐPOKO MAKES >> >>> >> > >>> >Khoa> >> >> Page #24 -------------------------------------------------------------------------- ________________ না Page #25 -------------------------------------------------------------------------- ________________ સાવલા જેને જીવનમાં સાધના કરવી છે એને નિમિત્ત તરફ, સંજોગો તરફ, પરિસ્થિતિ તરફ નહીં પણ આધાર તરફ જોવું પડશે. આધાર તરફ જોયા વગર સાધનાની શરૂઆત નહીંથાય. માટે સમગ્ર સાધના અસ્તિત્વમાં છે. એ અસ્તિત્વને નહીં જાણો તો સાધનામાં સત્ત્વ નહીં પ્રગટે. ચેતન એ જ અસ્તિત્વ છે. સાધના એની કરવાની છે. શરીર અનુકૂળ થશે, ટેવાશે ત્યારે સાધના થઈ શકશે, આ વાતમાં ઝોક અસ્તિત્વ તરફ નથી, પર તરફ છે. અંદર નિર્ણય હોવો જોઈએ. સાધના કરવી છે, શરીર અનુકૂળ હોય તો ભલે, અનુકૂળ ન હોય તો તેની રાહ જોવી નથી. મારે મારામાં શરૂઆત કરવી છે. એ અનુકૂળ થઈ જશે અને નહીં થાય તો પણ સાધના કરવી છે. આ વિચાર બળવાન થવો જોઈએ. શરીર વૃત્તિઓ પોષવાના કામમાં ટેવાયેલું છે, એ માટે ટેવાયેલું છે અને ચોવીસ કલાક એ માટે તૈયાર છે. વૃત્તિથી પર જવા, વૃત્તિ રહિત થવા એ નથી ટેવાયેલું, એટલે ત્યાં અવરોધ લાગશે. એમાં મન ભળે એટલે શરીરને ટેકો મળે. માટે શરૂઆત તમારે અસ્તિત્વથી, અસ્તિથી, આધારથી કરવી પડશે. વૃત્તિને જોવી અથવા આધારમાં, અસ્તિત્વમાં જે ભળ્યું છે તેને જોવું અને એ જોતાં જોતાં અસ્તિત્વની અંદર જે ભળ્યું છે, તે બન્નેને જુદા પાડતા જવું. એ ભેદ ચોખ્ખો દેખાવો જોઈએ, એટલે બન્ને પડખાનું પૂરું બૌદ્ધિક ભાન હોવું જોઈએ. અસ્તિત્વ અને અસ્તિત્વમાં જે ભળેલું છે તે, અને એ બન્ને, વિચારની ભૂમિકા ઉપર સ્પષ્ટ પણે જુદા દેખાવા જોઈએ, એ સતત જોવું ત્યારે અસ્તિત્વ અને વળગણ એ બન્ને જુદા દેખાશે. વળગણ છૂટતું જશે, તેમ તેમ અસ્તિત્વ તરફ જવાશે, અને જેમ જેમ અસ્તિત્વ તરફ જવાશે તેમ તેમ વળગણ છૂટશે. ખરો ઉપાય તો અસ્તિત્વ તરફ ઝૂકવામાં છે. માટે વૃત્તિને જોતાં જોતાં વૃત્તિ જેના આધારે ટકે છે તે આધારને જોવો પડશે. આ બહુ ગંભીર પ્રક્રિયા વચમાં કંઈ પણ આવવું ન જોઈએ. તો જ જાગૃતિ આવશે. જાગૃતિ માટેનો પ્રચંડ પુરુષાર્થ જોઈએ. વૃત્તિને પણ એના અસલી સ્વરૂપમાં જોવી. એના ઉપર આપણે આવરણ ચઢાવીએ છીએ. વૃત્તિ અને વૃત્તિ ઉપર આવરણ-પહેરાવેલાં કપડાં આપણે જોવા બેસીએ છીએ ત્યારે વસ્ત્રો દેખાય છે, વૃત્તિ નહીં. માટે વૃત્તિને એના મૂળ સ્વરૂપમાં, નગ્ન સ્વરૂપમાં જોવી પડશે. એટલે વૃત્તિ શમશે, છૂટશે પણ ખરેખર તો આધારને જોવો જ પડશે. એટલે ખરી સાધના અસ્તિત્વને જોવામાં છે. આધારને જોવામાં છે, અસ્તિમાં ડોકિયું કરવામાં છે. ૧૬ Page #26 -------------------------------------------------------------------------- ________________ સાદાતા તા. ૮-૭–૧૯૭૮ ભાઈ ! પરમાર્થ માર્ગમાં જીવંત જ્ઞાની, અનુભવી દ્રષ્ટા પુરુષ એ જ એક માત્ર આધાર છે. ખરેખરી સાધનાનો પ્રારંભ આ પુરુષ મળ્યા પછી થાય છે. મળ્યા બાદ, ઓળખ્યા પછી અને એમના પ્રત્યે બહુમાનનો ભાવ જાગૃત થયા પછી, સમર્પિત થયા પછી અને પ્રત્યેક શ્વાસોચ્છવાસ એમની આજ્ઞાએ લીધા પછી જ સાધના થાય છે. સાધનાનું રહસ્ય આ છે અને એ સત્પરુષને એના ઉદય કર્મથી પર રહીને જોવા પડશે. શિષ્ય માટે આકરી કસોટીની પળ આ છે. માટે જ જ્ઞાની પ્રારબ્ધને ગુપ્ત રાખે છે. પણ ઉદય કર્મની ધારા કેમ કરીને ગુપ્ત રહે? એ દશામાં એ પુરુષને ઓળખવો પડે છે. પછી જ એકેક ભાવ યથાર્થ થાય, એકેક ક્રિયા યથાર્થ થાય, એકેક સમયની સાધના યથાર્થ થાય. ભાઈ ! ઊંડાણથી વિચારજો . તા. ૧૮-૯-૧૯૭૮ દેહાધ્યાસ દૂર કરવાનો છે. દેહાભિમાનથી મુકત થવાનું છે. પણ દેહને મિત્ર સમજી એ મિત્રની કાળજી લેવાની છે. ભાઈ, સાધનાનો એક માત્ર આધાર, એક માત્ર મુખ્ય-આધાર પુરુષ છે. સહુથી પ્રથમ સાધકમાં તીવ્ર તાલાવેલી જાગવી જોઈએ. એ તાલાવેલીમાંથી ઝંખના જાગે છે. ઝંખના જાગતાં અસહ્ય મૂંઝવણ થાય છે. અસહ્ય મૂંઝવણ થતાં વિચાર ઊઠે છે. એ વિચારથી તીવ્ર વિરહ જાગે છે. સપુરુષ માટેનો વિરહ, એ વિરહ અગ્નિમાં બળતાં શુદ્ધિ થાય છે. એ શુદ્ધિથી સરળતા આવે છે. ચિત્ત સરળ થતાં એનું અભિમાન ઓગળી જાય છે અને અહંકાર રહે છે. અભિમાન ઓગળી જતાં એ નમ્ર બને છે, નમવા તૈયાર થાય છે, એ જ પળે સત્પષ મળે છે. સપુરુષ સત્પાત્રને શોધે છે. અને એ સત્પાત્રમાં સત્પષે દયમાં સાચવી રાખેલું અમૃત રેડે છે. સપુરુષને મળતાં શું કરવાનું? એ જે કહે છે એનો જ વિચાર, અને એ વિચાર જેના વિશેનો છે તેનું ધ્યાન. વિચાર અને ધ્યાન આ બે જ મુખ્ય સાધન છે. આ બન્ને પુરુષ વિના મળતાં નથી. પ્રગટ થતાં નથી, યથાર્થ પ્રાપ્ત થતાં નથી. ૧ ) Page #27 -------------------------------------------------------------------------- ________________ સાવલા ભાઈ, સતુ, અતિ, અતિ દુર્લભ છે. તેમાં ય વીતરાગનો માર્ગ તો જગતમાં લગભગ લુપ્ત થયો હોય એમ લાગે છે. તત્ત્વવાર્તા દુર્લભ છે. તા. ૨૯-૩-૧૯૭૯ ડૉકટર ! સાધના એ હઠ નથી, પ્રયત્ન નથી, ક્રિયા નથી, વિચાર નથી, એક ભાવ દશા સાધના કરવાથી થાય છે એમ નથી. ભાવની જે અભિવ્યક્તિ તે ક્રિયા છે, તે કર્મ છે, તે અનુષ્ઠાન છે. ભાવ પોતે તો વિધેયાત્મક છે જ પણ સાથે એની અભિવ્યક્તિ પણ છે. વિધેયાત્મક ભાવની અભિવ્યકિત પણ છે. વિધેયાત્મક ભાવની અભિવ્યક્તિ તે ક્રિયા, તે અનુષ્ઠાન, તે ધર્મ, માટે જૈન શાસ્ત્રોએ ધર્મની વ્યાખ્યા કરી ત્યારે એમ કહ્યું “ઉપયોગે ધર્મ” ઉપયોગ એ જ ધર્મ, ધર્મનું કેન્દ્ર સ્થળ કે કાળ નથી; વ્યકિત કે વિચાર નથી. ચેતનાનો ઉપયોગ તે ધર્મનું કેન્દ્ર છે. એ ઉપયોગમાં શું થઈ રહ્યું છે, એ જોવું એ ધર્મની ક્રિયા છે, માટે ભાવ અત્યંત મહત્ત્વનું તત્ત્વ છે અને એ ભાવ શુધ્ધ બનતો જાય, પરમ શુધ્ધ બનતો જાય તેમ તેમ ધર્મ થાય છે. ભાવ એક અવસ્થા છે. તા. ૩-૬-૧૯૭૯ શરીર હર પળે તમારાથી જુદું છે એવી પ્રતીતિ કરાવવામાં તત્પર છે. શરીરમાં બનતી પ્રત્યેક ઘટના જાહેર કરે છે કે તમારા અસ્તિત્વથી મારું અસ્તિત્વ ભિન્ન છે, પણ ગ્રંથિભેદ થયેલો હોતો નથી એ કારણે શરીર દ્વારા સહજ રીતે કરાવાતી આ પ્રતીતિ અનુભૂતિમાં નથી આવતી. અશાતા વેદનીય કર્મના દલિકો દેહમાં વ્યાધિ ઉત્પન્ન કરે છે, અને એ વ્યાધિ દુઃખમાં નિમિત્ત બને છે. દુઃખ એ સંવેદન છે. એ શરીરમાં નથી થતું કે અશાતા વેદનીય કર્મમાં પણ નથી થતું. એ સંવેદન થાય છે ચેતનામાં. એ ક્રિયા જ્ઞાનની હાજરીમાં ઘટે છે; પણ દુઃખ ચેતનનો સ્વભાવ નથી, વિકાર છે. એ વિકાર પણ આનંદમાંથી વહેતું ગંદુ વિકૃત ઝરણું છે. દુઃખ જ એમ કહે છે, મારી હાજરીમાં તમે વ્યાકુળ બનો છો, પણ મારી હાજરી સહજ નથી, સ્વાભાવિક નથી, મારી હાજરી તમારામાં થતી વિપરીત સમજના કારણે છે. મૂળ તો તમે આનંદમય છો પણ ચેતના સ્વભાવથી ખસી દેહતરફ ઢળી, ઢળતી ગઈ, એમ આનંદ પોતાનું શુદ્ધ સ્વરૂપ ખોતો ગયો. ને પર્યાયમાં ૧૮ Page #28 -------------------------------------------------------------------------- ________________ સાવલા દુઃખ આવ્યું. ભાઈશરીરમાં જયારે અસહ્ય વેદના હોય છે ત્યારે વેદક-વેદનાર જાગૃત હોય તો દુઃખની માત્રા, દુઃખનું પ્રમાણ ઘટી જાય છે. જેમ જેમ દેહ સાથે તાદાત્મ ગાઢ, એકતા બુદ્ધિ પ્રબળ, તેમ તેમ દુઃખનું પ્રમાણ વધવાનું, વેદ, વેદ્યમાં ઢળે છે તે કારણે, પણ વેદક જાગ્રત હોય તો દેહમાં દુઃખનો પ્રસંગ હોવા છતાં દુઃખની માત્રા વધતી નથી, અથવા દુઃખ વધતું નથી. શરીરની સદંતર ઉપેક્ષા ન કરવી. ઉપેક્ષા દૂર કરવી, કારણ એ સાધન છે. એના દ્વારા કામ લેવાનું છે. ચેતનાનું સ્વરૂપ તરફ લક્ષ્ય જાય એટલે એ તેમાં ઠરીને જ રહે છે. ધ્યાનસાધના નિયમિત કરવી એ પ્રારંભમાં જરૂરી છે. સ્વરૂપમાં ઠર્યા ન હોય અને ધ્યાનમાં જાગૃતિ ન રહે તો પ્રમાદના મહાસાગરમાં જ ડૂબવાનું થાય. પ્રમાદમાં જવું નથી અને ધ્યાનમાં પણ રહેવું નથી, સ્વરૂપમાં કરવું છે પણ સ્વરૂપમાં કરવા માટે પ્રમાદમાંથી બહાર નીકળી, ધ્યાનમાં રહી, સ્વરૂપમાં ઠરવાનું બનશે. શ્વાસને જોવો, પહેલું સૂત્ર અને શ્વાસને બરાબર જોયા બાદ જોનારને જોવો, આ બે જ મહત્ત્વના તબકકા છે. આ પ્રક્રિયા માટે હર પળે જાગૃતિની જરૂર છે. આ પ્રક્રિયા જ જાગૃતિ લાવશે. જાળવીને સતત પ્રયત્ન કરશો. જીવન સમગ્ર છે, અખંડ છે. જેને જીવવું છે અને સમગ્રમાં જીવવું પડશે. અખંડ બનવું પડશે. જીવનના કોઈ પાસાની ઉપેક્ષા નહીં થઈ શકે, ને જીવનના કોઈ પાસામાં આસકત નહીં બની શકાય. સમગ્ર જીવન જીવવાની આ ચાવી છે, ધર્મ જયારે એના સાચા અર્થમાં સમજાશે ત્યારે આ સમજ પ્રાપ્ત થશે, સાધના કયાંક કયાંક ખંડિત થાય છે અને સાધક સાધના કરતો હોવા છતાં વિષાદ અનુભવે છે, વિકલ્પમાં અટવાય છે. એ અટકી ને ઉભો રહે છે. કેમ આવું બને છે? એ જીવનને સમગ્રતામાં જોતો નથી, માટે એવું બને છે. જેને સ્વરૂપમાં કરવું છે એ શાંત બનતો જાય, શાંત બનતો જાય ને સંઘર્ષ ટાળતો જાય. સંઘર્ષમાં શકિતનો વ્યય થાય અને ચિત્ત ઊંડે ઊંડે તૂટેલુ, ખંડિત રહે છે અને અશાંત રહે છે. સંઘર્ષ જીવનમાંથી ટળે શી રીતે? એ માટે જીવનનો સંપૂર્ણ સ્વીકાર જોઈએ. વીતરાગ પ્રભુ મહાવીર દેવે જગતનો સ્વીકાર કર્યો. નવ તત્ત્વોની પ્રરૂપણા એટલા માટે જ કરી. તમે જયાં ઊભા છો ત્યાં આજુબાજુમાં આ બધું જ છે, હતું, હશે, રહેવાનું તમે એનો સ્વીકાર કરો છો અને સાથે સાથે એ પણ સ્વીકારો કે એ બધામાં તમે કયાંય નથી. એ એમની રીતે છે, તમે તમારી Page #29 -------------------------------------------------------------------------- ________________ સાવલા રીતે છો. તો તમને તમારામાં જવા માટે એ ખસેડવાની જરૂર નથી, તમારે એમાંથી ખસી જવાની જરૂર છે. સમગ્રની સાથે રહો પણ તમારામાં રહીને સમગ્રની સાથે રહો. ભાઈ ! સમગ્ર સાથે સંઘર્ષની, યુધ્ધની, કલહની શી જરૂર? સમગ્રના સ્વીકાર સાથે જ તમને સમગ્રમાં દિવ્યતા દેખાશે. ત્યાં સહકારની જરૂર છે. તમે તમારામાં રહો ને તમારામાં જીવો, તો સમગ્ર સાથેનો સંઘર્ષ ટળશે, તે જ પળે તમે શાંત બનશો અને તે જ પળે સ્વરૂપમાં ઠરશો. ભાઈ! આ કોઈ જુદી જ પણ એના રહસ્યની વાર્તા છે. તા.૧૭-૮-૧૯૭૯ વીતરાગ પુરુષ એ જ એક માત્ર સાધનાનું, સર્વોત્કૃષ્ટ સિદ્ધિનું કારણ છે. એક માત્ર અસાધારણ, અવંચક નિમિત્ત છે, વીતરાગ પુરુષની સાથે ચેતન જોડાઈ જાય, એનામાં સમાઈ જાય, એના પ્રત્યેક ભાવને એ ઝીલતો જાય અને વીતરાગ પુરુષની ઈચ્છાને સર્વ રીતે સાકાર કરતો જાય, એ જ સાધનાનું ગુપ્ત રહસ્ય છે. વીતરાગ પુરુષને ઈચ્છા ન હોય પણ વીતરાગ ભાવની સાથે જે કરુણા ભાવછે એના કારણે સાધકનું હિત જેમાં છે, જે રીતે છે, એ રીતે સાધક સમજે ને આચરે એવો ભાવ હોય એને જ સાકાર કરવો એ જ સાધના. ભાઈ! વીતરાગ પુરુષ મળ્યા નથી. મળ્યા હોય તો ઓળખ્યા નથી, ઓળખ્યા હોય તો રાગના પ્રબળ વેગમાં ઉત્કૃષ્ટ પ્રેમ પ્રગટયો નથી. અને પ્રેમ પ્રગટ્યો હોય તો તે અવિચ્છિન્ન ટકયો નથી, ને એ પુરુષને ખોયા છે. તમે હવે મેળવેલું ખોશો નહીં, જે મળ્યું છે એ સર્વશ્રેષ્ઠ છે. હવે એનું જતન કરશો. તા.૪-૨-૧૯૮૦ અંદર જે થાય છે તેને રોકનારાં પરિબળો સક્રિય થઈ એક વાર તો હંફાવે છે, હંફાવવા પ્રયત્ન કરે છે. પણ ખરી બિના જુદી છે. સપુરુષ મળતાં, એના ચરણમાં સમર્પિત થતાં, સાધકની સત્ તરફની યાત્રાના પ્રારંભ પહેલાં એનો અસત સાથે ગાઢ સંબંધ હતો. તેમાં તન્મય હતો, તદાકાર હતો. એ સંબંધ વખતે અસત્ તરફ એને જે તાદાભ્ય અનુભવ્યું, તન્મયતા અનુભવી, રસમાં તરબોળ બન્યો, ભાવ આવ્યો, એમાં સક્રિય બન્યો એ વખતે રચાયેલાં સ્પંદનો, પરિબળો, ભાવો, ઊર્મિઓ સત્ તરફ જતા સાધકને એમ પૂછે છે કે શું હવે ભૂલી જશો? નાતો તોડશો? સંબંધ વિચ્છેદ કરશો? અને અસત્ પોતાની તમામ તાકાતથી = ૨ = ) Page #30 -------------------------------------------------------------------------- ________________ સાવલા પોતામાં ઓતપ્રોત, તન્મય, તદાકાર, અનંતકાળથી તરૂપ બનેલી વ્યકિતને સત્ તરફ જતાં રોકે છે. એ માટેની અસની જે પધ્ધતિ છે તે જ સંસારની જુદી જુદી ઘટનાઓ છે. અસત્ રોકતું નથી પણ એ પોતા તરફ રાખે છે. તો સાધકે શું કરવું? સાધકે માત્ર જાગૃત બની અને શાંતિથી કહેવા જેવું છે. “વહાલા મિત્ર ! તું મારા વગર નહીં રહી શકે તે હું જાણું છું અને હું તારામાં તદાકાર હતો, પણ દોસ્ત! હવે મારે સત્ તરફ જવું છે. ખરેખર જવું છે. તમે જો પરમ પ્રેમથી અ ને આ તમારો સંકલ્પ જણાવશો તો અસત પોતે ખસી જશે ને તમારો માર્ગ સુગમ બનાવશે, પણ અસત્ તમારી સો ટકા પરીક્ષા કરશે, રોકશે, અવરોધો ઊભા કરશે. પણ છેવટે તમારો દઢ સંકલ્પ હશે તો ના નહીં પાડે, પણ પ્રેમભરી વિદાય આપશે ને તમને સો ટકા સહકાર આપશે. કારણ અસત્ પણ સતનું એક અંગ છે. ને અસનો તમને પૂરો પરિચય થયો છે, તમે અસતમાં ઊંડા ઊતરીને જોયું ને તમને અસમાં અસારનો અનુભવ થયો. તો અસત્ તમને સત્ તરફ જવાનું કહેશે. ખરેખર તો અસતનો સત્ય અનુભવ જ અસની આસકિતને તોડે છે. માટે અને ભોગવો નહી, અસતને અનુભવો. અસનો અનુભવ અસની અસારતા બતાવશે, તે જ ક્ષણે આસક્તિ તૂટશે ને સત તરફ પ્રયાણ થશે. સામાજિક પ્રસંગમાં તમે ઉપસ્થિત રહો પણ તટસ્થ રહો. શું કરવા બેચેની, વિષાદ, ને ગુસ્સો? એ પણ પ્રસંગ છે. ફાઈલમાં જમા થયેલો છે. સમભાવથી એનો નિકાલ કરી નાખો ને ફાઈલ બંધ કરી દો. તા. ૬-૮-૧૯૮૦ હૃદયના દિવ્યભાવો ત્યારે જ પીવાય જયારે અનુભવ સમ્યક હોય, યથાર્થ હોય, જેમ છે તેમ જ હોય. સપુરુષની ઓળખ વિના, એની ભકિત વિના, એના પરિચય વિના, એની સમ્યફ પ્રકારે આજ્ઞાપાલન વિના, એની આરાધના વિના, એના અનુગ્રહ વિના પરમ તત્ત્વ સમજાતું નથી, એની સાથે અનુસંધાન થઈ શકતું નથી. બધું મળ્યું, બધું કર્યું, સત્પષ નથી મળ્યા. એની આજ્ઞા નથી સ્વીકારી માટે ભવ ઊભો છે. આ સર્વ શાસ્ત્રોનો, સર્વ જ્ઞાની પુરુષોના અનુભવનો નિચોડ છે. ૨ ૧ Page #31 -------------------------------------------------------------------------- ________________ સાવલા ધ્યાન સાધના માટે ગુરુકુળ એક માત્ર સાધન છે. એટલા માટે પૂ.હરિભદ્રસૂરીએ એમ કહ્યું છે કે તપ, જપ, વ્રત, ધ્યાન આ બધાં સાધનો ઠીક છે, પણ મુખ્ય સાધન છે “ગુરુકુળવાસ” ભગવાન મહાવીરે કહ્યું, “હે શિષ્ય ગુરુજીંદાણુવત્તવૃં” તું એક જ કામ કર, તારો છંદ તું છોડ, તારા છંદ પ્રમાણે ચાલવાનું તું છોડ. એક વખત તું ગુરુના છંદ પ્રમાણે ચાલ. દુનિયામાં બે છંદ છે, (૧) સ્વનો છંદ (ર) ગુનો છંદ. સાધના એ છે કે પોતાનો છંદ છોડવો અને ગુરુનો છંદ પકડવો. છંદ એટલે ધૂન, ધ્વનિ, ચાલ, ગીતનો ધ્વનિ, છંદ એટલે વ્યસન, ટેવ, નાદ. એ સ્વનો ટાળવો ને છંદ ગુરુનો પકડવો એ જ સાધના પણ સહુથી વધારે કઠિન ને વધારે અઘરી. આ સિવાય બીજો રસ્તો સાધના માટે હોઈ શકે? બીજો રસ્તો હોઈ જ ન શકે, જેમ તરસનો ઉપાય શું? એક માત્ર પાણી, ભૂખનો ઉપાય શું? ખોરાક, અંધકારનો ઉપાય શું? એક માત્ર પ્રકાશ. માટે આ જ એક માત્ર સાધન. આમાં બીજો કોઈ વિકલ્પ નથી, બીજો કોઈ ઉપાય નથી, રીત નથી, હોઈ શકે નહી તરસ છિપાવવા શું જોઈએ? આખું જગત આપો ને પાણી ન આપો તો નહીં જ ચાલે. માત્ર એ જ જોઈએ. તેમ ગુનો છંદ એક માત્ર ઉપાય પણ કઠિન કેમ છે? એમાં અહંકાર ઉપર ઘા થાય છે. આપણો આળામાં આળો ભાગ છે અહંકાર. એના ઉપર ઘા થાય એ કેમ ચાલે? અને અહંકાર એને કહેવાય, “પોતાથી શ્રેષ્ઠ શું હોય? ઉપયોગ પર્યાયમાં રોકાય છે. એ ઉપયોગ પર્યાય વટાવી દ્રવ્યમાં જવો જોઈએ. પર્યાયની હદ કૂદી દ્રવ્યમાં કૂદવું એનું નામ જ ધ્યાન. સાધક જો ધ્યાનમાં જાય ને તે પળે વૃત્તિ જો ઉપશમી ગઈ હોય તો પરમ સુખનો આસ્વાદ મળે અને એ જીવનમાં પહેલી વાર મળ્યો માટે આશ્વર્ય થાય અને એ મળે પછી દોડ શાંત થાય કારણ હવે શા માટે દોડવું? ભાઈ! વીતરાગ તત્ત્વ એ જ પરમ તત્ત્વ છે. અને એ વીતરાગતા જેમનામાં પ્રગટ થઈ છે, તે વીતરાગ પુરુષ જ પરમ ઉપાદેય, આદરણીય, પૂજનીય, ધ્યેય સેવ્ય છે. એ વીતરાગ પુરુષની અમી દૃષ્ટિ, એમાં જ જીવનનું સાર્થક્ય છે. એમની આજ્ઞાનું અખંડ પાલન એ જ પરમ શ્રેષ્ઠ ધર્મ છે, કર્તવ્ય છે. વીતરાગ પુરુષ કયાં મળે છે ! સૂક્ષ્મતમ રાગ-દ્વેષ પણ જેનામાં ન હોય, અને રાગ-દ્વેષનો અત્યંત અભાવ હોય, ૨ ૨ Page #32 -------------------------------------------------------------------------- ________________ સાણતા એવા પુરુષ મળ્યા પછી, એના પ્રત્યે સમર્પણ ભાવ પ્રાપ્ત થયા પછી અન્ય કાંઈ પણ કર્તવ્ય નથી. ૧૧ વિકારો જીતવા માટે, કષાયો જીતવા માટે અલગ પ્રયત્ન કરવાનો હોય નહીં. એ રીતે કષાયો જીતાય પણ નહીં. પણ તમે તમારા સ્વરૂપમાં ઠરો તો જ કષાયો જાય. સ્વરૂપમાં ઠરતા નથી એટલે કષાયો તરફ જાઓ છો. આ માટે સદ્ગુરુ શરણ એક જ ઉપાય છે. પણ ગુરુ સામા પાત્રને જાણે છે અને જયાં સુધી એની ચેતનામાંથી આ ધ્વનિ ન ઊઠે ત્યાં સુધી ગુરુ એને એમ નથી કહેતા કે મૂકી દે બધું અને મારે શરણે આવી જા. એમ કહેવામાં અહંકાર ગુલાંટ ખવરાવે તેમ છે. પણ ગુરુ એને જવા દે છે. એટલે છેવટે તમામ વિકલ્પોથી એને થકવે છે, એ થાકે છે એટલે જ્ઞાન, તપ, વ્રત, શાસ્ત્ર આદિના વિકલ્પ છૂટી જાય છે ત્યારે એની ચેતના પુકારે છે, હવે કોઈ સાધન કરવું નથી. ગુરુ એ જ સાધન. સાધનાની આ રીત છે. ૧૨ નિમિત્તો મળે તો કષાય જીતાય ને ? નિમિત્તો માટે મારી ના નથી, નિષેધ નથી. કહેવું તો એ છે કે તમે જાગો તો નિમિત્તો અપૂર્વ અસર કરે. તીર્થંકર મળ્યા પણ હૃદયમાં ન ધાર્યા એટલે મેળ ન પડયો. નિમિત્તો તો બન્યા છે, નિમિત્તો હાજર છે, પણ ઉપાદાન તૈયાર થાય ત્યારે ને ? એટલે ઉપાદાન કારણમાં રહેલી કારણતા પ્રગટ થવામાં નિમિત્ત પ્રાથમિક અવસ્થામાં અસર કરે; પણ ઉપાદાન તૈયાર જોઈએ. જેમકે ધરતી તપે એટલે વરસાદ થાય જ, ધરતીએ તપવાનું છે, વરસાદને વરસવા માટે કહેવું નહીં પડે. સદ્ગુરુ હાજર છે. હાજર હોય છે પણ તમારામાં ઝંખના ન હોવાના કારણે એનો યોગ નિષ્ફળ જાય છે. એની સાથે સંબંધ થતો નથી. ખરી ઘટના એવી બને છે જયારે તમારામાં અંદ૨માં, પરમ તત્ત્વ માટેની પરમ ઝંખના જાગે છે, ત્યારે માર્ગ મળી રહે છે. ઝંખના, તાલાવેલી જોઈએ. સદ્ગુરુ હાજર છે તો ઉપદેશની અસર ન પડે ? ૨૩ Page #33 -------------------------------------------------------------------------- ________________ જાદવા ઉપદેશની અસર પડે છે પણ જે સન્મુખ થયો હોય તેના ઉપર પડે ને ! કૂવામાં પાણી છે, ઘડામાં ભરી શકાય પણ ઘડો પાણી સન્મુખ થાય ત્યારે ને! ઊંધા ઘડા ઉપર બારે મેઘ વરસે તો પણ નિષ્ફળ. ૧૩) સાધનામાં ખરેખરું પરિબળ આત્મા જ છે. મંદિર, ગુરુ, શાસ્ત્ર, અરે ખુદ ભગવાન પણ નિમિત્ત કારણ છે. આત્મા પોતે નહીં જાગે તો ભગવાન પણ કંઈ નહીં કરી શકે. ગુરુ પણ કંઈ નહીં કરી શકે, તો મુખ્ય આધાર તો આત્મા છે, તો નિમિત્ત કારણની શી જરૂર? ના, એ એક કામ કરે છે આત્મામાં રહેલી શક્તિને જગાડે છે, પુષ્ટ કરે છે. તું જ ખરેખર મહત્ત્વનો છે. આવું કોણ કહેશે? તે ગુરુ કહેશે, ભગવાન કહેશે. માટે એ જોઈએ જ, પણ એ તને જાગૃત કરે; ચાલવું તો તારે જ પડશે. સુખ દુઃખનું કારણ બહાર નથી, અંદર છે. તને બાંધનાર કર્મ નથી, તું બંધાય છે. તું બંધાય તો જ કર્મો તને બાંધે. જગતના પદાર્થો મોહ પમાડતા નથી, તે પામે છે. તું મોહ પામે તો જગતના પદાર્થો નિમિત્ત બને. પણ તું સાબદો રહે તો આખું જગત તને કશું કરી શકે તેમ નથી. માટે તું પોતે જ મહત્ત્વનો છે. (૧૪) સ્વરૂપની યથાર્થ શ્રધ્ધા અને ક્યારેય પણ નડગે એ પ્રકારનું અને સદાય ટકનારું એવું સ્વરૂપનું દર્શન, તે ક્ષાયિક સમ્યત્વ, પણ સ્વરૂપમાં કરવું એ પ્રક્રિયા સમ્યફ ચારિત્રની છે. એટલે જે સ્વરૂપ જોયું છે એ સ્વરૂપ તરફ ઉપયોગ વાળવો પડે, એને ટકાવવો પડે. એ ટકે તો ઠર્યો એમ કહેવાય કારણ સ્વરૂપ દર્શન પછી પણ ઉપયોગને વૃત્તિ બહાર લઈ જાય છે. ૧૫ વાસનાક્ષય કે તત્ત્વજ્ઞાનની ગમે તેટલી વાત કરે પણ એ વાસનાલય યથાર્થ સ્વરૂપમાં નથી હોતો કારણ સાધનાની જે કાંઈ પ્રક્રિયા નક્કી થશે તે તત્ત્વજ્ઞાનના આધારે નક્કી થશે એટલે વિચાર, ક્રિયા અને આચાર ત્રણેનું આયોજન તત્ત્વજ્ઞાનના આધારે થશે, અને એ તત્ત્વજ્ઞાન જેટલું ખંડિત, અયથાર્થ, અસમ્યફ એટલી જ સાધનાની પ્રક્રિયા ખંડિત, અયથાર્થ, અસમ્યફ. એટલે ત્યાં જે કંઈ અનુભવો થાય એ માત્ર મનમાં ૨ ૪ Page #34 -------------------------------------------------------------------------- ________________ સાવલા * * - - - - - જ ગ્રહિત છે, મનમાં જે રૂઢ થયું છે, એના પ્રત્યાઘાત રૂપે છે. માટે વાસનાલયની વાત સ્થૂળ ભૂમિકા ઉપર બરાબર લાગે છે અને વાસનાક્ષય તો અનિવાર્ય છે જ. વીતરાગતાની સાધનામાં પણ વાસનાક્ષય અનિવાર્ય તો છે જ પણ એ વાસના વિશેની સમજ સ્પષ્ટ નથી. જેમ કે વાસનાનો અર્થ માત્ર કામવાસના જ નહીં, પણ સ્વતત્ત્વથી ભિન્ન અન્ય પદાર્થ તરફ ઢળવું એ જ વાસના છે. એટલે આ ખ્યાલ ન હોય તો એ અન્ય દ્રવ્ય તરફ ઢળલો તો રહે જ છે. બીજું વાસના અન્ય સ્વરૂપમાં પ્રગટ થાય છે. ત્રીજું કોના લક્ષ્ય વાસનાક્ષય? વાસનાલય માત્ર વાસનાના લક્ષે જ હોય તો સુષુપ્ત વાસના અંદર રહે છે. જેમ કે વાસના એટલે સંસ્કાર, ભાવ પણ મુખ્ય તો જે મૂળ તત્ત્વ છે, એનો સહજ સ્વભાવ છે આનંદ અને એ સ્વભાવ દબાવી શકાતો નથી, ઢાંકી શકાતો નથી, એટલે અંદર રહેલી જ્ઞાનશકિત સતત આનંદને શોધે છે. એટલે સમગ્ર જીવનમાં જે કંઈ વિચાર ને ક્રિયા થાય છે તે અંદરનું દબાણ છે. સ્વભાવનું દબાણ થાય છે. આનંદને રોકી શકાય નહીં, માટે એને તલસાટ છે; એ આનંદનો તલસાટ જ આનંદનું કેન્દ્રને જાણતા હોવાના કારણે અન્ય તરફ દોરી જાય છે. એમાંથી જ આહાર, કામવાસના વિગેરે તરફ જવાનું થાય છે. એટલે આ થવું બિલકુલ સાહજિક છે. કારણ અંદરમાં આનંદની ખોજ છે, માટે તે અન્ય તરફ ઢળે છે. અન્ય એટલે શરીર માટે શરીરની પૂર્તિમાં એ અટવાય છે. હવે એ શરીરની પૂર્તિમાં જાય એટલે જે વાસના, હવે આ પાછો વળ્યો, વાસના પૂર્તિ નહીં પણ વાસનાક્ષય, પણ કેન્દ્ર તો જે હતું તે જ રહ્યું. વાસના પૂર્તિ માટે પણ કેન્દ્ર શરીર હતું, ત્યારે વાસનાલય માટેનું પણ કેન્દ્ર શરીર. કેન્દ્ર એ જ રહ્યું. જયારે આ સમજાય કે આનંદનું કેન્દ્ર બીજું છે અને એ ચૈતન્ય છે અને એ ચૈતન્યનું વાસ્તવિક સ્વરૂપ આ છે ત્યારે વાસનાલયની સાચી પ્રક્રિયા ચાલુ થાય. સ્પષ્ટ એ કરવું છે કે વાસનાક્ષયની સાધના કરનાર વ્યકિતની સામે કયું તત્ત્વ છે? શરીર કે બીજું કોઈ? જો શરીર જ હોય તો શરીરનું પડ ભેદીને આગળ નહીં જાય. અને શરીર સિવાય બીજું તત્ત્વ છે તો એ ખરેખર યથાર્થ છે? યથાર્થ તત્ત્વના લક્ષે એની અનુભૂતિ માટે ચેતના આજ જયાં છે ત્યાંથી વિરામ પામતી પામતી જયારે સ્વ તરફ વળે ત્યારે વચમાં વાસનાક્ષય આવે. અધ્યવસાયનો એક અર્થ કષાય સ્થાન. ચેતન તત્ત્વમાં દરેક સમયે આકાર લેતા કષાયોના ભાવો એના પણ જુદા જુદા સ્થાનકો હોય છે. જેમ કે ક્રોધ, તો ક્રોધના ૨૫ Page #35 -------------------------------------------------------------------------- ________________ સાવલા અસંખ્ય સ્થાનો હોઈ શકે. એ પ્રત્યેક સ્થાનનો રસ જુદો જુદો હોય. રસ એટલે શકિત. તે વખતે એ ક્રોધમાં ચેતન પોતે પોતાની કેટલી શકિત વાપરે છે એ પ્રમાણે એ પરમાણુઓમાં રચના થાય છે. ઘાટ ઘડાય છે. આવી પ્રક્રિયા સમયે સમયે અંદર સતત ચાલુ જ રહે છે. અર્થાત્ પ્રોડકશન મીલ એક સમય માટે પણ બંધ રહેતી નથી. અને પ્રત્યેક સમયે સમયે કરીને અનંત કાળથી આ રચના થતી આવી છે. એ રચના પછી નિર્માણ અને આ નિર્માણ થયા પછી ચેતન પોતે પ્રત્યક્ષ અનુભવ કરે છે. ને એ અનુભવ વખતે ફેર અધ્યવસાય થાય છે. તો વાસ્તવમાં શું થાય છે? એક વખત એક અધ્યવસાય ઊઠયો એ નિમિત્તે કમરચના થઈ. જેને દ્રવ્યકર્મ કહે છે. એ દ્રવ્યકર્મ પોતાના સક્રિય થવાના સ્વકાળે સક્રિય થાય છે. એ જયારે સક્રિય થાય છે. એ વખતે અંદર એવો તરંગ ઊઠે, ઊઠી શકે, એ જાતની ભૂમિકા રચે છે. અને ભૂમિકા રચાય ત્યારે ચેતન તત્ત્વ એને આધીન બને તો ફેર એવા પ્રકારનો જ અધ્યવસાય થાય. એટલે કોઈ પણ દ્રવ્યકર્મ, થતા અધ્યવસાયમાં નિમિત્ત બની શકે અને કોઈ પણ અધ્યવસાય કર્મરચનામાં નિમિત્ત બની શકે. આ વર્તુળ કયાંથી ભેદાય? એવું કામ કરવા માટે કઈ પળ (ક્ષણ) છે? તમામ ધર્મશાસ્ત્રોની સાર્થકતા આ સમજાવવામાં છે. એ પળ (ક્ષણ) છે, દ્રવ્ય કર્મ જયારે સ્વકાળે સક્રિય બને છે અને એ બનવાનું જ, એ સક્રિય બને ત્યારે ચેતના સામેથી જો પ્રત્યાઘાત ન આપે તો એ વર્તુળ ભેદાય, અર્થાત્ એ નિશ્ચિત કાળમાં કામ કરનારું દ્રવ્યકર્મ સક્રિય બન્યું પણ પ્રત્યાઘાત ન મળ્યો એટલે એ ગયું. એટલે દ્રવ્યકર્મ જયારે સ્વકાળે સક્રિય બને છે ત્યારે તમે સક્રિય હો પણ એ દ્રવ્યકર્મ પ્રત્યે સક્રિય ન હો એનો અર્થ પ્રત્યાઘાત નહીં. તમે સક્રિય હો એનો અર્થ તમારા સ્વભાવમાં તમે રમતા હો. સ્વભાવમાં રમવું એ તમારા પ્રત્યે સક્રિયતા છે અને તે બિલકુલ કુદરતી, સ્વાભાવિક છે અને એ બળ જ્ઞાનનું છે. દ્રવ્યકર્મ તમને સક્રિય બનાવી ન શકે. એટલે દ્રવ્યકર્મ તરફ તમે સક્રિય નહીં. એનો અર્થ દ્રવ્યકર્મ નિમિત્તક પ્રતિઅધ્યવસાય નહીં. દરેક સમયે સમયે દરેક સમયનું નિશ્ચિત દ્રવ્યકર્મ સક્રિય છે. ધારો કે તમે એક વખત અધ્યવસાયને પ્રત્યાધાત ન આપ્યો એટલે પૂરું થયું? ના, તમે આ પળ પહેલાં જેટલી દ્રવ્યકર્મની ધ્વસ્થા કરી રાખી હોય એ તમામ વખતે પ્રત્યાઘાત ન આપો અને ૪૮ મિનીટ સતત પસાર કરો તો ફેંસલો થાય. કેવળજ્ઞાન (પૂર્ણ આત્મજ્ઞાન) પ્રગટ થાય અને સમગ્ર કર્મની રચના તૂટી પડે. ૨૬ Page #36 -------------------------------------------------------------------------- ________________ સાવલી પણ જો ૪૮ મિનિટમાં એક પણ પળ ઓછી પ્રત્યાઘાત વગરની હોય અને તેમાં પ્રત્યાઘાત અર્થાત્ પ્રતિઅધ્યવસાય આપ્યો તો ફેર ચક્ર ચાલુ થાય. જ્ઞાન એક શકિત છે અને તે એ શકિત કે દ્રવ્યકર્મની સક્રિયતા વખતે તમે પ્રત્યાઘાત ન આપો એવી શકિત તે જ્ઞાન. મુશ્કેલ પરિસ્થિતિમાં માનસિક સ્વસ્થતા રહે એ ઊંડા સંતોષની લાગણી આપે છે. સાધક માટે સંસાર પોતે શાળા છે. પ્રત્યક્ષ જીવનમાં પ્રત્યક્ષ પાઠ મળે અને એમાં સાધકની ચેતના સ્થિરતા અનુભવે એ સાધનાની પરિપકવતા છે. પરમ કૃપાળુ પરમાત્મા પરમ કૃપાળુ છે; પણ સાથે સાથે પરમ વિચિત્ર પણ છે. એ એનો કૃપાપ્રસાદ જેને તેને આપતો નથી. જેને એ પ્રસાદ પ્રાપ્ત થાય છે એના જીવનમાં વિષાદ રહેતો નથી. પણ એ પ્રસાદ પ્રાપ્ત થતાં પહેલાં એ પરમ વિચિત્ર, સાધકની આકરામાં આકરી કસોટી કરે છે અને ન કલ્પી શકાય, ન વર્ણવી શકાય, ન સહી શકાય એવી પરિસ્થિતિમાં મૂકી દે છે. એક વખત તો એમ થઈ જાય, નથી જોઈતા એ પરમ કૃપાળુ. તો એ જાળવીને ખસી જાય છે. એને એટલું જ જોઈએ છે. એને ખસી જવું છે. પણ જો સાધક એ પ્રસંગમાં, એ પરિસ્થિતિમાં, એ વિષમ સંજોગોમાં અવિષમ ભાવે રહયો, અવિષમ ભાવે પરિણમ્યો, અવિષમ દશામાં રહયો, એનામાં સમતુલા રહી, વિષાદ ન સ્પર્ધો, વ્યાકુળ ન બન્યો, વ્યગ્ર ન બન્યો, નિમિત્તને આધીન ન રહયો, નિમિત્તને આધીન ન થયો, વર્તમાન ક્ષણના ઉદયમાં ન જોડાયો, મોહથી ન મૂંઝાયો, અને રાગદ્વેષ કરવા પડે; સહેજે થઈ જાય, થયા વગર ન રહે એવી પરિસ્થિતિમાં એ રાગદ્વેષથી ચેતનાને તટસ્થ રાખી શકયો, તો તો એ પરમ કૃપાળુ પ્રસાદની ધારા વરસાવે છે. સાધકને ભેટે છે અને સોડમાં લે છે, એને આલિંગન આપે છે અને આત્મસાત્ કરી લે છે. એને પ્રસાદ અર્પણ કરે છે ને તમામ વિષાદ લઈ લે છે. એ પરમ કૃપાળુની પરમ વિચિત્ર વિશેષ શૈલી છે. એનું રહસ્ય જે જાણે છે તે પામે છે. ઉદય કર્મને આધીન રહીને બનતા બનાવો ને પ્રસંગો સાધકના પરમ જાગરણ માટે છે. એ નિમિત્તોનો ઉપયોગ કરવાની કળા એ જ સાચું પરિણમેલું જ્ઞાન છે. આવા પ્રસંગોમાં સામા જીવો પ્રત્યે ઉપેક્ષાનો ભાવ ન આવે, અણગમો ન થાય, કંટાળો ન આવે. એમના પ્રત્યે સ્નેહની, વાત્સલ્યની, કરુણાની ધારા વરસે, હૃદયનો પ્રેમ નિચોવીને એમના ઉપર સિંચવામાં આવેછતાં મમત્વભાવ ઊભો ન થાય, રાગજનિત વ્યાકુળતા ન થાય, કર્તવ્ય કર્મ પૂરી તાકાતથી બજાવવા છતાં ચિત્ત રાગમાં ન ખરડાય, ૨૭ Page #37 -------------------------------------------------------------------------- ________________ સાવલા એ જ સર્વોત્તમ સાધના છે. ધીરજ રાખીને સહુના પ્રત્યે યોગ્ય કર્તવ્ય કરવાનું ચૂકવું નહીં અને છતાં મનમાં વ્યાકુળ પણ થવું નહીં. વ્યગ્ર બનવું નહીં. વિષાદગ્રસ્ત બનવું નહીં. પળે પળે જાગૃત રહેવું સ્વભાવમાં ઠરવા માટે; સ્વભાવ તરફ વળવા માટે આ જ પળો છે. એ પળોનો ઉપયોગ કરજો . ૧૮) | નિકટનું સ્વજન છોડીને જાય એ ગમતું તો નથી, પણ આવું એક સત્ય એને ઈન્કારી પણ ન શકાય. એટલા માટે જ્ઞાની પુરુષો દેહને ક્ષર કહે છે. ક્ષર એટલે ખરી પડનારું, ક્ષય પામનારું, નાશ પામનારું. માનવી ક્ષરને જ જુએ છે, એની સાથે પ્રીતિ કરે છે, સ્નેહ કરે છે, આસકિતનો તાંતણો મજબૂત કરે છે. એનામાં આખું જીવન અર્પી દે છે. પણ એ ભૂલી જાય છે કે આ ક્ષર છે, ખરનારું છે ને કાળક્રમે એ ખરી જાય છે. એ નિયત છે, એને રોકી શકાય નહીં. ખરતું જોઈ શકાય પણ એને ખરતું રોકી ન શકાય. ત્યારે એ ક્ષર સાથે જે પ્રીત બાંધી છે એ રડાવે છે. મૂંઝવે છે. ગમગીન બનાવે છે. ક્ષર જીવનમાં આવે છે અને અચાનક ચાલ્યું જાય છે. એ જાય છે એનો વિયોગ અસહ્ય બને છે. માટે જ વૈરાગની જરૂર છે. ક્ષર સાથે રહેવું ખરું પણ ક્ષર સાથે જોડાવું નહીં, એમાં લપટાવું નહીં, આસકતા બનવું નહીં. એ ક્ષરમાં અક્ષર છુપાયેલો છે. એ અક્ષર ક્ષરના ખોળિયામાં ઢંકાય છે. એ દેખાતો નથી. એ અક્ષરને જોવો, જાણવો તે જ્ઞાનને એ અક્ષર હું છું એનું સતત સ્મરણ રહે તે ધ્યાન અને સ્મરણ રાખવું ન પડે એ જ સમાધિ. સંસાર કેવો છે? ઉપરછલ્લો છે. અક્ષર એ જ આધાર, એ આધારને પકડવો પડે. એ આધાર નથી દેખાતો, એના આધારે રહેલું ક્ષર દેખાય છે અને એ ક્ષરમાં જીવ મૂંઝાય છે. જ્ઞાનીના અનુગ્રહને ઝીલવા માટે એમની સન્મુખ થવાની જરૂર છે. સન્મુખ, સન્મુખ. એમાં જ અનુગ્રહ ઝીલાય છે. પરંતુ વ્યાકુળતા, બેચેની એ અનુગ્રહને અનુભવવા દેતી નથી. ભાઈ ! શાંત બનવાની જરૂર છે. ચિત્તની પરમ શાંત અવસ્થા, સમાધાનપૂર્ણ અવસ્થા જ અનુભવનો અવસર છે. સચેત અવસ્થામાં, જાગૃત અવસ્થામાં સમાધાન, એ જ સાચી જાગૃત અવસ્થા છે. વિષાદથી વ્યાકુળતા વધે છે. એના કારણે નિકટમાં રહેલું અક્ષર દેખાતું નથી. શાંત, શાંત બનો. અંદર જે સતત હાજર છે એ ૨૮ Page #38 -------------------------------------------------------------------------- ________________ સાધના તમારા ડહોળાઈ ગયેલા ચિત્તને કારણે જણાતું નથી. વ્યવહારની ભૂમિકા ઉપર રહીને તત્ત્વની સાધના કેવી રીતે કરવી? આ તમારો પ્રશ્ન છે. તત્ત્વની સાધના અને વ્યવહાર વચ્ચે ભેદ પાડવાની જરૂર નથી. જીવન સમગ્ર છે અને અખંડ છે. સાધના એ ભાવનું ક્ષેત્ર છે અને વ્યવહાર એ ક્રિયાનું ક્ષેત્ર છે. સાધના માટે નીચેની બાબતો જરૂરી ગણાય - ઉત્સાહ, નિશ્ચય, ધૈર્ય, નિયમિતતા, દઢ સંકલ્પ, નિરંતર અભ્યાસ, સદ્ગુરુની પરમ કૃપા. સતત ભાવની ભૂમિકા ઉપર રહીને તમે ક્રિયાના ક્ષેત્રમાં જઈ શકશો. ક્રિયા મોટે ભાગે પુનરાવૃત્તિક હોય છે. પુનરાવૃત્તિમાં ઉપયોગને બહુ જોડવાની જરૂર રહેતી નથી. વ્યવહારમાં જયારે અન્યનો સંબંધ પ્રાપ્ત કરવાનો થાય છે ત્યારે વિવેકની જરૂર રહે છે. વિવેકબુદ્ધિ દ્વારા ત્વરિત સમ્યક્રનિર્ણય કરી શકાય તો સંબંધમાં બૌદ્ધિક પ્રયત્નની જરૂર રહેતી નથી. મોટા ભાગે સંસારી જીવો સાથેના સંબંધો રહેવાના અને સંસારી જીવોનું ધોરણ લગભગ એક સરખું રહેવાનું. એટલે એક સંસારી જીવ સાથે સંબંધ ગોઠવતાં આવડે તો બીજાની સાથે સુગમતા અવશ્ય થાય. (૨૦) માનવ પોતાના ભાવિ માટે સતત ચિંતા સેવે છે. અને ભાવિ પોતાની કલ્પનાથી રચે છે. કલ્પના પ્રમાણે રચના થવી જ જોઈએ એવું માનવા છતાં, એ પ્રમાણે થાય જ એવો નિયમ નથી, પણ ન થાય તો મનમાં વિષાદ ને વ્યાકુળતા થાય છે. અને મનને વ્યગ્ર બનાવે છે. પરિણામે સમગ્ર ચિંતનમાં આર્તધ્યાન વ્યાપે છે. આ જ અશાંતિનું મૂળ છે. માનવ કલ્પના કર્યા વગર રહી શકતો નથી અને કલ્પના સાકાર થઈ શકતી નથી. એના કારણે મન તંગ રહે છે. શાંતિ વેદાતી નથી. - સાધના જેને કરવી છે એને કલ્પનાની રચના છોડવી પડશે. ને જે આવે છે એને સ્વીકારવું પડશે. તો જ ધર્મની ધારા પ્રગટશે. ૨૯ Page #39 -------------------------------------------------------------------------- ________________ સાયકા ૨૧ શુભ પ્રવૃતિ પણ જયારે કરવાની થાય ત્યારે એક વાતનું લક્ષ્ય રાખવું કે ખરેખર તો કોઈ પણ પ્રવૃત્તિ કરવાની છે જ નહીં. “કરવું” આ શબ્દ જ આત્મા સાથે સંબંધ ધરાવતો નથી. થાય છે, થવું, એ શબ્દ સાચો છે પણ ભાવ જરૂર પ્રગટે અને એ ભાવ પ્રમાણે ક્રિયા થાય જ, કર્મ થાય જ, થશે જ એવો નિયમ નથી પણ ભાવ પરિણામ લાવનાર છે. જિનમંદિર એ શુભ ભાવ છે. એ ભાવ ઠીક છે. અશુભ ભાવને રોકનાર છે. પણ શુભ ભાવ જે અંદર ઊઠે છે, એ ભાવ સાકાર બને જ એવી પૂરી શ્રધ્ધા હોવા છતાં અને સ્થૂળ ભૂમિકા ઉપર સંપૂર્ણ શકિતનો પ્રયોગ કરવા છતાં અંદર પરમ શાંતિ રહેવી જ જોઈએ. થાય, થાય જ, એ જ બરાબર છે પણ ચિત્તને એમાં તાણ અનુભવવી ન પડે. છેવટે તો સ્વરૂપમાં ઠરવાનું છે. સ્વરૂપમાં વિશ્રાંતિ કરવાની છે, માટે જિનમંદિર અર્થે પણ ચિત્તને ખેંચતાણમાં ન મૂકશો. ભાવ શુભ છે. પ્રયત્ન બરાબર છે. પણ ચિત્તમાં ક્ષોભ થાય તે બરાબર નથી. કારણ અશુભમાં તો ઊભા રહેવું જ નથી પણ છેવટે શુભમાં પણ ઠરવું નથી. ઠરવું છે શુદ્ધમાં, રમવું છે શુદ્ધમાં, એટલે ચેતનાનો સમગ્ર પ્રવાહ શુદ્ધ તરફ જ વહે. પણ જયારે ચેતનાનો પ્રવાહ અશુભ તરફ વળે, અશુભ પ્રવૃતિમાં શકિત વપરાય ત્યારે ત્યાં વળાંક આપવા માટે, અશુભને રોકવા માટે શુભનો મજબૂત આધાર લેવાનો છે. પણ શુદ્ધમાં જવાની પળ જો આવી જતી હોય તો તત્ક્ષણ એ મજબૂત આધાર છોડી શુદ્ધમાં જવાનું છે. આમાં આળસની વાત નથી. નિરાશાનો સૂર નથી, પ્રમાદનો સંકેત નથી. અથવા શુભમાં શિત ન વાપરવી એમ પણ નથી, પણ આ સમજ સાથે શુભમાં રહેવાનું છે. સાધના જેને કરવી છે એને પ્રારંભમાં નિયમિતતા તો અનિવાર્યપણે જોઈશે જ. પ્રારંભ કાળમાં સાધના માટે નિશ્ચિત કાળ પણ જોઈશે જ. અને હઠપૂર્વક પણ એ સાધના થવી જ જોઈએ. કારણ પ્રમાદનું બહુ સૂક્ષ્મ સ્વરૂપ છે. મોહની બહુ રહસ્યમયતા છે. એટલે બાહ્ય પ્રવૃતિ, પરપ્રવૃત્તિ તો થવા દેશે જ, પણ સાધનામાં જ બાધા આવશે, એ ના ચાલે. અને સાધકને એક એક ક્ષણનો ઉપયોગ કરવાનો છે, એ ન ભૂલાય. સાધક માટે પહેલાં સાધના પછી સંસાર, આ દૃઢતા જોઈશે. મોડું સુવાય ને મોડું ઊઠાય, સાધના રહી જાય એ કેમ ચાલે ? પશ્ચાત્તાપ પણ છટકબારી બની જશે. સાધકમાં અત્યંત જાગૃતિ જોઈએ. ३० Page #40 -------------------------------------------------------------------------- ________________ સાવલા રોજબરોજના જીવનમાં સાધના કેવી રીતે કરવી? તે માટે નીચે પ્રમાણેની રીતો છે : (૧) કોઈ પણ ક્રિયા થતી હોય તે વખતે એક ક્ષણ શાંત બનીને જોવું. કોણ કરે છે આ ક્રિયા? ક્રિયા અને કર્તા વચ્ચેનો ભેદ પકડવો પછી ક્રિયા, કર્તા અને અકર્તા એ ત્રણેને જોવા. (૨) શ્વાસ ઉપર સમગ્રપણે ધ્યાન કેન્દ્રિત કરવું અને શ્વાસને જોવો. તો જોનાર પકડાશે. (૩) તત્ત્વવિચાર-વીતરાગે કહેલા તત્ત્વોનો વિચાર. (૪) અન્ય પ્રાણીઓનું પણ એજ રીતે નિરીક્ષણ કરવું. (૫) છેવટે તો આ ક્રિયા, ઊઠતા ભાવો એ પણ ચેતનનું કાર્ય નથી, એ સમગ્રપણે જડનું જ કાર્ય છે. આત્મા નથી કરતો પણ જેની હાજરીમાં આ થાય છે એવું અકર્તા તત્ત્વ છે તે ચેતન. આ બધાનો કર્તા તે આત્મા આવી ભૂલભરી સમજ ન થાય. આત્મા વિકારી ભાવોનો પણ કર્તા નથી. પણ તેની હાજરીમાં થાય છે પણ અકર્તા છે. તે કોણ? એ આત્મા. શરીરની ક્રિયાનો કર્તા, વાણીની ક્રિયાનો કર્તા, મનની ક્રિયાનો કર્તા તે આત્મા, એ રીતે આત્માની ઓળખ અપાય છે એ ભયંકર ભૂલ છે, ઓળખાણ ખોટી છે. આ બધાનો કર્તા તો પુદ્ગલ દ્રવ્ય છે. પણ અંદર જે હાજર છે ને કરતો નથી, પણ જેની હાજરી વગર ન થાય તે કોણ? તે આત્મા છે. આ સમ્યવિચાર છે. આત્મા છે માટે દેહની ક્રિયા થાય છે? ના, એમ નથી. આત્મા ન હોય તો પણ દેહની ક્રિયા (સડન-પાન વગેરે) થાય, ને દેહની ક્રિયા થવાની હોય તો આત્મા હાજર પણ હોય, આત્મા હાજર હોય તો ભલે હોય પણ એ કર્તા નથી. આત્મા વગરનો દેહ ખાતો નથી, પહેરતો નથી છતાં સડવું, વિખરવું વગેરે જુદા પ્રકારની જે પ્રક્રિયા છે તે આત્મા વગર પણ દેહમાં થાય છે તો બન્યું એવું કે ક્રિયાની રીત બદલાઈ પણ કર્તા તો દેહ જ છે. માટે ખાવાની ક્રિયા આત્મા નથી કરતો પણ એ ક્રિયા વખતે પણ કરનાર શરીર છે, આત્મા નથી.. તો પૂછો છો કે માંસ ખાવામાં દારૂ પીવામાં શું વાંધો છે? અથવા શરીર કરે છે, આત્મા કરતો નથી તો પછી પાપ, પુણ્યની વાત કયાં રહી? : - ૩૧ Page #41 -------------------------------------------------------------------------- ________________ સાવલા માંસ આત્માએ ખાધું નથી, શરીરે ખાધું છે. શરીર જ ખાય છે. આત્મા ખાતો નથી. પણ બંધન શરીરને નહીં, આત્માને જ થાય છે. કારણ શરીરને માંસ ખાવાનો ભાવ નથી. ખાય છે શરીર તે ખરું, પણ ભાવ ઊઠે છે આત્મામાં. એ ખાતો નથી જરૂર, પણ આત્મામાં જે ભાવ ઊઠે છે એ ભાવ, એ વિચાર, ખાવાનો ભાવ, તે જ વિકાર અને એ વિકાર આત્માની ક્રિયા છે માટે બંધ આત્માને થાય છે. છતાં વિકારનો કર્તા આત્મા નથી. કારણ કે વિકાર આત્માનો સ્વભાવ નથી. આત્મા અવિકારી છે. પણ વિકાર દેખાય છે ને? દેખાય છે એ વિકાર છે, એ જ આત્માની વિભાવ દશા છે, એ દશા આત્માની છે પણ ગુલાંટ મારે તો વિકાર ખરી જાય. માટે વિકારનો પણ કર્તા નથી પણ અકર્તા છે. વિકારો સામે જીવે કેમ વર્તવું? વિકારોને એમની પૂરી તાકાતથી પ્રગટ થવા દો. પૂરબહારમાં ખીલે એટલે એ અસર પેદા કરતાં એમનું કામ પૂરું થયું, તમે શાંતિથી જોયા કર્યું, એટલે ભળ્યા નહીં. તમે એ વિકારોને સાકાર થવા ન દીધા, એકશન ન લીધું એટલે પુનરાવૃત્તિ ન થઈ, તો શું થયું? નિર્જરા થઈ. આ કઠિન છે એમ નહીં પરંતુ અઘરામાં અઘરું છે, તમે કઈ રીતે જુઓ છો એના ઉપર આધાર છે, તમે કડકાઈથી જુઓ તો છુપાઈ જાય, પ્રેમથી જુઓ તો સ્પષ્ટ દેખાય અને મોહથી જુઓ તો ભળી જવાય. આપણે વિકારોને થોડા થોડા દબાવીએ છીએ એટલે એનું જીવન લંબાય છે. અજ્ઞાની વિકારોમાં ભળીને પુનરાવૃત્તિ કરે છે એટલે વિકારો મજબૂત બને છે. આપણો ધર્મ, સાધના, તપ આદિ વિકારોને પ્રગટ થવા દેતા નથી કે મૂળમાંથી દૂર થવા દેતા નથી. એટલે વિકારો થોડા થોડા બાકી જ રહે છે. અનંત જન્મો આમ થાય છે. વિકારની ધારા શરમાળ છે એટલે કડકાઈમાં સામે આવતી નથી. તમે પૂરા શાંત બનો અને વિકારની ધારા શરમાળ ન રહે તો નિરાકરણ થાય. તો શું થાય? ઉત્પાદક કર્મ પૂરું કામ કરી લે એટલે એ ખરી જાય. તમે ભળો નહીં એટલે નવીન કમરચના ન થાય. માટે જ વિકારને શાંત કરવો એમ નહીં પણ તમારે પૂરા શાંત બનવું એટલે વિકારની ધારા જેવી પ્રગટ થાય કે તરત જ મનને ચારે તરફથી ખેંચી લઈ પૂરા ધ્યાનથી, સમગ્રતાથી વિકારની ભાવાત્મક ધારાને જોવી, કંઈ ન કરવું. જપ કે ધ્યાન પણ નહીં. એટલા શાંત બનવું કે તમારી હાજરી વિકારની ભાવાત્મક ૩૨ Page #42 -------------------------------------------------------------------------- ________________ સાધના ધારાના પ્રાગટ્યમાં અવરોધ ન કરે અને પ્રગટ થવાની પૂરી તક આપે અને સમગ્ર એકાગ્રતાથી, ધ્યાનથી તમે જુઓ. કદાચ એ વિકાર જીવનમાંથી કાયમ માટે ચાલ્યો જાય. પરંતુ આ કરતાં આવડવું જોઈએ. વિકા૨ધા૨ાને શાંત કરવી એમ વાત નથી, પણ તમારે પૂરા શાંત બનવું એમ છે. ૨૪ જીવન જીવતાં જીવનના વ્યવહારમાં પ્રત્યક્ષ જે પ્રસંગો, બનાવો, ઘટનાઓ, પરિસ્થિતિઓ ઉપસ્થિત થાય તેને પૂરેપૂરી અનુભવી લેવી ને એને સમાપ્ત કરવી. પણ અજાગ્રત કે અચેતન મનમાં જવા દેવી નહીં. જાગ્રત મનમાં ભલે કંઈ પણ દેખાતુંઅનુભવાતું ન હોય તો પણ એને ત્યારે જ, તે વખતે, તે પળે, તે ક્ષણે પૂરું અનુભવી તે સમાપ્ત કરવું, જેથી એની પુનરાવૃત્તિ ન થાય, ન કરવી પડે અથવા એનું રીએકશન (પ્રતિક્રિયા) ન આવે. ઉપયોગ કયાં રહે છે એની જાગૃતિ એ પણ ઉપયોગ જ છે. પણ ઉપયોગ કાં તો સ્વરૂપમાં રહે અથવા સ્વરૂપ તરફ વળવાના માર્ગ ઉ૫૨ (શ્વાસ, મંત્ર, તત્ત્વવિચાર ઉ૫૨) ૨હે અથવા તો વૃત્તિમાં રહે. તો જ્ઞાતા, જ્ઞાતા બન્યો હોય તો તે સતત જુએ કે ઉપયોગ કયાં રહે છે. એ જોવાથી ઉપયોગનું વહેણ બદલાય છે. ૨૫ ક્રિયાકાંડ કરવા કે કેમ ? એ જરૂરી છે? ક્રિયાકાંડ જરૂરી છે એ જ વાત પાયામાં ખોટી છે. ખરી વાત તો એ છે કે અંદર તે પ્રકારની અવસ્થા થાય, ભાવની ધારા વહે, તરંગ ઊઠે તો એની અભિવ્યકિત થયા વગર રહે જ નહીં. એ અભિવ્યકિત તે જ ક્રિયા. જેમ કે વીતરાગ દશા સમજાણી, વીતરાગ દશામાં આનંદ અનુભવાયો તો સાક્ષાત્ વીતરાગ ગમવાના, એ જોતાં જ અહોભાવ થવાનો, પૂજા, પ્રશંસા, વંદન થવાનું જ, એ ક્રિયા. ૨૬ ભૂલ કયાં છે? પરિસ્થિતિમાં પસંદગીની ક્રિયા ચાલુ થાય છે. પસંદ-નાપસંદ, ઈષ્ટ- નષ્ટ, પ્રિય-અપ્રિય અને પછી પરિસ્થિતિને પલટાવવાનો પુરુષાર્થ પ્રારંભ થાય છે એમાંથી રાગ-દ્વેષ જન્મે છે. પ્રારબ્ધના સ્વીકારનો અર્થ તે તે વખતની, તે તે પ્રકારની અનુકૂળ-પ્રતિકૃળ ૩૩ Page #43 -------------------------------------------------------------------------- ________________ સાવલા ક્રિયા ન કરે, નથી કરતો, એમ નહીં, કરે છે પણ એ પુરુષાર્થ નથી, ક્રિયા છે. અને એ ક્રિયાથી પરિણામ બદલાશે એવું પણ નથી, આ સમજ તે પુરુષાર્થ. અને જે ઘટના ઘટે તેનો સંપૂર્ણ સ્વીકાર એટલે પ્રતિકાર નહીં, એટલે રાગ-દ્વેષ નહીંતે પુરુષાર્થ. ખરેખર તો એવું છે કે ભાવની ચરમ સીમામાં ક્રિયા શાંત છે, ક્રિયા નથી, ક્રિયા થઈ શકતી નથી. ક્રિયા કરવી ને ક્રિયા કરવાનો વિકલ્પ બાધક છે. જીવે તત્ત્વનિર્ણય સમ્યફ પ્રકારે કર્યો નથી અને સાધના કરી છે ત્યારે અશુભનો પરિહાર કરી શુભમાં ઊભો રહ્યો પણ સ્વરૂપમાં ન કર્યો અને કાં તો તત્ત્વનો નિર્ણય કર્યો, સમ્યફ પ્રકારે કર્યો, પણ સાધના ન કરી. એ કારણે સ્વાનુભવ ન થયો. સમ્યક પ્રકારે તત્ત્વ નિર્ણય કર્યા વિના સાધના કરે તો શુભમાં અટકે અને તત્ત્વ નિર્ણય કર્યા બાદ સાધના ન કરે તો સ્વાનુભવથી વંચિત રહી જાય પણ એક વાત એ છે કે તત્ત્વ નિર્ણય યથાર્થ થયો જ હોય, તો સાધના કર્યા વગર રહી શકાય જ નહી. ચિત્તમાં શુભ ભાવની ધારા વહે છે, એ અંતરની નિર્મળતા સૂચવે છે. ચિત્ત ભાવમળથી શુદ્ધ થાય તો ચિત્ત સ્વચ્છ થાય. સ્વચ્છ ચિત્તમાં શુભ ભાવની ધારા વહી શકે છે. પૂ.હરિભદ્રસૂરિએ કહ્યું છે; “ભાવમળથી ચિત્ત દૂષિત થાય છે, અશુદ્ધ થાય છે” એમાંથી અશુભની, અશુદ્ધની ધારા વહેતી થાય છે. જયારે ચિત્તમાં અશુદ્ધની ધારા વહે છે, ત્યારે સમગ્ર ચેતના અશાંતિ અનુભવે છે. કારણ અશુભની ધારા સ્વરૂપથી દૂર લઈ જાય છે. જેટલા સ્વરૂપથી દૂર, એટલા શાંતિથી, સુખથી, સમાધાનથી, પ્રસન્નતાથી, સ્વચ્છતાથી, આનંદથી દૂર; અને અશાંતિની, દુઃખની, અસમાધાનની, વિષાદની નજીક. ચિત્ત માપક યંત્ર છે. આપણી ચેતના કયા બિંદુ ઉપર છે, એનું માપ ચિત્તની ધારા ઉપરથી કાઢી શકાય. એટલે જ અત્યંત સૂક્ષ્મતાથી ચિત્તની ધારાનું નિરીક્ષણ કરતા રહેવું જોઈએ. અનુગ્રહ અત્યંત સહજ છે, પુરુષના હૃદયમાં અખંડપણે નિરંતર અનુગ્રહનો પ્રવાહ વહેતો હોય છે. સાધકે તો પોતાની ચેતનાને તે ધારા સાથે જોડવાની જ રહે છે. એ ધારા કેમ જોડાતી નથી? અહંકાર, મતાગ્રહ અને વિસંવાદી વિચાર, આનો પ્રબળ અવરોધ હોય છે. સાધકને બીજું બધું કરવું બહુ સહેલું છે, પણ આ ત્રણ અવરોધને દૂર કરવા અત્યંત મુશ્કેલ છે. ૩૪ Page #44 -------------------------------------------------------------------------- ________________ સાવલા કયા વિચારોથી અવરોધો દૂર થાય છે? ના, વિચાર તો બાધક બને છે, ક્રિયા બાધક બને છે. પોતાની અહંકાર રહિત સહજ અવસ્થા એ જ ઉપયોગી અવસ્થા છે. અહંકાર વિવિધ સ્વરૂપે પ્રગટતો હોય છે. “મારામાં કોઈ જાતનો અહંકાર નથી” એ પણ અહંકારનું સૂક્ષ્મ સ્વરૂપ છે. એટલે અહંકારનું ભાન એ જ જ્ઞાન અને અહંકારનો ત્યાગ એ જ સાચા અર્થમાં જ્ઞાન. જીવાત્મા પોતાનું અલગ અસ્તિત્વ જાળવી રાખવા બહુ મચ્યો છે. એ મથામણમાં એ વિવિધ પ્રકારની સાધના પણ કરે છે, પણ એ સાધના અંતરાયરૂપ બને છે. માર્ગમાં જરા પણ કઠિનાઈ નથી. કઠિનાઈ તો સાચી સમજ મેળવવામાં છે. પત્ર શાંતિથી વારંવાર વાંચજો. માત્ર વૃત્તિને જોવી એ પ્રક્રિયા નથી. વૃત્તિ તરફ ભલે જોઈએ, પણ જોવો છે જોનારને, વૃત્તિના આધારને, કારણ વૃત્તિ એકલી કયારેય પણ ન હોઈ શકે. વૃત્તિને આધાર જોઈએ. વૃત્તિમાં એ આધાર ખોવાયો છે. એ આધારને આપણે જોવો છે. એ આધાર તે આપણે પોતે, આપણું અસ્તિત્વ. વૃત્તિને જોવી એ ઘર બહાર જોવા જેવું છે, ઘરમાં નહીં. ઘર તો સચિત્ આનંદ છે. વૃત્તિ તો એમાં છે જ નહીં. એટલે વૃત્તિને જોવી એ ઘર બહાર જોવાની રીત છે અને વૃત્તિને જોવાથી વૃત્તિ નહીં તૂટે, પણ વૃત્તિ જણાશે પણ જશે નહીં. વૃત્તિ સામે ન જોતાં મૂળ ઘર તરફ જુઓ એટલે કે સ્વભાવ તરફ જુઓ. મૂળ સ્વભાવ જાણો તો અંદર જે ઊઠતું દેખાય તે સ્વભાવ નથી એવો નિર્ણય થાય તો ઘર બહાર ઊભા રહેવાથી શું વળે? માટે સ્વભાવને જુઓ. જે ઊઠે છે તે વૃત્તિ છે. તે સ્વભાવ નહીં પણ સ્વભાવથી જુદી છે. જો પોતે સ્વભાવમાં ટકયો, ઘરમાં ગયો, પછી વૃત્તિ શું કરે? ઘર બહાર ઊભી રહી રાહ જુએ એટલે કે વૃત્તિ વિદાય લે, એ શ્રેષ્ઠ અવસ્થા છે. એટલે “સ્વ” તરફ જોવું, સ્વભાવ તરફ જોયું. “સ્વ” અને “પર” ને જુદા પાડીને સ્વને જોવું આ રીતે સાચી અને શ્રેષ્ઠ છે. જૈનદર્શનની મૂળ પ્રણાલિકા આ છે. આમાં એક વખત સ્વ પર, સ્વભાવ અને વિભાવ વચ્ચે ભેદ પાડ્યા પછી જે ઊઠે તે સ્વભાવ નહીં, સ્વ નહીં, “સ્વ” તો આ સ્વભાવ. આમ આમાં ઠરતો જાય, ઠરતો જાય. “પર” ઊઠે છે એને જોતો જાય. એ “સ્વ” નથી, સ્વભાવ નથી એમ કરતાં પોતે વૃત્તિમાં ભળે નહીં. પોતે વૃત્તિને જાણે. જે ઊઠે છે એને જાણે, એ સ્વભાવ નથી કે ૩૫ Page #45 -------------------------------------------------------------------------- ________________ સાવલા સ્વભાવમાં નથી એમ જાણે. ઉપયોગ સ્વરૂપમાં જોડતો જાય એટલે સામી બાજુ વૃત્તિ તૂટતી જાય. સાચી સાધના આ છે. (૩૦) વૃત્તિને પકડવામાં રસ છે. પકડનાર ને પોતાને પણ વૃત્તિને જોવામાં રસ છે. હવે પકડનાર કોણ છે? આ પ્રશ્ન ઊંડાણથી ઊઠે તો પ્રવાહની દિશા બદલાઈ જાય, એ ધ્યાન તરફ જાય. વૃત્તિ પકડાય છે એનો અર્થ મૂછ તૂટી છે, નશો ઓછો થયો છે, ઘેન ઓછું થયું છે. એ વગર વૃત્તિ દેખાય જ નહીં. જેને વૃત્તિ દેખાય નહીં એને વૃત્તિ આખોને આખો ગળી જાય તો ય ખબર ન પડે. પરંતુ તમને એટલી સભાનતા પ્રગટી છે કે વૃત્તિ દેખાય છે, એટલે તમે જાગીને જુઓ છો તો શું થશે? અગર જાગીને જોયું અને ભાન થયું કે આ વૃત્તિ છે તો વૃત્તિ ઊભી નહીં રહે. વૃત્તિ તમારી નજરે નહીં પડે. એ ઘૂંઘટ તાણી લેશે. પરંતુ એ પૂરતું નથી. વૃત્તિ ઘૂંઘટ ખોલે ને તમે જુઓ તો વૃત્તિ બીજી વખત ઊભી નહીં થાય. એટલે ઉદય-બળથી પ્રેરિત કષાય કે વિષયની વૃત્તિને તમે અંદર ભળ્યા સિવાય પૂરી પ્રગટ થવા દો અને તમે અંદર ન ભળો તો વૃત્તિ શાંત થશે. અથવા તમે તમારી ચેતનાના ઉપયોગને એવો લીન કરી દો કે કર્મનો ઉદયની પ્રક્રિયા એની મેળે થઈને એ કર્મ વિદાય લે. આ રસ્તે થઈને ધ્યાનને રસ્તે જવાય તો જ ધ્યાન સ્થિર થાય, એટલે વિક્ષેપ રહિત થાય અને ધ્યાનનો કાળ લંબાય. કોઈ પણ ધારા વહે, વહેવા લાગે અને તમને ભાન થાય તો તે જ ક્ષણે એ ધારામાં રહેવા માંડવું. વહેવું, વહેવું. જયાં ધારા તૂટતી લાગે ત્યાં સાધવી. પણ જયારે ધારા વહેતી બંધ થાય ત્યારે એ ધારાનું સ્મરણ કરી એનું ભાવન કરવું, વારંવાર ભાવન કરવું. ભાવન કરવું એટલે વિચાર કરવો એમ નહીં. એ ધારામાં જે સ્થિતિ હતી, જે સંવેદન હતું એનું સ્મરણ કરવું એથી એ ધારા ફેર વહેતી થાય. બહુ વિચાર નહીં પણ સંવેદન. - - - - ૩૬ Page #46 -------------------------------------------------------------------------- ________________ સાવલા નિમિત્ત એટલે અન્ય; જેમ કે ગુરુ, શાસ્ત્ર, મૂર્તિ, જેમ કેશુભ ક્રિયા, અનુષ્ઠાન, મંત્ર જપ આદિ, જેમ કે બાકી બધી અન્ય પ્રવૃતિઓ. જયારે ચેતના આ બધા તરફ ઢળેલી હોય ત્યારે અંદર વૃત્તિ ન દેખાય. પણ ખરેખર વૃત્તિ નથી એમ નહીં; વૃત્તિ તો અંદર છે જ. અંદર કોઈ પણ જાતના નિમિત્ત વગર; નિમિત્ત એટલે અન્ય; અન્ય તરફ ચેતના ઢળેલી ન હોય અને ચેતના બિલકુલ એકલી પડી હોય ત્યારે વૃત્તિ ન દેખાય તો સ્વભાવ અંશ ખુલ્યો એમ કહેવાય. સ્વભાવનો અંશ ખૂલે એટલે શું? કેવી રીતે? પહેલા સ્વભાવનું ભાન, પછી નિરંતર હર પ્રવૃત્તિમાં સ્વભાવનું ધ્યાન. એ ધ્યાન વૃત્તિ અને સ્વભાવ વચ્ચે ભેદરેખા દોરશે. વૃત્તિ તમને વૃત્તિ તરફ દોરશે પણ ધ્યાનની તાકાત સ્વભાવ તરફ દોરી જશે અને ચેતના એમાં સ્થિર બનશે તો એટલું આવરણ તૂટશે. એ રીતે અંશ ખીલશે. વિકાર કેમ તૂટે? વિકારની જે ધારાઓ ઊઠે છે એને પૂરી ઊઠવા દો. કયાંય પણ, કોઈ પણ રીતે એને નદબાવો અને ગાઢ શાંતિથી બરાબર જુઓ; પણ અંદર ન ભળો અને પ્રતિક્રિયા ન કરો. આ પ્રક્રિયા કઠિનમાં કઠિન છે, પણ વિકારો તો જ તૂટછે. આસકત એને કહેવાય જે વસ્તુમાં, વ્યક્તિમાં, ક્રિયામાં, પ્રવૃત્તિમાં પૂરેપૂરો ખોવાઈ જાય, ગળાડૂબ ડૂબી જાય. કારણ એ પોતે છે જ નહીં. એટલે કે એને અસ્તિત્વનું ભાન નથી, ત્યાં અજ્ઞાન છે માટે આસકિત છે. જયારે અસકત (અનાસક્ત) એને કહેવાય; બહારથી જોતાં એ આસકત માણસની જેમ વસ્તુમાં, પ્રવૃતિમાં, ક્રિયામાં જોનારને ગળાડૂબ ડૂબેલો લાગે પણ પોતે અંદરથી પૂરેપૂરો જુદો હોય. એટલે વ્યવહારમાં પૂરેપૂરો બહાર, પણ અંદરથી પૂરેપૂરો અંદર. કારણ ત્યાં અસ્તિત્વનું ભાન છે, એટલે જ્ઞાતાનું ભાન છે માટે ત્યાં આસકિત નથી. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૬ જેને આત્મસાધના કરવી છે તે વ્યકિત તમામ ભયથી મુકત હોવી જોઈએ. સત્યના માર્ગે, પરમાર્થના માર્ગે જેને ચાલવું છે, તેને તમામ ભયો દૂર કરીને, આ માર્ગમાં હિંમતથી ડગ માંડવા પડશે. જીવ રૂઢિવશ થઈને ચાલ્યો છે. પરંપરા અને ટેવોમાં જીવ્યો છે. દ્રવ્યક્રિયાની રુચિ કેળવી છે પણ પરમાર્થ માર્ગ તરફ વળ્યો નથી. સાયલા સાધુ જીવન સ્વીકારવા છતાં બાહ્યક્રિયામાં સાધનાની સમાપ્તિ છે, એમ માનીને જીવે અનંતકાળ ગુમાવ્યો છે. અમે બાહ્ય ક્રિયાનો નિષેધ કરતા નથી, આવશ્યકાદિ અનુષ્ઠાનો કરવાની ના નથી, પણ આ બધું જેના અર્થે છે, એને જો ભૂલી જવાય, એનું સ્મરણ જો ન થાય તો બાહ્ય ક્રિયાઓ સફળ થતી નથી. આ બધું આત્માના અર્થે છે. તમારું અસ્તિત્વ શરીર નથી. તમે શરીર નથી. તમે શરીરથી ભિન્ન ચૈતન્ય તત્ત્વ છો. એ ચૈતન્ય તત્ત્વ શુદ્ધ બની અસલમાં જેવો છે તેવો પ્રગટ થાય અને એ મૂળભૂત તત્ત્વનો સ્વાનુભવ થાય એ મુખ્ય કર્તવ્ય છે. ૩૭ ધર્મની સાધના માત્ર ક્રિયાથી થઈ શકતી નથી. ધર્મ જીવનની એક અવસ્થા છે. ભાવશુદ્ધિ દ્વારા એ અવસ્થા પ્રાપ્ત થઈ શકે છે. ચિત્તનું સતત નિરીક્ષણ કરવાથી ભાવસૃષ્ટિના સંપર્કમાં આવી શકાય છે. સામાન્યતઃ એમ રહેતું હોય છે કે બાહ્ય પ્રવૃત્તિઓના કારણે ધ્યાનમૂલક આત્મસાધના થઈ શકતી નથી. તો બે જ ઉપાય છે. ૧. સંપૂર્ણતઃ બાહ્ય પ્રવૃત્તિઓ છૂટી જાય અથવા ૨. બાહ્ય પ્રવૃત્તિઓ વચ્ચે ચિત્ત નિર્લેપ રહી શકે, એવું ચિત્ત બની જાય. તમારા માટે ચિત્ત નિર્લેપ રહી શકે અને સાધના એ જ મુખ્ય સાધન છે. ૩૮) આર્તધ્યાન અને રૌદ્રધ્યાન થાય તેવા તમામ પ્રસંગો જીવન સામે ઉપસ્થિત છે. પરિસ્થિતિ અત્યંત પ્રતિકૂળ છે અને એમાં ચિત્તમાં વિષમ ભાવ થાય તેમ છે. તે વખતે જ્ઞાની પુરુષોએ ભાવપૂર્વક કહ્યું છે કે ચિત્તમાં સમતા રાખજો અને શાંતિથી જીવન યાત્રા કરશો. વિકટ પરિસ્થિતિમાંથી નીકળવા માટે સમતા એ જ શ્રેષ્ઠ ઉપાય છે. ૩૮ ૩૯ ચેતના કષાયોથી ઊબળતી છે. વિષયોની ઈચ્છા જેટલા પ્રમાણમાં નિવૃત થાય, Page #48 -------------------------------------------------------------------------- ________________ વાતો તેટલા પ્રમાણમાં કષાયોનો અગ્નિ, કષાયોની જવાળા શાંત થાય અને તો જ ચિત્ત સ્થિર થઈ શકે. ચિત્ત સ્થિર થવા માટે ચાર ઉપાયો છે, (૧) નિશ્ચલત્વ (૨) અસંમોહ (તત્ત્વ વિષયક ભ્રાંતિનો અભાવ) (૩) પૂર્વકર્મોની નિર્જરા (આંતરિક સત્ત્વની શુદ્ધિ) તથા (૪) સંગ, આશંસા તથા ભયનો ઉચ્છેદ. (૧) જ્ઞાનભાવના (૨) દર્શન ભાવના (૩) ચારિત્ર ભાવના તથા (૪) વૈરાગ્ય ભાવના દ્વારા આ ગુણો સિદ્ધ થઈ શકે છે. YO ૧૩-૭-૧૯૮૭ પત્રમાં જે ચિંતનની ધારા પ્રગટી તે વ્યકત કરી. તે શબ્દશઃ બિલકુલ યથાર્થ છે. એનો ભાવ તમને સ્પર્યો હોય, અને મર્મ પકડાયો હોય તો અંદર જરૂર કાંઈક કામ થયું છે, જરૂર કાંઈક ઘટના ઘટી છે. નહિ તો આવી યથાર્થ ચિંતનધારા ન પ્રગટે. કેન્દ્રને પકડવા શું કરવું? કોણ પૂછે છે આ પ્રશ્ન? કયાંથી ઊઠે છે આ પ્રશ્ન? કોને થાય છે. આ પ્રશ્ન? જે પ્રશ્ન પૂછે છે, જયાંથી પ્રશ્ન ઊઠે છે, જેને પ્રશ્ન થાય છે તે જ કેન્દ્ર, તે જ કેન્દ્ર. આ કેન્દ્ર પાસે પહોંચવાનું નથી, એ કેન્દ્રજ તમે છો. એ સ્વીકારવાનું, સમજવાનું, અનુભવવાનું છે. એનો સીધો એક જ ઉપાય. શ્વાસોચ્છવાસની પ્રક્રિયાને બિલકુલ શાંત કરો. શાંત.... શાંત.... શાંત.... તદ્દન શાંત.... શ્વાસ શાંત તો પ્રાણ શાંત, પ્રાણ શાંત તો મન શાંત. મન શાંત તો નહિ તરંગ, નહિ તર્ક, નહિ વિચાર, નહિ વૃત્તિ, નહિ વિકલ્પ, નહિ વિકાર. એ અવસ્થામાં એ જયોતિ પ્રકાશે છે. એ જયોતિનાં દર્શન થશે જ થશે, કેમ નહિ થાય? આ પ્રકિયા જ્ઞાન વગર પણ થાય છે. જ્ઞાન વગરની પ્રક્રિયાથી શાંતિ મળે, પણ કેન્દ્ર નહીં જડે. માટે જ્ઞાન ને આધાર છે. પદાર્થો માટે વૃત્તિ ઊઠે, ઊઠવાની જ. એની પાછળ, વૃત્તિઓ પાછળ અનંત ભૂતકાળ છે. અનંત ભૂતકાળ ભૂંસી નાખશો ત્યારે વૃત્તિ ખરશે ને? ચૈતન્યમાં ડૂબકી મારવાથી અનંત ભૂતકાળ ભૂસાઈ જશે. જીવનના એક ભાગમાં સાધના એમ નહીં, જીવનની સમગ્ર ક્રિયાની આધારશિલા સાધના, એટલે સમગ્ર ક્રિયામાં આધ્યાત્મિકતાનો રંગ. એટલે આહાર, ૩૯ Page #49 -------------------------------------------------------------------------- ________________ સાવલા અર્થોપાર્જન, છેવટે વિષયભોગો પણ એના રંગે રંગાયેલા હોય, આ બધું જ આધ્યાત્મિકતાના પાયા ઉપર રચાય, થાય ડીવાઈડ ટુલાઈફ નહીં, ટોટલ લાઈફ'. ઉપયોગ વિષય વગર રહે જ નહીં. પણ જો ઉપયોગ શેય તરફ એટલે પદાર્થ તરફ, વસ્તુ તરફ ન હોય, ને સૂક્ષ્મ મનમાં પણ ઉપયોગ વસ્તુ તરફ ન હોય તો ઉપયોગે પોતાની અંતરયાત્રા ચાલુ કરી એમ કહેવાય. કેન્દ્ર જડયું નથી અને જે કેન્દ્ર હતું એ છૂટી ગયું, એટલે ઉપયોગ “એકલતા-શૂન્યતા અનુભવે. જો સાધક હોય તો એમ કહેવાય કે અંતર-યાત્રા શરૂ થઈને મૂઢ હોય તો એમ કહેવાય કે મૂછમાં, ઘેનમાં ચાલ્યો. સ્વદોષ દર્શન પણ સાધનાનું એક અંગ છે, પણ બહુ સારું નહીં. ખરેખર તો દોષને ઈરાદાપૂર્વક ન જુઓ, પણ અંદર તમારો ઢાળ, તમારો રસ કઈ તરફ છે એને સૂક્ષ્મતાથી જુઓ. દાખલા તરીકે ક્રોધનો પરિણામ અંદર ઊઠતો હોય તો જુઓ કે ચેતના-ઉપયોગ ક્રોધ તરફ ઢળી રહ્યો છે? ક્રોધને જાણનાર પણ ઉપયોગ છે, ચેતના છે. અને ક્રોધમાં જોડાનાર, ક્રોધ કરનાર પણ ચેતના છે. તો તમારી ચેતના ક્યાં ઢળે છે એને જુઓ અને ત્યાંથી ચેતનાને તોડો. ક્રોધને તોડો એમ નહીં, ચેતનાને તોડો, ચેતના ક્રોધથી તૂટશે તો ક્રોધની ધારા નહીં લંબાય. હર પળે આ નિરીક્ષણ થાય એટલે તમે ચેતનાને જ વધુ ને વધુ જોઈ શકશો. ક્રોધને જોવો તે વિભાવને જોવાનું કામ છે. ચેતનાને જોવી તે સ્વભાવને જોવાનું કામ છે. આમાં આખો દૃષ્ટિકોણ બદલાય છે, એટલે ચેતનાનું ધ્યાન થશે. જ્ઞાનની ધારા તરફ ઢળવું તે ધ્યાન અને ક્રોધની ધારા તરફ ન ઢળવું તે જ ઉપયોગની જાગૃતિ. જીવનમાં બે કામ કરવાના છે. (૧) વ્યકિતગત જીવનમાં ધ્યાન અને શુદ્ધિની સાધના નિરંતર જોઈએ. સાધના શું કરવાની? સાધના એક જ છે. ચૈતન્યનો ઉપયોગ નિરંતર ચૈતન્યમાં રહે, એમાં જ પુરુષાર્થ કરવાનો છે. આપણા હાથની આ એક જ વાત છે. આપણું જોર, આપણું સામર્થ્ય આમાં જ ચાલે કારણ આ આપણા ઘરમાં જવાની વાત છે. આપણા ઘરના રાજા, YO Page #50 -------------------------------------------------------------------------- ________________ સાવલા આપણા ઘરના માલિક આપણે છીએ “ઉપયોગની ધારા અવિછિન્નપણે ચૈતન્ય તરફ વળે” આ એક ક્રિયા નિરંતર થઈ શકે, કરી શકાય, સ્વાધીનતા પૂર્વક કરી શકાય. આ નાની વાત વારંવાર વિચારજો . વિકારી ભાવો કે કષાય ભાવો અંદર ઊઠે છે, ઊઠે જ કારણ એનાં કારણો અંદર પડ્યાં છે. માટે જ સાધનાની તક છે. વિકારી ભાવો અંદર ઊઠે છે. એ ઊઠતા ભાવો યથાર્થપણે જાણવા, જોવા, સૂક્ષ્મતાથી જોવા અને એ જોતા જોતા જોનારા તરફ દષ્ટિવાળવી. વિકારી ભાવો અને એ ભાવોને જોનારો એ બન્નેને જુદા, જોનાર જુએ. આ જોવું, આ મહત્ત્વની ક્રિયા છે. “વિકારી ભાવો ઊઠે છે ને? એ દબાવવા, દૂર કરવા, ન ઊઠે એ માટે કોશિષ કરવી એ જ ધર્મ છે.” એમ સમજાયું છે પણ તે બરાબર નથી. આ જે ભાવો ઊઠે છે, એ જેના આધારે ઊઠે છે. જેના ઉપર ઊઠે છે એ આધારને પણ જોવો, ને બન્નેને જુદા જોવા. વિકારીભાવોને સ્પષ્ટપણે જોવા. વિકારોને પૂરેપૂરા બારીકાઈથી, ઝીણવટથી જોવા, બસ જોવા એનાથી ગભરાઈ જવાની જરૂર નથી. જોતાં જોતાં જોનાર તરફ પણ જોવું, તમે જે પળે જોનારા તરફ જોશો એજ ક્ષણે વિભાવભાવો સાથેનું તાદાત્મ તૂટશે, એકતા બુદ્ધિ તૂટશે, એ ક્ષણે તમે “સ્વ”માં ઠરશો, એ ક્ષણ ચારિત્રની છે, ધ્યાનની છે, સમાધિની છે. એ ક્ષણ અબંધની ને કર્મ નિર્જરાની છે, કર્મ ક્ષયની છે. સાધકના જીવન માટે સ્વસ્વરૂપનું સંવેદન, સ્વરૂપ અનુભૂતિ આ જ ધ્યેય હોઈ શકે. જીવનનું સમગ્ર લક્ષ્ય તો માત્ર આ જ છે, સ્વરૂપનું સંવેદન. આ સ્વરૂપનું સંવેદન અંતર્મુખ ઉપયોગ થયા વિના શકય નથી. અંતર્મુખ ઉપયોગ વિકલ્પો તૂટયા વગર બની શકતો નથી. વિકલ્પોની જાળ દૂર કરવા અસંગ અવસ્થા એટલે સંગત્યાગ જોઈએ. સંગ ત્યાગ એટલે અસંગ અવસ્થા એકાંત વિના શકય નથી. એકાંત તો જ રહી શકાય કે જયારે મૌન સહજ બને, વાણી શાંત થાય. મારો એ અનુભવ છે. ४६ સાધનામાં ક્રમ નથી; પરિણામમાં ક્રમ હોઈ શકે. એટલે સાધક તો પોતાની ચેતનાને પોતાના સ્વરૂપમાં કેન્દ્રિત કરે, તો પરિણામે આ વિકારો, કષાયો ગળે, એને અલગ અલગ જીતવાની યોજના નથી. ૪૧ Page #51 -------------------------------------------------------------------------- ________________ સાવલા (૪૭) સાક્ષીભાવ કેમ પ્રગટે ? સાક્ષી થવું એ ક્રિયા છે અને સાક્ષી હોવું તે અવસ્થા છે. એ પળમાં તમે ડૂબેલા હો ને પાછળથી સ્મૃતિ ઊઠે એવું બને. આ નથી જોઈતું એ સારી વાત છે, પણ આ બધું હોય તો ભલે હો, એ એના કારણે હશે. તો ચાલો જે છે તે જોઈએ પણ અંદર ન ભળીએ તે બહુ સારું છે. અપ્રમત્ત દશા એટલે પાંચ પ્રકારના પ્રમાદ ન હોય, આત્મામાં સતત જાગૃત હોય, આત્મ સ્વરૂપમાં રમણતા હોય, વૃત્તિ ક્ષણમાત્ર પણ બહારમાં ન જાય અને ઉપયોગ સ્વમાં ઠરેલો હોય. તા. ૨૩-૧૧-૧૯૮૭ આધ્યાત્મિક માર્ગે જેને ચાલવું છે તેને કયારેક કયારેક ભૌતિક લાભો ગુમાવવા પડે છે. એના કારણે ઊભી થતી ભૌતિક પ્રતિકૂળતાઓ પણ સહન કરવી પડે છે. કોઈ જીવનું પુણ્ય એવું હોય કે એને આધ્યાત્મિક સાધના કરવામાં બાહ્ય પ્રતિકૂળતાઓ ઓછી વેઠવી પડે છે. પણ જે અનુકૂળતા મળી છે, તેમાંથી આસકિત ઊઠાવી લેવી અને તે પદાર્થોમાં મનને આસકત ન થવા દેવું, સદા નિર્લેપ રહેવું એ પ્રતિકૂળતાનું દુઃખ સહન કરવા કરતાં પણ અતિ કઠિન છે. જીવ બાહ્ય દુઃખ સહન કરે છે તે દેખાય છે. પણ ભૌતિક સુખો વચ્ચે રહેવા છતાં મનમાં આસકિત ઉત્પન્ન થવા ન દે, તેમાં રસ ન લે, એમાં નિર્લેપ રહે એવા જીવને ઓળખવો અતિ કઠિન છે. છતાં આધ્યાત્મિક લાભ એ શાશ્વત છે. માટે જ જ્ઞાની પુરુષો નિરંતર અનિત્ય ભાવનાનું મનન કરવાનું કહેતા આવ્યા છે. પિ) તા. ૧૬-૧૨-૧૯૮૭ સ્પષ્ટ અભિપ્રાય આપવો એ ખોટું નથી, વધારે સારું છે. પણ પુનઃ વિચાર માટે આપણે આપણા મનને ખુલ્લું રાખવું; એટલે કે અભિપ્રાય માટે આગ્રહ ન રાખતાં પુનઃ વિચાર કરી શકાય તે પ્રકારની મનની અવસ્થા રાખવી. છેવટે તો બુદ્ધિના સ્તર ઉપર જ આ વાત હોય છે. ૪૨ Page #52 -------------------------------------------------------------------------- ________________ સાવલા આંતરિક અવસ્થા કોઈ જુદી જ વાત છે. જીવનમાં સરળતા અને નિરાગ્રહ ભાવો જો હોય તો માનસિક પ્રશ્નો ઓછા થાય. તમારું હૃદય, મન અને બુદ્ધિ જેટલાં સન્મુખ હશે તેટલા પ્રમાણમાં ધારાઓ ઝીલી શકાશે. સફળતા, નિષ્ફળતા માટે મનમાં ઘણા વિકલ્પો ન કરવા. જેને નિષ્ઠા છે તે અવશ્ય સફળ થાય જ છે. જયાં સુધી ચેતનામાં દુઃખનું સંવેદન છે ત્યાં સુધી અંદરમાં રાગનો ભાવ છે. દુ:ખ વિકાર છે. વિકાર વિભાવ છે. શુદ્ધ તત્ત્વમાંથી વિકાર પેદા થઈ શકે નહીં. ત્યારે ચેતનામાં કોઈ એવો અંશ દાખલ થયેલો હોવો જોઈએ, જેના કારણે દુઃખ ઉત્પન્ન થાય. તે કારણ તે રાગ જ છે. જીવાત્માને રાગ અત્યંત પ્રિય છે. એટલા માટે જ્ઞાની પુરુષોએ રાગને બે ભાગમાં વહેંચ્યો છે, અશુભ અને શુભ. અશુભ ભાવ એમાં રાગની તીવ્રતા છે. શુભ ભાવમાં રાગની મંદતા છે, પણ રાગનો અભાવ નથી. એ કારણોથી વીતરાગનો માર્ગ અશુભનો તો એકાંત નિષેધ કરે જ છે પણ સાથે શુભનો પણ અપેક્ષાએ નિષેધ કરે છે. જયાં સુધી ચેતના રાગમાં ઊભી છે, ત્યાં સુધી તે નિજ ઘરમાં જઈ શકતી નથી. રાગને દૂર કરવા રાગ તરફનું વલણ ઉપાય નથી, રાગનો રાગ એ ઉપાય નથી, રાગ તરફ દુઃખી થવું એ પણ ઉપાય નથી. રાગનો નિષેધ એ પણ ઉપાય નથી. આ ત્રણે પ્રક્રિયાઓમાંથી રાગની તીવ્રતા મંદતા થશે, રાગનો અભાવ નહીં થાય. તો રાગનો અભાવ કેવી રીતે થશે? - રાગ રહિત જે વીતરાગ સ્વભાવ તેના દઢ આલંબનથી જ રાગનો અભાવ થશે. માટે આ સમસ્ત માર્ગ અંતરંગ છે. બહિરંગ નથી. માટે આનું સાધન અત્યંત કઠિન છે. બધા જ આધારો જયારે તૂટે છે, અને કોઈ પણ આધાર વગર જેનું હોવાપણું છે એનો આધાર લેતાં રાગનો અભાવ થઈ જાય છે. આ પરમાર્થનો ઊંડાણથી વિચાર કરશો. વિધેયાત્મક રીતે સ્વરૂપની અનુભૂતિ ન થાય ત્યાં સુધી અંતરંગનું સમાધાન થવું સંભવે નહી. વૈરાગ્ય આદિ સાધનો નિષેધાત્મક છે, જયારે સમ્યગદર્શન વિધેયાત્મક છે. સમ્યગદર્શનમાં આત્મ-અનુભૂતિ છે અને આત્મ અનુભૂતિ એ વિધેયાત્મક છે. એ અનુભૂતિ થાય ત્યારે મનના સંદેહો અને સંશયો ટળી જાય, ગ્રંથિઓ ઓગળી જાય અને મનમાં એક શાંત અવસ્થા અનુભવાય, જયાં સુધીમાં એવો અનુભવ પ્રાપ્ત થતો ૪૩ Page #53 -------------------------------------------------------------------------- ________________ સાવલા નથી, ત્યાં સુધી સાધકને એક અંતરવ્યથા રહે છે અને ત્યાં સુધી સતત સાધના અનિવાર્ય છે. ધ્યાન સ્વાધ્યાય અને તત્ત્વચિંતન ત્યાં સુધી સતત થવું જ જોઈએ. અંદરના અવરોધો જુદા જુદા પ્રકારના હોય છે. સાધક પોતે કયાં અટકયો છે, તે કદાચ સાધક ન પણ જાણે, પણ એને બિનજરૂરી વિકલ્પો કરવા ન ઘટે તેમજ નિરાશ થવું પણ ન ઘટે. એક વખત જેણે આ માર્ગે પ્રારંભ કર્યો છે, એનામાં જો સતત જાગૃતિ હશે તો એને અનુભવ થયે જ છૂટકો. સાધક ત્યાં સુધી નિરાંત અનુભવશે નહીં, એવી સાધકની અંતરંગ દશા સાધક માટે શું બને છે? એની પ્રાથમિક અવસ્થામાં એટલે પ્રારંભમાં અજ્ઞાન દશામાં તો કોઈ ભેદ જ નથી, એની સૃષ્ટિ માત્ર પદાર્થ છે, વસ્તુ છે, દશ્ય છે, ભોગ્ય છે, શેય છે, બહિસૃષ્ટિ છે. અને એમાં એવી તાદામ્ય બુદ્ધિ છે જેના કારણે દ્રષ્ટાં, જ્ઞાતા, ભોકતા જુદો દેખાતો જ નથી. આ અવસ્થામ્રાં વિચારનો, ચિંતનનો કોઈ અવકાશ નથી, ત્યાં બે નથી, એક છે, એક જ છે. પણ જે કાંઈ છે તે દશ્ય છે એટલે જાણે દ્રષ્ટા દશ્યમાં ઓગળી ગયો છે, ભોકતા ભાગ્યમાં ઓગળી ગયો છે. જ્ઞાતા જોયમાં ઓગળી ગયો છે. અહીં બિલકુલ બહિર્મુખ અવસ્થા છે. પણ હવે જયારે સાધનાનો પ્રારંભ જ થાય ત્યારે વિચારની ભૂમિકા ઉપર એક ભેદ પેદા થાય છે. એ ભેદ માત્ર પદાર્થ જ છે? માત્ર દશ્ય જ છે? ત્યાં અનુભવી જ્ઞાતા એમ કહે છે, ના, બીજું પણ કંઈક છે, બીજું પણ કાંઈક છે, અને એ જે બીજુ એને જોવાનું છે. એ બિંદુને શોધવાનું છે. આ કહેવાનું કારણ એ છે એની શોધ ચાલુ થાય અને એ માટે પદાર્થ અનિત્ય છે, અપ્રુવ છે, આ પ્રરૂપણા ચાલુ થાય, પણ આ જાણવાથી અથવા આ બોલવાથી આપણને શું ફાયદો? શું લાભ? પદાર્થ અનિત્ય છે તો છે, ભલે રહયો, પણ એક ફાયદો થાય. આપણા અસ્તિત્વનો સવાલ પેદા થાય, પદાર્થ અનિત્ય છે, તો બીજું પણ કાંઈ છે ખરું? આ તરંગ સાધનાનો પ્રારંભ છે હવે પદાર્થ તરફ જોવાની વાત નથી. ભોગ્ય તરફ જવાની વાત નથી પણ હવે જોનાર કોણ એ તરફ જોવાનો પ્રારંભ થાય આ ચિત્તની ખંડ દશા. અહીં ચિત્તની એકતા તૂટે છે. ચિત્તમાં ભેદ જ ન હતો એ ભેદ પડે છે. ચિત્તનો એક ભાગ પદાર્થ તરફ વળેલો છે અને એક ભાગ જોનારાને જોવા નીકળ્યો, આવું ચિત્ત તૂટવું જોઈએ. ૪૪ Page #54 -------------------------------------------------------------------------- ________________ સાહિતી ચિત્તે પદાર્થને જોયો છે એટલે સહજ છે કે ચિત્ત પદાર્થ તરફ જાય, ઢળે, ખેંચાય. એ ખેંચાય છે એમ જ લાગે છે એ ખરેખર તો ચિત્ત તૂટ્યું છે એનું ચિન્હ છે. પહેલા ખેંચાય છે એવું નહોતું લાગતું કારણ તન્મય હતું તાદાભ્ય હતું, ડૂબેલું હતું, તો આ ખેંચાય છે, એ તરંગ મહત્ત્વનો છે. અહીં એક ભૂલ થાય છે કે પદાર્થ અનિત્ય છે એટલે એનાથી છૂટવા કોશિશ કરે, એની નિંદા કરે, એને છોડે, એનો ત્યાગ કરે, એ ઓછા કરે, આ બધું કરે એટલે પદાર્થ લક્ષી વલોપાત ઓછો થાય, મેળવવાની, સાચવવાની વ્યગ્રતા છૂટી જાય, એને શાંતિ મળે પણ પછી એ અહીં જ અટકી જાય છે. એ સાધુ વૈરાગી, સંન્યાસી બની શકે, જ્ઞાની નહીં. પણ બીજી વ્યકિત અહીં ન અટકે, પદાર્થના ખેંચાણમાં, વિચારમાં પણ ન અટકે કે પદાર્થ અનિત્ય છે, એ વિચારમાં પણ ન અટકે પણ પદાર્થ તરફ કોણ ખેંચાય છે? એ ખેંચાણ અનુભવનારને ખોળવા નીકળે એટલે ચિત્તની બે ધારા મટતી જાય ને એક ધારા બનતી જાય. એ ધારા દ્રષ્ટાને શોધે. દ્રા દ્રષ્ટા, ભોકતા, ભોકતા એ ધારા શોધે. એટલે હવે પદાર્થ ભલે રહયો અને ખેંચાણ છે એ જાણવું, એ ખેંચાણ પૂર્વના તાદાભ્યના સંસ્કારના કારણે રહેવાના પણ એને હવે પદાર્થમાં ઊભા રહેવાની જરૂર નથી અને બીજું સાધના પૂરી ન થાય ત્યાં સુધી પદાર્થ સાથે સંબંધ પણ રહેવાનો, અને ન ઈચ્છે તો પણ રહેવાનો અને શરીર છે ત્યાં સુધી અનિવાર્યપણે ઉપયોગીતા પણ રહેવાની, પણ હવે એ પદાર્થ પાછળ નહિદોડે પણ પદાર્થ સાથે એને સંબંધ રહેવાનો, કદાચ પદાર્થો એની આજુબાજુ વિંટળાવાના. અહીં એક નિર્ણય થાય છે પદાર્થ મેળવવા જવું નથી. જવાની જરૂર નથી. જે નિયત હશે તે જ આવી મળશે એટલે એ માટે ચિંતાની જરૂર નથી એટલે ચિંતનનું ક્ષેત્ર ઊઘડી જાય છે. એટલે એવું થયું કે પદાર્થની વેલ્યુ ન રહી, પદાર્થ રહયો, પદાર્થનો ઉપયોગ રહ્યો, પણ એ પદાર્થની પાછળ નથી. પણ જે જીવનયાત્રા છે એમાં જે જે પદાર્થો જરૂરી હશે એ મેળવશે પણ અહી સૂક્ષ્મમાં એક અર્થમાં ખરેખર તો એ પદાર્થો માટે કામ કરતો દેખાય છે, પણ એનું જીવન પદાર્થ માટે, પદાર્થના આધારે નથી. અહીં આ કેન્દ્ર ઉપર જ સાદાઈ, સરળતા, ભોગ-ઉપભોગની મર્યાદા, નીતિ, સત્ય, ઉદારતા આ સદ્ગુણો ખીલવાના. પદાર્થો છે તો ભલે, પદાર્થો આવ્યા તો ભલે, પદાર્થો ગયા તો ભલે. અને બીજું ઊંડું રહસ્ય એ થવાનું કે કેટલાક પદાર્થો આવી આવીને વિદાય લેશે, એટલે ચિત્ત ખાલી થશે, વિકલ્પોનો ભાર જાણે તૂટી પડશે એટલે એનું ચિત્ત અગમ્યમાં, અદશ્યમાં કૂદકો મારશે. = ૪૫ Page #55 -------------------------------------------------------------------------- ________________ સાવલા આજે તો ચિત્ત ઉપર પદાર્થો છવાઈ ગયા છે, હવે પદાર્થની વેલ્યુ જ ન રહી, પછી ચિત્તમાં રહેશે શું? મારું કહેવું જરા ઊંડું છે. પદાર્થોનો અભાવ હોય તો ય ભલે, પદાર્થો હોય તો ય ભલે અને પદાર્થો મળે તો ય ભલે પણ એ એનું કેન્દ્ર નથી. એટલે પદાર્થો નથી કે છે, મળ્યા નથી કે મેળવવાના છે આ પ્રશ્ન જ નથી. એટલે સમગ્ર જીવનનો ગૂંચવાડો શમી ગયો. જીવનમાં કોઈ સમસ્યા જનરહી, આ ચિત્ત માટે ભારે નિરાંતની અવસ્થા છે. આ સમજાય છે? આ અવસ્થામાં કાં જડતા આવે ને કાં ધ્યાન થાય આજે તો જીવનમાં જે એકટીવ છે, સક્રિય છે તે પદાર્થના કારણે, એની વેલ્યુ તૂટી પછી એ શું કરે? એટલે એ નિષ્ક્રિય થવાનો, જડ થવાનો, પણ અહીંથી યાત્રાનો પ્રારંભ થાય છે, ચેતનની શોધ. તો ધ્યાનની ધારા પ્રગટે એમ કહેવાનું છે. - “જડ થવાનો” એનો અર્થ એ અહીં જ અટકી ગયો. બાવા, સંન્યાસી, ગુફાવાસી, દિગંબર આ બધા એના નમૂના છે. ખરેખરતોઅહીંથઈને આ બિંદુ ઉપર થઈનેયાત્રાનો પ્રારંભ થાયને અધ્યાત્મમાં પ્રવેશ થાય, એના બદલે આને અહીં શિખર માની લીધું. ખરેખર, આની સાધના જ બંધ થઈ ગઈ. એ વૈરાગ્યમાં, ત્યાગમાં, ને છેવટે અહંકારમાં અટવાઈ જાય છે. “ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન” (શ્રીમદ્ રાજચંદ્રજી) એટલે જ ૧. વૃત્તિમાં ભળવું નહી. ૨. વૃત્તિને દબાવવી નહીં. ૩. વૃત્તિને અન્ય વૃત્તિમાં ટ્રાન્સફર કરવી નહીં. ૪. પણ વૃત્તિને જોવી જોવી, વૃત્તિને જોવી એ જ કઠિન છે. વીતરાગનો માર્ગ જુદો છે. રાગીનો માર્ગ જુદો છે. રાગી શિષ્યને સમર્પણ કરવાનું કહે છે એટલા માટે કે એ સમર્પણ કરે તો એનું શોષણ કરી શકાય, અને એ ત્યારે બને કે જયારે એને એમ કહે કે તારાથી કાંઈ નહીં થાય, મારાથી જ થશે. માટે મારા શરણ વગર છૂટકારો નથી. એ રીતે શિષ્યને સત્ત્વહીન બનાવે છે અને પોતાનો અહંકાર પુષ્ટ કરે છે. જયારે વીતરાગ પણ એમજ કહે છે કે સમર્પણ વગર સિદ્ધિ નથી, પણ એ ४६ Page #56 -------------------------------------------------------------------------- ________________ સાવલા એટલા માટે કહે છે કે એનો સંપૂર્ણ અહંકાર ગળી જાય. એનામાં અહં ન રહે, અહંની કોઈ ક્રિયા ન રહે, અહંની કોઈ ધારા ન રહે, અહંની કોઈ પ્રેરણા ન રહે અને ત્યારે અહંનું પડ તૂટે ને નીચે દબાયેલો, આત્મા ઊઘડે, પ્રગટે, પ્રગટ થાય. તો વીતરાગ કહે છે કે અહં જે કહે છે તે તું નથી, તું જે કહે છે તે આત્મા નથી, પણ તું આત્મા છે. થશે તો તારાથી જ થશે, તું જ પ્રગટ થઈશ. તું જ તને પ્રાપ્ત થઈશ, પણ તારા ઉપર અહં છે, એ અહં ગળી જાય તો, પણ એ અહં નહીં ગળે. કેમ ગળે? તું મટે ત્યારે ગળે. તું કયારે મટે? અહં ગળે ત્યારે ને. અહંની ભૂમિકા ઉપર જે કંઈ થાય છે તે ખરેખર હું નથી ત્યારે એ જ્ઞાનીના ચરણે સમર્પિત થાય અને પ્રેમ પ્રગટે અને ત્યારે હું નથી એ સ્વીકાર થાય, અને આ સ્વીકારમાં જ જે છે તે પ્રગટે. આવો મૂળ ભેદ છે. તદન એકાંત, સંપૂર્ણ મૌન, કઠોર તપ, કડક તિતિક્ષા, નિર્જન સ્થળ, સર્વ સંગનો પરિત્યાગ, પ્રકૃતિ સાથેનું તાદાભ્ય, ભૂતકાળનું વિસ્મરણ, ૨૪ કલાક અખંડ પરમતત્ત્વનું ધ્યાન, એનું જ લક્ષ્ય, એનો જ વિચાર''આ સાધના માટે અનિવાર્ય છે. ખરેખર પરમપ્રભુ તો એકાંતમાં જ મળે. - - - - - - - - -- - --- --- - - - - - - ---- સાધકની પરીક્ષા સંબંધમાં છે. વસ્તુ અને વ્યક્તિના સંબંધમાં આવવા છતાં ન બંધાય તે સાચી કળા છે. - - - - -- -- - દેહ વિકારને આધીન ન બને તે શુદ્ધ, ઇંદ્રિયો વિષયોમાં આસક્ત ન બને તે શુદ્ધ, મન વિકલ્પને આધીન ન બને તે શુદ્ધ. અને બુદ્ધિ અહંકારને આધીન ન બને તે શુદ્ધ. ૪૭ Page #57 -------------------------------------------------------------------------- ________________ STUF Page #58 -------------------------------------------------------------------------- ________________ W নভোন Page #59 -------------------------------------------------------------------------- ________________ તત્વકાકા પ્રશ્નઃ એક તત્ત્વમાં થતું પરિણમન બીજા તત્ત્વ ઉપર અસર કેવી રીતે કરે છે? સંસારમાં પરિણમનની જે કાંઈ પ્રક્રિયાઓ થાય છે તે સાપેક્ષ છે. એક તત્ત્વમાં બનતી ઘટના બીજા તત્ત્વ ઉપર કેવી અજાણપણામાં અસર નિર્માણ કરનારી થાય છે. એ રહસ્યમય વાત છે. એક તત્ત્વ બીજા તત્ત્વમાં કંઈ પણ અસર કરતું નથી છતાં એમાં પરિણમન થાય છે. એમાં જે કાંઈ આવિર્ભાવ થાય છે એ મૂળભૂત રૂપે એનામાં જ છુપાઈને રહેલું છે; પણ એ પ્રાગટ્ય ચોક્કસ કાળમાં, સ્થિતિમાં, હદમાં, પ્રમાણમાં થાય છે, એનું કારણ અન્ય પદાર્થમાં બનતી ઘટના, એ કારણ હોઈ શકે પણ બીજા ઘટકમાં જે બને છે એ પ્રથમ ઘટક કરે છે એમ નહીં, ત્યાં એ ઘટક કર્તા નથી, છતાં થાય છે, કરે નહીં, કરવાનો ઈરાદો નહીં છતાં થાય એ આશ્ચર્ય છે. એ અર્થમાં જગતમાં બનતી કોઈપણ ઘટના સાપેક્ષ છે. અર્થાત્ સમગ્ર વિશ્વના પદાર્થો, ઘટકો સાપેક્ષ છે છતાં સંપૂર્ણ સ્વતંત્ર છે. પ્રશ્ન : કાર્યકારણનો સંબંધ થયો કહેવાય ને? કાર્યકારણ શબ્દ વાપરીએ છીએ, વાપરી શકાય પણ એ તદ્દન ખોટું છે. કાર્યને પેટમાં જ કારણ છે. કાર્ય “અ” માં ને કારણ “બ” માં એમ નહીં છતાં “અ”માં જે કાર્ય થાય એની અસર “બ”માં જે થાય છે, એ હોઈ શકે છતાં સંપૂર્ણ સ્વતંત્ર. મનુષ્ય કર્મબધ્ધ અવસ્થામાં હોય છે ત્યાં સુધી પરિસ્થિતિનો દોર તેના હાથમાં લઈ શકતો નથી. વૈચારિક દષ્ટિએ માનવ ભલે સ્વતંત્ર રહ્યો, એની સામે જે પરિસ્થિતિ આવે છે તે વિષે અનુકૂળ અથવા પ્રતિકૂળ એવા વિચારો તે કરી શકે છે. પણ તે વિચારો કરવાથી તે પરિસ્થિતિ બદલાઈ જાય એવું બની શકતું નથી કારણ કે વિચાર વર્તમાન કાળમાં છે, ઉપસ્થિત પરિસ્થિતિનો સંબંધ ભૂતકાળની કૃતિ સાથે છે. જે વખતે આ કૃતિ અથવા વૃત્તિ પ્રેરિત પ્રવૃત્તિ જીવે કરી હશે, તે વખતે કૃતિ પ્રમાણે કર્મ રચના થઈ હશે. તે કર્મચના વર્તમાન પરિસ્થિતિ નિર્માણ કરે છે. એ નિર્માણ પરિસ્થિતિ વર્તમાન ક્ષણમાં આપણને અનુકૂળ ન પણ હોય, અથવા અનુકૂળ હોય અને ઈચ્છીએ ત્યાં સુધી ન ટકે એવું પણ બને. અને પ્રતિકૂળ હોય અને ન ટકે તો સારું, એવું ઈચ્છવા છતાં એ પરિસ્થિતિનો કાળ લંબાતો હોય. એના વચગાળામાં જીવમાં અનેક વિતર્કો ઊઠે છે. અનેક વિકલ્પો ઊઠે છે. સાથે સાથે વર્તમાનમાં ચિત્તમાં ઊઠતી વૃત્તિઓ તે પરિસ્થિતિ Page #60 -------------------------------------------------------------------------- ________________ લાવશાલ બાબત જુદા જુદા અભિપ્રાયો આપે છે. કર્મબંધનની ક્ષણ અને વર્તમાન પરિસ્થિતિની ક્ષણ અને તે વર્તમાન પરિસ્થિતિમાં ઊઠતી વૃત્તિની ક્ષણ ત્રણે પરસ્પર વિરોધી છે. આ વિરોધ માનસિક ભૂમિકા ઉપર સંઘર્ષ ઊભો કરે છે. જીવની અનુકૂળતાની અને પ્રતિકૂળતાની પસંદગી નિશ્ચિત નથી. એને કારણે એની કૃતિ પરસ્પર વિરોધી પરિસ્થિતિ નિર્માણ કરે છે. પરિસ્થિતિ ઝડપથી બદલાય છે એના કરતાં ઝડપથી વૃત્તિ બદલાય છે. તે વૃત્તિ પ્રેરિત કૃતિ જુદી જ રચના કરે છે. એટલે એક જ વ્યકિતના જીવનમાં અત્યંત વિરોધી પરિસ્થિતિ વ્યકિતએ અનુભવવી પડે છે. અને એમાં મનને અનુકૂળ નહીં એવી પરિસ્થિતિ ઝડપથી બદલાવવા માટે તે પ્રયત્નો કરે છે. સંજોગોવશ એમાં સફળતા મળે છે ત્યારે તે જીવ સુખ અનુભવે છે પણ આ સુખ શુદ્ધ નથી. કારણ કે તે વખતની મનની પરિસ્થિતિને અનુકૂળ રહ્યું, પણ જયારે મનની મૂલવણી બદલાશે ત્યારે અનુકૂળતાની સમજ પણ બદલાશે. તે વખતે પરિસ્થિતિ દુઃખ દાયક લાગશે. આ રીતે સુખ દુઃખ માટેની કોઈ નિશ્ચિત વ્યવસ્થા નથી. અથવા કાયમી ધોરણો પણ નથી. સુખદુઃખની કલ્પના અત્યંત ઝડપથી બદલાય છે, એટલી જ ઝડપથી વૃત્તિ બદલાય છે. અને એટલી જ ઝડપથી કૃતિઓ પણ બદલાય છે. અને એના કારણે જીવનની આજુબાજુમાં જાતજાતની પરિસ્થિતિ નિર્માણ થાય છે. આ જ સાચા અર્થમાં જીવનનો ગૂંચવાડો છે. આ ગૂંચવાડો કોઈએ પેદા નથી કર્યો. એ થયો છે પોતાની વૃત્તિઓના કારણે હવે જીવ ઝાવાં નાખે છે. આમ કરું, આ રીતે કરું? ભલે તે વિચારો કરે, પણ પરિસ્થિતિનું ચોકઠું એટલી ઝડપથી તોડી શકાતું નથી. એ અર્થમાં કર્યતંત્ર જડબેસલાક છે. એના વચ્ચેનો કાળ માનવ માટે આશા, નિરાશા, ઉત્સાહ, નિરુત્સાહ, રાજીપો કે નારાજીપો એનાથી ડહોળાયેલો હોય છે. એટલા માટે આ તમામ સંયોગોથી અસ્તિત્વ ભિન્ન છે અને સ્વતંત્ર છે, એવો બોધ જીવને પ્રાપ્ત થવો જરૂરી છે. આ બાબત શાંતિથી વિચારજો . કર્મરચના કોઈ કરતું નથી. કર્મ જેવું કોઈ સ્વતંત્ર તત્ત્વ જ નથી. કર્મ રચનામાં જે પરમાણુઓ ભાગ ભજવે છે તે પણ પરમાણુઓ જ છે. એમાં જે પરમાણુઓ માધ્યમ તરીકે કામમાં આવે છે, એ પરમાણુઓની જાત “કામણ વર્ગણાની” છે. એ પરમાણુઓમાં ફલપ્રદાન શકિત નિર્માણ થાય છે તેથી તેને કર્મતંત્ર કહે છે. જયાં સુધી ૫૧ Page #61 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વજ્ઞાત એનામાં ફળપ્રદાન શકિત નિર્માણ ન થાય ત્યાં સુધીમાં એ સાદા કાર્મણ વર્ગણાની જાતના પરમાણુઓ જ છે. એ પરમાણુઓ ચેતનતંત્રમાં કંઈ પણ ભાગ ભજવી શકતા નથી. ચેતનતંત્રમાં ભાગ ભજવી શકે એવી ક્ષમતા ૫૨માણુઓમાં આવે છે ત્યારે એ કર્મ કહેવાય છે. અને આપણું સમગ્ર સ્થૂળ જીવન, એ સ્થૂળ જીવનની વ્યવસ્થામાં એ નિયામક બને છે. અસરકારક ભાગ ભજવનાર બને છે. એક અર્થમાં સમગ્ર જીવનનો દોર એ કર્મતંત્રના હાથમાં જાય છે. આશ્ચર્ય એ છે કે એ જડ ૫૨માણુઓ છે એમાં જ્ઞાન નથી, ઈચ્છા નથી, લાગણી નથી, હેતુ નથી, ઈરાદો નથી, કોઈ સ્વતંત્ર ઉદ્દેશ નથી અને યોજના કરવાની ક્ષમતા નથી છતાં પણ એ ચેતન તંત્ર ઉપર અસરકારક - અસર કરનાર બની જાય છે. અસરકારક ભાગ ભજવતી વખતે પણ એ પરમાણુઓને ભાન નથી કે અમારે આ ભાગ ભજવવાનો છે. આવા પ્રકારનું ફળ આપવાનું છે. પણ કોઈ પણ જાતની ભૂલ વગર એ બિલકુલ ચોક્કસ યંત્રની માફક કામ કરી શકે છે. એ સમગ્ર શકિત, ફલપ્રદાન શકિત એમાં જે નિર્માણ થાય છે અને એમાં ચોક્કસ પ્રકારની જે રચના થાય છે, એનું મૂળભૂત કારણ છે ચેતનમાં-આત્મામાં થતો અધ્યવસાય. અધ્યવસાય નિયામક છે, સર્જક છે. એક અર્થમાં પરમાણુઓ સંપૂર્ણ સ્વતંત્ર છે. ચેતન સંપૂર્ણ સ્વતંત્ર છે. ચેતનનો અધ્યવસાય પણ સંપૂર્ણ સ્વતંત્ર છે પણ આ તમામ સાપેક્ષ છે એટલે એકમાં ઘટતી ઘટના બિલકુલ સહજ રીતે બીજા માટે અસરકારક બને છે, એ કર્તા નથી પણ માત્ર નિમિત્ત છે. નિમિત્ત પણ કર્તા નથી, છતાં આવો સંબંધ છે. એ રચનામાં જ કર્યતંત્રની વ્યવસ્થા છે. માટે અધ્યવસાય એ જ સર્જક તત્ત્વ છે. કર્મના ૫૨માણુઓમાં જે રચના થાય છે એમાં નિમિત્ત એ અધ્યવસાય બને છે. વિવિધતા વિશ્વમાં જે દેખાય છે, સંસારમાં જે વિવિધતા દેખાય છે એનું કારણ છે કર્મ રચનાની વિવિધતા. કર્મરચનાની વિવિધતાનું કારણ છે અધ્યવસાયની વિચિત્રતા એટલે સાધનાનું કોઈ પણ કેન્દ્ર હોય તો તે અધ્યવસાય હોય, માટે જ સાધકને આ અધ્યવસાયનું રહસ્ય અને એનામાં રહેલી સર્જક શકિતની ગંભીરતા જાણવી જોઈએ. એ અધ્યવસાયની રચના એ જ ચેતનના હાથની, કાબૂની વાત છે. અધ્યવસાય એક મહત્ત્વની ઘટના છે. આપણામાં થતી, દરેક સમયે સમયે બનતી ઘટના છે. અને એ અધ્યવસાય સમયે સમયે ને અસંખ્ય સ્વરૂપમાં થાય છે ને પ્રત્યેક અધ્યવસાય જથ્થાબંધ કાર્મણ વર્ગણાને કર્મના સ્વરૂપમાં ફેરવે છે. એ કર્મ આપણા સ્થૂળ જીવનની રચના કરે છે. અને એમાં સમગ્ર જીવનની વ્યવસ્થા થાય છે. એ પ્રત્યેક ઘટના ૫૨ Page #62 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વજ્ઞાન અનુભવવી પડે છે. એ અનુભવ અધ્યવસાયમાં અધ્યવસાયની રચનામાં નિમિત્ત બને છે, એ અનુભવ ઘટનાઓમાં થાય છે. એ ઘટનાઓ કર્મ રચે છે. એ કર્મ દ્રવ્યકર્મ છે. દ્રવ્યકર્મ જીવનની સમગ્ર રચના કરે છે. એમાં ઘટનાઓ પ્રસંગો, વ્યકિતના સંપર્કો, સંબંધો, સુખના દુઃખના સાધનો, બનાવો સંચિત હોય, અને એનો અનુભવ કરવો પડે છે. એ અનુભવોમાંથી પસાર થવું અનિવાર્ય છે. એ અનુભવોમાંથી પસાર થતી વખતે અધ્યવસાય ન જન્મે એ જ ધર્મ છે. એ અનુભવમાંથી પસાર થતી વખતે અધ્યવસાય ન જન્મે એ જ કળા, તે જ જ્ઞાન. પ૮ વિશ્વ તરફ, સંસાર તરફ નજર કરતાં સંસારમાં નીચે મુજબની પ્રવૃત્તિઓ મુખ્યત્વે દેખાય છે. (૧) સ્વતંત્રપણે જાણવાની, સમજવાની ક્રિયા, લાગણીનો પ્રવાહ, સંવેદના, ઉત્સાહ, તિ, વિચાર. (ર) પરમાણુઓમાં થતી વિવિધ રચના. દષ્ટિ સમક્ષ વિવિધ વર્ણના, વિવિધ ગંધના, વિવિધ રસવાળા, વિવિધ સ્પર્શવાળા પદાર્થો જણાય છે અને એમાં સતત રચના થતી ને વિખરાતી પ્રવૃત્તિ દેખાય છે. (૩) ગતિશીલતા. (૪) સ્થિતિશીલતા. (૫) ખાલીપણું. (૬) પરિવર્તન - રૂપાંતર - જૂનું, નવું, વિકાસ, અવરોધ. આ વિશ્વની મુખ્ય પ્રવૃત્તિઓ દેખાય છે જે બારીકાઈથી નિહાળવા જેવી છે. એ પ્રવૃત્તિઓનો અભ્યાસ કરતાં એના ઘટક પરિબળો શોધવા, જાણવા એવી સહજ જિજ્ઞાસા થાય છે. અને અહીંથી જ તત્ત્વજ્ઞાનનો ઉદ્દગમ થાય છે. ભિન્ન ભિન્ન દર્શનો, તત્ત્વજ્ઞાનને સ્પષ્ટ કરતી ભિન્ન ભિન્ન પ્રણાલિકાઓ અહીંથી, આ બિંદુ ઉપરથી જન્મે છે, અને ધર્મ સાથે આને સાંકળી લેવામાં આવે છે. અને એ વિચારના આધારે ભિન્નભિન્ન શાસ્ત્રો રચાય છે. અને આજુદા જુદા લાગે છે, એના કારણો છે. એમાં આધુનિક ભૌતિક વિજ્ઞાન, પ્રથમ નંબરની પ્રવૃતિઓ સિવાય બીજી પ્રવૃત્તિઓના ઘટક પરિબળો શોધવામાં શકિતમાન બન્યું છે. અને નંબર એકમાંથી લાગણીઓ, ભિન્ન ભિન્ન સ્તરને સમજવા પ્રયત્ન કરે છે. પણ એના મૂળભૂત કેન્દ્ર તરફ ન જઈ શકવાના કારણે ત્યાં જ અટકીને ઊભું રહ્યું હોય એમ લાગે છે એટલે ઘટનાઓના અનંત પ્રકાર છે. એ જુદા ૫૩ Page #63 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વજ્ઞાન જુદા પ્રકારને જાણવા મથે છે અને એનું સંકલન કરવા મથે છે, એની પાછળનો એકતાનો સ્રોત શોધવા મથે છે. ધર્મ સાધનામાં ભાવ મુખ્ય છે. કારણ સર્જન ભાવમાંથી થાય છે. જેને શાસ્ત્રીય પરિભાષામાં અધ્યવસાય કહે છે. અધ્યવસાય એટલે ચેતનમાં ઊઠતા કંપનો, એ કંપનો અંદર ઊઠે છે એનું કારણ છે પૂર્વ કર્મના અનુભવમાંથી પસાર થતી વખતે ચેતનમાં જે ઊઠતી લાગણીઓ તે છે. અધ્યવસાય એ જ મુખ્ય બળ છે. અને કામ જે કરવાનું છે તે અધ્યવસાય ઉપર કરવાનું છે. અધ્યવસાય નિમિત્ત છે. પરમાણુઓની જે રચના થાય છે, એમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ જે બદલાય છે, તથા એની ફળપ્રદાન શકિત જે વધે છે એ મૂળ આવે છે પરમાણુઓમાંથી. ૫૨માણુ પોતે જ શકિતનો ભંડાર છે. એ ક્રમે ક્રમે બહાર આવે છે, એ આવે છે તો પોતાનામાંથી જ પણ એમાં જે પ્રગટ થાય છે એમાં નિમિત્ત તમારો અધ્યવસાય. એમાં જે શક્તિ છે તે તમારી છે. એટલે તમારી આજુબાજુમાં જે કાંઈ રચના થાય છે, એ કરે છે પરમાણુઓ, શકિતનો ભંડાર એનો પોતાનો, પણ તમારા માટે જે રચના થાય છે એમાં નિમિત્ત તમારા અધ્યવસાય. માટે જ ભિન્ન ભિન્ન રચના છે, અનંત પ્રકારની વિવિધતા છે, આ વૈવિધ્ય છે ૫૨માણુઓનુ પોતાનું, પણ એ પ્રગટે એમાં નિમિત્ત તમારો અધ્યવસાય, અને જો અધ્યવસાય નિમિત્ત હોય તો તો ૫૨માણુઓ અર્થાત પુદ્ગલ દ્રવ્ય તદ્ન તટસ્થ થઈ ગયું, એ કશામાં જવાબદાર નથી. અને એ રચના થાય છે, પણ એમાં એ જવાબદાર નથી. કારણ એ જડ છે. પણ એની કિત છે. એનામાં શકિત છે. એ બહાર આવે છે. એમાં નિમિત્ત અધ્યવસાય, તો પુદ્ગલ દ્રવ્યના પક્ષે કંઈપણ વિચાર કરવા જેવો રહેતો નથી. જયારે આપણા સમગ્ર વિચારનું કેન્દ્ર પુદ્ગલ દ્રવ્ય છે. ચેતના એટલા માટે બહાર છે. એનું કેન્દ્ર પુદ્ગલ બન્યું છે. માટે એની રચના સારી, ખોટી, પસંદ, નાપસંદ, પ્રિય, અપ્રિય, સુખકર, દુઃખકર એ જ વિચાર છે. એને બદલવાની, અનુકૂળ કરવાની યોજના ઘડીએ છીએ પણ એ શકય નથી, કારણ એ રચના પહેલાનો અધ્યવસાય તમારો, એ જ નિર્ણયાત્મક છે. માટે પહેલું કામ એ કરવું પડે કે તમારી આજુબાજુમાં જે રચના છે, એ માટે આજે તમારો ગમે તે અભિપ્રાય હોય, ગમે તેવો સ્વીકાર, અસ્વીકાર હોય પણ તમારા અધ્યવસાયે જ એ રચનામાં ફાળો આપ્યો છે. અને એ રચના એમ જ થાય તો, આજે શું થાય ? માત્ર સ્વીકાર, પૂરેપૂરો સ્વીકાર, આઘાત, પ્રત્યાઘાત, પ્રતિક્રિયા વગરનો સ્વીકાર, એ જ ઉપાય અને આવો સ્વીકાર એનું નામ શાંતિ. ૫૪ Page #64 -------------------------------------------------------------------------- ________________ ज्ञानीनी शा . . . - Page #65 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાતીની દવા પટ તા. ૯-૯-૧૯૭૭. આંતરિક ઘટના ત્યારે ઘટશે જ્યારે વિશેષ પ્રકારની સાધના થશે. જેને વિશેષ પ્રકારની સાધના કરવી હોય તેને સમ્યફ પ્રકારે, દરેક પાસાથી તત્ત્વ નિર્ણય કરવો જોઈએ. સ્વીકાર તે નિર્ણય નથી, શ્રધ્ધા તે પણ નિર્ણય નથી. નિર્ણયના મૂળમાં વિચાર, તીવ્ર અને સતત વિચાર ચાલે છે, તેમાંથી મંથન જાગે છે. ત્યારે તે જીવનના વ્યવહારમાં કંઈપણ કરતો હોય ત્યારે વિચારાભિમુખ હોય છે. વિકારને લાગણી ભેળવ્યા વગર જોવો. લાગણીને પણ જોવી, આમ થવાથી તેની પુનરાવૃત્તિ નથી થતી. વિકાર સાથે વહી જઈએ છીએ, જયારે વિકાર રોકવા કોશિશ તમે કરો છો ત્યારે પણ વિકારમાં વહેતા જ છો. જયારે વિકારના પ્રયોગમાં સક્રિય બનો છો ત્યારે પણ વહેતા જ છો. (એક ત્રીજી અવસ્થા છે.) તે વખતે એક વાત ભૂલાઈ જાય છે. તે એ કે અંદર એક એવું તત્ત્વ, જીવંત અસ્તિત્વ બેઠું છે તે બધા વંદ્વોથી પર છે, તેના તરફ દૃષ્ટિ જાય - તે ધ્યાન છે. અસ્તિત્વને અયથાર્થ સ્વરૂપમાં માની લેવાય છે તે ભૂલ છે. એ માટે એક જરૂરી વસ્તુ છે. નીચલી ભૂમિકા ઉપર એ તત્ત્વનો સમ્યફ નિર્ણય કરી લેવો. એ નિર્ણય માટે સાધન એ શબ્દ છે. એ શબ્દ વીતરાગનો જ જોઈએ, એ અનિવાર્ય છે કેમ કે વીતરાગતાની સાથે જ્ઞાનની શુદ્ધિ સંબંધિત છે અને સંપૂર્ણ સદાય રહે તેવું વીતરાગત્વ છે. આ અવસ્થામાં જ્ઞાન શુદ્ધ બનીને ચરમ અવસ્થાએ પહોંચે છે, આવા જ્ઞાનમાં એ તત્ત્વ અનુભવાય તો જ તે સત્, તો જ યથાર્થ. પ્રશ્ન તો આ ગુરુકૃપાથી ન થાય? ગુરુકૃપા શબ્દ વાપરવાની જરૂર નથી. તે ગુરુકૃપા છે તે સાચું, પરંતુ આ તત્ત્વ ન સમજાય તો ગુરુકૃપાનું માહાભ્ય નહીં સમજાય. આજે ગુરુકૃપા બહુ સારી, સસ્તી ને સરળ વાત લાગે છે. ઉપરની વાત જયારે સમજાશે ત્યારે ગુરુકૃપાની પરમ ગંભીરતા સમજાશે. પ્રશ્ન : જે સત્ય આપણે શોધવું છે તે ખરેખર કઈ અવસ્થામાં મળે? એ વીતરાગ અવસ્થામાં જ મળે, એ જ અવસ્થામાં જ્ઞાન શુદ્ધ હોય. આ સમજાય તો જ ગુરુની સાચી ઓળખાણ થશે. (નહીંતો ગમેતે ગુરુચઢી બેસે.) સાચા શાસ્ત્રની ઓળખાણ થશે નહીં તો ગમે તે પુસ્તક શાસ્ત્ર બની બેસશે.) અને તો જ સાચી સાધના થશે નહીં તો ગમે તે સાધના થશે) મુખ્ય વસ્તુ એ છે કે રાગદ્વેષ રહિત સ્વભાવ જેનો છે તે.... આવો સ્વભાવ.... તમારો મારો સર્વનો છે જ. ૫૬. Page #66 -------------------------------------------------------------------------- ________________ કાકીની કથા તત્ત્વ નિર્ણય કરવા સાધન, શબ્દ કોનો જોઈએ? વીતરાગનો. કેમ? ત્યાં જ જ્ઞાન શુદ્ધ અવસ્થામાં છે માટે. આપણામાં રાગદ્વેષ છે તેના કારણે જ્ઞાનશકિત અશુદ્ધ છે. આ અવસ્થામાં જે અનુભવાય, દેખાય તે યથાર્થ ન હોય તેથી આપણો અનુભવ કામનો નહીં. (૬૦) તા. રર-૩-૧૯૭૮. સંઘર્ષ ત્યારે આવે છે જયારે એક બાજુ સંપૂર્ણપણે ભૌતિક ભૂમિકા ઉપર ભૌતિક પદાર્થોના અર્થે કામ કરવાનું અને સાથે સાથે આધ્યાત્મિક ભૂમિકા ઉપર ચેતના સાથેનો સંપર્ક જાળવી રાખવાનો. આમાં જીવનની કસોટી છે. શ્રદ્ધાની, જ્ઞાનની, વિચારની, સમજની, ધીરજની, નિષ્ઠાની કસોટી છે. ખરી કસોટી જીવનમાં વહેતી ધારાની છે અને તમે પોતે કઈ ધારા તરફ છો એની કસોટી છે. યથાર્થપણે સમ્યગ્રદર્શન થાય છે ત્યારે જીવનમાં બે ધારા વહેતી થાય છે. એક જ્ઞાનની ધારા અને બીજી કર્મની ધારા. સમ્યગુદર્શનમાં જે પરમતત્ત્વની અલ્પકાળ સ્વાનુભૂતિ થઈ એ અનુભૂતિ આ બે ધારા કરે છે. જ્ઞાનધારા અને કર્મધારા. જ્ઞાનધારાનો અર્થ થાય છે, સાધકની ચેતના, સાધકનો ઉપયોગ ચૈતન્ય તરફ ઢળેલો, વળેલો, વહેતો હોય. એને સ્પષ્ટપણે જડચેતનના ભેદનું તીક્ષ્ણ ભેદજ્ઞાન થયું છે, એ કારણે એના જીવનનો સમગ્ર વળાંક એ તત્ત્વતરફ હોય, પણ સાથે કર્મની ધારા પણ વહે છે. પણ સાધક કર્મની ધારાને જાણે છે, જુએ છે, એમાંથી પસાર થાય છે, પણ એમાં ભળતો નથી. જેમ કોઈ માણસ નદીના કિનારે કિનારે જોતો જોતો પસાર થાય છે પણ નદીમાં ડૂબતો નથી. એ જુએ છે, પસાર થાય છે. ખરેખર તો કર્મની ધારા સ્વાભાવિક રીતે જ વહેવાની અને એ વખતે સાધકે એ ધારાના કિનારે કિનારે વહેવાનું છે, કારણ અહીં યથાર્થ બોધ કામ કરે છે. કર્મની રચના થઈ ચૂકી છે અને એ રચના ક્રમ પ્રમાણે સામે આવવાની છે, એ રચના પણ થઈ ચૂકી છે. હવે તો એ રચનાએ પ્રગટ જ થવાનું છે. જીવનમાં ભૌતિક ક્ષેત્રમાં જે કાંઈ પણ બનાવ, પ્રસંગ, ઘટના ઘટશે, સંયોગ-વિયોગ, પ્રાપ્તિ-ત્યાગ જે કાંઈ પણ થશે એ આ રચનાના નિયમ પ્રમાણે થશે. (એમાં જ્ઞાની ફેરફાર નથી ઈચ્છતા.) ફેરફાર કરી પણ નથી શકતા, અને ફેરફાર થઈ શકતો પણ નથી. કારણ આ બધા વર્તમાન અવસ્થાના વિકલ્પો છે તે પણ અજ્ઞાન પ્રેરિત છે, મોહજનિત છે. એ વિકલ્પોની કોઈ પણ અસર રચના પર પડતી નથી. પ૭ Page #67 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાતીની વરા જ્ઞાની જાણે છે માટે એ જે કંઈ કરે છે, કરવું પડે છે, કરતો દેખાય છે અને એ કાળમાં એ પ્રવૃત્તિમાં ગળાડૂબ ડૂબેલો દેખાય છે, પણ ઊંડે ઊંડે એટલી સમજ એના અંતરમાં પરમ શાંતિ, સંપૂર્ણ સ્વસ્થતા, સમતોલપણું જાળવી રાખે છે. કારણ બનવાનું હશે એ સામે આવશે એટલે બધું જ કરવા છતાં એ આ પ્રમાણે જ બને, બનવું જોઈએ, બને તો સારું આ વિકલ્પ તૂટેલો હોય છે માટે અતલ ઊંડાણમાં પરમ શાંતિ હોય છે. વ્યવહારમાં વહે છે કર્મની ધારા, અંતરમાં વહે છે જ્ઞાનની ધારા. જ્ઞાનની ધારા, કર્મની ધારા સાથે જવા છતાં પણ એને ડૂબવા દેતી નથી. એ જ્ઞાન અને કર્મધારાથી જુદો રાખે છે. એટલે એની સમગ્ર પ્રવૃત્તિ એક દઢ શાંતિની મજબૂત ભૂમિકા ઉપર થાય છે, જેથી જીવનમાં કયાંય વલોપાત, અશાંતિ, ધન્ધો નથી અનુભવતો. બહારથી એ બધું જ કરે છે, કર્મધારા એની પાસે બધું કરાવે છે. પણ જ્ઞાનધારા એને જુદો રાખે છે. એ કારણે સંઘર્ષ નથી, સમાધાન છે. દુઃખ નથી, સુખ છે. વલોપાત નથી, વિવેક છે. તા. ૨-૨-૧૯૭૯. ડૉકટર ! જીવાત્માએ અનાદિ સંસારમાં અનંતકાળમાં પર ને મુખ્ય કેન્દ્ર બનાવી એમાં પોતાની સમગ્ર ચેતના કેન્દ્રિત કરી છે. પોતાનો ભાવ રેડ્યો છે. એકતા દૃઢ કરી છે, તાદાભ્ય બુદ્ધિ કરી છે. જયારે કામવાસના તરફ ચેતના ઢળે છે ત્યારે જીવનું કેન્દ્ર સ્ત્રી બને છે, વસ્તુઓ ને પદાર્થો કેન્દ્ર બને છે. જયારે ચેતના લોભ તરફ ઢળે છે ત્યારે ધન, સત્તા, સંપત્તિ આદિ કેન્દ્ર બને છે. અને એમાં રસ ઢાળે છે, ભાવાનુભૂતિ કરે છે. રાગ દઢ કરે છે, તેષ દઢ કરે છે. કોઈ વખત અજ્ઞાનના તીવ્ર બળવાન પ્રસંગમાં ધર્મ તરફ ઢળે છે ત્યારે પોતાનો અહંકાર, પોતાનું માન પોષવા, પોતાની કલ્પના સંતોષવા, અસદ્ગર, અસશાસ્ત્ર, અસતું સાધન, અસત્ કિયા, અસત્ અનુષ્ઠાન દઢ કરે છે. સમગ્ર ચેતના એમાં ઢળે છે. ભાવનો સાગર ત્યાં ઠાલવે છે, પ્રેમ કરે છે, ત્યાગ કરે છે, તપ કરે છે, તર્પણ કરે છે, એમાં તન્મય બને છે પણ હાથમાં કાંઈ આવતું નથી ને સત્ થી દૂર ને દૂર ચાલ્યો જાય છે, છેટો ને છેટો ચાલ્યો જાય છે અને સત ની પ્રાપ્તિમાં બળવાન બાધા, બળવાન અંતરાય ઊભા કરે છે, પોતે અટકે છે, બીજાને અટકાવે છે. એમાં અહંકારનો મીઠો રસ પોષાય છે. ૫૮ Page #68 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાતીની દશા ભાઈ! આ મૂળમાં ભૂલ કરી બેઠો છે. અને હવે એ ભૂલને સત્ય માની, સત્ય જ માની એની જ પુનરાવૃત્તિ કરે છે. કમનસીબે આને લોકો ધર્મ કહે છે. અરે! ભૂલની પુનરાવૃત્તિને ધર્મ માનીને ચાલે છે. સત્ પુરુષો મળ્યા છે, જોયા છે, પણ એમના તરફ વળ્યો નથી, ઢળ્યો નથી, એમની તરફ ગયો નથી, એમની તરફ ચેતના વળી નથી, ભાવની ધારા વહી નથી માટે એક વખત આ કરવું પડશે, સત્પુરુષના ચરણ પકડવા પડશે, એમાં અસપુરુષ, અસદ્દગુરુ નહીં જ ચાલે. સોના જેવો શુદ્ધ સત્પરુષ જ જોઈએ, એને જાણી ઓળખી, મેળવી, પ્રાપ્ત કરી સમગ્ર ચેતના એમાં કેન્દ્રિત કરવી પડશે. સમગ્ર ભાવની ધારા એનામાં વહેવડાવવી પડશે, એની પ્રેમથી ઉપાસના કરવી પડશે. એની પ્રેમથી પૂજા કરવી પડશે, એને પ્રેમનો નૈવેદ્ય ધરવો પડશે. એના પ્રેમમાં ડૂબવું પડશે, એના પ્રેમમાં પાગલ બનવું પડશે ત્યારે માર્ગ એ આપશે. ને મોક્ષ તો સત્ પુરુષના ચરણની રજમાં રહ્યો છે પણ એ સત્પષ જોઈશે. કરોડો ઉપાય કરી એક વખત બધા સાધન, વ્રત, અનુષ્ઠાન બાજુ મૂકી એને શોધો, એને શોધો, એને શોધો, એને જાણો, એને મેળવો, એને મેળવીને એક વખત સમગ્ર ચેતનાને એના ચરણમાં ઢાળી દો, એ જ સાધના. એ કહે તે સાધન, એ કહે તે કર્મ, એ કહે તે ધર્મ, એ કહે તે ધ્યાન. આવો સંપૂર્ણ સ્વીકાર એ જ સમ્યગદર્શન. ભાઈ ! આ કોઈ રહસ્યમય ગૂઢ વાર્તા છે. અમે અમારા વિષે શું કહીએ? અમે અમારા વિષે કંઈ પણ કહેવા નથી ઈચ્છતા, જણાવવાનથી ઈચ્છતા. જેને આંખો હશે એ અમને જોશે. જેને સમજ હશે એ અમને જાણશે પણ... પણ... અમે અમારા વિષે એટલું જ કહીએ છીએ કે અમારી પાસે જે આવે છે, અમારામાં સમાયછે અને અમને સમર્પિત થાય છે, એને અમે પરમ સત્ય જ આપીએ છીએ. અમને એ જ મળ્યું છે, પૂરુંને સમગ્ર ૧૦ ટચના સોના જેવું અમને પરમ સત્ય મળ્યું છે અને જયારે આપીએ છીએ ત્યારે પરમ સત્ય જ આપીએ. વાતો કરીએ છીએ જુદી છે. અનુભવ જુદો છે, ભાઈ! અમે અમારા વિષે વધુ કંઈ પણ કહેવાના નથી, કહેવા ઈચ્છતા નથી. સમજનાર સમજશે એની રાહ જોઈને બેઠા છીએ. તા. ૬-૧૨-૧૯૭૯ વ્યકિત, વસ્તુ, પ્રસંગ, પરિસ્થિતિ ને પ્રારબ્ધ એમના સતત નિકટમાંથી પસાર થવા છતાં અને એમની સાથે સતત રહેવા છતાં, જેની ચેતના, એમની સ્વતંત્ર ભિન્ન ૫૯ Page #69 -------------------------------------------------------------------------- ________________ કાકીની શા ભિન્ન અવસ્થાને કારણે, કોઈ તરફ ઢળતી નથી અને સંપૂર્ણ સભાન અવસ્થામાં, સંપૂર્ણપણે જાણવા છતાં જેની ચેતના ચૈતન્યમાં ટકીને કોઈ તરફ ઢળતી નથી, એ સ્વરૂપ સ્થિતિની અવસ્થા છે. એ અવસ્થામાં દુઃખ નથી, સુખ નથી, વિષાદ નથી, મૂંઝવણ નથી, અશાંતિ નથી, વિકલ્પ નથી. નથી એનું કારણ એના તરફથી પ્રત્યાઘાત ઊઠતો નથી, એનામાં પ્રતિક્રિયા રહી નથી. કારણ એ સ્વતંત્ર બન્યો છે. એ કોઈથી ચાલિત નથી, પ્રેરિત નથી, સંચાલિત નથી, એ સ્વરૂપસ્થ છે. એ જ્ઞાન કર્યું છે, સ્થિર થયું છે, જાગ્યું છે. જીવન તો વહેતો પ્રવાહ છે. એ પ્રવાહમાં વહેવું, એ પ્રવાહના સામે ન પડવું, એને બદલવા અંદરથી અહંકાર કે આસકિત પ્રેરિત આગ્રહ ન રાખવો. જ્ઞાની સપાટી ઉપર પ્રયત્ન કરતો દેખાતો હોવા છતાં, સપાટી તળે એ શાંત છે, સ્થિર છે. ઉપરની ક્રિયા છે, અને એ ક્રિયા પણ વર્તમાન અવસ્થાના વિકલ્પના કારણે નથી. પૂર્વ પ્રારબ્ધ પ્રેરિત છે. ક્રિયા છે પણ કરનારનો પોતાનો આગ્રહ નથી, કર્તાની પસંદગી નથી, એ પ્રરણે અંતર અવસ્થામાં કયાંય વ્યગ્રતા નથી. તણાવ (ટેન્શન) નથી. આ એક અપૂર્વ અવસ્થા છે, શાંત અવસ્થા છે. આ જ સાચું જ્ઞાન છે. રાગ એટલે મૂલ્ય, કિંમત, મહત્ત્વ. જેને અંતરમાં ચેતનનું મૂલ્ય આવ્યું છે એને બહાર કયાંય મૂલ્ય આપવા જેવું રહ્યું નથી, જેને મન બહાર કંઈ મૂલ્ય નથી, એને એના માટે આતુરતા નથી, ખેંચાણ નથી. શી રીતે આ થાય? સપુરુષના ચરણમાં નિવાસ કરવાથી, એમની પ્રત્યેક ચેષ્ટાને, પોતાના ઢાળે નહીં, પણ એમની તથા પ્રકારની અવસ્થા જાણી, સમજવાથી અને એ પરમ આશ્ચર્ય આત્મસાત્ કરવાથી, એમની પરમકૃપાથી એ અવસ્થા પ્રાપ્ત થાય છે. આનંદમાં હશો. તા.૨૦-૪-૧૯૮૭ શિષ્યને જ્ઞાનીના અંતરંગ જીવન વિશે જાણવાની ઉત્કંઠા થતી હોય છે. ખરેખર તો જ્ઞાની પુરુષો પોતાના મુખેથી આવી સ્પષ્ટતા કરતા નથી. એમનું જીવન તો સમર્પણથી જ જણાય. પ્રેમથી પરખાય અને શ્રદ્ધાથી, ભકિતથી એ જીવન પીવાય. એ જીવનના વિવેકથી, પ્રજ્ઞાથી દર્શન થાય. ૬૦ Page #70 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાતીની શા છતાં જ્ઞાની પુરુષ કોઈ કોઈ સત્ પાત્ર પાસે અંતરંગ જીવનની ચર્ચા કરે છે. એમના નિકટના અંતેવાસીને એ કહે છે. તા. ર૭-ર-૧૯૯૪. પરમ મૌન એ જ તમામ પ્રશ્નોનો જવાબ છે. અમારી અંતરંગ દશા તદ્દન જુદી છે. સ્થૂળ ભૂમિકા ઉપર થઈ રહેલું કર્મનું વદન તદ્દન જુદું છે. પણ બંને વચ્ચે કયાંય વિસંવાદ નથી. અંતરંગ અવસ્થામાં ચેતના જયાં હોવી ઘટે ત્યાં જ છે અને ત્યાં જ રહેશે. જ્ઞાની શું કરવા યાદ આવે અને જ્ઞાની શા માટે યાદ આવે? કારણ જ્ઞાની બહારનો છે એ પોતાને શું કરવા યાદ આવે? એને જયારે એમ થાય છે કે અંદરના જેને માન્યા છે એ શરણ નથી આપતા અને શરણનું કેન્દ્ર અંદર છે ત્યાંથી દૂર રાખે છે. અંદર શરણનું જે કેન્દ્ર છે ત્યાં જ્ઞાની લઈ જાય છે, મારે ત્યાં જવું છે. કારણ ત્યાં શરણ છે અને જ્ઞાની ત્યાં ઊભા છે માટે જ્ઞાની યાદ આવે. તીવ્ર અશરણતા જ્ઞાનીના શરણે લઈ જાય. આજ સુધી આપણે જ્ઞાનને શોધ્યું છે. આપણને જ્ઞાનની વિશેષતા લાગી છે. જ્ઞાનનું મહત્ત્વ લાગ્યું છે અને એ એટલા માટે લાગ્યું છે કે એને જ્ઞાનનું માહાત્મ છે. કારણ જ્ઞાનના કારણે જ્ઞાનીનો વિસ્તાર છે એવું એને લાગે છે એટલે પોતાનો વિસ્તાર કરવો હોય તો જ્ઞાન જોઈએ, માટે એ જ્ઞાની પાસે જાય છે, પણ જ્ઞાની માટે નહીં. એને જ્ઞાની જોઈતો નથી, એને જ્ઞાન જોઈએ છે, એટલે એનું લક્ષ્ય જ્ઞાન ઉપર છે, જ્ઞાની ઉપર નથી. માટે એ જ્ઞાન મેળવે છે પણ બહાર ઊભો છે, જ્ઞાન બહાર ઊભો રાખે છે. એ જ્ઞાની પાસે જ્ઞાની માટે જતો નથી એટલે જ્ઞાન મળે છે, જ્ઞાની છૂટી જાય છે. પણ જયારે જ્ઞાન નહીં પણ જ્ઞાનીને ઝંખશે ત્યારે એનું લક્ષ્ય જ્ઞાન નહીં, જ્ઞાની બનશે, જ્ઞાની જયારે લક્ષ્ય બને છે ત્યારે પ્રેમની ધારા ચાલુ થાય છે, જેમ પતિવ્રતા સ્ત્રીને શું જોઈએ? એને પતિનું ધન, રૂપ, બળ, ગુણ, સત્તા, વૈભવ જોઈએ છે? અને આ પતિ પાસે છે માટે પતિ જોઈએ? પતિનું છે માટે પતિ જોઈએ? જવાબ જો “હા” તો ત્યાં પ્રેમ નથી. શરીર જોઈતું હોય તો પણ ત્યાં પ્રેમ નથી, વાસના છે. પતિવ્રતા એવી ભૂમિકા ઉપર ઊભી છે કે એને પતિનું કાંઈ પણ ન જોઈએ, પતિ જ જોઈએ, તો જ એ પતિવ્રતા, તો ૧ Page #71 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાતીની શા જ દાંપત્ય પ્રેમ, તેમ જયારે શિષ્યને થાય કે જ્ઞાન નહીં પણ જ્ઞાની જ, અને કશાય માટે નહીં ત્યારે જ્ઞાની માટે ઝંખના જાગી એમ કહેવાય. જ્ઞાન નથી જોઈતું અને જ્ઞાની જોઈએ એમ કેમ? આવું શા માટે? જેને જ્ઞાન જોઈએ છે એને પોતાને ઊભો રાખવો છે. જેને જ્ઞાની જોઈએ છે એને પોતાને મટાડવો છે. પોતે જે છે તે મટવા તૈયાર થાય એટલે એક અર્થમાં મરવા તૈયાર થાય એટલે અક્રિય બની જાય, ત્યારે એનામાં ક્રિયા થાય. એક એવું સૂત્ર છે “પ્રેમ પ્રગટે એટલે જ્ઞાનનો નાશ થાય” એનો અર્થ એમ પણ થાય કે જ્ઞાનનો નાશ થાય ત્યારે પ્રેમ પ્રગટે. પણ આ કેવી રીતે? જ્ઞાન તો સ્વભાવ છે, એનો નાશ કેવી રીતે થાય? પણ એનું ઊંડાણ તો એ છે કે આજે જેને જ્ઞાન કહે છે તે જ્ઞાન નથી, જ્ઞાનનો સંગ્રહ છે એટલે માહિતી છે અને માહિતી જેને મેળવવી છે એનો હેતુ અહનો વિસ્તાર છે. અહંનો વિસ્તાર એ જ્ઞાનની યાત્રા, એવું સમજવામાં આવ્યું છે. આ જ્ઞાન પ્રેમને રોકે છે. માત્ર જ્ઞાન એ પ્રેમનો સ્પર્શ નથી. સ્પર્શનો અર્થ થાય છે, અંદર ઊતરવું. અંદરમાં સમાવી લેવું અને “અંદરમાં સમાવવું” આ ક્રિયાપ્રેમથી થાય.ને આવા પ્રેમની સરવાણી કૃપા છે, અને પા તો થાય કે જયારે કૃપા પાત્ર ન રહે એટલે કૃપા પૂરતો પણ વિકલ્પ ન રહે, ત્યારે જ્ઞાની અંદર પ્રવેશે છે તે કૃપા અને જ્ઞાની અંદર ઊતરે તે પ્રેમ. જેને પુરુષનો યથાર્થ સ્વરૂપમાં સ્વીકાર થયો છે તે પ્રત્યક્ષ સત્પરુષથી વિમુખ રહી શકે નહીં. પ્રત્યક્ષ સત્પષમાં પરોક્ષ જ્ઞાની પુરુષના જેને દર્શન થતાં નથી તેને પરોક્ષ જ્ઞાની માન્યા એમ કહેવાય નહીં. પરોક્ષ જ્ઞાની સાધક માટે ભાવની ભૂમિકા ઉપર ઉપયોગી છે પણ સાધકને એની અવસ્થાનું ભાન કોણ કરાવશે? અને શાસ્ત્ર વાંચીને જો એ પોતાની જાતને જોવા બેસશે તો તેમાં પોતાનો પક્ષપાત આડો આવશે જ. પ્રત્યક્ષ સત્પરુષ જ એને યથાર્થ ભાન કરાવશે. પ્રત્યક્ષ જ્ઞાની પુરુષમાં ત્રણે કાળના જ્ઞાની પુરુષો સમાયછે, આ દર્શન જેને થતું નથી અને જ્ઞાનીને માન્યા ન કહેવાય. પણ જ્ઞાનીને અમે માનીએ છીએ એવો અહંકાર સંતોષાય. એક એવી અવસ્થા આવે છે જયારે સમગ્ર સાધના એક માત્ર જ્ઞાની પુરુષની ભકિતમાં, ઉપાસનામાં, ધ્યાનમાં સમાય છે. એના ચરણના નિવાસમાં સમાય છે ને સાધન માત્ર છૂટી જાય છે અને ચેતન સમગ્ર અશુભથી અને સર્વશુભથી વિરમી જ્ઞાનીના ચરણમાં વિશ્રામ કરે છે. એ સાધકનું સાચું સાધત્વ છે. એવી પળ ક્યારે ને કયારે ૬૨ Page #72 -------------------------------------------------------------------------- ________________ કાકીની શા જીવનમાં આવવાની, એ પળને આવવા દેવી, લાવવી નહીં. જ્ઞાની પુરુષની પ્રત્યક્ષ હાજરીમાં એની આજ્ઞાની આધીનતા સિવાય બીજું કંઈપણ કરવાની વૃત્તિ ઊઠે એ જ અજ્ઞાન જનિત અહંકાર છે. પ્રશ્ન કોને છે? પૂર્ણ પુરુષને કોઈ પ્રશ્ન નથી. જેને શિષ્યત્વ પ્રાપ્ત થયું છે એને કોઈ પ્રશ્ન નથી. પૂર્ણ પુરુષને ગુરુની જરૂર નથી. શિષ્યત્વ જેને પ્રાપ્ત થયું છે અને તમામ સાધનો, આધારો, આલંબનો છોડયા છે, શરણ છોડયા છે. એક માત્ર ગુરુ સિવાય એને કોઈ આધાર, આલંબન, શરણ નથી. એને કોઈ પ્રશ્ન નથી, એને મન શાસ્ત્રોનું કોઈ મહત્ત્વ નથી. એ શાસ્ત્રને પક્કતો નથી. ગુરુની જ માત્ર નિશ્રા છે, એની કોઈ પસંદગી, ક્રમ, વિચાર, નિર્ણય નથી, એ માત્ર ગુરુમુખ છે. એને શાસ્ત્ર તરફ દષ્ટિ નથી. જે મુમુક્ષુ નથી, સાધક નથી એને ગુરુ કે શાસ્ત્રનો કોઈ પ્રશ્ન નથી. ત્યારે પ્રશ્ન કોને છે? થોડા ટકા સાધક ભાવ જેનામાં છે, થોડીક મુમુક્ષુતા જેનામાં પ્રગટી છે એને પ્રશ્ન છે. કાં તો ગુરુ તરીકે એની જેના માટેની પસંદગી છે, એના તરફ એનું વલણ છે પણ સમર્પણ નથી અથવા ગુરુ હાજર નથી તો એ શાસ્ત્રને આગળ કરે છે, એ જીવંત ગુરુને પકડવા તૈયાર નથી કારણ કે એ જીવંત ગુરુ તો સીધી જ વાત કરશે અને ત્યારે અહંકાર ઘવાય છે. જયારે શાસ્ત્રને મુખ્ય કરવામાં અહંકાર મજબૂત થાય છે. પ્રત્યક્ષ ગુરુ જોખમ છે. એ તમને પૂરા જાણે છે અને તમારું રૂપાંતર કરવા તમને સીધી પ્રક્રિયામાં ઢાળે છે. એ પ્રક્રિયામાં ઢળવું એ કાઠું પડે છે. કારણ કે એ માટે પોતાના તમામ વલણો બદલવા પડે છે. અહંકાર વલણો મજબૂત કરે છે. એટલે આ શાસ્ત્રો આગળ કરે છે, અહંકાર પુષ્ટ કરવા. સરળ એટલે શું સરળ એટલે સત્ય જેનામાં સીધું ઊતરી શકે છે. સરળ હોય એને કોઈ પ્રશ્ન નથી, જયારે જ્ઞાનીને જુદી જુદી વ્યકિતઓ સાથે વ્યવહાર કરવાનો હોય છે, ત્યારે શું થાય છે? સામી વ્યકિત તો પોતાની ભૂમિકા ઉપર રહીને વ્યવહાર કરે છે ને કરવાની પણ જ્ઞાની પુરુષને એની સાથે વ્યવહાર કરવો હોય તો શું થાય? ૬૩ Page #73 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાતીની દશા જ્ઞાની પોતાની મૂળ ભૂમિકા ઉપર રહી સામી વ્યક્તિ જે ભૂમિકા ઉપર છે ત્યાં રહી વ્યવહાર કરે છે. ને ધીમે ધીમે એ વ્યકિતની ભૂમિકા પોતાની જે મૂળ ભૂમિકા છે એવી ભૂમિકા ઉપર એને લઈ જાય છે, લઈ જવાનું લક્ષ રાખે છે. એટલે તે વખતે જ્ઞાની સામાની ભૂમિકા ઉપર ઊતરેલો દેખાય છે. પણ સામો અભાન છે, જ્ઞાની સભાન છે. એટલે જ્ઞાની કરવા છતાંયે કરતો નથી. એ ભૂમિકા એને સ્પર્શતી નથી. કરુણા ભાવ છે. એટલે સહજ રીતે સ્વાભાવિક વહેતી કરુણાની ધારા છે. એમાં કોઈ નિમિત્તની જરૂર નથી. પાત્રની જરૂર નથી. સામે પક્ષે પ્રયત્નની જરૂર નથી. અને અંદરમાં કંઈ પણ વિક્ષેપ એટલે ક્ષોભ નથી. પૂર્ણ છતાં સહજ, ક્રિયા છતાં કર્તા નહીં અને થાય છતાં સ્મૃતિ નહીં. (0) જ્ઞાની કેવી રીતે ઓળખાય? જ્ઞાનીને ઓળખવા સામા પાત્રનો પણ એટલો વિકાસ થવો જરૂરી છે. એ જેટલો જેટલો ઉપર ચઢે, એના જેટલા પડળ ખસે એટલા પ્રમાણમાં વીતરાગ પુરુષનાં દર્શન થાય. કાં તો અનન્ય પ્રેમ હોય તો તત્ક્ષણ દર્શન થાય. જીવનો પોતાનો તથા પ્રકારનો ઉપાડ થવો ઘટે. કોઈના માટે નક્કી કરવાની શી જરૂર? અને કોઈના માટે કહેવાની પણ શી જરૂર? પણ જે યથાર્થ માર્ગ ઉપર હશે ને સત્ પુરુષને આધીન હશે એને જેવું હશે તેવું અંદર અનુભવાશે. જેને યથાર્થ તત્ત્વ નિર્ણય કર્યો છે એને કયાંય અટવાવાનું ન થાય. જેને અનુભવ થયો છે તે પૂર્ણ થયો હોય તો એનું સમગ્ર દર્શન હોય. જેના કારણે પોતે જે રીતે સાધનામાં ગયો છે એ જાણે, અને બીજાઓ પણ ભિન્ન ભિન્ન પ્રકૃતિઓમાં અટવાયેલા હોય તે પણ જાણે. પરિણામે પ્રરૂપણાની વાત આવે તો એમાં ક્યાંય એકાંત ન આવે. ભૂમિકા ભેદે ભેદ રહેવાનો. સાધન ભેદ પણ રહેવાનો અને છેવટે કયાંય રોકાઈને ઊભા રહેવાનું નથી, એ પણ સમજ રહેવાની. એટલે એ જયારે માર્ગ બતાવશે તે એકાંતિક નહીં હોય. પણ જેને ખંડ દર્શન થયું છે એ તો પોતે જે રીતે ગયો છે એ જ રીતે બધા જાય એનો આગ્રહ રાખવાનો. ६४ Page #74 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનીતી દશા પરમાર્થનો માર્ગ ભિન્ન નથી પણ સાધન ભેદ રહેવાના. આ જો યથાર્થ ન સમજાય તો પ્રરૂપણામાં ક્ષતિ રહેવાની જ. ૭૨ સાધકમાં ઘટના ઘટવી એ કાળનો પ્રશ્ન છે. વહેલું ને મોડું એ કાળનો પ્રશ્ન છે. આ વિચાર કાળની દૃષ્ટિએ છે. પરિપકવતામાં કાળ નિમિત્ત છે અને અંતરાયભૂત પરિબળો સહજ રીતે શમી જાય ને પ્રવાહ વહેતો થાય તે મહત્ત્વનું છે. માટે જ ભાવ અને આવેશ બન્નેમાં પાયાનું અંતર છે. ભાવ તો જયારે અંદ૨માંથી અંતરાયભૂત પરિબળો દૂર થાય છે, ખસી જાય છે, ક્ષય પામે છે ત્યારે પ્રગટે છે. જયારે આવેશ તો વાંચનથી, વિચારથી અને કેટલાક અંશે અંતરાયભૂત પરિબળો મંદ પડવાથી પ્રગટે છે. એ આવેશ, એ ઉભરો, શમી જવાનો. નદીમાં જેમ પૂર આવે ત્યારે નદી બન્ને કાંઠે ભરેલી દેખાય પણ જયારે પૂર ઓસરી જાય ત્યારે નદી સાવ ખાલીખમ બને છે. એમાં એક પણ ટીંપુ પાણી નથી હોતું. ભાવની ધારા તો અખંડ ટકે છે, કાયમ ટકે છે, એ જ ધારા સત્પુરુષ સાથે સાધકને જોડી આપે છે. સાધકને સત્પુરુષ સાથે ધારા જોડી આપે છે, ત્યારે શિષ્યત્વ પ્રગટે છે. આ ધારા સત્પુરુષથી દૂર રહેવા છતાં, દેહથી, દૃષ્ટિથી, દૂર છતાં પ્રગટ થાય તે સારું છે, પણ આ સુગમ છે અને સહેલું છે, પણ આવી જ ધારા સત્પુરુષની પ્રત્યક્ષ હાજરીમાં, એમના અત્યંત નિકટ સહેવાસમાં રહેવાનું થાય ત્યારે પ્રગટવી જોઈએ, વહેવી જોઈએ અને ટકવી જોઈએ એ અત્યંત મહત્ત્વની ઘટના છે. કારણ પ્રત્યક્ષ હાજરીમાં સત્ પુરુષની દરેક ક્રિયા, દરેક કર્મ, દરેક પ્રવૃત્તિ જોવાનું પ્રાપ્ત થાય છે. એટલે જયારે એમનામાં ઉદયની ધારા સાકાર સ્વરૂપે પ્રગટ થતી હોય, પ્રારબ્ધ જ્યારે પોતાનો ખેલ બરાબર ખેલતું હોય ને જયારે સત્ પુરુષ એ પ્રારબ્ધને, પ્રારબ્ધથી અલગ રહી, સાક્ષી રહી, જ્ઞાતા ભાવે, તટસ્થ રીતે, અનાસક્ત બની, વિરકત ભાવે જયારે વેદતા હોય, અનુભવતા હોય અને પ્રારબ્ધથી સંપૂર્ણ વિરકત છતાં પ્રારબ્ધાધીન થઈને પસાર થતા હોય, તે વખતની ક્રિયા વખતે, કર્મ વખતે, શિષ્ય અત્યંત નિકટમાં હાજર રહીને જોતો હોય, અને ત્યારે એનામાં આ ધારા વહેતી હોય એ શિષ્યત્વની ચરમ કસોટી છે, એ સર્વોચ્ચ અવસ્થા છે. અને ત્યારે જ શિષ્યને હજારો શાસ્ત્રોનો નિચોડ મૂર્તિમંત જોવા મળે. જ્ઞાનીની અદ્ભુત કલા જોવા મળે, જ્ઞાનીનો પ્રચંડ પુરુષાર્થ જોવા મળે, જ્ઞાનીનું દિવ્ય સામર્થ્ય જોવા મળે. જ્ઞાનીની અંતરની પ્રચંડ ધારા જોવા મળે. અહીં જ્ઞાની અંદરમાં ઠર્યો છે ને ૬૫ Page #75 -------------------------------------------------------------------------- ________________ કાકીની દવા બહાર પસાર થઈ રહયો છે, અને છતાંય કયાંય તાલ તૂટતો નથી. ત્રાજવું, ત્રાજવાની દાંડી બિલકુલ સમતોલ રહે છે, રાખે છે, રાખી શકે એ જોવા મળે અને આ જ ધર્મ છે. ઉદયાધીન અવસ્થામાં ભાવની ધારા ભંગ થતી નથી, એ જ્ઞાનીમાં પ્રગટ જોવા મળે છે. પણ આ જોવા જેટલી સમજ, કૌશલ્ય, ધીરજ, વિવેક, વિચક્ષણતા, સૂક્ષ્મ દૃષ્ટિ શિષ્યમાં જોઈએ, અને તે વખતે પણ જ્ઞાનીને ઉદયથી પર, કર્મથી ભિન્ન, ક્રિયાથી અલગ ને તટસ્થ, ઉદાસીન, સાક્ષી, વિરકત જોવાની સૂક્ષ્મ દૃષ્ટિ જોઈએ. આ ન હોય તો શિષ્ય મૂંઝાય. કાં પ્રેમની ધારા મંદ બને કાં ભાવની ધારા તૂટે. કાં વિપરીત કલ્પના કરી બેસે, કાં તો ખોટી મૂલવણી કરે, કાં તો ભૂલભૂલામણીમાં પડે, કાં તો શાસ્ત્રોના શબ્દો પકડી રાખી શબ્દોથી માપવા જાય અને શિષ્ય ભુલાવામાં પડે છે, એ એની ક્રિયાને, કર્મને, વ્યવહારને જુએ છે પણ એનાથી જ્ઞાની સાવ તદ્દન જુદો, અલગ છે, એ જોઈ શકે નહીં તો જ્ઞાની નહિ ઓળખાય માટે જ જ્ઞાનીના નિકટમાં રહેવાની પણ યોગ્યતા જોઈએ, પાત્રતા જોઈએ અને તે વખતે આ ધારા વહેવી જોઈએ. માટે જ શ્રીમદ્ રાજચંદ્રજીએ કહયું છે “જ્ઞાની જયારે પ્રારબ્ધ વેદતો હોય ત્યારે કાચાપોચાએ પાસે રહેવું.” એવા ગંભીર વચનો કયા છે. તે યથાર્થ છે. ખરેખર તો જ્ઞાની પાસે રહેવાની, સર્વ શ્રેષ્ઠ પળ, સર્વોત્તમ પળ, સર્વશ્રેષ્ઠ અવસર આ જ છે. આ જ ધન્ય અવસર છે અને જ્ઞાનીને એ જ અવસ્થામાં જોવા જેવા છે. પણ શ્રીમદજીએ નિષેધ કેમ કર્યો? આ જોવા માટેની ક્ષમતા જોઈએ. એ વાતને સ્પષ્ટ કરી છે. સપુરુષના અત્યંત નિકટમાં રહેવાનું પ્રાપ્ત થાય એ જરૂરી છે. જ્ઞાની પુરુષથી દૂર રહેતાં શિષ્યને જે અંતરધારા વહે છે તે જધારા જયારે જ્ઞાની પુરુષની પ્રત્યક્ષ હાજરીમાં વહે ત્યારે જુદો જ અનુભવ થાય છે. ચૈતન્યમાં જે ભેદ દેખાય છે તે એક અપેક્ષાએ અવાસ્તવિક છે. કારણ એ ભેદ ઉપાધિ-જનિત છે. ઉપાધિ કર્મ છે. એટલે જોનાર જયારે ઉપાધિ તરફથી જોશે તો એને ચૈતન્યમાં વિવિધતા-ભેદ દેખાશે. પણ જો નજર-દષ્ટિ ઉપાધિને ભેદી ગઈ તો ઉપાધિથી પર ચૈતન્યમાં ભેદ નથી. એ મૂળચૈતન્યનિરુપાધિક છે. પછી તો સિધ્ધની ચેતના હોય કે સાધકની હોય કે સંસારીની, ત્યાં ભેદ નથી. એ ભૂમિકામાં તું, હું, તે નથી. જે છે તે છે. છે એટલે ભેદજ્ઞાન બે પ્રકારે છે. પહેલો પ્રકાર જેમાં પુરુષનો સમાગમ છે, ૬૬ Page #76 -------------------------------------------------------------------------- ________________ શાલીની દશા એના પ્રત્યે પરિપૂર્ણ શ્રદ્ધા છે ત્યારે એના દ્વારા પ્રતિપાદિત જે તત્ત્વ છે તે યથાર્થ છે. એમાં જડ જુદું, ચૈતન્ય જુદું, એનો સંપૂર્ણ સ્વીકાર એ શ્રદ્ધા છે, અથવા યથાર્થ જ્ઞાન છે. પણ અનુભૂતિ નથી. આ વૈચારિક ભેદજ્ઞાનની દશા છે અને આત્માનુભવ થયા પછી જે જડ અને ચૈતન્યનો ભેદ અનુભવાય છે તે પારમાર્થિક ભેદજ્ઞાન છે. સમ્યગુદૃષ્ટિ રાજય વહીવટ કેવી રીતે કરે? આ વાત સમ્યગૃષ્ટિની છે, તેમાં પણ શાંતિનાથ કુંથુનાથ, અરનાથ તો પરમ નિર્મળ સમકિતવાળા ને ચક્રવર્તી છે. બ્રહ્મદત્તને સુભૂમ સિવાય બીજા ચક્રવર્તીઓ સમ્યગ્દષ્ટિ છે. જેને સમ્યગદર્શન થયું છે તેવી વ્યકિત એનો વ્યવહાર અને એની આંતરિક ધારા બે વચ્ચે શું મેળ છે? સમ્યગદર્શન જેને થયું છે એને સમ્યગદર્શન થતાં જ અંદર બે ધારા પડી જાય છે. બે પ્રવાહ વહેતા થાય છે, બે ભાગ પડી જાય છે. (૧) જ્ઞાન ધારા (૨) કર્મ ધારા. સમ્યગદષ્ટિને ભૂતકાળ છે. ભૂતકાળમાં સમ્યગદર્શનની ગેરહાજરીમાં એને કર્મો તો કર્યા છે, ભાવો, લાગણીઓ, સંવેદનો તો કર્યા છે, અને એ કર્મ ફળ આપવા સમર્થ પણ હોય તો સમ્યગૃષ્ટિને કર્મ છે, કર્મનો ઉદય છે પણ ફરક એ છે કે સમ્યગ્દષ્ટિ થતાં જ એ દ્રષ્ટાબને છે, જ્ઞાતા બને છે. સાક્ષી બને છે. એને દ્રષ્ટાને દૃષ્ટિથી બરાબર જોયો છે એટલે એની સમગ્રધારા ભાવની ધારા દ્રષ્ટા તરફ વહે છે, અને એ સાક્ષી રહે છે, જોનાર રહે છે. એટલે કરનાર મટી જાય છે. પણ થાય છે, થાય છે એનું કારણ એ નથી, પોતે નથી, પણ પૂર્વકૃત કર્મ છે, ભાવ છે, સંવેદન છે. એ સક્રિય બને છે, એને ઉદય કહે છે. અને એ ઉદયભાવ ભિન્ન ભિન્ન પ્રકારનો રહેવાનો, પણ કોઈ પણ ઉદય, ગમે તેવો ઉદય અંદર સક્રિય થાય ત્યારે સમ્યગદષ્ટિ તો કરનાર નથી, જ્ઞાતા છે અને કર્મ(પોતે) કરનાર છે. કર્મ કરનાર છે, એટલે યંત્રવત્ એની મેળે ઉદયમાં આવે છે. એ ઉદયમાં જે જોનાર છે, એ ઉદયમાં જોડાતો નથી, છતાં જાણનાર સાક્ષી હોવા છતાં એની ચેતના હજુ પૂરી બળવાન નથી. એ કારણે તે વખતે એનામાં રાગદ્વેષની ધારા કામ તો કરે છે, અને એ ક્રિયા વખતે તથા પ્રકારના રાગ દ્વેષ પણ થાય છે, એ થવા છતાં એ અંદરથી જુદો ઊભો છે, જોનાર છે. એમાં ઉગ્રતા દેખાય, તીવ્રતા દેખાય, પણ એકતા નથી, તાદાત્મ નથી. એ કારણે એ જુદો જ રહે છે. યુદ્ધના મેદાનમાં યુદ્ધ કરે છે. એ વખતે એ હાજર જરૂર છે, પણ કર્મના કાર્યને જોનારા તરીકે. એ અંદર ૬૭. Page #77 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાતીના ઘણા જોડાતો નથી. આ અવસ્થાને જ્ઞાની જ જાણી શકે, અજ્ઞાની શાસ્ત્રથી આ જાણે પણ સમ્યગ્રષ્ટિ ન હોય ને સમ્યગ્દષ્ટિના ઉદય સાથે પોતાની તુલના કરે તો તે દુરાચારી છે, જ્ઞાનીમાં એ દુરાચાર નથી. એ ભોગવતો નથી, જો એ કર્તા નથી તો ભોક્તા પણ નથી. પૂર્વકર્મને ભોગવ્યા સિવાય છૂટકો નથી, એમ કહેવું ખોટું છે. જ્ઞાની પૂર્વકર્મને પણ ભોગવતો નથી. જે કર્તા નથી તે ભોકતા પણ નથી, પણ પૂર્વ કર્મને ઉદયમાં આવવું પડે તે ઉદય પ્રમાણે શરીર, વાણી, મન ક્રિયા કરે, તે વખતે પણ જેમ તે કર્તા નથી તેમ તે ભોકતા પણ નથી. એ જ્ઞાતા જ છે, સાક્ષી જ છે, એટલે દુઃખને પણ નથી ભોગવતો, દુ:ખને જાણે છે, સુખને પણ નથી ભોગવતો સુખને જાણે છે અને જુએ છે. આ ભોગ, આ ભોગવનાર, ભોગવાય છે એ બધાથી ચેતના જુદી છે, માટે એ ભોકતા નથી પણ ભોગનો સાક્ષી છે, એની હાજરીમાં થાય છે. સમજાય છે? આ સહેલું નથી. ભોગો ન ભોગવાય તે સહેલું પણ ભોગ વખતે હાજર હોવા છતાં, ભોકતા ન બનવું એ તો આશ્ચર્ય છે. ' એ એમના માટે સહજ ખરું પણ એમાં પણ એક ઊંડી વાત છે અને તે એ કે ભોગ વખતે હાજર રહેવું પડે છે, એ એમના માટે અસહ્ય વેદના છે, પણ એના કરતાં એક જુદી અવસ્થા છે, જયાં ભોગ પણ હાજર થતા નથી. જ્ઞાની માટે ભોગ હાજર હોય ને એ તે વખતે એ હાજર હોય તો જ્ઞાની પસાર - જરૂર થાય છે પણ એને ઠીક તો નથી લાગતું પણ પસાર થાય છે. એમાં જ્ઞાનીનો જેમ સ્વીકાર નથી તેમ વિરોધ પણ નથી. એ એને પસાર થવા દે છે. આ અતિસૂક્ષ્મ વાત છે. જેમ ભોગી ભોગમાં જોડાય છે, તન્મય થાય છે, તરૂપ થાય છે, ડૂબી જાય છે, પરંતુ ભોગીના શરીર, વાણી, મન ને સાથે ચેતના પણ ડૂબી જાય છે, પૂરા ડૂબી જાય છે. જયારે જ્ઞાની પણ કર્મના દબાણથી ભોગમાં જોડાય તો છે, કર્મના આમંત્રણથી જોડાય તો છે અને જોડાવું પડે એવું કર્મનું જોર છે અને જ્ઞાની જોડાય છે અને એના શરીર, વાણી, મન ભોગીની જેમ પૂરા ડૂબે છે પણ એની ચેતના બધાથી બિલકુલ જુદી ને ઉપર તરે છે. આ કઠિન છે એમ નહીં, આ અત્યંત કઠિન છે, એની ચેતના પૂરી ડૂળ્યા વગરની ને ઉપકરણો શરીર, ઈન્દ્રિયો મન પૂરા ડૂબેલા. આ પરમ આશ્ચર્ય છે. આનું કારણ એ પણ છે કે ક્રિયાથી કરનાર નહિ ઓળખાય, ક્રિયા થાય ત્યારે તો કરનાર જ દેખાય ને અન્ય જોનાર જે મૂલવણી કરે તે ક્રિયા સાથે એને ભેળવીને જોશે પણ ક્રિયા વખતે કરનાર નથી પણ જોનાર છે ને ક્રિયા થતી હોવા છતાં એ જોનાર છે, ६८ Page #78 -------------------------------------------------------------------------- ________________ ડાહીતી હવા એ સમજવું મુશ્કેલ છે. જ્ઞાનીને વ્યાધિ, રોગ થાય પણ જ્ઞાનીમાં રિએકશન (પ્રતિક્રિયા)તો ન જ હોય, એ મુકત હોય. એ અંદરથી જે બહાર આવે છે એને પસાર થવા દે છે. જ્ઞાની ઉપયોગ મૂકીને કેમ જોતા નથી? - જ્ઞાનીને કુતૂહલ નથી એટલે અસાધારણ કારણ સિવાય જ્ઞાની બહાર જોવા ઉપયોગ ન મૂકે. પણ જ્ઞાની જયારે બહાર જુએ છે ત્યારે એને યથાર્થ દેખાય છે. જેમકે સ્ત્રી દેખાય છે, સ્ત્રીનો દેહદેખાય છે પણ જ્ઞાનીને એમાં રહેલી ચેતના પણ દેખાય છે. એનો દેહ પણ દેખાય છે, એમાં પરમાણુઓની અદ્ભુત રચના છે, એ પણ દેખાય છે, એ રચના કાયમ નથી એ પણ દેખાય છે અને આ અદ્ભુત રચના વિકૃત થતાં વાર નહીં લાગે એ પણ દેખાય છે અને એના દેહમાં કોઈ જાતનું સુખ નથી એ પણ દેખાય છે, એને ભોગવવામાં સુખ છે એ માનવુંભ્રમ છે તે પણ દેખાય છે. એના ભોગમાં આસકત બનવાથી ચેતના ડૂબે છે, એ પણ દેખાય છે. - પરમ જ્ઞાની જે કંઈ કહે છે તે જાણીને કહેતા નથી પણ તે જેના વિશે કહે છે તેને પ્રત્યક્ષપણે જોઈને કહે છે. એટલે એમનું દર્શન અખંડ છે એટલે જ્ઞાનમાં વસ્તુ પૂર્ણ આવી પણ જયારે કહેવાનો પ્રારંભ કરે છે ત્યારે શબ્દનો આધાર લેવો પડે છે. એ શબ્દ ખંડિત છે. માટે મૌનમાંથી વાણીમાં ઊતરે છે, ત્યારે તે અસત્ય બની જાય છે. હવે એ જ્ઞાનીને સાંભળનારનો ક્ષયોપશમ કેવો છે? એને પોતાનો મત છે, માન્યતા છે. એટલે જ્ઞાનીને પોતાના ઢાંચામાં ઢાળે છે. એ જ્ઞાનનો પ્રવાહ વહેતો થયો તે ખંડિત થયો, માટે તે શૈલી ખોવાઈ ગઈ. જ્ઞાનીની પ્રત્યેક વાત પૂર્ણ છે પણ સાંભળનાર જ્ઞાનીને સાંભળતો નથી. એ પોતાનો રંગછાંટીને પોતાને સાંભળે છે. માને છે કે હું જ્ઞાનીને સાંભળું છું પણ આ ભ્રમ છે કારણ એ જ્ઞાનીને સાંભળતો નથી. માટે શ્રવણ માટે ત્રણ શરતો છે (૧) સ્વચ્છંદનો ત્યાગ (ર) આગ્રહનો ત્યાગ (૩) મતનો ત્યાગ, એટલે એ સન્મુખ થયો, એ સ્ટેન્ડીંગ પોઝીશનમાં આવ્યો એટલે ગ્રાહક થયો, રીસેપ્ટીવ થયો. એ થતું નથી અને હજારો વર્ષ જ્ઞાની પાસે રહે છે. પણ એમ નથી, એ પોતાની સાથે રહે છે, જ્ઞાનીની પાસે નહીં. છે જ્ઞાની પાસે, પણ રહે છે પોતાની સાથે. તે અંતેવાસી-અત્યંત નિકટ રહેનારો – શરીરથી છે, પણ હૃદયથી બહુ દૂર છે. કારણ મન, બુદ્ધિ અને કર્મકાંડ અને જ્ઞાનીથી દૂર રાખે છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાતીતી કથા તો શું થાય છે? લોખંડના કટકા જુદા જુદા છે. એમાં હજારો પરમાણુ છે. સળિયા, જાળી, કોદાળી, પાવડો, ખલ, ચમચો, દસ્તો, તાવેતો પણ અગ્નિ પર ચઢયા પછી એ બધા ઓગળી ગયા એટલે એક રસ થયો. ત્યારે પૂછો કે આમાં શું શું છે? તો ઘણું છે. પણ અત્યારે શું છે? કંઈ નહીં. બધું એક રસ છે. જ્ઞાનીના અનુભવમાં એક રસ છે. અભેદ છે. માટે જ્ઞાની પાસે રહેવું એક વાત છે અને અંતેવાસી બનવું બીજી વાત છે અને સમર્પિત થઈને રહેવું એ તો અલૌકિક વાત છે. માટે જ્ઞાની પાસે રહેનારા પણ ઘણાયે પામતા નથી અને દૂરથી આવનારો તત્ક્ષણ પ્રાપ્ત કરે છે. જ્ઞાનીની અનુભૂતિમાં જગતનું વૈવિધ્ય નથી. માટે જગત નથી, માટે દશ્ય નથી, માટે વસ્તુ નથી, માટે ભેદ નથી, માટે વિકલ્પ નથી. જ્ઞાની અખંડમાં રેલે છે અને ખંડમાં ઊભો છે. પણ ત્યારે જ્ઞાની કહે છે જુદુ જુદુ પણ અનુભવે છે તો બધું એક જ. ભોગોમાં જીવન બે રીતે જાય છે. (૧) સ્વયંપ્રેરિત (૨) પરપ્રેરિત. અજ્ઞાની સ્વયંપ્રેરિત છે. એને ભોગોમાં રસ છે. ત્યાગી, અજ્ઞાની હોય તો પણ ભોગોનો રસ હોય તો એ પણ સ્વયંપ્રેરિત છે. જ્ઞાની પરપ્રેરિત છે. એને ભોગોનો રસ તૂટયો છે અને આનંદનું કેન્દ્ર જડયું છે. એટલે રસ તો તૂટયો છે. તો હવે ભોગોમાં કેમ જાયછે? તો કર્મઉદયના ધક્કાના કારણે જાય છે. લેણ-દેણ પૂરી કરવા માટે જાય છે. માટે એ ભોગોમાં દેખાતો હોય તો પણ અંદરથી બહાર છે. પણ આ ગહન વાત છે. કાચા પારા જેવી છે. ન સમજાય તો અનર્થ થાય. પ્રેમનો પ્રવાહ જીવનમાં વહેવો એ અત્યંત મહત્ત્વનું છે. ચેતના પ્રેમમય બને એ અગત્યનું છે. અને એ ધારા સપુરુષને સ્પર્શીને જયારે વહે ત્યારે એ ધારાનું ફિલ્ટર' શુદ્ધિકરણ થાય છે. એટલે એ ધારા શુદ્ધ બનીને વહે છે. માટે જ તો એક વખત આ પ્રેમની ધારા વ્યકિત, વસ્તુ, પદાર્થ ને પ્રકૃતિમાંથી સંપૂર્ણતઃ છૂટી પુરુષમાં જ વહે, ત્યાં એનું શુદ્ધિકરણ થાય. ત્યાંથી એ પ્રાણીમાત્રમાં પદાર્થ માત્ર તરફ વહે ત્યારે એ પ્રેમના સીમાડા તૂટે છે, કાંઠા તૂટે છે. એ અસીમ બને છે. સાગર બને છે. પ્રાણીમાત્ર સાથે તે અનુભવાય છે. અને ત્યારે એમાંથી રાગ-દ્વેષ છૂટે છે ને વીતરાગતા પ્રગટે છે. O Page #80 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાતીની શા (૮) કર્તાભાવ જયારે ટળી જાય ત્યારે કર્મ હોય છે, ક્રિયા હોય છે પણ કર્તાભાવ ના હોય એટલે ઉપયોગ બહાર જાય શું કરવા? કર્તાભાવન હોય એટલે અહંકાર ન હોય. અહંકાર ન હોય એટલે આસકિત ન હોય એટલે અપેક્ષા ન હોય એટલે ઈચ્છા, ચાહન હોય. ઈચ્છા ન હોય એટલે સંઘર્ષ ન હોય, એટલે તંત ન હોય, તંદ્ર ન હોય એટલે ચિત્ત પરમ શાંત હોય, ચિત્ત પરમ શાંત હોય એટલે શરીરમાં તીવ્ર આઘાત, પ્રત્યાઘાત ન હોય, ત્યારે સમતુલા હોય. સમતુલામાં સહજ કર્મ થાય, અને છતાં કરવાપણું ન હોય. (૭૯) સાધુ, ગૃહસ્થ, સ્ત્રી, પુરુષ, આ બધી બહારની ખોળો છે. જે સમજયો છે એ સમાઈ ગયો, એની ખોળ ઉપર છે, પણ એને ઊતારી દીધી એટલે ખોળ, પાઠ બધો ભજવે પણ સમજેલો દ્રષ્ટા ભાવે જુએ. એ ગમે ત્યાં, ગમે તે સ્થિતિમાં બેઠો હોય ત્યાં એની ખોળ હોય, એ તો એના ઘરમાં જ હોય. સત્ પુરુષની પ્રાપ્તિ કયારે થાય? જયારે સાધકમાં પરમાર્થ માર્ગની તીવ્ર ઝંખના જાગે છે, તાલાવેલી જાગે છે ત્યારે પુરુષનો વિરહ સાલે છે. રોમ રોમ એના માટે ઝંખે છે. એ એના માટે ઝૂરે છે. એ ઝૂરણાના કારણે, વિરહની આગના કારણે અંદર ભાવમળની શુદ્ધિ થાય છે. એ શુદ્ધિ થતાં એના માટે નિયત સગુરુ એને શોધે છે. આવા ગુરુ જયારે મળે ત્યારે એને ઉલ્લાસ જાગે છે. ત્યારે પહેલું શરીર પછી શરીર સંબંધી બધું ને છેવટે મન એને સોપે છે. પોતાની માલિકી હઠાવી લે છે. એનો સીધો અર્થ આજ્ઞાપાલન. જ્ઞાનીનાં મુખ્ય લક્ષણો – આત્મજ્ઞાન, સમદર્શિતા, અકર્તાભાવ, પરમ પ્રેમ અને નિષ્કારણ કરુણા બુદ્ધિ, જ્ઞાની પુરુષ હૃદયથી ઓળખાય. સાચું તો એ છે કે અનુભવી જયાં છે ત્યાંથી બોલે છે. બોલે છે પણ શબ્દો એટલી ઊંચાઈએ પહોંચી શકતા નથી. એ જયાંથી ક્રિયા કરે છે ત્યાંથી ક્રિયા દેખાતી નથી. માટે એ જે છે તેનો અનંતમો ભાગ જોનારને દેખાય છે. પછી જેવો જોનાર, એની જેટલી Page #81 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાતીની શા ઊંચાઈ, એટલી ઊંચાઈ એને દેખાય. સીડી ઉપર તમે જેટલા વધારે ચઢો એટલું જોવાનું ક્ષેત્ર બહોળું થાય. દર) ગુરુનું કામ તમારા મનમાં ગરબડ ચાલુ કરવાનું છે. તમારા મનમાં ગરબડ ચાલુ થઈ ગઈ એટલે માત્ર શરીર તમે છો એવું જે મને ઘૂટેલું એના બદલામાં ના, ના, હું માત્ર શરીર નથી, હું કંઈક બીજું છું. આવી ગરબડ ખરેખર સાચા અર્થમાં મનમાં ઊભી કરવી એ ગુરુનું કામ છે. પણ આ ગરબડ ઠંડા કલેજામાં છે. આ ગરબડની અસહ્ય મૂંઝવણ થઈ જાય તો રંગ જામે. તમે જે છો, ખરેખર જે છો, એને જાણીને સ્વીકારો અને ખરેખર તમે જે છો, એ ન પકડાય ત્યાં સુધી ખરેખર શું છો? એની શોધ કરો. સદ્ગુરુ સાથે એટલે સદ્દગુરુની ચેતના સાથેનો એવો અભેદ અનુભવ સાધક માટે અનિવાર્ય છે. તે પછી જ એની ચેતનાનું ઉદ્ઘાટન થાય છે. TITLTLTLT, L પૂજા એ બાહ્ય ધર્મ છે, પૂજ્યના જેવું જીવન બનાવવું એ આંતરધર્મ છે. – – – – – – – – – – – – - - - - - - - --- - - રસથી વિંધાયેલું તાંબુ સુવર્ણ બને છે તેમ ભક્તિરસથી વિંધાયેલો આત્મા પરમાત્મા બને છે. - --- - - - - - - --- - - - - - - -- - - - - -- પરમાર્થ માટેની તીવ્ર ઝંખના જાગવાથી મળશુદ્ધિ થાય છે ને સમ્યફ પુરુષાર્થથી તથા પ્રકારની અંદર અવસ્થા પ્રગટે છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ - -- - - -- - સમર્પણ Page #83 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ ખરેખર એવું છે કે જયારે શિષ્યની ચેતના ગુરુની ચેતના સાથે સંવાદ સ્થાપી લે છે, ને ચેતના વિલીન થાય છે, ત્યારે એ ચેતના એક પરમ તૃપ્તિ અનુભવે છે. હૃદય તદ્ન શાંત બને છે. સમાધાન અનુભવે છે. સવાલ રહ્યો બુદ્ધિનો. બુદ્ધિના પ્રશ્નો ઊભા થાય ત્યારે પણ ચેતના જેનામાં વિલીન થઈ છે એના તરફથી સમાધાન મળતું હોય તો બુદ્ધિ પણ શાંત થાય છે. ८४ આ એક જુદી જ અવસ્થા છે. એ અવસ્થામાં ચિત્ત કંઈ ખોજે નહીં. કારણ અતૃપ્તિ નથી, તૃપ્તિ છે. આ ઉપેક્ષા નથી અને દિલ તો એક જ ઠેકાણે ઠરે એ જ અનિવાર્ય. ૮૫ ધ્યાન માટેનો આપણો પ્રયત્ન કૃપા વગર સફળ થઈ શકતો નથી. સાધક ગમે તેટલું મથે, મહેનત કરે અને પ્રયત્નો કરે પણ નિગૂઢ એવું જે પરમ તત્ત્વ જે સદ્ગુરુની પરમ કૃપા વગર પ્રગટ થઈ શકતું નથી. સદ્ગુરુની કૃપા સંપૂર્ણપણે તો જ ઊતરે જો શિષ્યમાં પરમ આધીનતા આવે. (૮૬) આંતરિક અવસ્થા પ્રગટ થાય ત્યારે બોલવું, ચાલવું, લખવું, ખાવું, ઊંઘવું, ફરવું, બેસવું, ઊઠવું કાંઈ પણ ગમતું નથી. ઉપયોગ તત્ત્વમાં ડૂબેલો ને ડૂબેલો જ રહેતો હોય છે. આંખ ઉઘાડવી પણ ગમતી નથી હોતી. કૃપા માગવાથી મળતી નથી, અને વારંવાર કૃપા માગવાની જરૂર પણ નથી. કૃપાની ધારા સત્ પાત્રમાં સહજપણે વહે છે. સત્ પાત્રનું એક માત્ર લક્ષણ છે ‘સર્વતોભાવથી ચેતનાનું સંપૂર્ણ સમગ્ર સમર્પણ'. આ સમર્પણ ભાવ જે અનુભવે છે એને કૃપાના સાગરમાં મહાલવાનું થાય છે. પછી એને કોઈ જાતની ચિંતા કરવાની રહેતી નથી. મોક્ષ તો એની હથેળીમાં છે. ૭૪ પાત્રમાં સત્ પાત્રતા હોય, તાલાવેલી હોય, તલસાટ હોય, ઝંખના હોય, તો પણ એ માર્ગનો પરમ પુરુષાર્થ કરવાનો જ રહે છે. તમને માર્ગ મળ્યો છે. યથાર્થ માર્ગ જે છે, જેવો છે તેવો અમે તમને જણાવ્યો છે ને જણાવીશું એમાં નિશ્ચિંત રહેજો. આસકિતઓ અને વાસનાઓના ઢગલા સામે શું કરવા જોવું પડે ? સૂર્યના તાપમાં બરફ ઓગળે તેમ ચૈતન્યના પ્રખર તાપમાં વાસનાઓના ઢગલા ઓગળી જાય છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ સમજ પછીનું બીજું સાધન છે ગુરુની આજ્ઞા. પણ જીવને ગુરુઆજ્ઞા પણ કઠણ પડવાની કારણ ગુરુ કંઈ લશ્કરી અમલદાર નથી. ગુરુ તો પ્રેમની મૂર્તિ છે. એમાં શિષ્ય પોતાના અહંને ઓગાળવો પડે; ને પરમ પ્રેમને અનુભવવો પડે, તો ગુરુ આજ્ઞાનું સહજ પાલન થાય. સહજ રીતે એટલે તર્ક વગર, વિકલ્પ વગર, વિચાર વગર, પ્રતિકાર વગર, અવેજીમાં કંઈ વિકલ્પ માગ્યા વગર આજ્ઞાપાલન થાય તે. ખરેખર તો સમજ પ્રેમ પ્રગટ થવા દેતી નથી. પ્રેમ તો હૃદયમાં પ્રગટે છે, હૃદયનો વિકાસ છે. સમજ તો મગજમાં જન્મે છે. એ બુદ્ધિનો ખેલ છે. પરંતુ સમજ અને પ્રેમ સાથે પ્રગટે એ તો સર્વોત્તમ છે. અને એ જેને થાય તે જ ખરો શિષ્ય છે. હું પન્ન નથી લખી શકતો એનું દુઃખ તમારા મનમાં છે. જ્ઞાની પુરુષો બોલે છે, લખે છે ત્યારે ઘણું બધું આપે છે. પણ જયારે નથી બોલતા, નથી લખતા ત્યારે સર્વથી અધિક આપે છે. કારણ જગતના ધૂળ સાધનોને મર્યાદા છે, સીમા છે. જયારે ભાવની સૃષ્ટિમાં મર્યાદા નથી, સીમા નથી. એ સૃષ્ટિ અમર્યાદિત છે, અસીમ છે, વિરાટ છે. જે કાંઈ પ્રાપ્ત કરવાનું છે એ જીવને પ્રાપ્ત જ છે. પ્રાપ્તનું વિસ્મરણ એ જ મોટી ભૂલ છે અને દશ્ય સાથેની તાદાભ્ય બુદ્ધિ એ જ દુઃખનું મૂળ છે- દશ્યને જોતાં જોતાં દ્રષ્ટા ન રહ્યો અને દશ્ય સાથે એકતા બુદ્ધિ કરી એ દ્રષ્ટાને જે ક્ષણે સમજાયતે ક્ષણથી જ દ્રષ્ટા છે. દ્રષ્ટા તો જયારે દશ્ય સાથે તન્મય બને છે ત્યારે પણ એ પૂર્ણ છે, અખંડ છે. અને દશ્યથી જયારે ભેદજ્ઞાન કરે છે ત્યારે પણ દ્રષ્ટા તો પૂર્ણ છે. અખંડ છે. પણ દશ્ય સાથે દ્રષ્ટાની તન્મય અવસ્થામાં આનંદ નથી, સમાધાન નથી, નિરુપાધિતા નથી, પ્રસાદ નથી, પ્રસન્નતા નથી. ત્યાં દુઃખ છે, વિષાદ છે, અશાન્તિ છે. એ સ્વભાવગત નથી, અજ્ઞાનગત છે, ત્યારે પણ એ અખંડ આનંદનો સાગર છે. પણ તાદાભ્ય બુદ્ધિનો અવરોધ આનંદને પ્રગટ થવા દેતો નથી. જયારે એ પડદો દૂર થાય છે ત્યારે અંદરથી એ આનંદનો પ્રવાહ વહે છે. સદ્દગુરુ જયારે શબ્દોનો આશ્રય છોડે છે ત્યારે એ શિષ્યની ઉપેક્ષા કરે છે એમ નથી. શિષ્યને ભૂલી ગયા છે એમ નહીં. એની અંતરસૃષ્ટિમાં પ્રવેશી એ આવરણને દૂર કરવાનું કામ કરે છે. ખરેખર એ આવરણને દૂર કરતા નથી, આવરણ દૂર થાય છે. સૂર્યની ગરમીથી બરફ ઓગળી જાય છે, અગ્નિના તાપથી માખણ ઓગળી જાય ૭પ Page #85 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ છે ત્યારે વ્યવહારમાં એમ કહેવાય છે કે અગ્નિથી માખણ પીગળ્યું છે, એ તો નિમિત્ત -નૈમિત્તિક સંબંધ છે. કર્તા-કર્મનો સંબંધ નથી. પણ શિષ્ય તો ગુરુને, સદ્ગુરુને નિમિત્ત નથી માનતો, કર્તા માને છે. સદગુરુ કર્તા નથી પણ નિમિત્ત જ છે. આ શિષ્યની સ્પષ્ટ સમજ છે, પણ ભાવનો પ્રચંડ પ્રવાહ એવો છે કે જેથી એ સદ્દગુરુમાં કર્તુત્વનું આરોપણ કરે છે. શિષ્યને સદ્દગુરુનો સ્વીકાર સ્પષ્ટ છે. સમજ સ્પષ્ટ છે. પણ એ જ્ઞાનની ધારામાં છે. બુદ્ધિના વિશ્લેષણમાં છે. જયારે ભાવની ધારામાં એનો અનુભવ જુદો છે. ત્યાં ભકિત પ્રગટ થાય છે, સમર્પણનો ભાવ પ્રગટ થાય છે, આજ્ઞાપાલનની અવસ્થા આવે છે. શિષ્ય જીવંત પ્રતિમા હોવા છતાં એ ઉપકરણ બની જાય છે. (૮) સમર્પણ એટલે શું? પોતાનું સમગ્ર અસ્તિત્વ પરમ અસ્તિત્વમાં વિલીન થઈ જાય. વ્યકિત રહે પણ વ્યક્તિત્વ નહીં. વ્યક્તિ વિરાટમાં ભળી જાય. જુદું અસ્તિત્વ ખરું પણ જુદું વ્યકિતત્વ નહીં. એ અવસ્થામાં કોનું ધ્યાન ને કોનો જપ? આ પરમ પ્રેમની અવસ્થા છે. વૈરાગ્યનું ફૂલ જ્ઞાનના છોડ ઉપર ખીલવું જોઈએ કે જે છોડે પ્રેમનો રસ પીધેલો હોય. વૈરાગ્યનો અર્થ હૃદયન્યતા કે જડતાનહીં. હૃદયની સંવેદનશીલતા જળવાવી જોઈએ. એક વખત સકલ જીવરાશી પ્રત્યે પરમ પ્રેમ અનુભવ્યા બાદ વીતરાગ દિશામાં જવાશે. પ્રેમની ઘટનામાં આયોજન નથી, પ્રયોજન નથી, પ્રાગટ્ય છે. બુદ્ધિમાં આયોજન છે, પ્રયોજન છે, ગણિત છે. હૃદયના પ્રેમમાં સ્વીકાર સાથે સમર્પણ છે. જયાં ગોઠવણ નથી, આયોજન નથી, દૈહિક સંબંધ નથી અને પદાર્થની અપેક્ષા નથી, છતાં હૃદયનો નીતરતો ભાવ એનું જ નામ પ્રેમ. બોલખાણ વગર ઓળખાણ નહીં થાય, બોલખાણ એટલે બોલે એવી ખાણ એટલે જીવંત, પ્રગટ સદ્દગુરુ १६ Page #86 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન મંત્ર જપ Page #87 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન-પત્ર જપ ૯૦) ધ્યાનમાં જયારે ચેતના ઊતરે છે ત્યારે અંદર એક રસાયણિક પ્રક્રિયા થાય છે. આત્મપ્રદેશોની સાથે જે કામણ વર્ગણાના પરમાણુઓ ચોંટયા છે, એ પરમાણુઓમાંથી સ્નિગ્ધ સ્પર્શ બનતો જાય છે. અર્થાત્ એ પરમાણુઓમાં જે ચીકાશ છે, તે ચીકાશ બળતી જાય છે. ચીકાશ બળવાના કારણે પરમાણુઓમાં આત્મપ્રદેશો સાથે ચોંટી રહેવાની શકિત નષ્ટ થાય છે. બીજી બાજુ પરમાણુઓમાં સ્નિગ્ધ રસ, ચીકાશ ઉત્પન્ન થાય તેમાં નિમિત્ત રૂપ જે ભાવ, એ ભાવ ધ્યાનમાં થઈ શક્તો નથી. પરિણામે પરમાણુઓ ખરે છે અને આત્મપ્રદેશો નિર્મળ બનતા જાય છે. એ સાચા અર્થમાં શુદ્ધ થાય છે. માટે ધ્યાનને અગ્નિ કહ્યો છે. અગ્નિ પ્રજ્વલિત થાય છે ત્યારે જેમ મળ બળી જાય છે તેમ ધ્યાન અગ્નિ ચીકાશને ખતમ કરે છે. ધ્યાનમાં તો આત્મપ્રદેશો નિષ્કપ બને છે. આત્મપ્રદેશોનું નિષ્કપ રહેવું એ જ ધ્યાનનું શ્રેષ્ઠ પરિણામ છે. ધ્યાન એટલે નિષ્કપ કંપ રહિત, સ્પંદન રહિત અવસ્થા. એ જ સાચા અર્થમાં અક્રિય અવસ્થા છે. આ આત્મપ્રદેશોનું કંપન ન થાય તે અકંપ અવસ્થા આવે એ જ શુકલ ધ્યાનની ઘટના છે. અકંપ અવસ્થા-આત્મપ્રદેશોની અકંપ અવસ્થા એ જ શુકલ ધ્યાનનું હૃદય છે. માટે ધ્યાનની તમામ પ્રક્રિયાઓ આ લક્ષ્ય થવી જોઈએ. પરિણામ - અધ્યવસાય - ભાવ એ જ કંપમાં નિમિત્ત છે. તે તે વર્તમાનકાળનું ઉદય કર્મ એ જ ભાવમાં નિમિત્ત છે અને એ ઉદય તરફ ઢળવું એ જ અધ્યવસાય અથવા પરિણામ છે. ધ્યાનમાં ચેતના ચૈતન્યમાં સ્થિર થાય છે. આ સ્થિરતા ચેતનાની, ચૈતન્યમાં સ્થિરતા એ જ સ્પર્શ છે, એ જ અનુભૂતિ છે, એ જ સંવેદન છે. માટે ચેતના એ તરફ ઢળે, ઢળે એટલે ઉદયકર્મમાં જોડાણ થતું નથી, પરિણામે જોડાણ પછીની તમામ પ્રક્રિયા રદ થાય છે. એટલું જ નહીં પણ રિવર્સ થઈને, પાછા ફરીને પરમાણુઓમાં રહેલી ચીકાશ ન થવાના કારણે પરમાણુઓ ખરે છે. આ ક્ષરણે-ખરવાપણું એ ઘટના શુકલ ધ્યાનનું હૃદય છે. ધ્યાનમાં ચેતના ઊંડી ઊતરે એ માટે સાત બાબતોથી સૌથી પહેલા મુકત બનવું પડશે (૧) બહુ પ્રમાદવાળી ચર્યા – અપધ્યાન (ર) વિષય લોલુપતા (૩) કાલુષ્યતા - કલુષિત ભાવો (૪) પર પરિતાપ - પરપીડન (પ) પરપરિવાદ - નિંદા (૬) ઈન્દ્રિયોની આધીનતા (૭) બિન જરૂરી શુભકાર્યમાં જવું. આ સાત બાબતો છૂટે તો જ ચેતના ધ્યાનમાં ઊતરી શકે. Page #88 -------------------------------------------------------------------------- ________________ ધ્યાત-મત્ર જપ આપણું મન ધ્યાનમાં જવા તૈયાર નથી. કારણ ધ્યાનમાં મનનું મૃત્યુ છે, મન મરે છે, મન રહી શકતું નથી. મનને કામ નથી મળતું. મનનું જીવન છે વિચાર, વિકલ્પ, વૃત્તિ, વિચાર, વિકલ્પ, વૃત્તિ વગરની ચેતનાની જાગૃત અવસ્થા તે ધ્યાન. એ માટે આપણું રૂઢ મન તૈયાર નથી. મન ટેવ માટે, આદત માટે, પુનરાવૃત્તિ માટે, ભિન્ન ભિન્ન જાતની ક્રિયા માટે તૈયાર છે. કારણ આ બધામાં મન રહી શકે છે. મનનું અસ્તિત્વ ટકી શકે છે. માટે મંત્ર, પૂજા, પાઠ, નાદશ્રવણ, પ્રાણાયામ તરફ મન ઢળે છે. ધ્યાન માટે મન તૈયાર નથી. ધ્યાનમાં ગયા વગર નહીં ચાલે. આત્મ અનુભવ પછી ધ્યાન નથી, કારણ ધ્યાન સાધન છે. અનુભવ પછી જેનો અનુભવ થયો છે એમાં રમણતા હોય. પણ સાથે કર્મઉદયની ધારા પણ છે. જ્ઞાની એ ધારામાં જોડાતો નથી. જુએ છે, જાણે છે પણ જોડાતો નથી. એ ધારામાં ઉપયોગ જાય છે ખરો પણ જ્ઞાન એ ઉપયોગને ટકવા દેતું નથી અને ઉપયોગ સ્વભાવ તરફ વળે છે. એ ગાળામાં ધ્યાન છે. ધ્યાન સાધન તરીકે, પણ આત્મ અનુભવ પછી ધ્યાન કરવાનું રહેતું નથી; ધ્યાન રહે છે. પર્યાયની ધારા છે પણ પર્યાય કોની? દ્રવ્યની. ગુણની ધારા છે પણ ગુણ કોના? દ્રવ્યના. એટલે ધારા તો પર્યાય, ગુણ વટાવી દ્રવ્યમાં જ ઠરે. મૃત્યુ પણ બોધપ્રદ પ્રસંગ છે. દેહમાં આત્મા આવીને વસે છે, એને નિમિત્ત બનાવી રાગદ્વેષ કરે છે. કર્મની પરંપરા વધારે છે, કાં તો રાગ દ્વેષનો ક્ષય કરે છે ને કર્મની પરંપરા તોડે છે. જે કર્મની પરંપરા તોડવામાં દેહને નિમિત્ત બનાવે છે. એ જ ખરેખર દેહનું મૂલ્ય જાણે છે. એમ કહેવાય. જન્મ, વ્યાધિ, જરા, મૃત્યુ દેહની આ સ્વાભાવિક અવસ્થાઓ છે. એને અંદર રહેલો જુએ છે, પણ જોતાં ન આવડે તો હર્ષને શોક કરે છે. જોતાં આવડે તો સાક્ષીભાવે તટસ્થ રહે છે. કષાય મંદતા થઈ હોય તો પણ આત્માના વિકાસ માટે અવસર બની શકે, પણ એ પાછા તીવ્ર પણ થાય, પણ કષાયની પ્રકૃતિ ખસી જાય એ મહત્ત્વનું છે. ચેતનાના અંશો ખૂલતા નથી ત્યાં સુધી સાધના અધૂરી છે. પણ એમાં એક ગૂઢ ૭૯ Page #89 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-પત્ર જપ રહસ્ય છે. આત્માના આઠ રૂચક પ્રદેશો તો સદાય ખુલ્લા છે, નિરાવરણ છે, આત્માના અસંખ્યાત પ્રદેશોમાંથી આઠચક પ્રદેશ સ્વભાવે જ કાયમ નિર્મળ છે. એટલે ચેતનાનો એ અંશ ખુલ્લો છે જ એ માટે તમારા પુરુષાર્થની જરૂર નથી પણ જે અંશ ખુલ્લો છે એને ધ્યેય બનાવવામાં આવે, એટલે ચેતનાનો ઉપયોગ એમાં ઢાળવામાં આવે તો બાકીના પ્રદેશો ખુલ્લા થતા જાય. નિરાવરણ પ્રદેશોમાં ચેતનાનો ઉપયોગ ઠરે એ જ ધ્યાન છે, અને એ જ ધ્યાન આવરણને ભેદીને બાકીના પ્રદેશોને ખુલ્લા કરે છે. એટલે જે અંશ ઉઘાડો છે એને લક્ષમાં લઈને આખો અંશી છે અને એ એવો જ નિરાવરણ છે, એવી શ્રદ્ધા કરી, ઉઘાડા અંશમાં ચેતના રમતી થાય તો ધ્યાનની એક ગૂઢ પ્રક્રિયા બની જાય અને એ ધ્યાન જ આવરણને તોડવાનું કામ કરે. એટલે સ્વભાવમાં પરિણમવાનો તો પૂર્ણ અવસર છે જ. આ ન સમજાય ત્યાં સુધી બહિર્મુખ અવસ્થા રહેવાની. વિચારના બળ ઉપર સાધના નહિ થાય, એ બળ કોઈ શાશ્વત બળ નથી. શ્રદ્ધાના બળ ઉપર જ સાધના થાય. શ્રદ્ધા એટલે દર્શન, દર્શન એટલે જોનારને જોવો. જોનારને જોવાનું બની જાય તો જ શ્રદ્ધા થાય. એ શ્રદ્ધા અખૂટ બળ છે, દિવ્ય બળ છે. એ બળે જ જીવ સાધનામાં ટકવાનો. વૈચારિક બળ તો તૂટવાનું જ અને જીવ પહેલાં જયાં હતો, જે જોયું હતું, જયાં રમ્યો હતો ત્યાં જ પહોંચી જવાનો, કારણ એ જોયું છે. જાણ્યું છે, પરિચિત છે, અનુભવ્યું છે એટલે એ તરફ જ ઢળવાનો. વિચાર એ તાંતણો છે પણ તમે જાગૃત હો તો જ એ તાંતણાને પકડી શકો ને? જો આ તાંતણો પકડાય તો વ્યવહારના કામો થશે, પણ બહુ ઊંડી વાત તો એ છે કે વ્યવહારમાં જયારે, જેમ, જે રીતે થવાનું હોય તેમ થાય છે એ બધું નિયત છે, એની રચના થઈ ચૂકી છે, એ રચના ક્રમે ક્રમે પ્રગટ થાય છે એટલું જ. અને એ રચના વખતે તમારે જે પાઠ ભજવવાનો છે, કર્મ કરવાનું છે, એ તમે કરવાના, એમાં ભળવું ન ભળવું પ્રશ્ન જ કયાં છે? પણ અંદરમાં આસકિત છે, અહંકાર છે, અજ્ઞાન છે, રચના વિષે અભાન છે માટે ઉધામા છે. વિચાર, યોજના, આયોજન, ક્રિયા બધું જ થાય, પણ અતલ ઊંડાણમાંથી એક ધ્વનિ આવતો હોય છે જેમ થવાનું હોય છે તેમ થવાનું છે માટે પકડ રાખ્યા વિના તું ચાલ્યો જા” એટલે વ્યવહારનાં કામો પૂરા થશે તો પણ એ અંદર ડૂબશે તો નહીં જ. જીવનમાં સાધના માટે ગુરુની જરૂર છે અને છે જ. જીવનમાં સદ્ગુરુ જેને મળ્યા એને બધું જ મળ્યું, મોક્ષ મળ્યો. અને સદ્ગુરુ જેને નથી મળ્યા એને કંઈ જ નથી મળ્યું. માટે જ ગુરુની સેવા ભકિત કરતાં આજ્ઞાનું મહત્ત્વ છે. પ્રસંગ વ્યવહારનો હોય ૮૦ Page #90 -------------------------------------------------------------------------- ________________ કે સાધનાનો, ગુરુ આજ્ઞા મુખ્ય બને તો સાધકને કયાંય અટકવાનો ભય નહીં. કારણ ગુરુની આજ્ઞા મૂળભૂત તત્ત્વને પકડીને હશે. જીવ ઘર તરફ વળે ને બહાર ન જાય, એવી જ એ આજ્ઞા હશે. પણ જીવને બહાર જવું છે ને ગુરુ પાસે સંમતિ માગવી છે, ગુરુ ન આપે ત્યાં જ સંઘર્ષ ઊભો થાય. ગુરુ દૂર હો કે નજીક, જયાં સુધી તમારી ચેતના ગુરુનો સંપૂર્ણ સ્વીકાર કરે છે એટલે પૂર્ણ પ્રેમ છે ત્યાં સુધી જગતનું કોઈ પણ બળ તમને કયાંય ખેંચી નહીં શકે, કારણ જતાં પહેલા ગુરુની આજ્ઞા જોઈએ, માટે શિષ્ય શ્વાસ લેવો તે પણ ગુરુ આજ્ઞાથી જ. કેવી આશ્ચર્યકારક વાત. શ્વાસની ક્રિયા ક્ષણે ક્ષણે થાય અને ગુરુને પૂછે હું શ્વાસ લઉં? તો તો ગુરુને પણ મુશ્કેલી થાય, પણ રહસ્ય જુદું છે. ગુરુ તમને એક હદ સુધી જવા દે છે અને જયારે એ રેખા આવે છે ત્યારે રોકે છે, પણ તમારે સતત ગુરુ સાથે જોડાયેલા રહેવું પડે. 4 તા. ૨૧--૧૯૭૯ ભાઈ, વાતો ગમે તેટલી કરીએ, સાંભળીએ, જાણીએ પણ એનાથી સ્વાનુભવ ન થાય. સ્વાનુભવ વિના આનંદ ન થાય. અંદરથી પ્રગટેલો આનંદ દુઃખ, વિષાદ, અશાંતિને દૂર કરશે. સ્વાનુભવની કળી ધ્યાનમાં ખીલે છે. ધ્યાનની સ્થિરતા જરૂર આવશે. જેને ધ્યાન વગર કયાંય ગમતું નથી ને ચિત્તનું લક્ષ્ય સતત ધ્યાન તરફ જ રહે છે એ ચિત્ત જ ધ્યાનમાં ઊતરી શકશે. ધ્યાનમાં સ્થિરતા થતી નથી એવો નિષેધક ભાવ હવે શું કરવા પોષો છો? અંતરની દિવ્ય ધારા ઊઠે છે એ ઊઠતી ધારામાં સમગ્રપણે વહો. એ ધારામાં એવા પરિપૂર્ણ ડૂબો કે જેથી તમામ તૈત ભેદ મટી જાય. વિકલ્પો ને કષાયો બિચારા દોડાદોડ કરે છે, એટલા માટે કે હવે ઘર ખાલી કરવું પડશે. હવે જવું પડશે. વારંવાર માલિકની નજર સામે તરે છે, એટલા માટે કે માલિક જરા સામે જુએ અને અત્યંત જૂનો, ગાઢ સંબંધ યાદ કરીને એમ કહે કે રહો, રહો, હું નહીં કાઢી મૂકું. એવી દયા જેને જ્ઞાનીઓ “મોહદયા કહે છે, એ ઊઠે. આ મોહદયા મોહ કરતાં ભૂંડી છે. એ દયા ન લાવશો અને એમને મહત્ત્વ ન આપશો તો એ જવાના જ. મૂલ્ય તૂટી જાય પછી એ ભાવ ન રહે. ૮૧. Page #91 -------------------------------------------------------------------------- ________________ ધ્યાત-વત્ર જપ ભાઈ, માર્ગ સ્પષ્ટ છે, અને એ પરમ તત્ત્વ પણ અતિસ્પષ્ટ છે. વારંવાર એક વિચાર કરો છો, અનુભવ થતો નથી, ધ્યાનમાં ચેતના ઢળતી નથી અને સંસારની પ્રવૃત્તિઓમાં ચિત્ત ચોંટતું નથી. પણ માત્ર વિચારથી શું થશે? એ માટે નિત્ય સાધનાની જરૂર છે. પૂરી સમજ એ શ્રેષ્ઠ સાધન છે. વસ્તુસ્થિતિ જેવી છે તેવી, તે જ પ્રમાણે પૂરી સમજ પ્રાપ્ત થાય, એ ક્ષણે જ ચિત્તમાં સમૂળગુ રૂપાંતર થાય. એ જ ક્ષણે ચિત્તનો પ્રવાહ બદલાઈ જ જાય, પૂરી સમજમાં એ બળ રહ્યું છે. વિતરાગ માર્ગની આરાધનામાં સમ્યગ્રજ્ઞાન ઉપર ભાર નથી, સમ્યગ્દર્શન ઉપર ભાર છે. સમ્યગ-દર્શન એટલે પરમ તત્ત્વના અનુભવની ક્ષમતા. ક્ષમતા એટલે (કેપેસીટી) જીવની યોગ્યતા એ માટે જ સાધન. યોગ્યતાને પ્રગટ કરવા માટે જ સાધન. સાધનનો બીજો કોઈ અર્થ નથી, હેતુ નથી અને જરૂર પણ નથી. અંતરની યોગ્યતા પ્રગટે એટલે અનુભવ થાય. રોજ ધ્યાન સાધન અને સપુરુષના વચનનું આરાધન એ અનિવાર્ય છે, અને આ કરવું જ પડશે એમાં કોઈ વિકલ્પ નથી. જયારે જે સ્થિતિમાં થાય તે સ્થિતિમાં તે કરવું જ રહયું. માત્ર વિષાદ કામનો નહીં, સમ્યફ પુરુષાર્થ પણ જરૂરી છે. ભાઈ, આ તો કરવું પડે, કરવું જ પડે, કર્યા વગર ન ચાલે. કર્યા પછી એમ થશે કે અરે ! આ તો ઘરમાં વસ્તુ હતી અને કેમ ન જડી! ખોળવી પડે. નિરાશા ખંખેરી નાખો અને નિત્ય સાધનાનો પ્રારંભ કરો. તા. રપ-૬-૧૯૮૪. જડ પદાર્થો સંબંધી કોઈ પણ જાતની ઈચ્છાઓ ન હોય. પણ એ પૂરતું નથી. સ્વભાવની અનુભૂતિ ન થાય ત્યાં સુધી સતત પુરુષાર્થ કરવાનો રહે છે. હાલ સંપૂર્ણ નિવૃત્તિ મળે તેવી શક્યતા નથી. છતાં પ્રવૃત્તિ વચ્ચે નિવૃત્તિનો ગાળો કાઢવો જ રહ્યો. ધ્યાનનો અંકુર તો ફૂટી ગયો છે; પણ એ અંકુરને નવપલ્લવિત રાખવાની જરૂર છે. આ સંબંધી વિષાદ કર્યા વગર ગમે તે રીતે સમય પ્રાપ્ત કરી ધ્યાનમાં જવાનું રાખશો. સંવત્સરી પર્વની આરાધના વિશેષતાપૂર્વક અને પરમ આનંદપૂર્વક થઈ હતી, ૮૨ Page #92 -------------------------------------------------------------------------- ________________ શાતત્ર ૫ તમને ખમાવું છું. એક વખત સમગ્ર દષ્ટિને અંતર તરફ વાળવી પડશે. પૂર્ણ દષ્ટિ પ્રાપ્ત કર્યા સિવાય સંસારમાં ડગલે ને પગલે દોષ દેખાશે. સંસારનો અર્થ જ એ છે કે ધર્મ કરનાર વ્યકિત જયારે સમજ રહિત હોય છે, ત્યારે એના ધર્મમાં પ્રાણ નથી હોતો. ભાવનું કેન્દ્રહૃદય છે, જો હૃદય મરી ગયું હોય તો ભાવને પ્રગટ થવાનો અવસર કયાં રહ્યો? અને જયાં ભાવ નથી ત્યાં કોઈપણ ક્રિયા હોય, ભોગની કે યોગની તે નીરસ બને છે. આજે જીવન નીરસ છે. અને જયાં ભાવ નથી ત્યાં આનંદ કેવી રીતે પ્રગટે? સમજ અને સંસ્કાર વચ્ચે સતત સંઘર્ષ ચાલે છે. જ્ઞાન થતાં સંઘર્ષ ટળી જાય છે. જ્ઞાનનું એ સામર્થ્ય છે, એ સંઘર્ષમાંથી મુક્ત કરે છે. સમજ અને જ્ઞાન વચ્ચે મૌલિક ભેદ છે, સમજ છે ત્યાં ભેદ છે, વંદુ છે. જ્ઞાનમાં ભેદ નથી ને વંદ્વ નથી. ત્યાં નિર્બદ્ધ અવસ્થા છે. જ્ઞાન દશામાં સંસ્કારો કામ કરે છે પણ જ્ઞાનીની ચેતના ઉપર હોય છે, એ સંસ્કારથી દબાતી નથી. વિષયો તરફ જોતાં શરમ આવે છે અને જેનાથી શરમ થાય છે એ તરફ ખેંચાણ પણ થાય છે. સમજ છે એના કારણે શરમ આવે છે ને સંસ્કાર છે એના કારણે ખેંચાણ થાય છે. એક ત્રીજી વાત છે સમજથી અને સંસ્કારથી જે જુદો છે એનામાં ઠરે તો બન્ને ટળી જાય. દ્રષ્ટા બની જતાં બન્ને ટળી જાય છે. સમજ જયારે જ્ઞાનમાં પરિણમશે ત્યારે સંસ્કારોની ઉપર ચેતના જશે. શરીર સાધન છે એ વાત નિશ્ચિત પણ સંકલ્પ શરીરને બળ આપે છે. અંદરનો દઢ સંકલ્પ જોઈએ તો શરીર ડીસ્ટર્બ નહીં કરે. ધ્યાન કરવું હોય ત્યારે શરીર તૈયાર થાય જ. શરીર તૈયાર થાય ત્યારે ધ્યાન થઈ શકશે એ વાત શરીરના હાથમાં ગઈ. ધ્યાન કરવું હોય ત્યારે શરીર તૈયાર થઈ જાય એ તમારા હાથની વાત છે એટલે શરીરના તરફ રાહ જોવાની રહેતી નથી. ધ્યાન ધ્યાતાને કરવાનું છે. ધ્યાતા ચેતન છે, એ શરીરમાં છે પણ એની અવસ્થા શરીરથી જુદી છે. શરીર સાથે એની અવસ્થાને કોઈ સંબંધ નથી એટલે બળ પ્રગટશે. પ્રેમ જ જીવનનું અમૃત છે. પ્રેમના અમૃતનો પરિચય ઓછો છે માટે પ્રેમનું મહત્ત્વ સમજાતું નથી. રાગ, સ્નેહ, સદૂભાવ, વાત્સલ્ય એ બધા કરતાં પ્રેમ શ્રેષ્ઠ છે. સપુરુષ પ્રત્યે પરમ પ્રેમ પ્રગટી જાય પછી એને કોઈ સાધનાની જરૂર નથી. Page #93 -------------------------------------------------------------------------- ________________ દશાહબ ૫ વિચારો આવે છે માટે શું કરવું? વિચાર આવે છે ને? વિચાર પણ અધકચરો ન કરો. વિચારને પણ અધકચરો ન જુઓ. પશ્ચાતાપ પણ અધકચરો નકરો. ટોટલ સમગ્રપણે કરો; આ તમને યથાર્થ સમજવામાં એટલા માટે અઘરું પડે છે કે તમારા મનને કંઈક કરવાનું જોઈએ છે, મનને સમજવાની પ્રક્રિયા અઘરી પડે છે, કારણ કરવામાં તમે જડતા પૂર્વક કરી શકો પણ વિચારવામાં, જોવામાં પ્રત્યેક પળની જાગૃતિ જોઈએ. માટે ધ્યાન અઘરામાં અઘરું છે. સ્તોત્રપાઠ, મંત્રજાપ, પ્રાણાયમ સહેલા છે. કારણ એનાથી ટેવાઈ શકાય છે, એ હેબીટ બની શકે છે. ધ્યાન એ ટેવ નથી, આદત નથી, એ તમારી ગેરહાજરીમાં નહિ થઈ શકે. ત્યાં પ્રત્યેક પળે તમારે હાજર રહેવું પડે છે. ક્રિયામાં તમારી ગેરહાજરી ચાલે, ધ્યાનમાં ન ચાલે. વિચારો સારા કે ખરાબ આવે છે ને? સહુથી પ્રથમ એ વિચારોને સંપૂર્ણપણે ઊંડાણથી સમગ્રપણે પણ તટસ્થપણે જોવા, વિચારોને વિચારોની પાસે રહીને બરાબર જોવા. વિચાર ખરાબમાં ખરાબ છે ને? ખરાબ વિચારને એની પરાકાષ્ઠાએ પહોંચવા દો, પણ તમે એ વિચારોને પૂરા જુઓ. વિચારોને આવવા દો. આવવા દેવા પણ વિચાર કરવા નહીં. આ મહત્ત્વની વાત છે. તમે વિચારોને આવવા નથી દેતા પણ કરો છો. એ નથી કરવા એટલે તમારે જોવા, જોનાર બનવું. વિચાર કરવાથી કર્મબંધ થાય છે. પણ વિચારોને ન કરવાથી અને વિચારોને આવવા દેવાથી અને આવતા વિચારોને માત્ર જોવાથી કર્મ નિર્જરા થાય છે. બહુ ગંભીર વાત છે. વિચાર ઊઠે છે તે સકારણ છે, વિચાર કરો છો તે ભૂલ છે. ૧૦૦) તમામ પ્રવૃત્તિઓ કરવાની પાછળ કરનારની એક માત્ર ખોજ છે, અને તે આનંદની. તમામ ક્ષેત્રે વિરાટ પ્રવૃત્તિ કરવા છતાં એ આનંદનો આસ્વાદ ચાખી શકયા નથી. એના ઉપરથી એમ લાગે છે કે આનંદનું કેન્દ્ર જેને માનીને દોડી રહ્યા છીએ એ સાચું કેન્દ્રનથી. તો શું આનંદ ભ્રમ છે? ના ના, આનંદ તો સ્વભાવ છે, પણ એનું કેન્દ્ર જુદું છે. એ કેન્દ્ર છે અસ્તિત્વ એટલે પરમ ચૈતન્ય. તો એ કેન્દ્ર તરફ ગતિ કરવી. પરિધિ ઉપરથી કેન્દ્ર તરફ જવું અને એ જ પ્રક્રિયાને ધ્યાન કહેવાય. એ ધ્યાન દ્વારા પરિધિ ઉપરથી કેન્દ્રમાં જઈ શકાય છે. આ કર્યા સિવાય માનવજાત ઠરશે નહીં, એવું ૮૪ Page #94 -------------------------------------------------------------------------- ________________ ધ્યાત-મંત્ર જપ અનુભવું છું. શાંતિ માટેનો પહેલો ઉપાય એ છે કે તમે અશાંત છો? એ અશાંતિની તીવ્ર વેદના તમારામાં છે? અશાંતિની અસહ્ય વ્યથા તમે અનુભવો છો? જો હા, તો તમારે સહુથી પ્રથમ એ ચિત્તની અશાંતિને પૂરેપૂરી સમગ્ર રીતે સમજવી પડશે. અશાંતિને પૂરી સમજો એટલે તમને અશાંતિના કારણો સમજાશે. અશાંતિનાં કારણો દૂર થાય તો શાંતિ સહજ છે. અશાંતિનું મૂળભૂત કારણ એક જ છે, અને તે વિકારો. વિકારનો અર્થ સ્વરૂપ તરફથી ખસીને બહારમાં આનંદની શોધ. એનું કારણ છે અજ્ઞાન. તો વિકારો જે પળે શાંત થશે તે જ પળે શાંતિ. તો શાંતિનો ઉપાય વિકારોને દૂર કરવા. વિકારો દૂર તો જ થાય કે જયારે નિર્વિકાર ચૈતન્ય સ્વરૂપનો અનુભવ થાય. એ અનુભવ ધ્યાનમાં થાય. માટે ધ્યાનમાં ઊતરવું પડે. રુચક પ્રદેશ ચક એટલે નિર્મળ, શુદ્ધ, નિરાવરણ. આત્માના અસંખ્યાત પ્રદેશો છે તેમાં આ આઠ રુચક પ્રદેશો સિવાય બધા જ અવરાયેલા છે. આ આઠ રુચક પ્રદેશો ઉપર આવરણ થઈ શકતું નથી. એ બરાબર શરીરના મધ્યભાગમાં છે. એ નાભિ કેન્દ્રમાં માટે આ નિરાવરણ પ્રદેશોનું ધ્યાન કરવાથી જબાકીના પ્રદેશો ઉપરનું આવરણ ખસવા લાગે છે. એટલે નિરાવરણમાં ઉપયોગ જવાથી, ધ્યાન થવાથી બાકીના પ્રદેશો ઉપરથી કર્મમળ ખસવા લાગે છે. માટે રુચક પ્રદેશોનું જ ધ્યાન કરવું. એનું ઘર નાભિ છે. માટે નાભિનું ધ્યાન કરવું. કારણ કે એ જ સંપર્કનું સ્થળ છે. આ નાભિધ્યાનનું રહસ્ય છે. અત્યંત ધીરજથી આ પ્રક્રિયા કરવાથી અભુત અનુભવ થાય છે. શુકલધ્યાનનું આ આંગણું છે. (૧ ) તા. ૨૩-૬-૧૯૮૪. જડ પદાર્થો સંબંધી કોઈ પણ જાતની ઈચ્છાઓ ન હોય પણ એ પૂરતું નથી. સ્વભાવની અનુભૂતિ ન થાય ત્યાં સુધી સતત પુરુષાર્થ કરવાનો રહે છે. ધ્યાનના ૫. Page #95 -------------------------------------------------------------------------- ________________ ધ્યાત-મંત્ર જપ ફૂટેલા અંકુરને નવપલ્લવિત રાખવાની જરૂર છે. વિષાદ વગર સમય કાઢી ધ્યાનમાં જવાનું રાખવું જરૂરી છે. ૬ 07 તા. ૪-૧-૧૯૮૬ સુખદુઃખ સહન કરવાની કળા તિતિક્ષાથી પ્રાપ્ત થાય છે. એનો પ્રારંભ પ્રકૃતિ સાથે સંવાદથી થાય છે. માટે જ શાસ્ત્રોમાં કહયું છે કે શીતોષ્ણ અવસ્થામાં પ્રકૃતિની વિષમતા દેખાતી હોય છે, ત્યારે પણ ચિત્તમાં સમતા હોય. સુખપૂર્વક જીવન જીવવાની આ ચાવી છે. જીવનમાં એક પણ ક્ષણનો પ્રમાદ કરવા જેવો નથી. જેને આત્માની અનુભૂતિ કરવી છે. તેણે સતત જાગૃતપણે પુરુષાર્થ કરવો જ રહ્યો. એ માટે ધ્યાન જેવું બીજું કોઈ શ્રેષ્ઠ સાધન નથી. ૧૦૫ ૧૦૬ જપ કરનારે સહુથી પહેલા પોતાના મનને પૂછવું કે જપ શા માટે કરવા છે? અને પછી મને શું કહે છે તે તટસ્થતાથી સાંભળવું અને એમાં સંસાર પોષણનો કોઈ પણ મંદ ધ્વનિ ઊઠતો હોય તો મનને કહેવું રે મન! હજી તને બહારમાં રહેવું છે? સંસારમાં જ રમવું છે? મનમાં એમ થાય કે જપ અન્ય કશા માટે નહીં માત્ર મનને શાંત કરવા માટે જ, ત્યારે કોઈ પણ મંત્ર અસર કરશે, તે પહેલા નહીં. (૧૦) મંત્ર કેવી રીતે જપવો? સતત એક જ મંત્ર જપવો. વારંવાર મંત્ર બદલવાથી મંત્રમાં ચૈતન્ય પ્રગટતું નથી, બધા મંત્રો ચેતના વગરના બની જાય છે. ઘણા મંત્ર જપવા નુકસાનકારક. મંત્ર જપ કરતાં ધ્યાનનું લક્ષ રાખવું ને મંત્ર જપુ કરતાં ધ્યાનમાં જવાય તો ડૂબી જવું. (૧૦૭) મંત્ર ઈષ્ટની ઉપાસના માટે છે. ઈષ્ટ એટલે આરાધ્ય દેવ. દેવ રાગથી, દ્વેષથી, મોહથી, અજ્ઞાનથી મુકત છે. મુક્ત જ હોવા ઘટે એ જ ઈષ્ટ. એ ઈષ્ટ બે, ચાર કે અનેક ન હોય, ઈષ્ટ એક જ હોય. જેમ સતી સ્ત્રીને પતિ એક જ હોય, તેમ ઉપાસકને ઈષ્ટ એક જ હોય અને ઉપાસક સમગ્ર ભાવથી, સમગ્ર શકિતથી ઈષ્ટની ઉપાસના કરે. Page #96 -------------------------------------------------------------------------- ________________ શાત-મત્ર ૫ ઈષ્ટની ઉપાસના ઈષ્ટ જેવા થવા માટે છે. જે ઈષ્ટની ઉપાસના કરશો, તમે એના જેવા થશો. માટે ઈષ્ટને વરવામાં, પસંદ કરવામાં વિવેક જોઈએ. અરિહંત તત્ત્વ નિરાકાર છે, નિર્ગુણ છે. એની ઉપાસના અત્યંત કઠિન છે. ભગવાન મહાવીર, પાર્શ્વનાથ આદિ સાકાર સ્વરૂપ છે. એ જ ઉપાય છે. એ જ ઉપાસ્ય અને એ ઉપાસ્યની સાથે ચેતનાને તદાકાર કરવા માટે એક જ મંત્ર. ઈષ્ટ સાથે ચેતના તદાકાર બને ત્યારે મંત્ર સિદ્ધ થયો કહેવાય માટે એક જ ઈષ્ટ અને એક જ મંત્ર સાધનામાં અનિવાર્ય છે. સાધકનું ચિત્ત શાંત, પ્રશાંત, ધીર, ગંભીર અને સમતોલ હોવું જોઈએ. તો જ સાધના થાય. • શુદ્ધ આત્મતત્ત્વ ભક્તિને પાત્ર છે, મલિન આત્મતત્ત્વ મૈત્રીને પાત્ર છે અને જડ પદાર્થો અનાસક્તિને પાત્ર છે. ********* • પ્રભુ પ્રત્યે પ્રેમ પ્રગટ થયા પછી તેમનું સ્મરણ એ જ જપ છે. * *** *** ચિત્તની પ્રવૃત્તિ અથવા ચિત્તનું કર્મ એ વિચાર છે. ચિત્તનું કર્મ ઘટવું જોઈએ એટલે કે વિચારનું વર્તુળ નાનું થવું જોઈએ. તો ચિત્તને આરામ મળે અને એ વિશ્રામ ધ્યાન માટે જરૂરી છે. ********* એકાગ્રતા મનની અવસ્થા છે. ધ્યાન ચેતનની અવસ્થા છે. ધ્યાનમાં ચિત્ત વિલય પામતું જાય છે. એકાગ્રતામાં મનની વિક્ષિપ્તતા ટળતી જાય છે. ચિત્તનો વિલય એ જ સાચી અવસ્થા છે. - - - - Page #97 -------------------------------------------------------------------------- ________________ L1000doooooooooooooo00000000000000000000000000000000000000 N 0 000000ooooooooooo0000000ocit Page #98 -------------------------------------------------------------------------- ________________ प्रडीए Page #99 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક તા. ૨૯-૧૨-૧૯૮૧ સ્વભાવમાં ઢળવું અને સ્વભાવમાં રમવું એ જ પરમ પુરુષાર્થ છે. વિભાવથી સ્વભાવ તરફ વળવું એ જીવનની અસાધારણ ઘટના છે. અને એ જીવનમાં ઘટી શકશે. ઉપયોગને સતત સ્વરૂપ તરફ રાખવાથી ઉપયોગ સ્વરૂપમાં ઢળી જાય છે. સ્થૂળ ભૂમિકા ઉપરની તમામ પ્રવૃત્તિ કરવા છતાં ઉપયોગ સ્વરૂપ તરફ ઢળેલો રહે એ સાધનાની ચાવી છે. ગુરુ સતત એ જ ગુંજન કરે છે “સ્વરૂપમાં જા, સ્વરૂપમાં જા” ભાઈ, ગુરુની દૃષ્ટિ ચૈતન્ય પર છે. એની દષ્ટિ સાથે દષ્ટિ સ્થિર કરવાથી દષ્ટિ ચૈતન્યમાં ઢળે છે. ગુરુ પ્રત્યેનો પરમ પ્રેમ જ દૃષ્ટિને સ્વરૂપમાં ઢાળે છે. 10 શ્વાસ ઉપર ધ્યાન જશે એટલે એ ક્ષણે વિચાર તૂટશે. પછી છેલ્લો વિચાર, શ્વાસ ઉપરનું ધ્યાન, એ પણ વિચાર છે. એ વિચાર પણ તૂટશે. એ વિચાર તૂટતાં જ અંતરસ્પર્શ થશે અને અનુભવના દ્વાર ઊઘડશે. આત્મિક સુખ અને ભૌતિક સુખની તુલના ન થાય. પણ આત્મિક સુખનો અનુભવ નથી. ભૌતિક સુખનો અનુભવ છે. એટલે ભૌતિક સુખ કરતાં એ સુખ શ્રેષ્ઠ છે એવું સમજાવવું પડે. ખરી વાત એ છે કે સુખ બે પ્રકારનાં નથી. ભૌતિક સુખ છે જ નહીં, હોઈ શકે નહીં. ભૌતિક એટલે પંચમહાભૂતમાં સુખ નથી. સુખ તો આત્મિક જ છે. પણ જ્યારે એ સુખની અભિવ્યક્તિ ભૌતિક માધ્યમ દ્વારા થાય ત્યારે ભૌતિક કહેવાય. અસલમાં એ સુખનો પ્રવાહ વહે છે આત્મામાંથી. તો ભૌતિક પદાર્થોના વિષયોમાં સુખ કેમ અનુભવાય છે? એ ભ્રમ છે. સુખ અનુભવાય છે એ બરાબર છે. પણ એ સુખનું કેન્દ્રચેતના જ છે. પણ એ કેન્દ્રનું ભાન નથી. કેન્દ્ર ભૂલવાના કારણે સુખ મનાય છે એમ નથી પણ કેન્દ્ર ખોટું મનાય છે. વિષયોનું સુખ પણ સુખ જ છે. પણ સુખવિષયોનું નથી, વિષયોના કેન્દ્રનું નથી પણ તે વખતે જે સુખ છે તે આત્માનું જ છે, પણ કેન્દ્ર વિષયોને માને છે એ ભૂલ છે. તો શું કરવું? એક સાહસ કરવા જેવું છે. ધ્યાન, મંત્ર જાપ, સ્તોત્રપાઠ પણ નહીં, અને અન્ય Page #100 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક કોઈ ધ્યાન પણ નહીં ને સીધું વૃત્તિનું અવલોકન. એ અવસ્થામાં જ સાચું દર્શન થશે. ત્યાં સુધી સાચું દર્શન નહીં થાય. એટલે બીજો કોઈ ધ્વનિ નહીં, વૃત્તિને જ બોલવા દો, એટલે કે પ્રગટ થવા દો ત્યારે ખરી પકડ આવશે. વૃત્તિ જયાંથી ઊઠે છે તે કેન્દ્ર અને વૃત્તિ જેમાં શમે છે તે ધ્યાન. એનું મૂળ અસલ કેન્દ્ર ચેતન છે. ચેતનમાં દષ્ટિ ઠરે તો વૃત્તિ શમે. આ મૂળ પ્રક્રિયા છે. ચેતનને જોવો છે, કેન્દ્રપકડવું છે પણ ચેતન દેખાતો નથી પણ વૃત્તિ દેખાય છે. એ વૃત્તિને જોતા જાઓ તો જે કેન્દ્ર ઉપરથી વૃત્તિ ઊઠે એ કેન્દ્ર પકડાશે. એ કેન્દ્રવૃત્તિનો આધાર છે. વૃત્તિ અને આધાર બને જુદા પડે ને દષ્ટિ આધાર તરફ જાય તો વૃત્તિ વિદાય લે. કારણ વૃત્તિનો આધાર, એ આધાર છે. એ આધાર તરફ દૃષ્ટિગઈ એટલે દ્રષ્ટા - જોનાર આધારને જોશે, ને આધારને જોશે એટલે વૃત્તિ ઉપરથી દષ્ટિ ખસશે. તે જ પળે વૃત્તિ ઊભી નહીં રહે, એ ધ્યાન. અર્થાત્ વૃત્તિને સાધન બનાવ્યું કેન્દ્રની શોધનું. માટે વૃત્તિ સામે લડવાનું નથી, વૃત્તિને દબાવવાની નથી, વૃત્તિ પાછળ જવાનું નથી. વૃત્તિ જુઓ, જોતા જાવ, જોતા જાવ એટલે છેવટે કેન્દ્ર ઉપર જશો. એ કેન્દ્રને પકડો તે પળે વૃત્તિ ઊભી નહીં રહે. વૃત્તિને ઉશ્કેરનાર નિમિત્તો વારંવાર મળવાથી વૃત્તિ જો ઉશ્કેરાયે નહીં તો મોળી (નબળી) પડશે, ખરી પડશે. સાચી અવસ્થા એવી છે કે એ રચના જોયા પછી પણ રચનાર જ દેખાય. રચના પુદ્ગલની થઈ, પણ એ રચના પણ ચેતનની હાજરીમાં જ થઈ ને! એટલે પુગલની રચના જોતાં જોતાં છલાંગ મારીને ચેતનને જોવાનું થાય અને એ ચેતન હું જ એ અનુભવ થાય. એટલે પુદ્ગલ સામે ઉઘાડી આંખે જોતાં જોતાં પુદ્ગલની હદ કૂદી જવાય, અને ચેતનમાં જવાય. એટલે પુદ્ગલની અભૂત રચના જોતાં જોતાં જીવ કૂદીને દેહની પાછળ જાય છે ત્યારે ચેતન દેખાય છે. ચેતનને જોવાની આ પણ એક રીત છે. '૧ ૧ ૧) વિષય, કષાયના કચરાને જ શા માટે જુઓ છો? એ કચરાની નીચે પરમ શુદ્ધ નિર્મળ ચેતન તત્ત્વ પણ છે. તમે જોનાર કચરાને જ જુઓ છો પણ સાથે જોનાર જોનારને પણ જુએ તો બીજું જ દેખાય. - કાદવને જોનાર બે જણા, એક માત્ર કાદવને જ જુએ છે અને બીજો એ વખતે જ એમાં નિર્મળ જળને પણ જુએ છે. બીજો જે નિર્મળ જળને જોનાર હશે તે માટીને દૂર કરી પાણીને જોશે અને પછી માટી કાઢવી. પાણી તો છે જ. ૯૧ Page #101 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક કર્મબદ્ધ અવસ્થામાં મુકત આત્માને જોશો ત્યારે મુક્ત થવાની સાધના થશે. એટલે વિષય, કષાયનો કચરો તો છે પણ એ જેની ઉપર છે, જેના આધારે છે એને કેમ જોતા નથી? પહેલા તો જેણે આધારને જોયો છે તે એમ કહેશે કે એ આવો છે. એ વાત લક્ષ્યમાં લઈ વિચારનું ઘોલન ચાલે પછી તે ઘોલનમાંથી ધ્યાન થાય અને એમાંથી અનુભવ થાય. મુશ્કેલી હકીકતમાં નથી, મુશ્કેલી સ્વીકારમાં અને અનુભૂતિમાં છે. હકીકતમાં તો તમે ન માનો ત્યારે પણ જડ જડજ છે, ચેતન ચેતન જ છે. પણ સ્વીકારમાં ભૂલ છે. ભૂલ વખતે પણ એ બન્ને જુદા છે, જેમ છે તેમ જ છે. પણ સ્વીકારમાં ભૂલ છે. અનુભૂતિ બાદ પણ પરિસ્થિતિ બદલાતી નથી. બન્ને જુદા જ છે. ફક્ત સ્વીકારમાં બદલાવ છે. પહેલી વાત સ્વીકારાય તો સાધનાની કેડી બહુ જ ટૂંકી થાય. ફકત સ્વીકારમાં જે ભૂલ છે તે જ સુધારવાની જરૂર છે. પણ સ્વીકારની ભૂલ સુધાર્યા વગર માત્ર ક્રિયાનો માર્ગ બહુ લાંબો થઈ પડે, એ ફરતો ફરતો સ્વીકાર સુધી આવે. દરવાજો સ્વીકાર છે. આ કળ સપુરુષની પ્રાપ્તિમાં છે. (૧૧૩ આનંદની ઝંખના ક્યાંથી જાગે છે? એ વિચાર જપાયાનો વિચાર છે. આધ્યાત્મ યાત્રાનો પ્રારંભ અહીંથી થાય છે. આ ઝંખના દેહમાં - પ્રાણમાં - ઈન્દ્રિયોમાં ઊઠે છે? ના. ત્યારે મનમાં ને બુદ્ધિમાં ઊઠે છે? ના. એનાથી પર એવું કોઈ તત્ત્વ છે જયાંથી આ ધ્વનિ ઊઠે છે. એ ધ્વનિ જયાંથી ઊઠે છે, એના મૂળમાં જવા માટે એક લાંબી યાત્રા કરવી પડે છે. એ વિકટ છે. પણ જયારે એ ધ્વનિના મૂળમાં જઈ શકતા નથી ત્યારે બહાર શોધવા જઈએ છીએ. અને બહાર તો છે શરીર, જે શરીર છે એના પ્રતિપક્ષી (વિજાતીય) શરીર તરફ ઢળીને એમાં આનંદની શોધનો પ્રારંભ થાય છે. માટે માણસ વિષય તરફ ઢળે છે. અને એ વિષયમાં એકવાર નહીં પણ વારંવાર જવા છતાં અતૃપ્તિ રહે છે અને રહેવાની જ, એમાં સમાધાન નહીં થાય એટલે આ અસમાધાન પુનઃ આપણને જયાં છીએ ત્યાંથી દૂર જવાની વાત કરે છે. તો ક્યાં જવું? એટલે ફેર ત્યાં જ. એનો પ્રારંભ જેનો અનુભવ છે ત્યાંથી જ કરીએ. અનુભવ છે વિષયનો. વિષયનું સુખ જે મળે છે એમાં એક કારણ છે એ પાત્રમાં તન્મયતા. અને સુખની અનુભૂતિ જે ૯૨ Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક પળે થાય છે તે પળે વિચાર રહિત અવસ્થા થાય છે. વિચાર રહિત અવસ્થાની પળે જ એમાં ટોચના સુખની અનુભૂતિ થાય છે. આમાંથી એક તત્ત્વ મળે છે કે ખરેખર સુખ વિચાર રહિત અવસ્થામાં અનુભવાય છે. આત્માનુભવ એટલે શું? અનુભવનો અર્થ થાય છે અનુભવ કરનાર પોતે સંપૂર્ણ પ્રગટ થાય એટલે દ્રષ્ટા દશ્ય બની જાય. જયારે દ્રષ્ટા દશ્યને માત્ર જાણે છે એમ નહીં પણ દ્રષ્ટાને અનુભવે છે. એટલે દ્રષ્ટાના અનુભવમાં અવરોધક પરિબળ ખસી જાય છે. એટલે દ્રષ્ટા નિરાવરણ થાય છે. નિરાવરણ એટલે આવરણ રહિત, આવરણ દ્રષ્ટા ઉપર નથી. દ્રષ્ટા તો નિરાવરણ છે પણ વચમાં જે પ્રતિબંધક, અવરોધક પરિબળ છે એ દૂર થાય છે એટલે દ્રષ્ટાની અનુભૂતિમાં કોઈ બાધા નથી રહેતી, ત્યારે સાચો અનુભવ થાય છે અને જયારે અનુભવ થાય ત્યારે સમગ્ર અખંડ થાય છે, એને કોઈ પ્રમાણની જરૂર નથી. પણ જયારે એ અનુભવને વ્યક્ત કરવા જાય ત્યારે ભાષાનો આશ્રય કરે છે. વાણીમાં ક્રમ છે, અનુભવ અક્રમ છે. અક્રમનો અનુભવ ક્રમમાં જયારે કહેશે ત્યારે અનુભવ સમગ્ર કેવી રીતે વાણીમાં આવે? માટે અનુભવી જે અનુભવે છે તેને કહી શકતો નથી એમ નથી. નથી કહેતા ત્યાં સુધી પૂર્ણ અનુભવ છે પણ જયારે કહેવા જાય છે ત્યારે ક્રમ પડવાનો, એટલે વાણીમાં અનુભવ ન ઊતરે, છતાં ન જ કહી શકાય એમ નથી પણ બીજી મુશ્કેલી એ છે કે જેની પાસે અનુભવની વાત કરે છે એ કયાં ઊભો છે? ૧ ૧૫ (૧) ભાવના અસંખ્ય પ્રકાર છે, પ્રત્યેક ભાવની ગુણવત્તામાં તારતમ્ય છે એટલે ભાવ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ કોટિનો પણ હોય. (૨) ભાવ અને વિચારમાં અંતર છે. ભાવમાં કર્મક્ષયની ઘટના છે સાથે અનુભૂતિનો સંબંધ છે. વિચારમાં ઘટના નથી કારણ ત્યાં, કર્મક્ષયની ઘટના નથી માટે અનુભૂતિ નથી, પણ વિચારની પ્રક્રિયા પણ એક જાતની સાધના જરૂર છે. (૩) અને એ સાધનામાં સમજ અને શ્રદ્ધા ભાગ ભજવે છે. દેહ જુદો છે એ ભોગનું સાધન છે. દુઃખનો ભોગ થઈ રહ્યો છે એમાં નિમિત કર્મ છે. અને આત્મા ભોગવનાર નથી પણ જાણનાર છે. જાણનાર દેહથી જુદો છે. ૩ Page #103 -------------------------------------------------------------------------- ________________ પ્રતીક પણ આ વિચાર જો હોય તો વેદના વચ્ચે પણ થોડી ક્ષણો શાન્તિ અનુભવાય. પણ એ વિચારના બળે. એમાં વિચારની તાકાત છે. એ વિચાર સપુરુષ પાસે સત્ શાસ્ત્રો દ્વારા સમજાયો હોય અને એમાં શ્રદ્ધા હોય તો, ધીરજ કેળવી શકે, ધીરજ રહી શકે, અને વિચારની તાકાત અને શ્રદ્ધાની તાકાત જે હોય તે કક્ષાની ધીરજ રહી શકે, પણ આ હજુ બહારનું છે. વૈચારિક છે. એટલે વિચાર બળ મંદ પડતાં, શ્રદ્ધા બળ મંદ પડતાં એ અનુભવ મંદ પડે ને વિચાર બળ તૂટતાં એ સમજ, ધીરજ, શાંતિ ખરી પડે એટલે ખોવાઈ જાય. પણ ભાવની ઘટનામાં આવું ન બને, એ વાત જુદી છે, ભાવમાં વિચાર નથી એટલે ભાવની અવસ્થામાં ભાવની જતાકાત છે. વિચારના બળ ઉપર કે શ્રદ્ધાના બળ ઉપર ભાવ જીવતો નથી એટલે ભાવને ટકાવવા માટે કોઈ બાહ્ય પરિબળ જરૂરી નથી. સત્ શાસ્ત્ર કે સદ્ગના બળની પણ જરૂર નથી. એટલે ભાવની અવસ્થામાં ભાવની જ તાકાત છે. વિચારના બળ ઉપર કે શ્રદ્ધા ઉપર ભાવ જીવતો નથી એટલે ભાવને ટકાવવા માટે કોઈ બાહ્ય પરિબળની જરૂર નથી. સત્ શાસ્ત્ર કે સંગુરુના બળની પણ જરૂર નથી. ભાવ પોતાની આંતરિક તાકાત છે. એને પોતાને પોતાનું બળ છે. કારણ? ભાવ આંતરિક જીવનમાં બનેલી ઘટના છે. વિચાર અને ધ્યાનની પ્રક્રિયા કરતાં કરતાં એટલે સાધના કરતાં કરતાં જયારે ચેતનાનો અંશ, પોતાનો સ્વભાવગત અંશ જયારે ખીલે છે. અર્થાત્ એ અંશ ખીલતાં દર્શન મોહનું કવચ-પડલ-આવરણ તૂટે છે ત્યારે અંદરચેતનાની થતી ઉપલબ્ધિ તે ભાવ, એ ભાવ એને દ્રા બનાવે છે એટલે એ સાક્ષી બની શકે. દેહમાં જે કાંઈ થાય છે એને જાણે છે પણ આ મારામાં થતું નથી, જોનારમાં થતું નથી એમ અનુભવે છે. એ કારણે તે વખતે વિચાર કે શ્રદ્ધાની કોઈ પ્રક્રિયા નથી, બહારનું કોઈ બળ નથી. કોઈ પ્રયત્ન નથી, જેમ બીજી વ્યકિતને કંઈ થાય છે તે તમે જુઓ છો, બસ જુઓ છો. અને તમે તમારી મોજમાં છો એવી ઘટના ભાવમાં ઘટે, કારણ કે ત્યાં અનુભૂતિ છે, જેમ પતિવ્રતા સ્ત્રી ને કુશળ નિષ્ણાત નર્સ બન્ને દર્દી પાસે ઊભા છે, બન્નેની ક્રિયા પ્રતિક્રિયા બિલકુલ જુદી છે, નર્સ કરે છે પણ ભાવ અનુભૂતિ સ્ત્રી કરે છે, નર્સ નહીં. માટે ભાવમાં પ્રયત્ન નથી, વિચિત્રતા એ કે ભાવ હોય તે વખતે પણ વેદનાના અનુભવથી રાડ પાડી બેસે, રડતો દેખાય, અવાજ કરતો દેખાય એ સહન નથી કરી શકતો એ એક કમજોરી છે. કારણ ચેતનાના અંશો ખૂલ્યા છે ખરા પણ જે અંશો ખૂલ્યા છે તે એટલું કામ કરે ૯૪ Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક કે એને જુદો રાખે છે. એના અનુભવમાં દેહ સાથે તાદામ્ય નથી. એકતા બુદ્ધિ નથી, જુદો, જુદો, જુદો, જુદો જ રહે છે. એને સ્પષ્ટ ભાન હોય છે. પ્રયત્ન વગરનું ભાન હોય, એ બરાબર જોતો હોય પણ ચારિત્ર શકિતના અંશો ખૂલ્યા નથી કારણ ચારિત્ર મોહનું પડલ-આવરણ છે, એટલે એ બળ ખૂટે છે. એટલે દેહ સાથે જાય છે, રડે છે પણ તે જ વખતે અંદર ખ્યાલ છે આ જુદું છે. હું રડું છું, પણ તે દેહાત્મબુદ્ધિના કારણે નહીં, દેહમાં થતી વેદના દેહમાં રહીને સહી લેવાની મારી તાકાત ખીલી નથી માટે રડી જવાય છે પણ જુદું અનુભવે છે. જયારે વિચારની ભૂમિકા ઉપર હોય ને શાંતિ અનુભવતો હોય, હસતો હોય, રોતો ન હોય, પણ અંદર ઘટના નથી. માટે પહેલા પાત્રમાં જયારે ઘટના ઘટશે ત્યારે રૌરવ નર્કમાં હશે તો પણ પરમ શાંતિમાં હશે. બીજું પાત્ર વિચાર બળ ઘટતાં ખોવાઈ જશે. (૧૧) આપણે શું કરવાનું છે? આપણે આત્માનુભવ, બ્રહ્માનુભવ કરવાનો છે. એ અનુભવ દેહ, ઈન્દ્રિયો, મન દ્વારા ન થાય, માત્ર વિચારોથી નહીં થાય, કોઈ મત કે માન્યતાથી નહીં થાય, તો શેનાથી થાય? મન શાંત થાય, નિર્વિચાર થાય તો જ થાય. એ અવસ્થા ધ્યાનથી પ્રાપ્ત થાય, તમામ ઉપાયોથી, પ્રક્રિયાઓથી અંતરમાં ઠરવા જેવું છે. પણ કોઈપણ પ્રક્રિયાથી, ક્રિયાથી અંતરમાં નહીંઠરાય. બધાથી ઉપર ઊઠીને અંતરમાં ઉપયોગ લઈ જઈએ તો જ અંતરમાં ઠરાય, માટે ક્રિયાથી પર, વિચારથી પર અને એ માટે વૃત્તિઓથી ને વિકારોથી પર થવું, પેલી પાર જવું. શું ઉપાય? અંદરમાં શાંત રહેવું. શાંત રહેવું એ બહુ મોટી સાધના છે. જીવને કર્યા વગર ચેન નથી પડતું. (૧ ૧૭ અનુભવ કયારે થશે? તમે નિર્ણય કરશો, સમ્યફ નિર્ણય કરશો તે જ પળે, તે જ ક્ષણે. અશાંત અવસ્થા બરાબર સમજાય, પૂરેપૂરી સમજાય તો અશાંતિ ટળતી જાય. જ્ઞાનીઓ એ યથાર્થ સમજને જ ધર્મનું બીજ કહ્યું છે. એ સકારણ છે. પરિણામ માટે પહેલેથી નિર્ણય કરી લઈએ છીએ ત્યારે ટેન્શન વધે છે. કારણ પરિણામ અજ્ઞાત છે, અજ્ઞાત પરિણામ માટે આગ્રહ થાય એટલે ભાર વધવાનો, મનમાં સંઘર્ષ થવાનો. ૯૫ Page #105 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણ ધ્યાન તરફ લક્ષ્ય રહે છે ને ધ્યાનમાં જવાની સતત ઈચ્છા રહે છે એ બહુ મહત્ત્વનું છે. જયારે ચેતના શાંત બને છે, ઠરે છે, શીતળ બને છે ત્યારે ધ્યાન તરફ ચેતના વળે છે. ધ્યાનમાં ગયા પછી કંઈપણ નહિ ગમે, ક્યારેક ધ્યાનમાં જતાં કોઈને માથાનો દુઃખાવો થાય એવું બને. એનું કારણ ધ્યાનમાં જ્ઞાનતંતુઓ ઉપર શરુઆતમાં થોડો ભાર, બોજો આવે છે અને એ સહન કરવાની ક્ષમતા ન હોય તો એ કારણે દુઃખાવો થાય. * કષાયો અને વૃત્તિઓ પૂરેપૂરા શમ્યાં નથી ત્યાં સુધી દેખાવ તો આપવાના પણ જરા શરમાતા શરમાતાં, એમ ને એમ થાય કે હવે આની પાસે જવું ઠીક નથી, પણ આવે ખરાં, છતાં ટકે નહીં. * આ થાય તે પહેલાં એક વખત તો સમગ્ર ચેતના સત્પુરુષ તરફ વળે જ. એ એનાં પ્રેમમાં તરબોળ બની જ જાય, પછી ચેતના સડસડાટ અંદર જાય. * સાધના જલ્દી થાય એની ઉતાવળ શું કરવા? સાધક આળસ પણ ન કરે ને ઉતાવળ પણ ન કરે. એમાં તો ધીરજ જ જોઈએ. પૈર્યથી જ ચેતના સ્વરૂપમાં ઠરશે. * સપુરુષના સાનિધ્યની ઈચ્છા રહે છે એ પૂરતું નથી. પણ સત્પુરુષ વગર એક પણ ક્ષણ જીવાય નહીં, એવી અવસ્થા થશે એ વિરહની અસહ્ય વેદનામાંથી જ કંઈક પ્રગટશે. *પૂરા જાગ્રત રહેવાની જરૂર છે. સતત જે જાગ્રત રહે છે તે જ ધ્યાનમાં જઈ શકે છે અને હવે એને કષાયોની વિકારોની ચિંતા કરવાની જરૂર નથી, જાગ્રત રહેવાની જરૂર છે. જાગ્રત રહેવાથી એ ટળશે. ખૂબ જ શાંત બનશો. ઉશ્કેરાટ શું કરવા અનુભવવો પડે? વિરહમાં તો ધ્યાન તીવ્ર થાય. તા. ૧૪-૮-૧૯૮૧ પરમ કૃપાળુ પરમાત્મા કરુણાનિધાન હોવા છતાં સાધકની આકરી કસોટીઓ કરે છે, અને સાધકને તપસ્વી બનાવે છે. સમતાપૂર્વક, શાંતિપૂર્વક, ધીરજપૂર્વક, સમાધિપૂર્વક, સમજણપૂર્વક સહન કરવું તે તપ. * પ્રતિકૂળ અને વિપરીત પ્રસંગોમાં ધીરજ ગુમાવ્યા સિવાય જાગૃતિપૂર્વક પસાર થવું એ ધ્યાન છે, અને આવા પ્રસંગો સાધક માટે જ આવે છે. * ધર્મતીર્થ પ્રવર્તનનું દિવ્ય કર્મ થવું જોઈએ. ચારે તરફ નજર નાખતાં એમ ૯૬. Page #106 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણ થાય છે કે મૂળ ધર્મ, અસલ ધર્મ, પારમાર્થિક ધર્મ હજુ અપ્રગટ છે, ઢંકાયેલો છે. એ પ્રગટ થવો અતિ અતિ જરૂરી છે. એ કાર્યમાં અનેક અવરોધો છે, ધર્મના નામે જે મિથ્યા ધર્મો, અસત્ ધર્મો પ્રચલિત થાય છે એ સૌથી મોટો અવરોધ છે. અરે, અવરોધો તો છે જ, ઉપરાંત જીવનું સહજ વલણ ધર્મ તરફ નથી, પુણ્ય તરફ છે, ભોગ તરફ છે, કર્મકાંડ તરફ છે, અને જીવ માટે એ અત્યંત સુગમછે, સરળ છે. “મૂળ તરફ વળવું” એમાં જીવ તૈયાર નથી અને એમાં પણ દ્રવ્યાનુયોગ પ્રધાન, દ્રવ્ય ગુણ પર્યાય પ્રધાન, ધર્મ સાધના જીવને કરવી નથી. એ કર્યા વગર ચાલે એમ જ નથી. એટલે ધર્મતીર્થ પ્રવર્તનનું કાર્ય અતિ કઠિન છે. રાષ્ટ્રની વ્યવસ્થા કે સમાજસેવા સુગમ છે, સહેલા છે. અંતરના ઊંડાણમાં એ ઝંખના રહે છે, સતત રહે છે. શરીર અત્યંત નબળું પડે છે. સામે કામ વિરાટ છે. પ્રભુ જે માર્ગ કાઢે તે બરાબર, છેવટે તો એ પરમ સત્તાને જેમ કરાવવું હશે તેમ જ કરાવશે. અંતરની એક માત્ર આ ઝંખના છે. અંદરમાં અન્ય કોઈ વૃત્તિ નથી, વિકાર નથી, વાસના નથી, વિહળતા નથી, વિષાદ નથી, વ્યગ્રતા નથી, વેદના નથી, વ્યથા નથી, કોઈ પ્રશ્ન નથી, ઉપાધિ નથી. માત્ર આ એક ઝંખના છે. પરમ સત્તા સામે રાહ જોઈને બેઠા છીએ. ૧૨) તા. ૩-૯-૧૯૮૧ તમને એવું લાગ્યા કરે છે કે અમને અનુભવ થતો નથી. ભાઈ! અનુભવની પળે અનુભવ થશે. તમે ઉતાવળા ન થાવ, ને સાધનામાં આળસ પણ ન કરશો. સાધના તો દીર્ઘકાળ કરવી પડશે. સંસારના વ્યવહાર પ્રસંગમાં ચેતના ભળતી નથી. ન ભળે, એ ચેતના અલિપ્ત રહેશે. અનાસકત રહેશે. સંસારમાં નહીં ભળાય. એક વખત ચેતના પદાર્થથી છૂટી પડી, જુદી પડી, પછી પરમ તત્ત્વનો ભેટો ન થાય ત્યાં સુધી જુદી જ રહેશે. એ જ સાધકનું સાચુ લક્ષણ છે. પરમ તત્ત્વમાં ચેતના ભળીને જ ઠરશે. સંસાર તો પૂર્વપ્રારબ્ધને આધીન છે. એ જ સૂત્રધાર છે. એના નિયત કરેલા કર્મ પ્રમાણે જ એ ચાલશે. એમાં તો કોઈ વિકલ્પની જરૂર નથી. પણ જે લોકો વચ્ચે બેઠા છીએ એ કર્તાભાવવાળા છે. એમની નજરમાં અકર્તા, આળસુ ને બેદરકાર દેખાય છે. ઘણી ચોકસાઈ રાખવાવાળા પણ નિયમની બહાર જઈ શકતા નથી. Page #107 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક (૧૨૧ એ તીર્થકર છે. તીર્થકર એ ઉપકાર સંપદા છે. વિશ્વમાં જેવો ઉપકાર તીર્થકર દેવકરી શકે એવો કોઈ કરી ન શકે. કારણ પ્રાણીનું સર્વશ્રેષ્ઠ હિત ધર્મમાં છે. એ ધર્મનો આધાર તીર્થ છે એ તીર્થની સ્થાપના તીર્થકરથી થાય છે માટે એ પરમ ઉપકારી છે. ૩૪ અતિશય ધારી છે. સામાન્ય જીવો તો વીતરાગને જાણતા જ નથી. એમને આત્માની ઓળખાણ નથી. એ તો પુદ્ગલમાં ગળાડૂબ ડૂબેલા છે. એટલે એમને પુદ્ગલનું જ આકર્ષણ છે. આ આકર્ષણ થાય માટે તીર્થકર દેવની આજુબાજુમાં પુદ્ગલની સર્વશ્રેષ્ઠ સૌંદર્યની રચના થઈ છે. એને અતિશય કહેવાય. એ અતિશય સંપદા પણ લોકો માટે ઉપકારી છે. ઉપકાર સંપદા અને અતિશય સંપદા જેમને હોય તે જિનેન્દ્ર અને માત્ર વીતરાગ તે જિન. વિતરાગ + ઉપકાર સંપદા + અતિશય સંપદા = જિનેન્દ્ર તીર્થકર જેવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ ભગવાનના છે એવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ બનાવવા તે સાધના. - રાગી સાથે રાગ કરવો એ તો લૌકિક વાત છે. પણ રાગ જેનામાં નથી એની સાથે પ્રેમ કરવો હોય તો લૌકિક ઉપાયો કામમાં ન આવે. ત્યાં કોઈ લોકોત્તર માર્ગ જોઈએ. આજ સુધીમાં રાગનું કેન્દ્ર રાગી હતું માટે રાગમાં ગુણાકાર થતો હતો. હવે રાગનું કેન્દ્ર વીતરાગ, માટે રાગમાં ભાગાકાર થવાનો. (૧૨૨) જે વસ્તુનો સ્પર્શ થાય ને કંપનો ઊઠે એ વસ્તુના મૂળભૂત તત્ત્વને મૂળ સ્વરૂપમાં જોવાનો પ્રયત્ન કરવો. જેમ કે સ્ત્રી અને એના પ્રત્યેનું ખેંચાણ. આનંદ આત્માનો મૂળ સ્વભાવ છે. એ સ્વભાવ દબાવી શકાય નહીં. એટલે આનંદનો અનુભવ જોઈએ જ. આનંદનો અનુભવ સ્વભાવમાંથી અનુભવવાની કળા આવડતી નથી ને આનંદ માટે દબાણ આવે છે. એટલે દેહની ભૂમિકા ઉપર ખેંચાણ થાય છે. વિજાતીય તરફ ખેંચાણ થાય છે ત્યાં વિચાર એ થાય છે કે ખરેખર એ આનંદનું દ્વાર છે ખરું? ના, નથી. પણ તમે જો પ્રકૃતિનાં દર્શન કરતાં શીખો તો એ આનંદની અનુભૂતિ થઈ શકે. દા.ત. ખીલેલું ૯૮ Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક ફૂલ, આકાશ, વૃક્ષ, વહેતાં ઝરણાં, હસતું બાળક વગેરે. ચિત્તનું કાર્ય બે પ્રકારનું છે. એક બુદ્ધિપૂર્વકનું અને એક અબુદ્ધિપૂર્વકનું. બુદ્ધિપૂર્વકનું એટલે સ્થૂળ મન દ્વારા પકડી શકાય એવું. અને અબુદ્ધિપૂર્વકનું એટલે સ્થળ મન દ્વારા ન પકડી શકાય તેવું. સ્થૂળ મન દ્વારા ન પકડી શકાય ત્યારે એમ લાગે કે ધૂળ મનમાં વિચારો નથી પણ મનના ઊંડાણમાં પ્રવાહ તો હોય છે, પણ મનથી પકડી શકાતો નથી. પણ એજ વિચારો ધીમે ધીમે સ્થૂળ મનમાં આવે છે. તો સાધકને એ સમજવું પડશે. (૧૨૪) પ્રશ્ન: ભોગમાં સુખનો અનુભવ કેમ થાય છે? જવાબ : તમે એમ કહો છો કે એમાં સુખ છે. ખરું છે, અલ્પ, ક્ષણિક, અધ્યાત્મમાં ઘણું સુખ છે.” આ મોટી ભ્રમણા છે. એમાં સુખ નથી પણ સુખનું સાચું કેન્દ્ર જડયું નથી માટે દેહ દ્વારા એ અનુભવ થયો, થાય છે, માટે એ સુખ છે એમ કહીએ છીએ. પણ પાયાની ભૂલ છે. એમાં સુખ નથી પણ બીજો અનુભવ નથી, અનુભવ આ એક જ છે માટે સુખ મનાય છે. ૧૨૫ - ચેતન તત્ત્વસંકોચ-વિસ્તાર સ્વભાવ ધરાવે છે, એ વાત માત્ર વીતરાગ શાસનમાં છે. માટે ચેતન સાવયવ છે. હવે સાવયવ એટલે સાકાર. અને જો સાકાર માનો તો એમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોવા જ જોઈએ. એટલે એ જડ બની ગયું. પણ તેમ નથી. ચેતનના પ્રદેશો છે અને એમાં સંકોચ-વિકાસ શકિત છે. એટલે એ પાત્રમાં વ્યાપી જાય. જેમ પાણીનો કોઈ આકાર નથી. પણ વાસણના આકારે એ ગોઠવાય. તેમ ચેતન દેહમાં ગોઠવાય છે. હવે વાળ, નખ આદિનો ભાગ જયાં શસ્ત્ર લાગતાં આઘાત ન પહોચે ત્યાં ચેતનાના પ્રદેશો સ્પર્યા નથી. એટલે ચેતનાના સંકોચ વિકાસની આગવી પધ્ધતિ છે. જયારે ભેદવિજ્ઞાન થાય ત્યારે જડ જુદુ દેખાય, ને ચેતન જુદું અનુભવાય. Page #109 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક કોઈ શાસ્ત્રોએ જ્ઞાનને મુકિત કહી છે. પણ એ યથાર્થ નથી. જ્ઞાન ભલે હોય, પણ સાથે સાથે પ્રતિબંધક વિજાતીય તત્ત્વ એટલે આવશ્યક કર્મના દળો પણ ખસી જવાં જોઈએ. પૂર્વના ઘણાં ઘણાં પુણ્ય કર્યા હશે માટે માનવ દેહ મળ્યો. ઉત્તમ કુળમાં જન્મ મળ્યો. વીતરાગ દેવ મળ્યા. વીતરાગ કથિત ધર્મ મળ્યો. આ તો મહા પુણ્ય છે. આ બધા સંજોગો શાશ્વત નથી, અનિત્ય છે. નાશવંત છે. મનને એમાંથી કાઢી લેવાનું છે. દેહ છૂટશે ત્યારે તો બધું છૂટશે જ, પણ આસકિત રહી જશે તો ફેર એમાં સપડાશો. માટે દેહ છૂટે તે પહેલા મમત્વનો ત્યાગ કરશો. મને ઊભી કરેલી આ મુશ્કેલી છે, એક બાજુ મન ભેદ રેખા દોરે છે કે આ દેવ, આ ગુરુ. આ ભેદ રેખા “મને દોરેલી છે અને બરાબર દોરેલી છે. હવે મનનો બીજો ભાગ એ રેખા ભૂંસી નાખવા કોશિશ કરે છે. એ ભાગ એમ કહે છે. આ રીતે અભેદ ન પ્રગટે. મનના બે ભાગ મટી જાય તો ત્યારે આ ઘટે, એ મનમાં મનથી ન મટે. ભાગ એ જ મનનું જીવન છે માટે. પણ બીજી એક રીત છે. તમને જે ભાવો ઊઠે છે અને જો તમે પકડી શકો તો, અંદરના પ્રેરક પરિબળો કયા છે એ પણ જાણી શકો. એ ઉપરથી કર્મની કેવી અવસ્થા તમારામાં છે તે તમે જાણી શકો. આપણા મનમાં ભિન્ન ભિન્ન ખ્યાલો છે. ગુરુ, ભગવાન, જ્ઞાની વગેરે, પણ જો સમ્યક સ્વરૂપે પ્રેમ પ્રગટી જાય તો બાળક જેવી અવસ્થા થઈ જાય. ત્યારે એને ગુરુ ચેતના જ સર્વસ્વ અનુભવાય. જેમ એક બાળક સામે “મા” છે. એના માટે તો “મા” બસ, એ જ સર્વસ્વ છે. કારણ એના મનમાં ભાગ નથી પડયા, એનું કારણ મનમાં બીજા પાત્રો નથી આવ્યા, એટલે મનના ભાગ પડયા નથી. પણ એ તો અજ્ઞાન દશા છે. અને આ મનમાં નહિ બને પણ હૃદયમાં જો મન સમાઈ જાય તો આ ઘટે, એટલે પ્રેમનો પ્રવાહ જો પ્રગટે તો ગુરુચેતના જ સર્વસ્વ બને, તો ગુરુના માટે ગુરુએ દેવ, ગુરુ એ બ્રહ્મ એવો અનુભવ થાય. મનના સ્તરે આ થાય તો પ્રાથમિક તૈયારી ગણાય કારણ મનને મનાવવાનો પ્રયત્ન છે એટલે સામે પ્રતિકાર આવવાનો જ. ૧00 Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણ (૧૨) શું જગત વિભાવ દશાનો વિસ્તાર છે? ખરેખર તો આ એક જ જવાબ છે, અને તે જ સાચો છે. સકળ વિભાવ દશા છે અને સંસાર વિભાવ દશાનો વિસ્તાર છે. વિભાવ દશા કેમ છે? પછી વિભાવના પ્રકાર અસંખ્ય ભલે હોય પણ વિભાવ દશા કેમ છે તેનો એક જ જવાબ છે. સ્વરૂપમાં ઠર્યો નથી માટે. આ એક જ જવાબ છે. (૧૩૮ શાંત તમારે પોતે થવું પડશે, મન શાંત કેવી રીતે થશે? સત્ પુરુષોનો ધ્યાન માટે આગ્રહ એટલા માટે જ છે કે ધ્યાનમાં જવાથી અશાંતિ સ્પષ્ટ દેખાય. અશાંત અવસ્થાની નીચે જ શાંત અવસ્થા છે. શાંત અવસ્થા પ્રાપ્ત નથી કરવાની, એ તો છે જ માત્ર અશાંત અવસ્થા જ દૂર કરવાની છે. નિમિત્તોનું જોર છે કે નિમિત્તોનું જોર નથી. એ બંને બાબતો ખોટી છે. નિમિત્તો, નિમિત્તો છે. એ એમના કારણે એમની રીતે હાજર છે. એમની હાજરીમાં તમારો એપ્રોચ(અભિગમ) કેવો છે એ નિર્ણાયક છે. એ દૃષ્ટિએ નિમિત્ત એના પક્ષે સો ટકા છે. પણ તમે એમને કેવી રીતે મૂલવો છો એ જ મહત્ત્વનું છે. માણસ શબ્દો વચ્ચે ખોવાયો છે. પોતે જ ખોવાયો છે એ પોતે પોતાને તો જ શોધી શકે કે જયારે પોતે શબ્દોથી પર થાય. એક વખત શબ્દોમાંથી મુકત થવું જરૂરી છે. શબ્દો સાધન છે એમાં ના નથી. શબ્દો સાધ્ય નથી. એટલે શબ્દો વચ્ચે આવવાના ખરા, ને જરૂરના પણ ખરા, પણ એક વખત મૂળભૂત સત્યની સમજ મળી જાય પછી શબ્દો સાચા અર્થમાં સાધન બનશે. આજે તો મનમાં વિકલ્પોની પરંપરા છે. વિકલ્પોનો આધાર શબ્દ છે. શબ્દોના કારણે શાંત અવસ્થા નથી. સત્યની સમજ ચિત્તની શાંત અવસ્થામાં થાય છે. ૧૦૧ Page #111 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક ભિન્ન ભિન્ન પ્રકૃતિના માણસો નજર સમક્ષ રાખીને ક્રિયાનો એકાંત નિષેધ ન થાય એની પણ જાગૃતિ રાખવી પડે. કારણ કમથી કમ જે ક્રિયા કરતો હશે એને પડકારી શકાશે. એને કહી શકાય કે તું આ શું કરે છે? શું કરવા કરે છે? ક્રિયાજડ થઈને પોતે જડ બની ગયા હોય એમના ઉપર જોરદાર તર્કનો પ્રહાર પણ કરવો પડે. એટલે એની જડતા ખંખેરાય. જડ અને ચેતન બન્ને દ્રવ્યો ભિન્ન છે, સ્વતંત્ર છે, સ્વાધીન છે. અન્ય દ્રવ્ય ઉપર તમારી કોઈ સત્તા નથી, માલિકી તો હોય જ ક્યાંથી? પણ બુદ્ધિમાં માન્યતા છે હું માલિક, એ એત્વ બુદ્ધિના કારણે, માટે આ એકત્વ બુદ્ધિ તૂટર્વી જોઈએ. શું કરશો? સમગ્રપણે દ્રવ્યાનુયોગનો વિચાર, સતત વિચાર, એમાંથી ભેદજ્ઞાન. માત્ર જ્ઞાન નહીં પણ સમ્યજ્ઞાન, યથાર્થજ્ઞાન, અત્યંત જરૂરી છે. સત્ય તો નિરપેક્ષ છે અને સત્યને પામવાનું દ્વાર સરળતા છે. પોતાના દોષ જોવા, જાણવા ને પ્રામાણિકપણે તેને દૂર કરવા. કપટ રહિત અને માયા રહિત સ્વભાવ એ સરળતા છે. આ શુદ્ધિનો પ્રારંભ છે. પરમાત્મા કહે છે મને સરળતા ગમે છે, પ્રેમનો રસ ગમે, ને સમર્પણતા ગમે. ૧ ૩૫ તપ બે અવસ્થામાંથી આવે છે. એક પ્રેમની અને બીજી ધ્યાનની. પ્રેમમાં તપ થાય છે. ધ્યાનમાં તપ થાય છે. પ્રેમમાં વિરહ છે માટે અન્ન, પાણી, ઊંઘ ઊડી જાય. ધ્યાનમાં લીનતા છે, દેહનું ભાન નથી માટે ભૂખ, તરસ, ઊંઘ ઊડી જાય. તપ એટલે ભકિતયોગ અને ધ્યાનયોગ. ભૂલ ભયંકર નથી. ભયંકર ભૂલ પણ ભયંકર નથી, પણ ભૂલ છૂપાવવી અથવા અન્ય સ્વરૂપે માનવી અથવા રજૂ કરવી તે ભયંકર છે. ૧૦૨ Page #112 -------------------------------------------------------------------------- ________________ | ચૈતન્ય યાત્રા | ભાગ-૩ વિભાગ - ૨ ૧૦૩ Page #113 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાન ઓં અર્હ નમઃ શ્રી મણિ-બુદ્ધિ-મુક્તિ-કમલ-કેશ૨-ચંદ્ર-પ્રભવચંદ્રસૂરિસદ્ગુરુભ્યો નમઃ પ્રાથન પરમ પૂજય ગુરુજી ભાનુવિજયજી મહારાજની અધ્યાત્મરસ નિસ્યંદી અંતર ચેતનાને જાગૃત કરતી વાણીના પાનથી અનેક આત્માઓ અંતર્મુખ બન્યા. પાટણ ઢંઢેરવાડાના વતની ભાઈશ્રી વજુભાઈ, અ.સૌ. કલાબેન સપરિવાર વિશેષ ધર્માભિમુખ બન્યા. પૂ. ગુરુજી પ્રત્યે અનન્ય ભક્તિવંત તેઓએ પૂ. ગુરુજીની ત્રણ વર્ષની એકાંત મોન ધ્યાન સાધનાની પૂર્ણાહુતિની અનુમોદનાર્થે તા. ૮-૩-૧૯૮૦ ના રોજ શ્રી સિધ્ધચક્ર મહાપૂજન ભણાવ્યું. પૂ. ગુરુજી તથા અન્ય સાધકોને એકાંતમાં ધ્યાન અને ભક્તિની આરાધનાર્થે તા. ૨૪/૮/૧૯૭૯ વિ.સં. ૨૦૩૫ ભાદરવા સુદ બીજના શુક્રવારે ખાતમુહૂર્ત કરી ધ્યાન મંદિરનું નિર્માણ કર્યું તથા ધ્યાન અને ભક્તિના આલંબન રૂપ શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરી. વર્ષો બાદ ગર્ભગૃહનો પાયામાંથી પુનઃ ઉધ્ધાર કરાવ્યો તથા ત્રિદિવસીય મહોત્સવ પૂર્વક વીર સંવત ૨૫૨૭ તા. ૨૦/૫/૨૦૦૧ વિ.સં. ૨૦૫૭ વૈશાખ વદ બારસ રવિવારના રોજ પૂ. ગુરુજીના વરદ હસ્તે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ આદિની પ્રતિષ્ઠા કરી. વીતરાગ આરાધના કેન્દ્રના નામથી પ્રસિધ્ધ આ ધ્યાન મંદિરમાં આજે પણ પૂ. ગુરુજી તથા સર્વે આરાધકો ભક્તિ તથા ધ્યાનનો લાભ લઈ જીવનને ધન્ય બનાવે છે. પૂ. ગુરુજીના કૃપા પાત્ર તેઓને આરાધના આદિમાં જે જે પ્રશ્નો ઉદ્ભવ્યા તેના માર્ગદર્શન માટે પૂ. ગુરુજીએ અનેક પત્રો લખ્યા. તથા જોટાણાના મુમુક્ષુ શ્રી નરોત્તમભાઈ પટેલ આદિને પણ પત્રો લખેલા. સા. દિવ્યદર્શિતાશ્રીજીએ તેમાંથી કેટલાક પત્રોનું સંકલન કર્યું અને તે આ ચૈતન્ય યાત્રા ભાગ-૩, વિભાગ-૨ માં પ્રકાશિત થઈ રહયા છે. આ પત્રોમાં જે જ્ઞાનામૃત પીરસાયું છે તેનો રસાસ્વાદ તો મુમુક્ષુ વાચક વર્ગ જ માણી શકશે. અંતમાં મુમુક્ષુ આત્મા આ વચનામૃતોનું વાંચન, ચિંતન, મનન, નિદિધ્યાસન કરી મોહમાયામાંથી મુક્ત બની, નિજ ચૈતન્ય દેવ તરફ પોતાની ચેતનાને વાળે ને ત્યાં જ સ્થિરતા પ્રાપ્ત કરી, પરબ્રહ્મનો પરમ રસાસ્વાદ માણી, માનવ જન્મને સાર્થક કરવા સમર્થ બને એ જ મંગલ કામના. શ્રી સૌભાગ્ય-જ્ઞાન-વિનય શિશુ સાધ્વી પ્રિયદર્શનાશ્રી વીર સંવત : ૨૫૩૫, વિ. સંવત ૨૦૬૫ અષાઢ સુદ-૧૪ સોમવાર તા. ૬/૭/૨૦૦૯ પૂ. ગુરુજીનો ૭૯મો જન્મદિન ૧૦૪ Page #114 -------------------------------------------------------------------------- ________________ Jain Education international For Private Personal use only Page #115 -------------------------------------------------------------------------- ________________ Page #116 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાન ૧ મુ. મણુદ, તા. ૨૫-૩-૧૯૭૪ વિ. સં. ૨૦૨૦ ચૈ. સુ. ૧૧, મંગળવાર તમે તમારા જીવન માટે હજુ સુધી કોઈ નિશ્ચિત ધ્યેય પસંદ કર્યું નથી. અર્થાત્ જીવનને ધ્યેયના સાકાર સ્વરૂપ અર્થે અર્પણ કરવાનો સંકલ્પ નથી કર્યો. જીવન તો વહેતા નદીના નીરની માફક વહ્યું જ જાય છે. એ રાહ જોવા ઊભું નથી રહેતું. ને કાળચક્ર સતત ઘૂમ્યા જ કરે છે જે જિંદગીના દિવસો ઘટાડતું જાય છે. માટે માનવે બહુ જ વિવેકપૂર્વક, મનનપૂર્વક, ચોક્સાઈથી ને ઝડપથી જીવન માટે ધ્યેય નહિ પણ પોતાને પ્રાપ્ત થયેલી જીવનની સમગ્ર શક્તિ, બુદ્ધિમત્તા, કાર્યકૌશલ્ય, ડહાપણ ને કર્તૃત્વશક્તિ ઉપરાંત માનવીય જીવનના સમગ્ર સાધનો એ ધ્યેયને સાકાર સ્વરૂપ આપવા જ વાપરવા જોઈએ ને એ ધ્યેયને સતત સન્મુખ રાખી જીવનપથના યાત્રી બનવું જોઈએ. ધ્યેયની પસંદગીમાં જ માનવબુદ્ધિની, એને વરેલી સમજશક્તિની, ગંભીર અનુભવની, એણે મેળવેલા શિક્ષણની, જ્ઞાનની, પૃથક્કરણ શક્તિની, પસંદગીની રીતની ને કુશાગ્ર વિવેકની પરીક્ષા છે. જે માનવને ધ્યેય પસંદ કરતાં આવડે છે એ જ માણસ જીવી જાણે છે ને સંતોએ ગાયેલી માનવજીવનની પ્રશસ્તિને સફળ કરી જાણે છે. વિદ્યમાન વિશ્વ પાસે રહેલો સમગ્ર જ્ઞાન વૈભવ ને ઈતિહાસના આદિ કાળથી માંડીને આજ સુધીના હજારો ઋષિઓ, સંતો, સાધકો, વિવેચકો ને સાક્ષરોએ સર્જેલો શાસ્ત્રોનો ભંડાર, એનો ઉપયોગ માનવે ધ્યેયની પસંદગી માટે જ કરવાનો છે અને એને જ વિવેકબુદ્ધિ કહે છે. આ વિવેક માનવ મસ્તિષ્કનો મુગુટમણિ છે. એનાં દિવ્યચક્ષુ છે. જીવન યાત્રામાં કુશળ દોરવણી આપનાર વિચક્ષણ મંત્રી છે. વિવેકની પ્રાપ્તિ એ માનવીની ઉચ્ચ સિદ્ધિ છે. વિવેક એટલે ઈચ્છાઓ, ટેવો, વૃત્તિઓ, અનાદિ કાલીન સંસ્કારો, દેહ, ઈન્દ્રિયો, મન, બુદ્ધિ ને ક્ષુદ્ર અહંની માંગણીઓ, સંજ્ઞાઓ, સહજ વૃત્તિઓ અને ૧૦૫ Page #117 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાન - - સનાતન સત્ય, સદાજીવી ચૈતન્ય ને પરમ તત્ત્વની વાસ્તવિક આકાંક્ષા એ બંને વચ્ચેની સાચી પસંદગી કરવાની કુશાગ્ર બુદ્ધિ તે જ વિવેક. ક્ષણજીવી ને સદાજીવી, નશ્વર અને ઈશ્વર, ભૌતિકતા ને અધ્યાત્મિકતા, દ્રષ્ટા અને દશ્ય, ચૈતન્ય અને જડ, એ બે વચ્ચે અનાદિનો સંઘર્ષ છે. છતાંયે માયાથી, અવિદ્યાથી, મોહથી આવરિત બુદ્ધિ ક્ષણજીવીના ચળકાટમાં, દશ્યની મોહક રચનામાં માનવ મન અટવાયેલું છે, ગૂંચવાયેલું છે. ક્ષણિક એ જ શાશ્વત છે એવા ભ્રમે એને દશ્યસૃષ્ટિમાં રખડતો બનાવી દીધો છે. ભૌતિકતાના પાંચ મુખ્ય ઈરાદાઓ :(૧) આહાર (૨) વિષયોપભોગ (૩) ધનસંગ્રહ (૪) જિજીવિષા અને (૫) સંરક્ષણ વૃત્તિ. આ ઈરાદાઓ જ જાણે જીવનની ઈતિશ્રી છે, સમાપ્તિ છે એમ માની માનવે અનંતકાળથી ઘમસાણ મચાવ્યું છે. જન્મ ને મરણની પુનરાવૃત્તિનું આ જ કારણ છે. વિવેકદીપક પ્રગટાવ્યો નથી માટે જ ઘનઘોર અંધકારમાં માનવ અટવાઈ ગયો છે. એણે જાગ્રત બની વિવેકદીપક પ્રગટાવવો જોઈએ. એ જ માટે સંતો, શાસ્ત્રો ને વિચારધારાઓનો ઉપયોગ કરવાનો છે. એ માટે “જીવન”ને સમજવું જોઈએ. જીવન વિષેની સાચી સમજ, જીવનનું પૃથક્કરણ કરવું જોઈએ. વાસ્તવિક જીવનને જાણવું જ જોઈએ. આ જીવનનું વાસ્તવિક સર્વાગીણ સત્યમૂલક જ્ઞાન એ જ અધ્યાત્મવાદનું હૃદય છે. અધ્યાત્મવાદ તમને એમ કહે છે માનવ! દશ્યસૃષ્ટિમાં મર્યાદિત એટલો જ “તું” નથી કે માત્ર પંચમહાભૂતનું સંયોજન કે માટીનું પૂતળું જ “તું” નથી. સીમાઓથી બદ્ધ, મર્યાદાઓથી મર્યાદિત ને તારા શુદ્ર અહંકારે ઊભા કરેલા જે વિકૃત ખ્યાલો એટલો જ “તું” નથી. ચળકતી માયાની સુષ્ટિનો ગુલામ “તું” નથી. તું” છો સનાતન, સદાજીવ, શાશ્વત ચૈતન્યમૂર્તિ, જ્ઞાનમય, આનંદપૂર્ણ બ્રહ્મ ભગવાન આત્મા. તું ચૈતન્ય તત્ત્વ છો અને આ જ તારું સાચું વ્યક્તિત્વ છે. વિચાર ધારા આવો વિવેક પ્રગટ કરી એ વિવેકના બળથી માનવે પોતાનું ધ્યેય પસંદ કરવાનું છે. ૧૦૬ Page #118 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાન સંતોનો અનુભવ જો આપણે ઉપયોગમાં લઈએ તો તેઓ એમ કહે છે : “આ ચૈતન્યતત્ત્વનું સંપૂર્ણ પ્રગટીકરણ”, “ચૈતન્ય તત્ત્વની સ્વતંત્રતા - મુક્તિ” કે “ચૈતન્યતત્ત્વનાં અસલી સ્વરૂપને પુનઃ પ્રાપ્ત કરવું” એ જ જીવન માટે મંગળ ધ્યેય આ ધ્યેયને વરી, પસંદ કરી એને જીવનયાત્રાનો પ્રારંભ કરવાનો છે, એનું જ નામ “સાધના”. ને આવી સાધનાની મધુરી વણા જેના જીવનમાં સંવાદિત રીતે ગુંજી રહી છે, એનું જ નામ સાધક, આવું સુરીલું સંગીત જીવનમાં પ્રગટ કરી દે તે જ સદ્ગુરુ. આવું સુરીલું સંગીત જીવનમાં પ્રગટાવી, એનું સળંગ સર્વાગીણ સંપૂર્ણ શાસ્ત્ર બંધારણ, યોજના વિશ્વમાં જેણે પ્રગટ કરી, વિશ્વ સામે રજૂ કરી, ખુલ્લી કરી તે જ છે તે જ છે “કરુણામૂર્તિ અરિહંત તીર્થકર”. એના એ બંધારણને યોજનાને સર્વાગીકરણ શાસ્ત્રને જ વીતરાગનું શાસન કહે છે. એ બંધારણના મૂળભૂત ત્રણ સિદ્ધાંતો છે. (૧) સમ્યગ્દર્શન (૨) સમ્યગ જ્ઞાન (૩) સમ્યફ ચારિત્ર. પ્રિય સાધક બંધુ! શાંતિની સરિતાના કિનારે સ્વસ્થ અને ગંભીર ચિત્તે આ વિચારણા કરવી જોઈએ. શરૂઆતમાં થાક લાગશે, કંટાળો આવશે પણ વારંવાર વિચાર કરવાથી જ એક દિવસ અંતરનું પડળ ખસશે ને અંતસ્તલમાંથી પ્રકાશનું કિરણ રેલાશે. તમે ખૂબ જ સરળ છો, નમ્ર છો, સૌજન્યશીલ છો, નિરાગ્રહી છો ને સત્યના શોધક છો. પ્રથમ કક્ષાના સાધક પાસે આટલી મૂડી ઓછી ન કહેવાય. તમે ઘણી વખત કહેલું “હું એમને એમ તો નહિ જ માનું ને દબાણ તો મને સહન થતું નથી. મારા પર વિચાર લાદવામાં આવે તો મારું મન વિરોધ કરે છે” ખરું ને? અને એમ પણ કહેલું, “તે મારા હૃદયમાં જચી જાય, હૃદય સ્વીકાર કરે તો અમલ કર્યા વગર નહિ જ રહું?” મને તમારી આ વાત સહુથી વધારે ગમી માટે જ તમને કહું છું ચિંતક બનો, વિચારક બનો, શોધક બનો અને એવા બની શકો એ માટે જ તમને જાપની યોજના આપેલી. - ૧૦૭. Page #119 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાન થકવી નાખે એવી સતત પ્રવૃત્તિશીલતા વચ્ચે આ સાધના કરવાની છે. એનો ખ્યાલ રાખીને જ તમારા માટે કાર્યક્રમ આપીશ. (૧) નિયમિતતા જળવાતી નથી એ ફરિયાદ હશે જ? વાંધો નહિ તમે ચોક્કસપણે કરો જ ને મનમાં દૃઢ સંકલ્પ કરો કે આ સમયે મારે સાધના કરવાની જ છે ને ચોક્કસપણે એ જ સમય જાળવવા પૂરતો પ્રયત્ન કરો. સફળતા મળશે જ. (૨) જપ વખતે મન એકાગ્ર બનતું નથી, ખરું ને? મન જેને જાણે છે, જેનાથી પરિચિત છે, જે વિચાર જે પ્રક્રિયા પ્રવૃત્તિથી પરિચિત છે ને મનને જેમાં રસ છે એમાં તો વગર પ્રયત્ને મન એકાગ્ર બને છે. જપની પ્રક્રિયા મન માટે નવી છે. મન એનાથી અપરિચિત છે. એટલે મન નવી પ્રક્રિયા સાથે તરત જ તન્મય બની નહિ શકે, કંટાળો અનુભવશે, વિરોધ કરશે ને જેમાં રસ છે એ તરફ જ દોડશે. જપમાં એકાગ્ર નહિ થાય, પહેલી જ વખતે શ્વસુર ગૃહે ગયેલી મુગ્ધ બાળા કેવી મથામણ મૂંઝવણ વિહ્વળતા અનુભવે છે ને પછી પિયરના સ્વજનોને વારંવાર યાદ કરે છે ને? પણ વધુ સહવાસ પછી, ગાઢ પરિચય પછી એ પ્રશ્નનું નિરાકરણ થાય છે. બરાબર મન માટે આવું જ બને છે. માટે જ રોજ નિયમિત સતત દીર્ઘકાળ અભ્યાસ કરવો પડે છે. પછી જ મન એકાગ્ર બને છે. નીચે પ્રમાણે પ્રયાસ કરો. મંત્રજપ વખતે મંત્રાક્ષરોને ધ્યાનપૂર્વક વાંચો ને ઉચ્ચાર પણ ભાવપૂર્વક કરો. મંત્રનો અધિષ્ઠાતા જે પરમાત્મા એનું ચિત્ર હૃદય પટ પર ઉપસાવો ને એ જોવામાં ડૂબી જાવ. મંત્રજપના લાભો વિષે વારંવાર વિચાર કરશો. મન એકાગ્ર બનશે. હવે છેલ્લી વાત, સાધનામાં રસ ઉત્પન્ન કેવી રીતે કરવો? ધ્યેયની પસંદગી - પરમાત્મા માટેનું સંવેદન - અરિહંત પરમાત્માની દિવ્ય કરુણા અને આપણા ઉપર એણે વરસાવેલો પ્રેમ, દિવ્ય પ્રેમ ને સતત મંત્ર જપ, આનાથી સાધનામાં રસ ઉત્પન્ન થશે. ઉપરની ત્રણ બાબતોનો વારંવાર વિચાર કરશો ને ચોથી વાત જપ સતત કરશો. પત્ર લાંબો છે, થોડોક ગહન છે પણ જરાયે બેદરકારી કર્યા વગર ખૂબ જ શાંતિથી પ્રત્યેક શબ્દનું લક્ષ્યપૂર્વક વાંચન કરશો. આમાં ઘણી બાબતો છે. વારંવાર વાંચશો. ૧૦૮ Page #120 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાન તમારા પ્રત્યે હૃદયમાં તમે જેવું અનુભવો છો એવી જ સંવેદના છે. સાધક તરીકેની તમારી યોગ્યતા છે. મુ. ઉંઝા, તા. ૧૧-૪-૧૯૯૪ વિ. સં. ૨૦૨૦ ચે. વદ ૧૩, શુક્રવાર સાધકમાં શ્રદ્ધા કેવી હોવી જોઈએ? સાધક અપૂર્ણ અવસ્થામાં છે. એનું ચૈતન્ય અનંત જ્ઞાનનું ભંડોળ ધરાવે છે પણ તે કર્મોથી અવરાયેલું છે. અને સાધકને એ આવરણ દૂર કરવું છે. આત્મતત્વ અતીન્દ્રિય છે. અર્થાત્ વસ્તુના જ્ઞાન માટે માનવ જે આજે ઉપકરણો વાપરે છે એ ઈન્દ્રિયો અને મન જડ છે. એમની શક્તિ મર્યાદિત છે. સ્વતંત્રપણે તે જાણવા અસમર્થ છે. એમને ચૈતન્ય પાસેથી પ્રવાહ મેળવવો પડે છે. માટે ઈન્દ્રિયો ને મન આત્મતત્ત્વને જાણી ન શકે. માનવીની બુદ્ધિને મર્યાદા છે, સીમા છે. બુદ્ધિની પરાકાષ્ટાએ પહોંચેલો માનવ કે આશ્ચર્યમુગ્ધ આવિષ્કારો જેણે કર્યા છે એવો વૈજ્ઞાનિક પણ છેવટે એ સીમબદ્ધ છે. સ્થૂળની ભૂમિકા એણે વટાવી નથી. ઈન્દ્રિયો ને મનના પ્રદેશમાંથી એ બહાર આવ્યો નથી. માટે જ અતીન્દ્રિય આત્મતત્ત્વનો નિર્ણય એની તર્કપ્રધાન બુદ્ધિ કરી શકે તેમ નથી. આ સ્થિતિમાં સાધક આત્મતત્ત્વનો નિર્ણય કેવી રીતે, કોના આધારે કરે? એ માટે એણે એવી વ્યક્તિના જ્ઞાનને આધાર બનાવવો જોઈએ કે જે વ્યક્તિ આ મર્યાદાઓથી, સીમાઓથી પર હોય ને ઈન્દ્રિય મન તથા બુદ્ધિનું ક્ષેત્ર વટાવી એ અતીન્દ્રિય તત્ત્વના ક્ષેત્રમાં પ્રવેશ્યો હોય, જેનું જ્ઞાન સંપૂર્ણતઃ નિરાવરણ થયું હોય અર્થાત્ જ્ઞાનના તમામ અંતરાયો જેણે દૂર કર્યા હોય, એવા પુરુષને સર્વજ્ઞ કહેવાય છે. જ્ઞાનમાં અંતરાય કરનારા પ્રબળ, દોષો બે છે – એક રાગ અને બીજો દ્વેષ. આ બન્ને દોષોથી જે સંપૂર્ણ તથા સદાયને માટે રહિત છે એ વીતરાગ છે. જે વીતરાગ છે તે સર્વજ્ઞ છે. એ સર્વજ્ઞ પરમાત્માની વાણી પૂર્ણ સત્ય છે. એવી શ્રદ્ધા સાધકમાં હોવી જોઈએ. અર્થાતુ વીતરાગ સર્વજ્ઞ પ્રત્યે અનન્ય ભક્તિ હોવી જોઈએ અને એનું વચન પારમાર્થિક સત્ય છે એવો સ્વીકાર હૃદયે કરવો જોઈએ. ૧૦૯ Page #121 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાના બીજી બાજુ દેખાતી આ દશ્ય સૃષ્ટિ એ જ પરમ સત્ય છે એમ નહિ પણ અદશ્ય એવી દ્રષ્ટાની પણ દિવ્ય સૃષ્ટિ છે અને પ્રત્યેક માનવને એ પરમતત્ત્વના સાક્ષાત્કારનો અબાધિત અધિકાર છે એવો વિશ્વાસ હોવો જોઈએ. તીર્થંકર પરમાત્માના આત્માની ઓળખાણ કયા ગુણોથી થાય? તીર્થંકર પરમાત્માના આત્માની ઓળખાણ નીચેના ગુણોથી થાય. (૧) પરાર્થ રસિકતા (૨) ઉચિત ક્રિયા કરવાવાળો (૩) ગંભીર આશયવાળો (૪) તુચ્છતા, ક્ષુદ્રતા, કૃપણતા, મત્સર દોષોથી રહિત (પ) કરુણામૂર્તિ - આ ગુણો જેનામાં સર્વોચ્ચ કક્ષાએ પ્રગટ્યા હોય એ આત્મા તીર્થંકરનો હોઈ શકે. આ ગુણો સાથે સમ્યગ્દર્શન પણ જોઈએ જ. વિચારોનો પ્રવાહ અંદર વહે છે ને? જુહુના કિનારે બેસી દરિયામાં પસાર થતાં મોજાંઓને જેટલી તટસ્થતા પૂર્વક જુઓ છો એટલી જ તટસ્થતાથી વિચારોને જુઓ. કશું જ ન કસે. તા. ૩-૩-૧૯૬૪ વિ. સં. ૨૦૨૦ વે. વદ ૭, મંગળવાર સતત પ્રવૃત્તિના આંદોલનોથી વ્યાપ્ત ભૂમિમાં પણ નિવૃત્તિમૂલક અધ્યાત્મિક સાધના કેવી રીતે થઈ શકે? થઈ શકશે? આ પ્રશ્ન પણ વમળ ઊભું કરતો હશે. સાધકે પ્રત્યેક વમળમાંથી બહાર નીકળવું જ જોઈએ. સાધક બનતાં જીવન બે ભાગમાં વહેંચાય છે. (૧) કર્મની ધારા (૨) જ્ઞાનની ધારા. બંને ધારાઓ વચ્ચેનો ભેદ સમ્યગ્દર્શન કરે છે. પણ એનું આટલું જ કાર્ય નથી. વિભાજિત જીવનને અવિભાજિત કરી સમતુલા જાળવવાની અદ્ભુત શક્તિ પ્રગટાવી એ સાધકને સ્વસ્થ, શાંત, પ્રસન્ન ને પ્રસાદયુક્ત પણ બનાવે છે. સાધક બંને ધારાઓ વચ્ચે પોતાનું વ્યક્તિત્વ જાળવી જાણે છે એટલું જ નહિ પણ વિદાય લેતી કર્મધારામાં લિપ્ત ન બનતાં, ન અટકતાં, ન રોકાતાં એ જ્ઞાનધારા સાથે સતત વહેતો રહે છે, ગતિશીલ અને પ્રગતિશીલ રહે છે. જ્ઞાનધારા એના જીવનની ૧૧) Page #122 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાન મુખ્ય ધારા બને છે ને એ ધારાનો આધાર જ કર્મધારામાં જતાં એને રોકે છે. કર્મધારા ને બળવાન કર્મધારાથી જ્ઞાનધારા જ ચૈતન્યદેવનું રક્ષણ કરે છે અને આંતરસૃષ્ટિમાં પ્રવેશેલ સાધક માટે આ દિવ્ય અનુભૂતિ છે. સમ્યગ્દર્શન થતાં આ વિભાગ પડે છે. સમ્યગ્દર્શન પહેલા તો એક જ ધારા હતી ને તે કર્મધારા. મિથ્યાત્વથી મૂઢ બહિરાત્મા એ ધારામાં વહી જતો. અનાદિ કાળનો આ સંક્ષિપ્ત ઈતિહાસ છે. પણ સમ્યગ્દર્શન ભેદ જ્ઞાનની તીક્ષ્ણ છીણીથી ભેદન કરે છે. તે પળેથી જ્ઞાનધારા વહેતી થાય છે. જ્ઞાનધારા ચેતનદેવનો જ આશ્રય કરે છે. ચેતનદેવને સ્પર્શ કરતી જ્ઞાનધારા પરમ આનંદમાં ઝીલણા ઝીલે છે. પણ સાથે કર્મધારા પણ છે. એનું વહેણ બંધ થયું નથી પણ સાધક એનાથી સ્ખલન પામતો નથી. એનામાં તણાઈ જતો નથી. તટસ્થ રહે છે. ઉદાસીન પણ નહિ અને આસક્ત પણ નહિ, માત્ર સાક્ષી. આ પળે વિશ્વનું વૈવિધ્ય ટળી જાય છે. વિશેષે ઊભા કરેલા ભેદો પલાયન થાય છે. આકારો અને પ્રકારોની રચના તૂટી પડે છે. ને મહાસત્તા સામાન્યની ઊર્ધ્વ ભૂમિકા પર અભેદના દર્શન થાય છે. આ એક અદ્ભુત દશા છે. જે સાધક સતત આ દશામાં રહે છે તે વિશ્વની ને વ્યક્તિગત સામાન્ય ભૂમિકા ઉપર જીવવા છતાં તે દ્વંદ્વાતીત દશા અનુભવે છે. હવે તો તદ્દન સામાન્ય પ્રશ્ન ચર્ચવાનો રહ્યો કે આ સિદ્ધાંત કે જે આદર્શ છે તેનો વ્યવહારમાં સુમેળ કઈ રીધે સાધવો? એનો અતિ સંક્ષેપમાં ઉત્તર છે, “પરમ કૃપાળુ પરમાત્માના ચરણે સર્વાંગીણ સમર્પણ.” આપણું સમગ્ર તંત્ર એનું જ અનુસરણ કરે અને આપણા સર્વ ઉપકરણો માત્ર એનો જ સાદ ઝીલે, એ માટે આપણે અહં પ્રેરિત કર્તૃત્વ ને ક્ષુદ્ર અહંકારે ઉત્પન્ન કરેલો માનવીય શક્તિનો આભાસ, એ બંનેને તિલાંજલિ આપવી જ રહી. ડખલગીરી કોણ કરે છે? આપણી ભેદબુદ્ધિ, જે આપણી શક્તિના આભાસમાંથી પ્રગટ થાય છે, એ દૂર થાય. એ સર્વ શક્તિમાન જેણે આપણી સમગ્ર જવાબદારી લીધી છે, જે આપણો નિયંતા છે ને જીવનનો ઘડવૈયો છે, જેણે પોતાની દિવ્ય કરુણાથી આપણને પ્રેમાસ્પદ બનાવ્યા છે એના જ સન્મુખ બની, એના તાલમાં આપણે તાલ મેળવવાનો છે. પણ આ કેવી રીતે કરવું? એની એક જ રીત છે અને તે એ જ કે “અનન્ય પ્રેમથી સતત એનું સ્મરણ.” ૧૧૧ Page #123 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાન - - - - સતત સ્મરણ અંદરમાં અધ્યાત્મિક આંદોલન પ્રગટ કરે છે ત્યારે શુદ્ધિનું કાર્ય ચાલુ થાય છે. આંતરસૃષ્ટિનું નિયંત્રણ આ અધ્યાત્મિક આંદોલન જ્ઞાનધારા પ્રગટાવી સતત શુદ્ધિ દ્વારા કરે છે ને બાહ્ય સૃષ્ટિનું નિયંત્રણ કર્મધારા કરે છે. સતત વહેતી જતી કર્મધારામાં ચેતનદેવ અષ્ટા ન બનતાં દ્રષ્ટા બને છે. ડખલગીરી કરનાર ન બનતાં સમતુલા જાળવનાર બને છે. આ ગંભીર તત્ત્વ સમજવા પૂરતો પ્રયત્ન કરશો. હવે થોડીક વ્યવહારની ભૂમિકા ઉપરની વાત કરું છું. તમને બંનેને જે કાર્યક્રમ આપ્યો છે તેનો અમલ સતત નિયમબદ્ધપણે બરાબર કરજો. નિયમિતતા અને સતતતા મહત્ત્વનાં અંગો છે. જીવનના બંને અંગોનો સમન્વય થવો જોઈએ. ભૌતિક અંગના વિકાસ માટે જો અનેક જન્મો અર્પણ કર્યા છે તો અધ્યાત્મિક અંગના વિકાસ માટે એક જિંદગી આપવી જ રહી. એ સનાતન સત્ય છે કે “અધ્યાત્મિક શક્તિનું જ્યારે અવતરણ થાય છે ત્યારે એને ઝીલવા શરીર અસમર્થ હોય છે, એ સ્થિતિમાં શરીરમાં કૃશતા આવે છે, પણ એ કૃશતા ઝડપથી દૂર થાય છે ને અંદર વેગવાન ચેતના પ્રગટ થાય છે જે સ્કૂર્તિ, પ્રસન્નતા, તરવરાટ આપે છે.” તમે હવે સાધક તરીકે જીવશો એમાં જીવનનો ઉચ્ચતમ આનંદ મળશે. પ્રેમની શક્તિને ક્ષણ કરનારી વાસના જેમ જેમ શમે છે તેમ તેમ પ્રેમશક્તિનો પ્રાદુર્ભાવ થાય છે. જે ઉચ્ચભૂમિકા પરનો સાત્ત્વિક આનંદ આપે છે. વિષયાનંદ કરતા બ્રહ્માનંદ સર્વશ્રેષ્ઠ છે. જો જો આ નાનકડો પણ ગંભીર વિચાર સહજ રીતે સમજશો. મૂંઝવણ ન અનુભવશો. તમે સંન્યાસી નથી, વૃદ્ધ ને લાગણી વિહીન નથી. આ સમજીને લખું છું. જે વિચાર તમને આપ્યો છે એને ન ભૂલશો. વિચાર આપનાર તો ભલે ભૂલાય, વિચારને ન ભૂલશો. ૧ ૧ ૨ Page #124 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાન - - - મુ. વડાલી, તા. ૪-૭-૧૯૬૪ વિ. સં. ૨૦૨૦ જેઠ વદ ૮, શુક્રવાર તમારી સાધના બરાબર ચાલે છે? ભાઈ! તમારી પૂર્વજન્મની સારી તૈયારી છે ને સારી એવી સદ્ગુણ સંપત્તિ તમે સાથે લાવ્યા છો, ખાસ કરીને “નિખાલસતા, સૌજન્યતા, સરળતા, સહૃદયતા, સંવેદનશીલતા ને લાગણીથી ધબકતું હૃદય, બીજાને ઉપયોગી થવાની વૃત્તિ, ઉદાર દિલ” આ ગુણો તમારામાં વિકસેલા છે. સાધક માટે આ સદ્ગુણ સંપત્તિ છે, જેના વિના સાધનાનાં મંડાણ થઈ શકતાં નથી. તમારે આ માટે અહં કરવા જેવો નથી પણ આ જાણવાની જરૂર છે. હવે આ ભૂમિકા ઉપર રચના કરવાની છે. “ઉતાવળ ને અધીરતા” – આ થોડાક ઘટાડવા જેવા ખરા એટલે વધુ સ્વસ્થતા પ્રાપ્ત થશે. તમે બુદ્ધિપ્રધાન છો એટલે તમારી સાધના બુદ્ધિના પાયા ઉપરની જ જોઈએ ને એ માટે મુખ્ય સાધન છે વિચાર. વિચાર જ્યાંથી ઊઠે છે તે તત્ત્વની ગવેષણા એ મૌલિક સાધના છે. વિચાર “એક્ષન” ગતિ ક્રિયા છે. પણ એનો પ્રેરક કોણ છે? એની શોધમાં બુદ્ધિને કેન્દ્રિત કરવી. બાહ્ય સૃષ્ટિથી અધિક રળીયામણી આંતરસૂષ્ટિ છે ને બુદ્ધિની પગદંડીએ એમાં પ્રવેશવાનું છે. પ્રાથમિક સ્થિતિમાં સતત મંત્રજપ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. એ શોધક અને પોષક છે. એ વૃત્તિનું શોધન કરે છે ને સત્ત્વનું પોષણ કરે છે. ૧૫ મિનિટ તમારો સ્થૂલ પ્રયોગ થાય પણ તમે ચિત્તની ભૂમિકા ઉપર ચૈતન્યના સ્વામી સાથે સતત સંબંધ જાળવી શકો જેને સુરતા યોગ કહે છે અથવા સહજ યોગ કહે છે. સુરતા એટલે લક્ષ્ય, એને અલક્ષ્ય જે પરમાત્મા એમાં જોડવી એ એક યોગની અદ્ભુત પ્રક્રિયા છે. ભાઈ! સ્કૂલ શરીર ને કુશળ ઈદ્રિયો માટે જ નથી જીવવાનું પણ અંદર ભરેલો જે નિજ વૈભવ એની પ્રાપ્તિ માટે જીવવાનું છે. બસ આનું મનન કરજો. બેની સાધના કેમ ચાલે છે? જે ભૂમિકા પ્રાપ્ત કરી છે તે ગુમાવશો નહિ. સતત વિકાસશીલ રહેશો. ત્યાંના વાતાવરણ સાથે સુમેળ સાધી શકાય છે ને? વિસંવાદ ઊભો નથી થયો ને? હવે જપથી આગળ જવું જોઈએ. મંત્રમય ચેતનાને મંત્રમય ૧૧૩ Page #125 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાન બનાવ્યા પછી અર્થમય બનાવવી જોઈએ. અર્થાત્ મંત્રાર્થનું સતત ભાવન કરવું જોઈએ. મંત્રાર્થનું સતત ભાવન થતાં જ લય પ્રાપ્ત થશે. અંતર સૃષ્ટિ સાથે સંબંધમાં રહીને બાહ્ય સૃષ્ટિ સાથે સંબંધ જાળવવો એ કઠિન કાર્ય છે. વિચારની સૃષ્ટિમાં ઉચ્ચ ઉડ્ડયન કરવા છતાંય કર્તવ્યની ભૂમિકા ઉપર સ્થિર રહેવું એ વાત સમજાય છે ને? મુ. વડાલી વિ. સં. ૨૦૨૦ અ. સુ. ૯, શુક્રવાર નિયમિતતા માટે શંકા છે? સાધક તો નિયમિત હોવો જ જોઈએ. બે મહિનાથી અનિયમિત કેમ છો? ગમે તે ક્ષેત્રમાં હો, ગમે તેવા સંયોગોમાં હો, સાધનાનો એક પણ નિયમ તૂટવો ન જોઈએ. જો એના જ બન્યા છીએ ને જીવન માત્ર એનું ઉપકરણ જ બની ગયું છે તો તો કર્તવ્યનો સંકલ્પ પણ ન જ ઊઠે ને એ તો જીવનની અદ્ભુત દશા છે. ૫ “છૂટે દેહાધ્યાસ તો નહિ કર્તા તું કર્મ, નહિ ભોક્તા તું તેહનો એ જ ધર્મનો મર્મ” (શ્રીમદ્ રાજચંદ્ર) કર્તૃત્વ અહંકાર જેનો ટળી ગયો છે એને ભોક્તત્વનો અહંકાર ટળી જાય છે. ૭ અહંકારે ઊભી કરેલી ઈમારત જ્યારે હાલી ઊઠે છે ત્યારે બુદ્ધિ પ્રશ્નકાર બને છે. મન અસહ્ય મૂંઝવણ અનુભવે છે કારણ એમને એમના અસ્તિત્વની ચિંતા છે, એમનું અસ્તિત્વ જોખમાય એનો ભય એમને વ્યગ્ર બનાવે છે. “અહંકાર જ એમનું અસ્તિત્વ જાળવી રાખે છે. જીવનના તમામ પ્રશ્નો આમાંથી જ જન્મે છે ને?” અહંકાર, બુદ્ધિ અને મનને તો માત્ર સલામતીની ચિંતા છે ને પ્રશ્નોની જડ આમાં છે. વિશ્વમાં વ્યક્તિઓ ને વસ્તુઓ સાથે કુશળતા પૂર્વક સંબંધ જાળવી રાખવાની કળા શીખવાની સલાહ પણ આ જ અહંકાર આપે છે ને માનવી સાધક બને છે તોયે એને ૧૧૪ Page #126 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાન આ સંબંધો સાચવી રાખવાની, સુરક્ષિત રાખવાની ચિંતામાંથી મુક્ત બની શકતો નથી ને? કારણ એણે વિશ્વમાંથી વ્યક્તિઓ અને વસ્તુઓનું મૂલ્ય પ્રતિષ્ઠાપણ કર્યું છે. અહંકારની દીવાલ વિશ્વની પેલી પાર રહેલા વિશ્વેશ્વરને, અરિહંતને જોવા દેતી નથી માટે જ અર્જુનું મૂલ્ય પ્રતિષ્ઠિત થયું નથી. સાધકમાં ગૂંચવાડો ઊભું કરનાર તત્ત્વ તો આ જ છે, તમામ પ્રશ્નોનું આ જ ઉદ્ભવસ્થાન છે, મનની મૂંઝવણ તો આ જ છે ને? અરિહંત તરફ પ્રબળ ખેંચાણ કરનાર તત્ત્વ અંદરમાં જન્મ્યું છે ખરું, પણ નીચલી ભૂમિકા તરફ ખેંચી જનારો અહંકાર પણ જીવંત છે ને? અહંકારમાંથી જન્મતી આસક્તિ વિશ્વની વિવિધ વસ્તુઓ ને વ્યક્તિઓ તરફ ખેંચી જાય છે એમાં જ વાસના બંધાય છે અને એ સંબંધ જ અરિહંત વચ્ચે ખાઈ ખોદે છે, જો કે જાગ્રત સંવેદનશીલ સાધક અરિહંતના સાનિધ્યમાં પહોંચવા આતુર છે પણ સંબંધો જાળવવાની તત્પરતા એને હરણફાળ ભરવા દેતી નથી આ એક મુલાયમ મૂંઝવણ છે ને? અહીં જ પ્રશ્નો ઊભા થાય છે. કુશાગ્ર બુદ્ધિ પ્રશ્નકાર બને છે ને વેદના પરિતાપ પણ આ જ પળે જન્મે છે. પોતાના જીવન સ્વામી અરિહંતમાં સમાઈ જવાની તાલાવેલી છે ને પાછળ નજર નાખતા અહંકાર જનિત આસક્તિએ વસ્તુઓ ને વ્યક્તિઓ સાથે જોડેલા ને મજબૂત બનાવેલા સંબંધો જાળવવાની ચિંતા પણ છે ને? ને એ જ સંબંધની જાળવણીમાં જ અહંકારને જીવિતદાન મળે. અહંકારનું અસ્તિત્વ ઊભું રહે ને એનું અસ્તિત્વ જ અરિહંતની સત્તાનો ઈન્કાર કરે છે. આ મૂંઝવણ છે ને ? પ્રશ્નોની પરંપરા પણ આમાંથી જ ઊભી થાય છે ને? અહંકાર ને અરિહંત વચ્ચેની આ પ્રબળ ખેંચતાણ જ મૂંઝવે છે ખરું ને? અને આનું મૂળભૂત કારણ એ છે કે અરિહંત ને આત્માનો સનાતન સંબંધ આપણે જાણ્યો નથી, સનાતન ને શાશ્વત સંબંધની કડી હાથ નથી આવી. આપણો સાચો સંબંધી, હિતચિંતક, મિત્ર, સખા, પિતા ને માતા, રક્ષક ને પાલક, પોષક ને ધારક એ પરમ કૃપાળુ અરિહંત જ છે આ નથી સમજાયું ને? એણે આપણને સહુથી પ્રથમ કે જ્યારે પ્રકૃતિએ આપણને જ્યાં દુઃખભાસ ને વેદનાની ૧૧૫ Page #127 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાન પરાકાષ્ઠા છે, જ્યાં આપણા અસ્તિત્વનો માત્ર અણસાર જ મળે, માત્ર સૂચન જ થાય એ સિવાય ચારે તરફથી કચડેલા ને કારમી જેલ અવ્યવહારરાશી નિગોદમાં સબડતા મૂકી દીધેલા, સૃષ્ટિના વિરાટ વિસ્તારમાં આપણા માટે કોઈ લાગણીનો સૂર આપનારું ન હતું, એ એકલવાયી પામર દશામાં આપણને એ વિશ્વ વાત્સલ્ય, કરુણામૂર્તિએ નિષ્કારણ પ્રેમથી હવરાવેલા, આપણી અસહ્ય વેદનાથી એ સમસમી ઊઠેલા ને આપણા પર બલાત્કાર કરતા સમગ્ર પ્રકૃતિ તંત્ર પ્રત્યે એણે કરડી નજર કરેલી ને આપણને મુક્તિનો કોલ આપી, સિધ્ધાલયમાં લઈ જવાની બદલાની આશા વગર જવાબદારી લીધેલી, આપણા સમગ્ર પ્રેમનો સાચો અધિકારી તો એ જ છે ને! આપણી સમગ્ર શક્તિઓનો સ્વામી તો એ છે, કારણ એની જ દિવ્ય કૃપાથી આપણને આ મળ્યું છે. આ સમજણ નથી આવી. માટે તો આ સંઘર્ષ જામ્યો છે. ક્ષણજીવીઓ અશાશ્વતનું ભેટણું ધરી શાશ્વતને ખરીદી લે છે ને રખડતો કરી મૂકે છે, જ્યારે આ અવિનાશી વિનાશીની જાળમાંથી મુક્ત બનાવી અચલાયતન, સિધ્ધાલય, શાશ્વત આનંદની મોજ માણવા સદાકાળ સાદિ અનંતની શરતે દોરી જાય છે. આ પરમ સત્ય સમજાય તો જ અરિહંત તરફ પ્રેમનો પ્રવાહ વહેતો થાય ને? આ સમજ વેદનાનો પરિતાપ જન્માવશે. એમાંથી જ વિરહનો દાવાનળ પ્રગટશે ને એ જ આગથી સ્મરણ, સહજ સ્મરણ “અજપા જપ” ચાલુ થશે. સ્મરણની ધારા અહંકારની તોતિંગ દીવાલોને હલાવી જમીનદોસ્ત કરશે, ત્યારે જ સર્વાંગીણ સમર્પણ થશે અને એ જ પળે “સાચા અર્થમાં આજ્ઞાપાલન” થશે. તમામ પ્રશ્નોનો ઉકેલ આમાં છે. સર્વ સમસ્યાઓને ઉકેલવાની રહસ્યભૂત ચાવી આમાં છે ને સાધકના કર્તવ્યનું સ્પષ્ટીકરણ પણ આમાં જ છે. જો અંદર તલસાટ જાગ્યો જ હશે, પરમ પ્રભુના વિયોગની જ્વાળા અંદર સળગી જ હશે ને આત્માનો પ્રત્યેક પ્રદેશ એની જ પુકાર કરતો હશે તો સાધકને આ પ્રક્રિયાનો જ સ્વીકાર કરવો પડશે. “એણે કોઈને નિરાશ નથી કર્યા પણ પહેલાં એ રડાવે છે.” ૧૧૭ Page #128 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાન મહેસાણા, તા. ર૯-૫-૧૯૬૫ વિ. સં. ૨૦૨૧ વૈશાખ વદ ૧૪, શનિવાર ભાઈ! સાધના કેમ ચાલે છે? નિયમિત રીતે સવાર સાંજ જપ કરો છો એથી આંતરિક શુદ્ધિ થતી જ જશે પણ માત્ર શુદ્ધિથી કાર્ય નહિ થાય, સાથે સમ્ય જ્ઞાન શક્તિ પણ જોઈએ. અરિહંત પરમાત્માની તત્ત્વ વ્યવસ્થા એને પણ બરાબર સમજી લેવી જોઈએ. તત્ત્વ વ્યવસ્થા યથાર્થ રૂપમાં સમજાય એ જ સમ્યગું જ્ઞાન છે. જ્ઞાન દ્વારા શ્રદ્ધા શુદ્ધ થાય છે. શુદ્ધ જ્ઞાન ને શુદ્ધ શ્રદ્ધા ચારિત્રનું ઘડતર કરે છે. એ સ્થિતિમાં માનવી સ્કૂલ ભૂમિકા ઉપરથી સૂમ ભૂમિકા ઉપર જાય છે. ત્યારે એને સંવેદન-સ્વાનુભૂતિ થાય છે. એમાંથી જે આફ્લાદ પ્રગટે છે, એને જ આનંદ કહેવાય છે. આ આનંદનું વહેણ માનવમાં જ્યારે ઊતરી આવે છે ત્યારે માનવીને સંસાર સુખની ભ્રમણાનું ભાન થાય છે. એ મિથ્યા છે, અસત છે, કાલ્પનિક છે એવું એને સમજાય છે ત્યારે માનવ ભૌતિક મટી અધ્યાત્મિક થાય છે. આપણું સાચું જીવન આ છે. સંતોએ આ જીવનને નવાજ્યું છે. જીવાત્માની અનંતની યાત્રાનું આ વિશ્રામ સ્થાન છે. આ બાબત ઊંડાણથી વિચારશો. બેન! ધારેલા સમયે બેસી શકાતું નથી ને? બીજું તો કંઈ નથી થયું પણ સત્ત્વગુણ સાથે તમોગુણ મિશ્રિત થયો છે. થાક ને ઊંઘ એ તમોગુણના કાર્યો છે. ઘણી વખત ઉદય કર્મ અંતરાયભૂત બને છે. અજાગ્રત મનમાં કામ કરતી નિષ્કર્ખતા પણ કારણરૂપ હોય છે. એ માટે દઢ સંકલ્પ કરવો જોઈએ. વિશુદ્ધિ વધતી જાય છે. આ મહત્ત્વનું અંગ છે. એમાં સાધનાનો પરિપાક છે. આંતરિક વિશુદ્ધિ ક્રમથી વધતી જ જાય ને સત્ત્વ પ્રગટતું જાય એ અનિવાર્ય છે. પણ દરેક પ્રવૃત્તિમાં પાપના ભણકાર લાગે છે એ નિષેધાત્મક વલણ છે ને એ દૂર થવું જોઈએ. વિધેયાત્મક વલણ તો આસક્તિ રહિત, અહંકાર રહિત, સાક્ષી ભાવ યુક્ત સહજ જીવન આપે છે. પાપના ભણકાર કરતાં પણ આ ઉચ્ચ સ્થિતિ છે. આસક્તિ ને અહંકારનો ઢગલો જ્ઞાન અગ્નિથી બળતો જ જાય છે. ને આંતર તત્ત્વ ખુલ્લું થતું જાય એમાં વિશુદ્ધિ છે. ૧૧૭ Page #129 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાના કરુણાનો વિકાસ તો જોઈએ ને? એક પળ એવી પણ આવશે કે શાક સમારતા હશો ને આંખો આંસુથી છલકાતી હશે. સકલ જીવરાશી પ્રત્યેની ગાઢ આત્મીયતામાંથી કરુણા જન્મે છે. કરુણાભાવ ભય, ભેદ, ખેદ, અહ, ઈર્ષા, ઉપેક્ષા આ તત્ત્વોને ઘસારાબંધ વેગથી નાબૂદ કરે છે. જરાક અસાધારણ લાગતા અહંનું... સ્થિરતા ચાલી ગઈ . આ સ્થિતિ માટે તો આ અહંની પ્રતિક્રિયા છે ને અધ્યાત્મિક થાક છે. પ્રમાદનો છૂપો પ્રવેશ છે એ માટે જાગ્રત બનવાનું. વિશુદ્ધિ દેખાય છે તેનું કારણ આસક્તિનું બંડલ નાનું છે. બેન! નિરાશ થવાની જરાપણ જરૂર નથી. જો સર્વતોભાવથી એના અને માત્ર એના જ બન્યા છીએ તો પછી ચિંતા શા માટે? “ગઈ દીનતા સબહિ હમારી, પ્રભુ તુજ સમકિત દાનમેં; પ્રભુ ગુણ અનુભવ કે રસ આગે, નાવત કોઉ માનમેં.” હવે શું કરવાનું દ્રવ્ય-ગુણ-પર્યાયનું પરમતત્ત્વ એને સમજવા પ્રબળ પ્રયત્ન કરવાનો. એ અંગ હવે ખીલવું જોઈએ. ધ્યાનથી શુદ્ધિ થાય છે, એથી જ્ઞાન પ્રગટે છે. જ્ઞાનથી ધ્યાન વધે છે. જ્ઞાનને ધ્યાનના પાટા ઉપર સાધક દોડતો હોય છે. આસન સિદ્ધિ ત્રણ કલાકની થવી જ જોઈએ અને તે જરૂર થશે. દ્રવ્યગુણ પર્યાયનું સૂક્ષ્મ અન્વેષણ થવું જોઈએ. એ માટે સા. વિનયશ્રીજી તથા સા. પ્રિયદર્શનાશ્રી પાસે તે મેળવવું. ચેતના, ગટુ, તમે તો ભાવિયોગિનીઓ, પ્રભુ એ જ જીવનના વિશ્વાસ બની જવા જોઈએ. જીવનનું પુષ્પ માનવના નહિ, ઈશ્વરના ચરણે ધરવાનું છે. અનંતકાળથી ભોગની આગમાં સળગ્યા, હવે તો યોગનું અમૃત પીવાનું છે. મુકેશ! નમ્રતા, મધુર ભાષા, સૌમ્ય વ્યવહાર, સહિષ્ણુતા ને શાંત મિજાજ આ આપણા અલંકાર છે. સભ્યતામાંથી જ સંસ્કાર સૌરભ પ્રગટે છે. ૧૧૮ Page #130 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાન વિ. સં. ૨૦૩૩ મૌનનો હેતુ તો એ છે કે જ્યારે ચિત્તને અતલ ઊંડાણમાં જવા દેવાનું હોય ત્યારે ચિત્ત અસંગ અવસ્થામાં હોવું જોઈએ. સંગ, પરિચયથી થાય છે. પરિચયનું મુખ્ય સાધન વાણી છે. એનો ઉપયોગ ઓછામાં ઓછો થાય તો ચિત્ત એવી અવસ્થા અનુભવે છે. તમારા જે પ્રશ્નો હોય તે કહો. ૧. પ્રશ્ન વગરનો કોઈ મનુષ્ય નહિ હોય. પ્રશ્ન વગરનો માનવ હોય તો કાં તો તે પૂર્ણ પુરુષ વીતરાગ હોય અને કાં તો જડ હોય. પ્રશ્ન જ્યારે હોય તો એ પ્રશ્નને મનુષ્ય પોતે સમજે અને એ પ્રશ્નને ઉકેલવાની શ્રેષ્ઠ રીત એ જ ધર્મ અથવા એ જ અધ્યાત્મ. ૨. માનવ પોતાના જીવનમાં જે પ્રશ્નો હોય છે એના પ્રત્યે કેવું વલણ દાખવે છે એમાં જ એની સમજનું માપ છે. ૩. ધર્મનો મર્મ આ છે- આપણે જીવનમાં ધર્મને જો જીવીએ તો આપણે પ્રશ્નાતીત બનતા જઈએ. મારી વાત એ છે તમે ધર્મ શા માટે કરો છો? અર્થાત્ ધર્મ કરવો એટલે શું કરવું? ધર્મ કરવો એટલે માત્ર કોઈ માન્યતા સ્વીકારવી? કે માત્ર કોઈ ક્રિયા કરવી? કે માત્ર કોઈ વ્યવહાર કરવો? ના, એ ધર્મનું બાહ્ય સ્વરૂપ ભલે હોય, ધર્મનો પ્રાણ એ નથી. ધર્મનો પ્રાણ છે સંબંધ. તમે તમારાથી જુદી વ્યક્તિના સંબંધમાં કેવી રીતે આવો છો? એટલે બીજી વ્યક્તિના સંબંધ પ્રસંગે તમારી અભિવ્યક્તિ કેવી હોય છે? સંબંધમાં માત્ર પ્રેમ એ અભિવ્યક્તિ જ્યાં થાય છે ત્યાં ધર્મ છે. માટે જ ભગવાન મહાવીરને સંગમ છ મહિના ભયંકર કષ્ટો આપે છે ત્યારે વિદાય વખતે ભગવાનની આંખમાં આંસુ છે, કેમ? આ સંગમ મારી પાસે પ્રેમનું અમૃત ન પી શક્યો, વેરનું એર એ કાઢી ન શક્યો એની વેદના હતી. ૧૧૯ Page #131 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાન ધર્મ કરવો એટલે આપણા જીવનમાં આ અવસ્થા પ્રાપ્ત કરવી. આપણા સંબંધોના પાયામાં પ્રેમ નથી. આપણે પરસ્પર પ્રેમના તાંતણે બંધાતા નથી. ત્યારે આપણા સંબંધોના પાયામાં શું છે? આપણા સંબંધોના પાયામાં કાં તો કામવાસના છે, કાં તો રાગ છે, સ્નેહ છે, કાં તો સ્વાર્થ છે, કાં તો મોહ છે. માટે આપણા પરસ્પરના સંબંધો શુદ્ધ નથી, એ જીવનનો પ્રશ્ન છે. સંબંધનું માધ્યમ પ્રેમ બને એ જ ધર્મનું પહેલું સૂત્ર છે. “” એ મુખ્ય બને તો પ્રેમની ધારા તૂટે. અહં જો બળવાન બને તો પ્રેમની ધારા ખંડિત થવાની. જીવનમાં પ્રેમની ધારા નહિ હોય તો જીવનમાં ક્રોધ દ્વેષ ઈર્ષ્યા સિવાય બીજું શું રહેશે? ત્યારે દરેક પ્રશ્નના મૂળમાં આ ક્રોધ, દ્વેષ, ઈષ્ય ભાગ ભજવે છે એનું કારણ પ્રેમની ધારા તૂટી છે. એનું કારણ “હું” અહંકાર છે ધર્મ કરવો એટલે શું કરવું? એનો આપણને ઓછામાં ઓછો ખ્યાલ છે. પ્રશ્નને સમજીએ : આરાધના, સાધના કરવાનો હેતુ રાગ દ્વેષનો ક્ષય થાય તે છે. ધર્મની કોઈ પણ ક્રિયા વ્રત, અનુષ્ઠાન અથવા સાધન એ એટલા માટે કે એના દ્વારા રાગ દ્વેષનો ક્ષય થાય. આ મૂળભૂત વાત જો સ્વીકારીએ તો પ્રશ્નને ઉકેલવાની રીત બદલાઈ જાય. ઈ. સ. ૧૯૭૯ જીવન અણમોલ છે, મહામૂલું છે એની પ્રત્યેક ક્ષણ મોંઘી છે અને આત્મઅનુભવ, સ્વરૂપ અનુભવના દિવ્ય કાર્ય માટે જ છે. આત્માએ પોતાનો અનુભવ નથી કર્યો, સ્વમાં નથી ઠર્યો, સ્વનું દર્શન નથી કર્યું. સંસારની તમામ પ્રવૃત્તિઓ કરી અને બાહ્ય ધર્મ સાધના પણ કરી. બાહ્ય વ્યવહાર કર્યો, નથી કરી સ્વરૂપની અનુભૂતિ ૧૨૦ Page #132 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાન અને એ ધ્યાન વગર નહિ થાય. ધ્યાન જ એનું એક માત્ર સાધન છે. ધ્યાનમાં જવું એ જ પ્રચંડ પુરુષાર્થ છે. આ સમજશો. તા. ૧-૧૧-૧૯૭૯ જૈન આગમોમાં – શાસ્ત્રોમાં વીતરાગ પરમાત્માનું બિંબ - પ્રતિમા સમ્યગ્દર્શનની શુદ્ધિનું કારણ છે અને સમ્યગુ બોધની પ્રાપ્તિમાં પ્રબળ નિમિત્ત છે. એવું વારંવાર વર્ણન આવે છે. જેને પુણ્યયોગે ધનની પ્રાપ્તિ થઈ છે તે સાચી સમજણપૂર્વક વીતરાગ તત્વનું સમ્યગુ જ્ઞાન પ્રાપ્ત કરી, વીતરાગ દેવને યથાર્થ સ્વરૂપમાં જાણી એમના પ્રત્યેની પરમ ભક્તિથી, નિષ્કામ ભાવે, બદલાની આશા વગર, નમ્રતાથી જિનબિંબ રચે છે. જિન ચૈત્ય રચે છે તે સમ્યગુ બોધને પ્રાપ્ત કરે છે. એવો શાસ્ત્ર સિદ્ધાંત છે. પણ આ બધું જડતાપૂર્વક ગતાનુગતિકપણે અને ફળની આશાથી કરે તો અલ્પ લાભ પામે. તા.૧૫-૧૨-૭૯, સોમવાર તમારા માર્ગમાં કયારેક કયારેક થોડા અંતરાયો આવે છે, અવરોધ કરનારા પરિબળો ભાગ ભજવે છે. હવે એ પરિબળો શાંત થશે. ખૂબ જ ધીરજ અને માનસિક સ્વસ્થતા રાખી સતત પ્રયત્ન કરશો. ભવિષ્ય માટેની પહેલેથી જ કલ્પના કરી ન લેવી. કલ્પના એ મનનો વિકલ્પ છે. જગતમાં માત્ર વિકલ્પો જ કામમાં નથી આવતા. પૂર્વના સંસ્કારને પણ દૂર કરવા પડે છે. જેને જ્ઞાનીઓ કર્મનો મહા નિયમ કહે છે. આ કર્મ રચના કરનાર જે કર્તા છે એણે એનો ભૂતકાળ દૂર કરવો પડે છે. માટે જ જીવનમાં જે પ્રાપ્ત થયું છે, પ્રાપ્ત થાય છે એનો વિના વિરોધે સંપૂર્ણ સ્વીકાર કરવામાં માનસિક સંઘર્ષ આવતો નથી. ૧ ૨૧ Page #133 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાન ધ્યાનમાં જવાથી કર્મતંત્ર તૂટે છે, બદલાય છે, નવીન પરિવર્તનો આવે છે. ચિત્તથી પ્રેરાઈને જીવવું એ જ ભૂલ છે. ચૈતન્યના આધારે જીવવું એ જ ધર્મ છે. ચિત્ત અને ચૈતન્ય બંને જુદા છે, સ્વતંત્ર છે, અલગ છે. આજે આપણા જીવન ઉપર ચિત્તની સત્તા છે માટે વિક્ષેપ છે, વિષાદ છે. જીવનમાં ચૈતન્યની સત્તા જોઈએ. તા.૧૩-૫-૮૦, મંગળવાર જીવાત્માએ શુધ્ધ આત્મ સ્વરૂપનું સંવેદન નથી કર્યું. સ્વાનુભવ નથી કર્યો, ચેતન તત્ત્વનો સ્પર્શ નથી કર્યો એ કારણે એની દૃષ્ટિ નથી બદલાઈ, એ જ કારણે વૃત્તિ નથી પલટાઈ અને કૃતિ પણ નથી પલટાઈ. એક વખત પુરુષના સમીપમાં જઈ સર્વતોભાવથી એમને આધીન બની પોતાના પૂર્વગ્રહો, પોતાની માન્યતાઓ, પોતાના આગ્રહો છોડી સરળતાપૂર્વક પરમ પ્રેમથી પરમાર્થ વાર્તા, શુદ્ધાત્મ સ્વરૂપની વાર્તા સાંભળે, એમાં લીન બને પ્રત્યેક શબ્દના મર્મને પકડે ત્યારે જ આત્મા જેવો છે તેવો સમજાય, સમજાય તો એના અનુભવની પ્રક્રિયાનો અભ્યાસ થાય તો જ અનુભવ થાય. તા.૧૬-૪-૮૧ લાંબા સમયથી સત્સંગ થઈ શક્યો નહિ પણ જીવનમાં આ અત્યંત જરૂરી છે. સમ્યફ પ્રકારે જ્ઞાની પુરુષના આશ્રય વિના યથાર્થ તત્ત્વ નિર્ણય થઈ શકતો નથી. એ વગર સમ્યફ રીતે ધર્મ સાધના થઈ શકતી નથી. સંસારમાં જીવાત્માએ વિવિધ પ્રકારથી ધર્મ સાધના તો કરી છે, પણ એ સમ્યફ અને યથાર્થ થઈ નથી. એ કારણે અલ્પ પુણ્ય બંધાયું પણ સંવર નિર્જરા થઈ ન શક્યાં. તત્ત્વ, ચેતન તત્ત્વ નિરાવરણ ન થયું. અંશ પ્રગટ ન થયો અને સ્વાનુભવના બળ વિના સમાધાન પ્રાપ્ત ન થયું. આ ૧૨૨ Page #134 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાન જ કામ એક વખત કરવું પડશે. સંસારની રચના તો અનેકવાર કરી પણ એ અનિત્ય અને નશ્વર છે, એ કાયમ ટકી ન શકે અને એ છોડીને ફેર બીજી રચના કરવી પડે છે. આ રીતે અનંતકાળ ગયો. હવે જાગવું જરૂરી છે. તા. ૨-૧૧-૮૧ જીવ ભાવમળના કારણે મલિન બને છે. જીવતત્ત્વ અને ચેતન દ્રવ્ય સ્વભાવે સંપૂર્ણ, પરિપૂર્ણ, શુદ્ધ, બુદ્ધ, આનંદમય છે પણ ભાવમળના કારણે એ મલિન થયો છે. ઈર્ષ્યા, અહંકાર, કામવાસના, દ્વેષ, લોભ, આસક્તિ - આ છ દોષો બળવાન છે. જીવાત્મા આ દોષોથી ઘેરાયેલો છે અને એ જે કંઈ કરે છે, જે ક્રિયા કરે છે તે આ છ દોષોથી પ્રેરાઈને કરે છે. કયારેક એ ધર્મ અનુષ્ઠાન પણ કરે છે, પણ એ ઉપરથી, અંદર તો આ દોષો બળવાન હોય છે. જેમ વાસણ ગંદુ હોય, એંઠું હોય, બગાડવાળું હોય, એમાં દૂધપાક ભરવામાં આવે કે મિષ્ટાન્ન ભરવામાં આવે તો એ દૂધપાક બગડી જાય છે, વિકૃત થાય છે, તે પ્રમાણે આ છ દોષોથી જીવ ગંદો થયેલો છે, બગડેલો છે, દોષિત થયેલો છે. એના કારણે એ જે સત્કર્મો કરે છે, ધર્મ અનુષ્ઠાન કરે છે તે ઊગી નીકળતા નથી. દૂષિત બને છે. અનંતકાળમાં અનંત જન્મોમાં અનંતવાર જીવાત્માએ આ સદ્ અનુષ્ઠાનો કર્યા પણ એને એ સ્પર્ધો નહિ, નહિ સ્પર્યા એમાં એની પોતાની ભૂલ છે. એને શાસ્ત્રો ભાવમળ કહે છે. આ ભાવમળની અલ્પતા કર્યા સિવાય ધર્મ પરિણામકારક બની શકતો નથી. આંતર ચેતનાનું ઉદ્દઘાટન થતું નથી. ચરમાવર્તકાળમાં જીવનો પ્રવેશ થઈ શકતો નથી. ચરમાવર્તકાળ એ જ ધર્મ પરિણમનનો કાળ છે. કારણ અહીં જીવની ભાવમળની ક્ષીણતા થાય છે. અને ત્યારે જીવમાં ત્રણ ગુણો પ્રગટ થાય છે. (૧) દુઃખી પ્રત્યે અત્યંત દયા, (૨) ગુણવાન પ્રત્યે અદ્વેષ (૩) સર્વત્ર ઔચિત્ય પાલન. આ ત્રણ અસાધારણ ગુણો છે. ૧૨૩ Page #135 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાન સાધકનો દિવ્ય સંકલ્પ (૧) સર્વજ્ઞ વિતરાગ મોહમુક્ત, અનંત જ્ઞાનમય, અનંત આનંદમય; ભાવકર્મ, દ્રવ્ય કર્મ અંતર્ગત ઘાતકર્મ ચતુષ્ટય ને અઘાતી કર્મ અંતર્ગત અશુભ પ્રવૃત્તિઓથી રહિત; શુધ્ધ, બુધ્ધ, પૂર્ણ; જે સાધક દશામાં ભાવકરુણાના પરમ પ્રકર્ષભાવને પ્રાપ્ત થતા જેમણે તીર્થંકરનામ કર્મ નિકાચન કરી અરિહંત તીર્થકર સ્વયંબુધ્ધ ભગવંત બનેલા સદેહ અવસ્થામાં જેઓ સાકાર પરમાત્મા છે ને સિધ્ધ અવસ્થામાં જેઓ નિરાકાર પરમાત્મા છે એમનો સદેવ તરીકે સ્વીકાર કરું છું, સ્વીકાર કરું છું. એમના શરણનો સ્વીકાર કરું છું. એમની આજ્ઞાનો, એમના શાસનનો સ્વીકાર કરું છું અને એમનો આરાધક બનું છું. (૨) જેમને દેહથી ભિન્ન, જડથી ભિન્ન, પુદ્ગલ દ્રવ્યથી ભિન્ન, નિજ ચૈતન્ય સ્વરૂપ, ભેદ જ્ઞાનની દિવ્ય જ્યોતિમાં જોઈ, આત્મજ્ઞાનની દશા વરી, પોતામાં સ્વસ્વકાળે ઉદયભાવમાં પ્રગટતી કૅર્મની ધારા એથી ભિન્ન રહી, પોતામાં પ્રગટેલી ચૈતન્ય ધારાને ચૈતન્ય દેવમાં જોડવા સતત અખંડ પરમ પુરુષાર્થ કરતા, સકલ દ્વાદશાંગીના સારરૂપ, પરમ શાંતરસ સ્વરૂપ ઉપશમભાવને પ્રાપ્ત થયેલા; જેમનો સમગ્ર વ્યવહાર, બાહ્ય વ્યવહાર, વિચરવું, ચાલવું, બોલવું, વાપરવું, સમગ્ર ક્રિયા પૂર્વબધ્ધ ઉદય પ્રાપ્ત કર્મની ધારાનુસાર છે, પરમ ગુરુ અરિહંત પરમાત્મા જેમનામાં પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ વાણીની સંધિ થયેલી તે વાણી કે જે પરમ શાંત રસની મૂળ, વિષયકષાયના તાપને શાંત કરનાર, રાગ-દ્વેષના મળને અવગત કરનાર, પડતી વૃત્તિને સ્થિર કરનાર, અપૂર્વ જાગૃતિને આપનાર, દેહથી ભિન્ન આત્મતત્ત્વને બતાવનાર, સત, ચિત આનંદ સ્વરૂપ ભગવાન આત્માને ઓળખાવનાર, મહામોહને હટાવનાર, અજ્ઞાનરૂપ અંધકારને દૂર કરનાર, આઠ કર્મરૂપ ચક્રને ભેદનાર, મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ ભાવમાં સ્થિર કરનાર, સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન, સમ્યફ ચારિત્ર, સમ્યફ તપ, ચાર અણમોલ રત્નોને આપનાર; અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત આનંદ આ અનંત અનંત ચતુષ્ટયને આપનાર, સર્વનય સાપેક્ષ એવી જેમની અપૂર્વવાણી છે, ને જેમને ધ્યાન દશામાં વર્તતા પરમશ્રુતબળ છે એવા ગીતાર્થ, મહાવ્રતોને ધારણ કરનારા, ધીર, મધુકરવત્ આહાર લેનારા, યથાર્થ ઉપદેષ્ટા એ જ એ જ સતપુરુષ છે. એમનો એ પરમકૃપાળુ પુરુષનો સદ્ગુરુ તરીકે સ્વીકાર કરું છું. સ્વીકાર કરું છું. બહુમાનપૂર્વક, વિનયપૂર્વક, નિરહંકારતાપૂર્વક એમના ચરણે સર્વાગીણ સમર્પણ કરું છું. -- - ૧૨૪ Page #136 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાના હે સપુરુષ! અમે સર્વતોભાવથી તારા છીએ. તારી આજ્ઞાને શિરસાવંદ્ય ગણી જીવનભર સ્વીકારીએ છીએ. (૧) સર્વજ્ઞ વીતરાગદેવ કથિત ચૈતન્ય તત્વને ઓળખાવનાર, સ્વ પરનું ભેદ જ્ઞાન કરાવનાર, ઉપશમભાવને અર્થે કહેલા, ગણધર ગૂંથિત, ગીતાર્થ આચાર્યો રચિત શાસ્ત્રો તે જ સશાસ્ત્ર છે. પરમગુરુની પરમેશ્વરી આજ્ઞા ને પુરુષની પરમ આજ્ઞાનું અખંડ પાલન, અરિહંત પરમાત્મા સ્થાપિત શાસનનું તીર્થનું મનથી, વચનથી, દેહથી અનુસરણ તે જ સધર્મ છે. તે ધર્મ જીવનની શાંતિ, મરણની સમાધિ, ઈહલોકની નીતિમય સાધના, પરલોકનું સુંદરતાભર્યું સર્જન ને અનંતસુખ ધામ પરમપદને અર્પે છે. તે ધર્મ પુણ્યતત્ત્વ દ્વારા પરમાર્થ માર્ગના યાત્રિકની પુષ્ટિ કરે છે. સંવર નિર્જરા દ્વારા સ્વઆત્મતત્ત્વની શુદ્ધિ કરે છે. અનુક્રમે સમગ્ર ચેતન તત્ત્વને નિરાવરણ કરે છે તે સધર્મ વીતરાગ સર્વજ્ઞ પ્રભુએ નિષ્કામ વાત્સલ્યતાથી ઉપદેશેલ છે. અહિંસા જેનું હૃદય છે, અનેકાંત જેનો પ્રાણ છે, ત્રિકાળ અબાધિત આત્મસ્વરૂપ અવગાહી વિશુધ્ધ સત્યના અવલંબને પ્રતિષ્ઠિત છે, જેના પ્રત્યેક અનુષ્ઠાનોમાં, અનુષ્ઠાનોના મૂળમાં માનકષાયનું મર્દન કરનારી નમ્રતા-વિનયશીલતા રહેલી છે, ક્રોધ કષાયને દમન કરનારી ખાંતિ-ક્ષમાભાવનું જેમાં પ્રાધાન્ય છે, જેના પાલન કરનારને કાંચનમુક્તિ કરવી પડે છે, ઉપશમભાવની અજબ કેળવણી આપનાર છે તે ધર્મના શરણનો સ્વીકાર કરું છું. શ્રી જિને કહ્યું છે કે આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. આ પપદ યથાર્થ છે. અનેકાંત મૂલક તત્ત્વદષ્ટિનો સ્વીકાર કરું છું. (૪) દુષ્કત ગહપૂર્વક, સુકૃતની અનુમોદનાપૂર્વક ચતુદશરણનો સ્વીકાર કરું છું. (૩) ૧૨૫ Page #137 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાન (૪) “સાધકની સંપત્તિ” (૧) અરિહંત પરમાત્મા પ્રત્યે અખંડ ભક્તિ (૨) સત્ પુરુષના ચરણમાં અખંડ પ્રીતિ (૩) સર્વજ્ઞ ધર્મની ગાઢ રુચિ અરિહંત સર્જિત તીર્થની ઉપાસના વૃત્તિ સર્વજ્ઞ કથિત શાસ્ત્રની પરમ શ્રધ્ધા શરણ, સ્મરણ, સમર્પણ, આજ્ઞાપાલન અખંડ આજ્ઞાપાલન સમ્યગુ દર્શન (૯) તાલાવેલી, વેદના, પશ્ચાતાપ, અશ્રુ (૧૦) પરમ વિનય (૧૧) સતુ પુરુષત્ન અખંડ વૈયાવચ્ચ, પરાભક્તિ, દાસભાવ, પરમસેવા (૧૨) દિવ્ય સંયમ (૧૩) પરમ વૈર્ય (૧૪) જાગૃત સહિષ્ણુતા (૧૫) અખંડ પ્રેમધારા (૧૯) સર્વ જીવો પ્રત્યે મૈત્રી (૧૭) દુઃખી જીવો પ્રત્યે અત્યંત કરુણા (૧૮) સકળ સત્ત્વ હિતાશય (૧૯) મહાવ્રત (૨૦) ઉદારતા, સુદાક્ષિણ્યતા, પાપ જુગુપ્સા, નિર્મળ બોધ (૨૧) વિષય તૃષ્ણા, ક્રોધકંડૂતિ, દષ્ટિસંમોહ, ધર્મ પથ્યમાં અરુચિ આ ચાર દોષજય (૨૨) ખંત, ઉત્સાહ, ગંભીરતા, પ્રસન્નતા, સ્વસ્થતા, કુશાગ્રતા, કોમળતા, તીક્ષ્ણતા, નમ્રતા (૨૩) સંબંધમાં આંતરિક પ્રગટીકરણ (૨૪) દિવ્ય શ્રધ્ધા, અખંડ વિશ્વાસ, ફૂર્તિ, પાત્રતા, પરમતત્ત્વના પ્રગટીકરણને ઝીલવાની યોગ્યતા - - ૧૨૩ Page #138 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાન (૨૫) જાગૃતિ, સમતુલા, જવાબદારી, જાગૃતિપૂર્વકનું વર્તન, સંયોગોમાં સ્વાધીનતા, તિતિક્ષા, સદાય પ્રકૃતિ ઉપર કાબૂ, અખંડ ચેતના ધારા. (૨૭) ચોક્સાઈ, વ્યવસ્થા, કાર્યકુશળતા, વિધેયાત્મક્તા, સ્વમાન, ગૌરવશીલતા, અખંડ વ્યક્તિત્વ. (૨૭) નિરપેક્ષતા, અનાસક્તિ, શક્તિયુક્ત શુધ્ધિ, દિવ્ય પવિત્રતા, વૈરાગ્ય યુક્ત પ્રેમ, વિચારબળ, ચિંતનશીલતા, વેધક્તા, સૂક્ષમદષ્ટિ, અન્વેષક્તા (૨૮) સમન્વય શીલતા (૨૯) નિર્ભયતા, નિડરતા, નિઃસંગતા, હાસ્ય, માધુર્ય, મુલાયમતા, સંતુલનતા, ધ્યેયનિષ્ઠા, આત્મબોધ, વિવેકનિષ્ઠા (૩૦) વ્રતપાલન સદાગ્રહ (૩૧) હઠ, કદાગ્રહ, જીદ, ઉતાવળ, એકાંતિકતા, અધીરતા, ભય, આગ્રહ, અરુચિ, અણગમો, ગેરસમજ, અસહિષ્ણુતા, ઉદાસીનતા, અપ્રસન્નતા, તુચ્છતા, ક્ષુદ્રતા, સંકુચિતતા, શંકા, અવિશ્વાસ, દ્રોહ, બેદરકારી, અનુકરણવૃત્તિ, અસમતોલમન, વ્યગ્રચિત્ત, શંકિત હૃદય, અશ્રધ્ધા. આ અતિ ભયંકર દોષો પર સંપૂર્ણ વિજય. “સાધ્ય” વિભાવદશામાં વર્તતા ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નોકર્મની વળગેલી ઉપાધિને સર્વતઃ દૂર કરી નિપાધિક દશાને પ્રાપ્ત થયું તે જ આ જીવનનું સાધ્ય છે. પરમ આનંદધામ જે મોક્ષ તે જ સાધ્ય છે. “સાધન” સર્વજ્ઞ વિતરાગ પ્રણીત ધર્મ, જે સમ્યગદર્શન, સમ્યજ્ઞાન, સમ્યફ ચારિત્ર સ્વરૂપ છે એ ધર્મ. પરમ કૃપાળુ અરિહંત પરમાત્માની અખંડ ભક્તિ ને એમની આજ્ઞા અનુસાર વર્તન, કરુણામૂર્તિ સત્પષના ચરણોમાં ત્રિવિધયોગે સમર્પિત થઈ એમની આજ્ઞાનું અખંડ પાલન એ જ સત્ય સદનુષ્ઠાન છે, પરમયોગ છે. એ જ સાધ્યનું પરમ સાધન છે. = ૧ર૭. Page #139 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાન “સાધના” જ્ઞાયકતત્ત્વ ને શેયતત્ત્વમાં દર્શનમોહના યોગે થયેલી અભેદ બુધ્ધિ, એકતાબુધ્ધિ, બુધ્ધિની ગ્રંથિ તેને પરમ પ્રભાવી ભેદજ્ઞાનના તીણ શસ્ત્ર દ્વારા ભેદી, શેય તત્વથી ભિન્નતાને પામેલું એ જ્ઞાયકતત્ત્વ એને પરમ પ્રજ્ઞાના દિવ્ય પ્રકાશમાં જોઈ, તેની વર્તમાન મલિન અવસ્થા દૂર થાય ને તિરોભૂત અવસ્થા પ્રગટ થાય એ માટેનો સત્પુરુષની આજ્ઞાનુસાર પરમ પુરુષાર્થ એ જ સાધના છે. “સાધનાની મુખ્ય ચાવી શું?” વિશ્વમાં જે પરમ સત્તા છે, જે સમગ્ર વિશ્વની નિયામક પ્રેરક અને ઉધ્ધોધક છે, જે પરમ કૃપાનો અનંત કરુણાનો સાગર છે, સર્વ જીવોનો ચિંતક ને પ્રેરક પરમ પ્રભુ છે એના અસ્તિત્વમાં પોતાના અસ્તિત્વને સમાવી દેવું અને એ પરમ કૃપાળુના ઉપકરણ બનવું. અહંકારે ઊભા કરેલા અસ્તિત્વને ભૂંસી નાખી અરિહંતના વિરાટ સમુદ્રમાં સ્વજાતનું વિલીનીકરણ કરવું એટલે પોતે મટી જવું ને એના બની જવું. આ દિવ્ય સાધના છે. “પછી આપણે શું કરવાનું?” માત્ર સ્મરણ, એનું જ સતત સ્મરણ, એની જ સ્મૃતિ, એનો જ વિચાર, એનું જ ધ્યાન, એનું જ લક્ષ્ય. દરેક ઈન્દ્રિયો, મન અને બુધ્ધિમાં સ્મરણ દ્વારા એની જ પ્રતિષ્ઠા એને જ જપ કહે છે. એ માટે મનને ખાલી કરવું પડશે. બ્રહ્મચર્ય, સત્ય, તપ અને ધ્યાન આ ઉપકરણો મનને ખાલી કરે છે અને છેવટનું સાધન સદ્ગુરુ. - કોટુંબિક ક્ષેત્રે સહિષ્ણુતા, ઉદારતા ને કર્તવ્યનિષ્ઠા, સામાજિક ક્ષેત્રે સહાનુભૂતિ, સહકાર ને સેવા; ધાર્મિક ક્ષેત્રે સત્ય, સંતોષ, બ્રહ્મચર્ય ને ઈશ્વરનિષ્ઠા; આધ્યાત્મિક ક્ષેત્રે અનાસક્તિ, સમતા, વિરાગ ને મૈત્રી. આ ચાર અંગોનો સંતુલાત્મક વિકાસ એ જ સાધના. ૧ ૨૮ Page #140 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાન (૧૯) “સાધકના મહત્ત્વના અંગો” નિરપેક્ષતા, નિર્ભયતા, નિઃસંગતા આ સાધકનાં મહત્ત્વનાં અંગો છે. અહિંસા, સંયમ અને તપથી જેણે પોતાના આત્માને ભાવિત કર્યો છે, માત્ર જેને એક જ મોક્ષાભિલાષા છે, પરમાર્થ માર્ગની પરમ સાધના માટે જ જેનું જીવન છે, એ જ અર્થે જેનું જીવિત છે, સમગ્ર આકાંક્ષાઓ જેની શમી ગઈ છે, એને કોની અપેક્ષા હોય? જો કે એ સાધક આત્મા કોઈપણ જીવની ઉપેક્ષા કરતો નથી, અનાદર કરતો નથી, તિરસ્કાર કરતો નથી, સકળ સત્ત્વહિતાશયરૂપ અમૃત પરિણામથી એનું ચિત્ત પરિણત હોય છે. સકળ જીવરાશિ સાથે મૈત્રીભાવ, ગુણાધિક પ્રત્યે પ્રમોદ, દુ:ખી જીવો પ્રત્યે અત્યંત કરુણાભાવ એનામાં હોય પણ એને કોઈની અપેક્ષા ન હોય માટે જ એનામાં સમભાવ હોય છે. એ કોઈથી દબાય નહીં, કોઈની શેહમાં તણાય નહીં અને સંબંધ માત્ર ધર્મ નિમિત્તે જ હોય અને પારમાર્થિક માર્ગની સાધનામાં જો સંબંધ બાધક હોય, પ્રતિબંધક હોય તો, એ સંબંધનો પરિત્યાગ કરે પણ સ્વીકારેલા પરમાર્થ માર્ગનો પરિત્યાગ ન કરે. આ જીવન માત્ર પરમાર્થ માર્ગની સાધના માટે જ છે. અન્ય કોઈપણ કાર્ય માટે નથી. જીવનની પ્રત્યેક પળ, પ્રત્યેક સમય માત્ર સાધનામાં જ-વીતાવવો. ભય તો પરમાર્થ માર્ગમાં અંતરાયભૂત છે. જ્યાં ભય છે ત્યાં શંકા છે, જ્યાં શંકા છે ત્યાં સંતાપ છે, જ્યાં સંતાપ છે ત્યાં આર્તધ્યાન છે. એમાંથી જ રૌદ્રધ્યાનની ઉત્પત્તિ થાય છે, જે ચિત્તની કલુષિતતાને વૃધ્ધિગત કરે છે, પરિણામમાં અસ્થિરતા થાય છે, વિહ્વળતા ને વ્યાકુળતા થાય છે, માટે સાધકે સર્વતઃ ભયનો પરિત્યાગ કરી નિર્ભય બનવું. નિર્ભયતા એ જ સફળતાની મુખ્ય ચાવી છે. જ્યારે મન તમામ ભયોથી મુક્ત બને છે ત્યારે તે મન શાંતતા, સ્વસ્થતા, સમતોલતા અનુભવે છે અને એ જ મન એકાગ્ર બની સ્વાધ્યાય, ધ્યાન તથા યોગ સાધના માટે યોગ્ય બને છે, શાસ્ત્રોનું વાંચન ને સત્પુરુષની દિવ્ય વાણીનું શ્રવણ કરી શકે છે, એ જ મનમાં વિવેકરૂપ સૂર્યનો ઉદય થાય છે ને જીવનમાં પ્રકાશ રેલાય છે. લજ્જા એ સર્વ સદ્ગુણોની જનની છે. નિર્ભયતા એ પરમાર્થ માર્ગનો રખેવાળ છે. જ્યારે ભય જે મોહમાંથી પ્રગટે છે એનું મૂળ અહંકાર છે, જે અજ્ઞાનની પેદાશ છે. ૧૨૯ Page #141 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાન દેહાત્મ બુધ્ધિનું એ પરિણામ છે, તે સંતાપ, ખિન્નતા ને વિહ્વળતા આપે છે. એ ભયનો ત્યાગ કરી નિર્ભય બનવું. સર્વ જીવો પ્રત્યે આત્મીયતા, આત્મીપભ્ય ભાવના, અભેદ ભાવના વિકસાવવી જોઈએ. પ્રત્યેક આત્મા સામે જોતા એ પરમાત્મા છે, જેવો મારો આત્મા છે એવો જ એનો આત્મા છે ને અમારા વચ્ચે આ જ સામ્યયોગની પરમ દિવ્ય ભૂમિકા છે. જેમ સમુદ્રમાં સર્વ નદીઓ સમાય છે તેમ મૈત્રીભાવનારૂપ સાગરમાં સર્વ જીવોનો સમાવેશ થવો જોઈએ, તો જ અહંકાર, ભેદબુદ્ધિ જે પારમાર્થિક સાધનામાં અત્યંત વિદનભૂત છે તેનાથી મુક્તિ મળે. સાધનાનો પાયો” સ્વજ્ઞાન અને સ્વજ્ઞાનયુક્ત વિચાર એ જ સર્વ સાધનાનો પાયો છે. કરાતી ક્રિયાઓ, થતા અનુષ્ઠાનો એટલો જ કાંઈ ધર્મ નથી. એ તો માત્ર એક સંસ્કાર ગ્રહણની ધીમી પ્રક્રિયા છે. ધર્મનું અંતરંગ તત્ત્વ છે સ્વજ્ઞાન અર્થાત્ વિચારકનું જ્ઞાન અને એનું સાધન છે વિચાર. એ વિચારની પ્રક્રિયા સળંગ રીતે ચાલી શકે એ માટે આ સંસ્કારની પ્રક્રિયા નિરહંકારભાવે, અનાસક્ત ભાવે કરવી પડે છે માટે જ સમગ્ર ક્રિયાત્મક પ્રવૃત્તિનું લક્ષ અક્રિયાત્મક્તા જોઈએ. આ નિષ્ક્રિયતા, આ નિઃસાધનતા એ સાધકની એક પરમોચ્ચ દશા છે. એનું જ રહસ્ય “ધ્યાન યોગમાં” છે. માટે જ ધ્યાતાને ઘડવો, એને તૈયાર કરવો અને અંતરંગમાં ધ્યાતાને પ્રગટ કરવો એ જ સમગ્ર સાધનાનું કેન્દ્ર છે. ખરેખર તો આપણે કશું જ થવું નથી, આપણને કશું જ જોઈતું નથી. એ તો બધી અહંકારની માંગણીઓ છે. અહંકાર જ સર્જક બન્યો છે. જે આપણા “સ્વત્વ” ઉપર નવો વાઘો, નવો ઢોળ ચઢાવે છે. પરમ સત્યને શણગારવો પડતો હશે? અને અહંકારે આપેલા શણગારમાં આનંદ માનવો એ જ એક માત્ર જીવનની ભૂલ નથી શું? આ ભૂલની પુનરાવૃત્તિ કરવાની હોય? અને વારંવાર પુનરાવૃત્તિ કરવી એને જ આપણે સાધના કહીશું કે? અને એ ગંભીર ભૂલને પકડવાની કળા સત્પુરુષ પાસેથી શીખવાની છે. ત્યારે આપણે સાધના કરવી એટલે શું? સર્જક મટી જવું અને વિસર્જક એવા સ્વવિચારને પ્રગટ કરવો, આ સાધના માર્ગનું ઊંડું રહસ્ય છે. ખરેખર આ પરમ સત્ય જ્યારે લાધે છે એને જ “સખ્ય દર્શન” ૧૩૦ Page #142 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાના કહેવામાં આવે છે અને આ સમ્યગૂ દર્શન જ આ અનાદિકાલીન અહંકારનો વિલય કરે છે. એ પછીની અવસ્થાને મોક્ષ કહીશું. ભલે નિર્વાચન નામકરણ તો કરવું જ પડશે ને અનુભૂતિને વ્યક્ત કરવા આ વિરાટ વિશ્વમાં શબ્દ સિવાય બીજું કંઈ જ આલંબન નથી અને આ શબ્દો એ જ છેવટે શાસ્ત્રો બન્યા ને? અને પછી તો બુધ્ધિને ધારદાર બનાવી આ સાક્ષરો યુધ્ધના મેદાનમાં ઊતર્યા છે. સંપ્રદાયો અને વાડાઓ ઊભા થઈ રહ્યા છે. પરમ સત્ય કોઈ બંધન સ્વીકારવા તૈયાર નથી. માટે જ એ તમામ દિવાલોને ભેદીને પ્રગટ થાય છે, જે શાસ્ત્રોમાં નથી જડતું. જગતના ખૂણે ખાંચરે વિચરતા સત્પુરુષો દૂરથી આ દશ્ય જુએ છે, ક્યારેક અશ્રુ સારે છે. પણ ઘણી વખત તો એ દ્રષ્ટા બનીને જ જુએ છે. કોઈક કોઈક વિરલની દૃષ્ટિ એના પર પડે છે ત્યારે જ એ એની ગોદમાં સમાય છે, ત્યારે જ સત્પુરુષ ધીમે સ્વરે કાનમાં કહેતો હોય છે, “પ્યારા બાળ! સત્ય આમાં નથી. એ તું છો, પરમ સત્યે તું છો ને તારામાંથી જ એ તને જડશે. જા ત્યારે, સ્વ જ્ઞાનના ને નિઃસાધનતાના દિવ્ય સાધન દ્વારા તું તારામાં ગતિ કર”. બસ આ શબ્દો જાણે સર્વ શાસ્ત્રોનો સાર છે. સર્વધર્મોનો નિચોડ છે. સમગ્ર તત્ત્વજ્ઞાનનો અર્ક છે અને એ જ પોતાનો અણમોલ વૈભવ છે. તે શાસ્ત્રોમાંથી, અનુષ્ઠાનોમાંથી નહિ જ જડે. અંતરમાં ડોકિયું કરવું જ પડશે ને! જિનહિ પાયા હિનહિ છિપાયા, ન કહે કોલકે કાનમેં, તાલી લાગી જબ અનુભવ કી તબ જાને કોઉ સાનમેં. હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં (ઉપા, યશોવિજયજી મ.) બસ આ જ સંગીત જીવનમાં ગુંજતું બને તે જ સાધના. એણે કશું જ માગ્યું નથી, માંગવું એને ગમતું નથી ને માત્ર આપવું ને આપવું એ જ એનો સ્વભાવ છે, એણે કેટલું બધું આપ્યું? કરુણા-હિમાલય પરથી ખલખલ કરતા વહેતા વિશાળ ઝરણાઓની માફક જેના હૃદયમાં કરુણાના ધોધ વહી રહ્યા હતા. સમ્યમ્ દર્શનરૂપ દિવ્ય રસાયણનો સ્પર્શ થતાં એ કરુણા ભાવકરુણા બની. કરુણાએ દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું. સ્થૂલ સૃષ્ટિ દૃષ્ટિમાંથી અલોપ થઈ ને અંતર સૃષ્ટિમાં એ કરુણામૂર્તિએ દષ્ટિપાત કર્યો. પરમ આનંદનું જન્મ સ્થાન શુધ્ધ જીવાસ્તિકાય વિભ્રમ પામી, શોકને જન્મ આપી રહી છે. એ વેદના એના માટે અસહ્ય બની. આ કોઈ એકની ૧૩૧ Page #143 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાન વાત નથી. સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા અનંત જીવોનો આ ગંભીર કોયડો છે, માટે એ ઉકેલવો જ રહ્યો. અંતરમાં તીવ્ર બનતી વેદના અને ગંભીર બનાવે છે અને પ્રજ્ઞાના દિવ્ય પ્રદેશમાં લઈ જઈ કોયડાને ઉકેલવાનું ગુપ્ત રહસ્ય ખુલ્લું કરે છે. એણે પોતે પોતાનો ઉકેલ કર્યો, મુક્ત બન્યો, પ્રકૃતિ ઉપર સ્વામિત્વ મેળવ્યું ને પ્રકૃતિનું દિવ્ય રૂપાંતર કરી એને સ્કૂલ સૃષ્ટિમાં પ્રવેશ કરી ઉદ્ઘોષણા કરી “અમે આવ્યા છીએ અને સમગ્ર જીવસૃષ્ટિને વાસનામાંથી મુક્તિ આપવા આવ્યા છીએ, આવ્યા છીએ જીવને શિવ બનાવવા, વામનને વિરાટ બનાવવા, દાસને સ્વામી બનાવવા, આવો ને તમારી જાતને અમારા હાથમાં મૂકો.” પ્રકૃતિમાં સ્પંદન થયું. એનામાં જાણે દિવ્ય ચેતના પ્રગટી, એણે મધુર મધુર હાસ્ય રેલાવ્યું અને આ વિભૂતિના સ્વાગતમાં, સહકારમાં જ જીવન ધન્ય માન્યું પણ અહંકાર, આસક્તિ, વાસના અને આવેશની તોતિંગ દિવાલો પાછળ કાર્મણ પરમાણુઓએ ઊભી કરેલી જેલમાં ખદબદાટ કરતાં નિમ્ન પ્રકૃતિના ગુલામો આ ઉદ્ઘોષણા સાંભળી શકતા નથી. ત્યારે કરુણાથી છલકાતા એના નયનો અશ્રુ ભીના થાય છે. “સંબુઝહ કિં ન બુઝઈ સંબોહી પેચ્ચ ખલુ દુલ્લહા” ૨૧) “મોહ અને રાગ વચ્ચે શો ફેર?” “મોહ” એટલે પોતાના સ્વરૂપમાં, સ્વસ્વરૂપમાં ભ્રાંતિ, પોતાના વિષે વિપરીત માન્યતા; જે પોતે છે, જેવો પોતે છે એનો અસ્વીકાર ને જે પોતે નથી, જેવો પોતે નથી એવો સ્વીકાર કરી એમાં દૃઢ આગ્રહ, અધ્યાસ. જેની પોતાનામાં નાસ્તિ છે એની પોતામાં અસ્તિ માનવી. જેની પોતામાં અસ્તિ છે એમાં નાસ્તિ માનવી, ખરેખર તો પોતાના વિષે જ પોતાની વિપરીત વિકૃત સમજ, અર્થાત્ જે બે સ્વતંત્ર દ્રવ્યો છે ચેતન અને જડ, એ સ્વતંત્ર બે દ્રવ્યોનો સ્વીકાર ન કરતા એક જ દૃશ્ય જડ દ્રવ્યનો સ્વીકાર ને અદૃશ્ય દ્રષ્ટા એનો ઈનકાર. દેહ સાથે એકતા-બુધ્ધિ, જડ સાથે અભેદબુધ્ધિ. પર દ્રવ્યની વિભાવ પર્યાયમાં પોતાના અસ્તિત્વનો આરોપ તે મોહ છે. એમાંથી બે ધારા વહેતી થાય છે, બે વલણ થાય છે. અર્થાત્ દેશ્ય સૃષ્ટિમાં જીવંત વ્યક્તિ અને વસ્તુ, વ્યક્તિઓ અને વસ્તુઓ પ્રત્યે બે પ્રકારનું વલણ થાય છે. એમાં જે વલણમાં અપેક્ષા છે, આસક્તિ છે, બચાવ છે, અનુકૂળ છે, ઈષ્ટ છે એવો આરોપ કરી જે સ્નેહાત્મક વલણ, મમત્વજન્ય વલણ તે રાગ. ૧૩૨ Page #144 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાન - - “રાગ” મોહનું બાળક છે, મોહ જનક છે. જેથી પોતે વ્યક્તિઓ સાથે ને વસ્તુઓ સાથે બંધાય છે, એને મજબૂત કરનારી ચેતન દ્રવ્યમાં થતી સ્નેહાત્મક વિકારી પર્યાય તે “રાગ”. સ્નેહ અને મૈત્રીમાં ઘણું અંતર છે. મૈત્રી અને પ્રેમમાં અંતર છે. સ્નેહ દોષ છે. વિકાર છે. મૈત્રી શુભ ભાવ છે. જ્યારે પ્રેમ ચૈતન્ય દ્રવ્યનો વિશિષ્ટ શુભ ભાવ છે. આ પ્રેમ વિકલ્પોથી, વિષયોથી, વાસનાઓથી, અપેક્ષાઓથી પર છે. વ્યક્તિ કે વસ્તુઓના તમામ બંધન તોડી અંદરમાં વહેતી જે અસ્મલિત ધારા તે પ્રેમ. (૨૨) આસક્તિમાંથી ઊભો થયેલો સંબંધ દીર્ઘજીવી હોઈ શકે પણ સદાજીવી હોતો નથી, પણ નિર્વિકારી પ્રેમમાંથી ઉત્પન્ન થયેલો સંબંધ સદાજીવ ને શાશ્વત હોય છે. જે સદાજીવી છે, શાશ્વત છે એને પોતાનામાં વહેતી પ્રેમની ધારાને ઝીલવા શાશ્વતને સદાજીવને જ શોધવો રહ્યો. નિર્વિકારી પ્રેમને કોણ ઝીલી શકશે? વિકારી? ના, ના, એના માટે તો અસહ્ય બોજો થઈ પડશે. ત્યારે શું વિશ્વના રંગમંચ પર એ પાત્ર નહિં જ હોય? છે અને છે, એ છે મોહમુક્ત વીતરાગ. એ સામર્થ એનામાં જ છે. અનંત જ્ઞાન સર્વજ્ઞતામાં જ એ જ સામર્થ છે. પોતામાં વહેતી પ્રેમની ધારાને પણ શુધ્ધ બનાવવી પડશે ને? વિકારની ધારા એમાં મળે છે એને રોકવી પડશે. નિર્વિકારી બનેલામાં વહેતી પ્રેમધારા વીતરાગ તરફ વહેતી થાય છે. સંબંધ તો એની સાથે છે પણ ક્ષણજીવી સાથે રમત માંડીને બેસેલો એને એ રમત છોડવી ગમતી નથી, પણ જ્યારે દિવ્યજ્ઞાન એનામાં પ્રગટે છે ત્યારે તલસાટ જાગે છે. એની વ્યથા અસહ્ય છે. પણ એ ભૂમિકા પર આરૂઢ બનતા જૂના સંબંધો તોડવા નથી પડતા પણ વાસ્તવિકતાના પાયા પર રચવા પડે છે. અને એ માટે ગંભીર, ધીર ને સહિષ્ણુ બનવું પડે છે. જીવન જીવવાની સાચી રીત હાથ આવતા સમસ્યાઓનો અંત આવે છે. સંતનો આ પ્રસાદ છે. નિચાણના ઢાળ તરફ વહેતા પાણીમાં તણાઈ જવું એ તો પ્રકૃતિ છે પણ ધસમસતા ઘોડાપૂરે સામે જવું એમાં જ જીવનની સંસ્કૃતિ છે. કાર્ય તો અતલ ઊંડાણમાં જઈને કરવાનું છે, ત્યાં ઘોંઘાટ નથી, ધમાલ નથી, સ્થૂલ સૃષ્ટિમાં રહેવા છતાં આંતરસૃષ્ટિ સાથે સંબંધ જાળવી રાખવાની કળા તે જ યોગ. ૧૩૩ Page #145 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાન ગુરુદેવના ચરણે મનથી, વચનથી, કાયાથી સમર્પિત બની, તેમની પ્રત્યેક આજ્ઞાનું વિરોધ વગર, સંઘર્ષ વગર, વિકલ્પ વગર, રુચિથી, શ્રધ્ધાથી, ભક્તિથી, બહુમાનથી, શુભભાવથી, અખંડપાલન, પ્રાણના ભોગે, જીવન સર્વસ્વના ભોગે પાલન કરવું. ભંગ થાય તો પ્રાયશ્ચિત લેવું. આરાધના, સાધના, ઉપાસના, પરમાર્થમાર્ગની. આરાધના, સમગ્ર આરાધના નિઃશલ્ય ભાવે નિષ્કપટભાવે, નિર્બદ્ધ ભાવે કરવી. ઈશ્વરના ચરણે આત્મસમર્પણ કરવું, કર્મ અને કર્મફળનો ત્યાગ કરવો; અહં મમનો લય કરવો. દરેક પદાર્થમાં, દરેક સંયોગમાં, દરેક વ્યક્તિમાં ઈશ્વરદર્શન કરવું. અહમુથી અલગ પોતાની જાતનું નિરીક્ષણ કરવું. શુધ્ધ, બુધ્ધ, મુક્ત, પૂર્ણ સત ચિત આનંદ સ્વરૂપનેં સતત અનુભવ કરવો. પરમ ઉપકારી તીર્થકર દેવનો પુરસ્કાર, સપુરુષના ચરણોમાં અખંડ ભક્તિ, અખંડ પ્રીતિ કરવી, એમના ચરણે સર્વાગીણ સમર્પણ કરવું. અભેદ દશા, અદ્વૈત અવસ્થા અનભવવી. આપવું અને લેવું એ વિનિમય છે, જ્યારે શુધ્ધ લાગણી વિનિમયની મર્યાદાથી પર છે. જેનું ધ્યાન ધરવું છે તે અંતરમાં છે. સંસ્કારના ભાર તળે તે દબાયો છે. સાધનોના વેગવાન આંદોલનો એ ભારને દૂર કરે છે ત્યારે પ્રગટે છે ચૈતન્ય જ્યોત. ધ્યાન મન દ્વારા કરવું છે, તે તદ્દન ખાલી જોઈએ અર્થાત ધ્યેય સિવાય બીજાને ફેંકી દેનારું જોઈએ. આ સામર્થ્ય એ જ તપ છે. સત્ત્વ એ સામર્થ છે. ગમે તેવા વિકટ સંજોગોમાં, પ્રસંગોમાં, મૂંઝવણોમાં અસ્વસ્થ, વ્યગ્ર, ચિંતાતુર, ગમગીન ન બનવું. લોકોના બિનજરૂરી ભયથી સંતપ્ત ન રહેવું, મન સ્વસ્થ રાખવું. ૧૩૪ Page #146 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાન આ જીવન પરમાર્થ માર્ગની સાધના માટે જ છે. એ જીવનની પ્રત્યેક પળ કિંમતી છે. એની પ્રત્યેક પળ ગંભીર સાધનામાં જ જવી જોઈએ. પ્રમાદ કર્તવ્ય નથી. દુરુપયોગ કેમ જ થાય? ક્ષમા, મંત્રી, નિર્ભયતા, નિરપેક્ષતા, પરમપ્રેમ, શાંતિ, ગંભીરતા, ધીરજ, સમતા, કરુણા, સહિષ્ણુતા, સ્થિરતા, શ્રધ્ધા, આત્મવિશ્વાસ, નીડરતા, કુશળતા, સ્વસ્થતા આ ગુણોને ખાસ કેળવવા. ભયની પ્રકૃતિ તો સંપૂર્ણતઃ દૂર કરવી. પૂરેપૂરા નિર્ભય બનવું. વિશ્વાસ, વફાદારી, નિર્ભયતા એ જ જીવનના આધાર સ્તંભો છે, કૃતજ્ઞતા તો પરમ સગુણ છે. જેને જવાબદારી સોંપીએ તેના પ્રત્યે પૂર્ણ વફાદારી, સમર્પણ અને તેનું અખંડ આજ્ઞાપાલન હોવું જોઈએ. ભક્તિ અને મૈત્રીને બાધક ભોગ અને પરિગ્રહ અનુક્રમે જાણવા. જ્યાં રામ ત્યાં કામ નહીં. જ્યાં કામ ત્યાં રામ નહીં. કામ, ક્રોધ, લોભ ત્રણ મહાદોષો છે. લોભ કંચન વિષે અને કામ કામિની વિષે, તે બન્નેથી ક્રોધ જન્મે છે. જાપ દ્વારા, ભક્તિધારા, પ્રેમથી લેવાતા પ્રભુના નામ દ્વારા મળની હાનિ થાય છે, વિકારો શમે છે, નિર્વિકારી દશા આવે છે. વસ્તુઓ અને વ્યક્તિઓ વિષેના વિકલ્પોમાં અટવાયેલું ચિત્ત વિચાર કરી શકતું નથી. વિકલ્પનું કારણ ભેદબુધ્ધિ છે. જડ અને ચેતન તત્ત્વ સ્વ સ્વ કાળની પર્યાયમાં યુક્ત છે. એ પર્યાયદષ્ટિ ભેદજનક છે. પર્યાય તો તે દ્રવ્યની તે કાળની અવસ્થા છે. એ પર્યાય દ્રવ્ય સાથે ત્રિકાળ નથી. વર્તમાન અવસ્થા ગૌણ કરી દ્રવ્ય તરફ દૃષ્ટિ જાય તો ભેદ ટળે. એ ટળતાં વિકલ્પ ટળે અને વિચાર પ્રગટે. ૧૩૫ Page #147 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાન “નૂતન વર્ષની મંગળ પ્રભાતે પ્રભુ પાસે માંગણી” ઈ.સ.૧૯૧૦, વિ.સં.૨૦૧૩ પ્રારંભ અને અંત દૃશ્ય પદાર્થમાં છે, દ્રષ્ટામાં નહિ, દ્રષ્ટા પ્રારંભ અને અંતથી રહિત છે. દશ્યમાં પ્રગટ થયેલું રૂપ નૂતન દેખાય છે, પણ કાળ એને પ્રાચીન બનાવે છે. દશ્ય તો નવું રૂપ ધારણ કરે છે. જૂનું રૂપ છોડે છે. કાળ દશ્યમાં ક્રીડા કરે છે. નૂતન અને પ્રાચીન એ કાળની ક્રીડા છે, પરિવર્તનનો એ નિયામક છે, અસ્થિરતા એનો ધર્મ છે, સર્જન વિસર્જન એની ક્રિયા છે. જગતમાં કાળ ક્રીડા કરે છે. દશ્ય એનું કેન્દ્ર છે. દ્રષ્ટા તો અનંત છે, શાશ્વત છે, પુરાણ છે, પ્રારંભ અને અંતથી પર છે. નૂતન અને પ્રાચીનતા એને સ્પર્શતી નથી. કાળ એમાં ક્રીડા કરી શકતો નથી. કાળની સત્તા ત્યાં ચાલતી નથી. કાળ એને સ્પર્શ કરી શકતો નથી. કાળને વર્તમાન કાળ છે. દ્રષ્ટા ત્રિકાળ છે. કાળમાં પ્રકાર છે, ભેદ છે. દ્રષ્ટામાં પ્રકાર નથી. અભેદતા છે. દ્રષ્ટા સત્સ્વભાવવાન છે, ચિત એનો ધર્મ છે, આનંદ એનો પ્રાણ છે. દૃશ્ય તો જડ છે, અચિત છે, આનંદથી વિહીન છે, કાળને આધીન છે. દ્રષ્ટા દૃશ્યને જોઈ શકે છે. દશ્ય દ્રષ્ટાને જોઈ શકતું નથી કેમ કે દશ્ય પાસે ચિત નથી, જ્ઞાન નથી, શક્તિ નથી. દ્રષ્ટાથી દશ્ય ગુપ્ત રહી શકતું નથી. દ્રષ્ટા જ્ઞાન શક્તિવાળો છે. દ્રષ્ટાનું જ્ઞાન, દ્રષ્ટાનું ચિત, દશ્ય તરફ વળીને દેશ્યને જુએ છે, જોઈ રહ્યું છે, એમાંથી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. દ્રષ્ટા જ્યારે દશ્યને જુએ છે ત્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે. પછી દશ્ય સાથે દ્રષ્ટાને અભેદ બુધ્ધિ થાય છે, ત્યારે હું આ જ છું,' એવો અહંકાર ઉત્પન્ન થાય છે. એ અહંકાર દશ્યને પોતાનું માને છે, ત્યારે મમકાર બને છે, પછી દ્રષ્ટા દશ્યનો હું કર્તા છું એમ માનતો થાય છે ત્યારે દશ્યનું ભોકતૃત્વ એમાં ઊભું થાય છે, એને જ સૃષ્ટિ કહે છે. દ્રષ્ટા દશ્ય અભેદ બન્યા છે એટલે સત્ અને આનંદનો આરોપ દ્રષ્ટા દશ્યમાં કરે છે ત્યારે “દશ્ય પણ સત્ છે અને એ જ આનંદનું ધામ છે” એમ દ્રષ્ટા માને છે, એ જ માયા છે, એ જ માયાના રંગે દ્રષ્ટા રંગાયો છે, ત્યારે સંસારી બન્યો છે. આ પરંપરા અનંતકાળની છે. ૧૩૬ Page #148 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાન - કાળની ગણતરીમાં એક વર્ષ, વિતેલું વર્ષ ઉમેરાયું અને હવે આજથી નવા વર્ષનો પ્રારંભ થાય છે, અનંતના સિંધુમાં એક બિંદુ મળ્યું, નવા બિંદુની રચનાનો આજથી પ્રારંભ થયો. એનો હર્ષ દ્રષ્ટા અનુભવે છે, તે જ વિકાર છે. દશ્ય શાશ્વત રહે એવી પ્રાર્થના એ જ વાસના છે. દ્રષ્ટા દૃશ્યને જોઈ રહ્યો છે અનંતકાળથી, એમાં એક વર્ષ ઉમેરાયું. આજથી નૂતન વર્ષનો પ્રારંભ છે. દ્રષ્ટા દશ્યને જ જોયા કરશે, સૃષ્ટિની ઉંમર વધશે. દષ્ટિ નહિ કરે ત્યાં સુધી વિદાય અને આવકારનો વ્યવહાર છે. વિદાય જે લે છે તે માટે શોક કરવાનો, પ્રવેશ કરે છે તેને આવકાર આપીને હર્ષ પ્રગટ કરવાનો. આ વંદનું ઘેલું દ્રષ્ટાને લાગ્યું. નિર્દદ્ર સ્વભાવ ને સ્વરૂપે નિર્ટ એ ઠંદ્રના ચાળા કરી રહયો છે. એ વંદ્રની રમત માંડીને બેઠો છે, એમાં રિસામણાં ને મનામણાં કરે છે. રાગ એના મનામણાં છે ને કેષ એના રિસામણાં, રાગ ને વૈષના વાઘા પહેરી દ્રષ્ટા સૃષ્ટિમાં સૃષ્ટિની રંગભૂમિમાં ઊભો છે, એના પ્રવેશનો પ્રારંભ પુનઃ થાય છે, એનો મહોત્સવ દુનિયા માને છે, એને દિવાળી કહે છે, કેમ કહેવાય દિવાળી ? જે દિવસે દ્રષ્ટા પોતાની દૃષ્ટિને દૃશ્ય તરફથી પાછી વાળશે ને દ્રષ્ટાને જોશે તે જ સાચી દિવાળી, મહોત્સવ એનો હોય, એ જ નૂતન છે. એનો જ પ્રારંભ થવો જોઈએ. દ્રષ્ટાની દૃષ્ટિ દશ્યને વળગીને અનંતકાળથી ઊભી છે. જેના કારણે સૃષ્ટિ છે એ જ કાર્યનો પ્રારંભ તે પુનરાવૃતિ છે, ભૂતકાળની ટેવ છે, જૂના કાર્યની યાદી છે, એને પ્રારંભ ન કહેવાય. એ નૂતન નથી, પુનરાવૃત્તિ છે, ભવ છે. દ્રષ્ટા દશ્યને ભૂલીને દ્રષ્ટાને જોતો થાય. દશ્યની સૃષ્ટિમાં, દશ્યનો દ્રષ્ટા દ્રષ્ટાને ભૂલીને બેઠો છે, એને દશ્યનું વિસ્મરણ થાય ને દ્રષ્ટાનું સ્મરણ થાય ને દ્રષ્ટા દ્રષ્ટાને જ જુવે. દ્રષ્ટાની દૃષ્ટિ દશ્યથી પાછી ફરી દ્રષ્ટાને જ જોનારી બને, એનો પ્રારંભ થાય એ કાર્ય નૂતન છે, એની શરૂઆત આજથી કરવાની, માટે આ બેસતું વર્ષ, દ્રષ્ટા દશ્યને ભૂલવાનો સંકલ્પ કરે, દ્રષ્ટાને નહિ ભૂલવાનો દઢ નિશ્ચય કરે, એની મંગલ શરૂઆત જ આજથી કરવાની અને આ વર્ષ વિદાય લે તે પહેલાં દૃષ્ટિ દ્રષ્ટામાં સમાઈ જાય એ સિદ્ધિ મેળવવાની, ત્યારે આનંદની વર્ષા વરસશે. આ મહાન કાર્ય છે. ૧૩૭ Page #149 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાન દૃષ્ટિ દ્રષ્ટામાં વિલય પામે ત્યારે સૃષ્ટિનો લય થાય છે. દ્રષ્ટાની દૃષ્ટિ દશ્યમાં અભેદ અનુસંધાન કરે છે, ત્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે. દ્રષ્ટા સૃષ્ટિ ઉત્પન્ન કરી રહ્યો છે, એનું પાલન કરી રહયો છે. એ અનંતકાળથી આ ભૂલ કરીને બેઠો છે, એને ઉત્પન્ન કરતાં આવડે છે, પાલન કરતા આવડે છે, બ્રહ્મા બન્યો છે, વિષ્ણુ બન્યો છે, પણ એને સંહાર કરતા નથી આવડતું, વિલયની કળા નથી આવડતી, એ શંકર થઈ શકતો નથી. શંકર બનીને માયાને કંકર મારી શકતો નથી. બ્રહ્મા તો દેવ છે. વિષ્ણુ પણ દેવ છે. પણ શંકર તો મહાદેવ છે. જ્યારે શંકરનું ત્રીજું લોચન ખૂલે છે ત્યારે દૃષ્ટિ દશ્યથી પાછી વળીને દ્રષ્ટા તરફ જાય છે ત્યારે સૃષ્ટિ બળે છે, એની રાખ થાય છે. એ રાખનું વિલેપન કરી એ કૈલાસ પર સ્થિર બન્યો છે, ત્યારે એની શુધ્ધ ચેતના સતી પાર્વતી એને મળે છે. હિમાલયની એ પુત્રી છે. બધા પર્વતોમાં હિમાલય શ્રેષ્ઠ છે જ્યાં તાપનો સંતાપ નથી. બધા ગુણોમાં વિવેક ગુણ શ્રેષ્ઠ છે, આત્મવિવેક, જડ ચેતનનો, દ્રષ્ટા દૃશ્યનો, બ્રમ માયાનો, પ્રકૃતિ પુરુષનો વિવેક તે જ હિમાલય. એની પુત્રી છે શુધ્ધ ચેતના, સતી પાર્વતી, વિવેકથી ચેતના પ્રગટ થાય છે, વૈરાગ્યથી તે શુધ્ધ થાય છે. વિવેકની પુત્રી, વૈરાગે શુધ્ધ કરેલી, શુધ્ધ ચેતનાને મહાદેવ ગમે છે. શંકર જ ગમે છે, કારણ શંકર સંહાર કરી શકે છે, એની પાસે ત્રીજું લોચન છે, એ સૃષ્ટિનો સંહારક બને છે. આ કાર્ય મુશ્કેલ છે. બ્રહ્મા સર્જન કરે, વિષ્ણુ પાલન કરે પણ સંહારનું કાર્ય એમને હલાહલ વિષપાન જેવું લાગે છે, કાલકુટ ઝેર પીવા જેવું લાગે છે, એ વિષપાન કોણ કરે? દૃષ્ટિને દશ્યથી દ્રષ્ટા તરફ વાળવી એ કાર્ય આજે હલાહલ ઝેર પીવા જેવું થઈ પડયું છે, એ વિષનું પાન શંકરે કર્યું. ઘેલી દુનિયા રાગને અમૃત માને છે. વેરાગ્યને હલાહલ વિષ માને છે. ત્રીજું લોચન સમ્યગુ દર્શન ઉઘડયું છે જેનું, તે રાગને હલાહલ ઝેર માને છે ને વેરાગ્યને અમૃત માને છે. વેરાગ્યરૂપ અમૃતપાનને જગત વિષપાન સમજે છે. રાગના ઝેરનું પાન તેને અમૃતપાન માને છે. શંકર હલાહલ ઝેરનું પાન કરે છે તો જ તે સૃષ્ટિનો સંહાર કરી શકે છે. સમ્યગદર્શન રૂ૫ લોચને દ્રષ્ટા દેખાય છે. એ જોતાં સૃષ્ટિની ભ્રાંતિ ટળે છે, દષ્ટિ દશ્યના રાગવાળી મટીને દ્રષ્ટાના પ્રેમવાળી બને છે. દશ્યના રાગવાળી દષ્ટિ ૧૩૮ Page #150 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાન તે જ અજ્ઞાન છે. એનો જ અંધકાર ચારેકોર છવાયો છે. એ અજ્ઞાન અંધકારમાં વિશ્વ અટવાઈ રહયું છે, છતાંયે અમે સાધના કરીએ છીએ. વ્રત, તપ કરીએ છીએ, ભોગી મટીને યોગી બનીએ છીએ. સંસારી મટીને સંન્યાસી બનીએ છીએ, ભજન કરીને ભક્ત બનીએ છીએ, એમ તે માને છે, અને પછી તે નેતા બને છે. બીજાઓ દોરવાય છે. એને સંપ્રદાય કહે છે. નેતા એટલે લઈ જનારો, દોરી જનારો, પણ અજ્ઞાન અંધકારમાં અટવાતો જ્ઞાન પ્રકાશ પ્રાપ્ત કર્યા વગર દોરવણી કેવી રીતે આપશે? દોરવશે કેવી રીતે ? અને એને ના કોણ કહેશે? અને બીજો ના કહે ત્યારે પોતાના નેતૃત્વનો દાવો ન છોડે એ જ કદાગ્રહ છે. એના દોરવાયેલા અહંકાર કરે છે તપનો, વતનો, યોગનો. એને જ ધર્મ માનવો તે છે મોહ. અજ્ઞાન અંધકારમાં અટવાતો એટલે દશ્યના રાગવાળી દૃષ્ટિને સાચી માનનારો. દ્રષ્ટાના પ્રેમવાળી દૃષ્ટિ તે જ જ્ઞાન, સમ્યગુજ્ઞાન, દિવ્યજ્ઞાન, પ્રકાશ. જ્ઞાન એ જ અંજન. અનંતકાળથી દ્રષ્ટાને ભૂલીને દૃશ્યને જોનારો, સૃષ્ટિમાં સૂતેલો, તેની આંખમાં, દૃષ્ટિમાં પ્રેમની સળી દ્વારા જ્ઞાનાંજન આજે અને દ્રષ્ટાની આંખ ઉઘાડે તે સદ્ગુરુ, એને જ નમસ્કાર હો, નમસ્કાર હો ! અહો એનો ઉપકાર ! એણે જે દૃષ્ટિ આપી એ દષ્ટિએ દ્રષ્ટા જોયો. દ્રષ્ટાને જોતાં સૃષ્ટિનો વિલય થયો, સંસારનો મૃત્યુઘંટ વાગ્યો. મુક્તિનું મંગલ પ્રભાત ઊગ્યું, દુઃખના દાવાનળ શમ્યા. આનંદના સિંધુ ઊમટ્યા. દ્રષ્ટાએ દ્રષ્ટાને દૃષ્ટિ દ્વારા જોયો. દશ્ય સાથે અભેદ સાધેલી દષ્ટિ એ દ્રષ્ટા સાથે અભેદ થઈ. એને સત મળ્યું, એને ચિત મળ્યું, એને આનંદ મળ્યો. આ ઉપકાર છે સદ્ગુરુનો. શું એમના ચરણે ધરીએ ? શા એમના સન્માન કરીએ ? અનંત કાળના અરમાન જેણે ટાળ્યાં, ભવોભવના અપમાન જેણે ટાળ્યાં, એનો બદલો કઈ રીતે આપીએ? એણે આંખમાં અંજન આંજયું, ત્રીજું લોચન આપ્યું. અજ્ઞાન અંધકાર દૂર કર્યો ત્યારે દ્રષ્ટા દૃશ્યમાન થયા, દૃષ્ટિનો મોહ દૂર થયો ત્યારે સૃષ્ટિની ભ્રાંતિ ટળી, દ્રષ્ટાનો ભાસ થયો. શુધ્ધ ચેતનાની સાથે રમતા, અજર અમર અને અવિનાશી માયાતીત દ્રષ્ટાનાં દર્શન થયાં ત્યારે તે સૃષ્ટિનો કર્તા મટયો, દ્રષ્ટા બન્યો, દષ્ટિ દ્રષ્ટા ૧૩૯ Page #151 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાન તરફ વળી ત્યારે અકર્તા થયો અને દ્રષ્ટાના જે સત્ ચિત ને આનંદ તેનો ભોક્તા બન્યો, ત્યાં વિકલ્પ ટળ્યા, નિર્વિકલ્પ બન્યો. અહો સદ્ગુરુ! આ પામરને, દ્રષ્ટાને ભૂલીને સૃષ્ટિને જોનારો, માનનારો, ભજનારો એ પામરને આપે પ્રભુ કર્યો, એ આપની કરુણા છે, કેમ ભૂલાય આપનો ઉપકાર ! અને હે પ્રભુ ! શેના થાળ ધરું આપના ચરણે ! સૃષ્ટિમાં ઊપજતા ને વિણસતા પદાર્થો દ્રષ્ટાને જોયા પછી મૂલ્ય હીન લાગ્યા. પહેલા એ અણમોલ લાગતા હતા ને તે તારા ચરણે ધર્યાનો ગર્વ કરતા હતા. દ્રષ્ટાના સામ્રાજયમાં પ્રવેશ્યા પછી સૃષ્ટિનાં મૂલ્ય શાં ! અને મારી પાસે તો સૃષ્ટિ હતી, તમે દૃષ્ટિ આપી, દ્રષ્ટાને દેખાડયો. એ દ્રષ્ટાથી સૃષ્ટિ હીન છે. એ દ્રષ્ટાના દર્શન તમે કરાવ્યા. આતમરામને તમે ઓળખાવ્યો, તો હવે હું સૃષ્ટિનો મટી તારો બનું. મારા દ્રષ્ટા ને મારી સૃષ્ટિ તારા ચરણે અર્પણ કરું છું. આ દેહ, આ વાણી, આ ધન, આ વૈભવ, સર્વસ્વ તારા ચરણે ધરું છું અને દાસ બનું છું, શિષ્ય બનું છું. આ સદ્ગુરુની કૃપા છે. એ જ પ્રસાદ છે. એની ભક્તિમાં મુક્તિ છે. એ ભક્તિ એ જ શક્તિ છે અને એ જ મુક્તિની યુક્તિ છે એવી સંતોની ઉક્તિ છે, એની પુનરુક્તિ તે શાસ્ત્ર છે. બાકી તો વાણી માત્ર છે. આ જેને સમજાય તે પાત્ર છે, પુનિત થયેલું તેનું ગાત્ર છે. સકળ શાસ્ત્રનો આ છે મર્મ. દ્રષ્ટા એટલે જોનારો. ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા. દૃષ્ટિ એટલે જ્ઞાનદ્રષ્ટાની શક્તિ, દૃશ્ય એટલે જડ, પુદગલ, ઈન્દ્રિય ગમ્ય સ્થૂલ પદાર્થ, એને જ જોનારી દૃષ્ટિ, એમાંથી ઉત્પન્ન થાય છે સૃષ્ટિ એટલે જગત. દ્રષ્ટાની દૃષ્ટિ દૃશ્યને વળગે છે ત્યારે ઊભો થાય છે સંસાર, સદ્ગુરુ દૃષ્ટિને દ્રષ્ટા તરફ વાળે છે. એ જ છે જીવનની સાધના. પરમાત્મા એ જ પરમગુરુ છે. એના સતત સ્મરણથી સદ્ગુરુની પ્રાપ્તિ થાય સદ્ગુરુ આપે એ જ મંત્ર છે. એ જ મંત્રથી મન બંધાય છે માટે એ મંત્ર જપ એ જ સાધનાની શરૂઆત છે. મંત્ર એટલે જે શબ્દોમાં પરમાત્મા કેન્દ્રિત થાય છે અને જપ એટલે સતત અવિરત સ્મરણ. એ સ્મરણથી પાપનું મરણ થાય છે. પુણ્યનું છે. ૧૪૦ Page #152 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાન જાગરણ થાય છે. એના દ્વારા પરમાત્મા સાથે સંમિલન થાય છે. માટે મંત્રની શક્તિ અદ્ભુત છે. સતત જપ કરવાથી અંતરમાં આઘાત થાય છે. એનાથી માયાના પડળ ભેદાય છે, એથી દિવ્ય સંસ્કારનો ઉદય થાય છે ત્યારે સત્સંગનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. એમાં દ્રષ્ટાનું સંગીત સાંભળવા મળે છે ત્યારે ચિંતનનો શુદ્ધ અગ્નિ પ્રગટ થાય છે. એ અગ્નિથી વિચારની અશુધ્ધિ બળી જાય છે. વિચાર શુધ્ધિ થાય છે. એ થતાં જ વૃત્તિ સૃષ્ટિથી વિમુખ બની, દ્રષ્ટાના સન્મુખ થાય છે. દૃષ્ટિ-વૃત્તિ દ્રષ્ટાનાં સન્મુખ થતાં જ દિવ્ય શાંતિનો અનુભવ થાય છે. એ જ દિવ્ય શાંતિ છે. એથી જ પ્રસન્નતા અનુભવાય છે. એ પ્રસાદ છે, પ્રાપ્તિનો આનંદ છે. એ પ્રસન્નતા જીવનમાં સ્ફૂર્તિ લાવે છે. સ્ફૂર્તિ સ્ફૂર્તિ સ્ફૂર્તિ. સૃષ્ટિની માયા દૂર થતાં જ દ્રષ્ટાના દર્શન થતાં જે ખુમારી અનુભવાય છે તે સ્ફૂર્તિ, ઉત્સાહ, નિર્ભયતા. ત્યારે લોકલાજનાં ધૂંધટ ખૂલે છે ત્યારે પરબ્રહ્મનાં દર્શન થાય છે, એ દિવસ આપણી દિવાળી, ત્યારથી નૂતન વર્ષનો પ્રારંભ, તે માટે આજથી કરીએ સંકલ્પ, “અમે અમારા જીવનમાં આધ્યાત્મિકતાની સાધના કરશું.” એનાં સાધન છે અનાસક્તિ, સમતા, સ્વભાવ રમણતા, આ મેળવી સમાજમાં પ્રવેશ કરીશું. સ્વાર્થનું ઝેર દૂર કરી સેવાનું અમૃત વરસાવશું, સંઘર્ષને હઠાવી પ્રાણી માત્ર સાથે સહકાર સાધશે. કુટુંબ સાથે સહિષ્ણુતા ને સૌજન્યતા કેળવશું. વ્યવહાર નીતિમત્તાની શરતે કરીશું, ને ધાર્મિક જીવનમાં શીલ, સંયમની ઉપાસના કરશું. બનીશું પ્રકૃતિ માનવ. પરમાત્મા ! આકૃતિ માનવ તેં બનાવ્યા પણ પ્રકૃતિ દાનવની છે, સાધના કરીને પ્રકૃતિએ માનવ થશું ત્યારે ભજન થઈ શકશે તારાં. બનશે ભક્ત ભગવાન તારા, ને જીવનભર ગાશું ગીત તારા, રહીશું સંસારથી ન્યારા, આજના મંગલ પ્રભાતે તારા ચરણે આ જ માંગણી છે. મારા જીવનના પ્યારા! તું સ્વીકારજે, ‘હે દીનોના ઉધ્ધારનારા.’ ૧૪૧ Page #153 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાન ઈ.સ.૧૯૯૦, વિ.સં.૨૦૧૭ વાત્સલ્યથી છલકતો પત્ર મળ્યો. આવું વાત્સલ્ય એ પ્રેમનું એક વહેણ છે. નિસ્વાર્થ, નિર્દોષ અને નિષ્કામ પ્રેમ એ જ માનવ હૃદયનું અમૃત છે. આ અમૃતથી જ અમૃતત્વ મળે છે અને એ માટે જીવનમાં કઠોર તપશ્ચર્યા કરવી પડે છે. આવા પ્રેમ માટેની તપશ્ચર્યા એ જ ધર્મનું અંતસ્તત્ત્વ છે. માનવી માટે અશક્ય દુશકય શિખર આ જ છે, કારણ માનવી મોહના વમળમાંથી બહાર નીકળી શકતો નથી. જેમ કાદવમાં ખૂંચેલું પ્રાણી તરફડાટ કરે છે પણ બહાર નીકળવું એને અશક્ય બને છે તેમ મોહની આ નાનકડી ખાઈ ઉલંઘવી મુશ્કેલ બને છે અને એ માટે પ્રબળ પુરુષાર્થ જોઈએ અને એ જ સાધનાનું હૃદય છે. છેવટે સાધનાનું રહસ્ય શું છે? વ્યક્તિનું સમષ્ટિમાં સમીકરણ, વિશ્વાત્માની સાથે જીવાત્માનું અભેદ મિલન, વ્યક્તિનો વિરાટમાં લય. વ્યક્તિનું વિસ્તૃતિકરણ થાય અર્થાત્ વ્યક્તિનો વિસ્તાર થાય અને સમષ્ટિમાં પરિણમી જાય એ જ રહસ્ય છે. જયારે નાનકડું હૃદય તમામ મર્યાદાઓ, સીમાઓ અને વજસમી દિવાલો ભેદીને વિશ્વાત્મા સાથેના ઐક્યની દિવ્ય અનુભૂતિ કરે છે, વિશ્વચેતનાના તાલ અને લય સાથે આત્મચેતનાનો તાલ અને લય મેળવે છે ત્યારે જ ને ત્યારે જ આવી દિવ્ય અનુભૂતિ થાય છે. જ્યારે અંતરાત્મા જાગે છે ને પોતાને આવા ચોકઠામાં ગોઠવાયેલો જુએ છે, પોતાની આજુબાજુમાં ઉત્તુંગ શિખરો જુએ છે ત્યારે અંતરાત્મા વ્યથા ને વેદના અનુભવે છે અને એ ચોકઠું ભેદવા માટેની તમન્ના જાગે છે. એ જ સાધનાનો પ્રારંભ છે. પ્રથમ પળ છે. મંગલાચરણ છે. એ જ પ્રસ્તાવના છે. જ્યારે ચેતના કંપ અનુભવે છે, સ્પંદન પામે છે ને ચેતના મગરૂર બને છે ત્યારે જ એ તોતિંગ દિવાલો વધુ સ્પષ્ટ દેખાય છે અને ચેતના વધુ વ્યથિત બને છે ત્યારે અંદરથી બળવો પુકારે છે કે મારી મુક્તિ કેમ નથી? ચોકઠામાં શા માટે? અને આ અભેદ દિવાલો શા માટે? કેમ? કોણે રચી? ને હવે નહીં સાંખી શકું. ત્યારે અંદરમાં પ્રબલ તલસાટ જાગે છે. એ એક આગ છે. દાવાનલ છે. સમગ્ર ચેતના ૧૪૨ Page #154 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાન સળગી ઊઠે છે. એ આગ, એ દાવાનલ સાધકનો જુસ્સો છે, દિવ્ય બળ છે, એને ચેન નથી, વિશ્રામ નથી, વિલંબ પોષાતો નથી, ધીરજ પાલવે તેમ નથી. એ પોતે સળગતી આગનો પુંજ બને છે. પ્રબળ દાવાનળ બને છે અને પ્રતિપળે એ દાવાનલ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતો જાય છે, આ જ અપૂર્વકરણ છે. કારણ કે હવે જ એ વાસનાગ્રંથિ સામે આવીને ઊભો છે અને ગ્રંથીની પેલી પારની વિશ્વ ચેતનાને એ નીરખી રહ્યો છે અને એ વિશ્વ ચેતનાનું આકર્ષણ એના ધૈર્યને ડગમગાવી દે છે. ત્યારે એ જોરદાર ગર્જના કરી ઊઠે છે. જવા ઘો, જવા દ્યો અને વિશ્વ ચેતનાના એ નિરવધિ સિંધુમાં ઝીલવા ઘો અને ત્યારે વાસનાગ્રંથિ પડકાર ફેંકે છે, બિલકુલ નહિ, નહિ જવાય, અનંતકાલીન આ વ્યવસ્થા છે અને આ જ ચોકઠામાં અનંતકાલ વીત્યો છે ને આમ જ વ્યતીત કરવો પડશે માટે મૌન લ્યો. જાગેલી ચેતનાને આ પડકાર વજ્રઘાત જેવો લાગે છે. ઓ ગ્રંથિ! તારો દમામ? હવે નહિ રહું, ભેદ્યા સિવાય નહિ રહું. અસહ્ય મૂંઝવણ છે. ચેતનાની અકળ મૂંઝવણ છે. અહીં અશ્રુની ધારા વહે છે. નયનોના નહિ પણ હૃદયનાં એ લોહીનાં આંસુ છે. એ અસહ્ય વેદના છે. સાતમી નારકીની વેદના અને ઘાણીમાં પીલાતા માનવની વેદના, એ વેદના પાસે અતિ અલ્પ છે. અનંત વેદના છે આને, ઈંદ્રના સિંહાસનથી કે અનુતર વિમાનના વૈભવથી એ વેદના નહિ શમે, એ જ સંવેગ છે. અહો! અસહ્ય છે એ વેદના, અસહ્ય છે આ સંતાપ, અસહ્ય છે આ મૂંઝવણ, અસહ્ય છે આ પીડા અને ચેતનાનો વલોપાત પણ અસહ્ય છે. ચેતનાનું સંવેદન સંગીત બને છે ને એ વેદના વ્યક્ત કરે છે. હું તો શુદ્ધ, ભૂલી ગઈ, હવે શું કરું ? અનંત ઋદ્ધિના સ્વામી વિશ્વ ચૈતન્ય વિના એક ક્ષણ જાય છે તે અનંતકાલ જેવી લાગે છે. આ ચેતનાનો તરફડાટ તે જ વૈરાગ્ય છે. પ્રબળ પુરુષાર્થ કર્યો પણ ચોકઠું કેમ ભેદાય ? દિવાલો કેમ તૂટે ? ત્યારે જ સહાયની માગણી થાય છે, પોકાર થાય છે - છે કોઈ મારો હાથ પકડીને વિશ્વ ચૈતન્ય પાસે દોરી જાય ? આ ચોકઠામાંથી બહાર કાઢીને મને ત્યાં દોરી જાય? મારી મથામણો, મારા પ્રયત્નો નથી કામમાં આવતા, ત્યારે સત્પુરુષ કહે છે, ‘પ્યારા આવ, તારો હાથ મને સોંપી દે. ચાલ તને દોરી જાઉં. આ ચોકઠું હમણાં જ ભેદાશે. આ ૧૪૩ Page #155 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાન તોતીંગ દિવાલ હમણાં જ તૂટશે, પ્યારા આમ જો.” આ સત્પરુષ કશું જ માંગતો નથી, બદલાની આશા રાખતો નથી, વ્યાજની વૃત્તિ નથી, ફલની આકાંક્ષા નથી પણ એ કરુણામૂર્તિ સપુરુષ એ ચેતનાની વેદના વ્યથા-તરફડાટ જોઈ શકતો નથી. એ વેદના અને કરુણાનું મિલન એ જ દીક્ષા છે, સાધના છે, સાધકની જ્યોત છે. જેટલી વેદના વધશે એટલી જ અસહાય દશા વધશે. સંપૂર્ણ અસહાય દશા એ જ શિષ્યનું શિષ્યત્વ છે. અસહાય દશાની પરાકાષ્ટા એ જ સમર્પણની શરૂઆત છે. અસહાય બનેલી, નિરાધાર બનેલી ચેતના જેણે જપ, તપ, ધર્મશાસ્ત્ર, જ્ઞાન, પ્રયત્ન, પુરુષાર્થ, વિચાર આ તમામ આધારો છોડ્યા છે. આ સમગ્ર સાધનો છૂટી જાય છે ત્યારે એ અસહાય બન્યો -નિરાધાર બન્યો અને એવો બનીને જયારે પુકાર કરે છે કે, “છે કોઈ સહાયક? ત્યારે જ સપુરુષ હાથ પકડે છે. અહીં અહંનો લય – સર્વ પ્રકારનો અહે, સર્વ જાતનો અહે, સર્વ દષ્ટિનો અહં - તેનો લય થયો. એ જ મિનિટે ચોકઠું ઢીલું પડે છે. એને ત્યારે જ સપુરુષની સહાય મળે છે. પુરુષની કરુણા અસહ્ય વ્યથા માગે છે, અસહાય દશા માગે છે, નિરાધાર સ્થિતિ માગે છે અને એ સ્થિતિનો પુકાર માગે છે. એ અસહાયદશાનું ભાન સાધકને સમર્પણનો મંત્ર આપે છે. જેમ પતિવ્રતા સ્ત્રી પતિના ચરણે જાત અર્પણ કરે છે. એ એનું કશું જ રહેવા દેતી નથી, એ પોતે પણ એની રહેતી નથી. એ અને એનું સર્વસ્વ એ પતિના ચરણે મૂકે છે. એ પોતાની મટે છે ને સ્વામીની બને છે. એના સ્વનો પણ એ સ્વામી બને છે. બાળક માતાનું બને છે. બાળકનું કશું જ રહેતું નથી. આવી જ રીતે જ્યારે પુરુષના ચરણે સમર્પણ થાય છે ત્યારે પુરુષની કરુણાનો ધોધ વહે છે અને એ કરુણા પુરુષમાં વેદના ઉત્પન્ન કરે છે. તે ચેતનાને દોરી જાય છે. જ્યારે સાધકની ચેતના સપુરુષની બને છે અને ત્યારે જ પુરુષ એને વિશ્વ ચૈતન્ય તરફ દોરી જાય છે. એ જ અનિવૃત્તિકરણ છે. વિશ્વ ચૈતન્ય તરફ ચેતનાની ધારા વળે છે ત્યારે જ એ રાધા બને છે અને ચૈતન્ય સ્વામીને મળે છે. એ ધારાને વહેતી કરનાર પુરુષ છે. ચેતનાનું અસહાયપણું એ જ વેદના છે. ૧૪૪ Page #156 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાન - - - ઈ.સ. ૧૯૬૦, વિ.સં. ૨૦૧૬ સપુરુષની ઈચ્છાએ જીવવું એટલે સત્પષની જેના માટે ઈચ્છા છે એના માટે જ જીવવું, સસ્વરૂપ પરમાત્મામાં વ્યક્તિત્વને વિલીન કરવા સિવાય અન્ય કોઈ જ ઈચ્છા નથી. એની સમગ્ર ઈચ્છાઓએ એક જ સ્વરૂપ ધારણ કર્યું છે, એનું વૈવિધ્ય ટળી ગયું છે. એની ઈચ્છાએ જીવવું એટલે સતથી અન્ય ભિન્ન માટેની સમગ્ર ઈચ્છાઓનો ત્યાગ કરવો, અને જીવન સાધનાનું આ જ પ્રથમ પગથિયું છે. ઈચ્છા જયની આ દિવ્ય સાધના છે? મન, બુધ્ધિ, પ્રાણ અને દેહમાં જે ઈચ્છાઓ જન્મે છે એને સાધક સ્થાન આપતો નથી, કારણ એમાં સત્પુરુષની ઈચ્છા નથી. જ્યારે શિષ્ય સપુરુષની ઈચ્છાએ જીવે છે ત્યારે એની વિવિધ ઈચ્છાઓનો અંત આવી જાય છે. આમાં ઈચ્છા નિરોધની વાત નથી. સત્પુરુષ પ્રત્યેના અનન્ય પ્રેમની ગૂઢ વાત છે. જ્યારે પુરુષની પ્રત્યે એવો અનન્ય પ્રેમ થાય છે ત્યારે એ દિવ્ય પ્રેમમાં અન્ય ઈચ્છાઓ જન્મી શકતી નથી. ઈચ્છાજય માટે વિવિધ પ્રયત્નો થશે પણ જય નહિ થાય. સત્પુરુષ પ્રત્યે અનન્ય પ્રેમ જાગે છે ત્યારે સહજ અન્ય ઈચ્છાઓ શમી જાય છે. સત્પુરુષની ઈચ્છાએ જીવવામાં ઈચ્છાજયની દિવ્ય સાધના છે. એના પરિણામે શિષ્યમાં તપઃ શક્તિ પ્રગટે છે. અનાસક્તિ ને દિવ્ય વિરાગ પ્રગટે છે. સમગ્ર જીવનમાં પ્રેમનો અખંડ સ્ત્રોત વહેતો થાય છે. પ્રાણી માત્ર, અનંત સચરાચર સૃષ્ટિ એના પ્રેમ સાગરમાં સ્નાન કરે છે. પ્રેમથી ભિન્ન ભગવત નથી. આ સ્થિતિમાં એનો સમગ્ર વ્યવહાર યોગ બને છે. પ્રેમ સ્વયંભૂ છે, દિવ્ય, સનાતન છે, સત્પુરુષની ઈચ્છાએ જીવન જીવવું એમાં દિવ્ય રહસ્ય છે.અનન્ય પ્રેમ માત્ર એક એનું સાધન છે. મન, પ્રાણ, બુધ્ધિમાં અને દેહમાં ઊઠતી ઈચ્છાઓ એ જ પ્રેમ પ્રાપ્તિમાં વિધ્ધ કરે છે. એ સમગ્ર ઈચ્છાઓને આવેશોને પ્રબળ પુરુષાર્થથી દૂર કરવા એ જ તપ છે. અનન્ય પ્રેમ જ એમને દૂર કરે છે. માટે આ પ્રેમની તપસ્યા છે. પ્રેમનો અગ્નિ ૧૪૫ Page #157 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાન પ્રગટતાં ઈચ્છાઓ બળીને રાખ બને છે. ગીતામાં કહ્યું છે કે "प्रजहाति यदा कामान्, सर्वान् पार्थ ! मनोगतान् । आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते ।। એ સ્થિતપ્રજ્ઞ બને છે. એ જ બ્રાહ્મી સ્થિતિ છે. પરમ પ્રેમ અવસ્થા છે. સપુરુષ પ્રત્યેનો અનન્ય પ્રેમ શિષ્યના જીવનમાં વહેતો થાય છે ત્યારે સપુરુષની કૃપા વરસે છે. એ પ્રેમ અને કૃપાના સંયોગથી શિષ્યમાં ધ્યાનનો અગ્નિ પ્રગટ થાય છે. મન, બુદ્ધિ, પ્રાણ અને શરીર એ શિષ્યના કરણ સાધનોને એ અગ્નિ સ્પર્શ કરે છે. સ્પર્શ થતાં તમામ મલિનતા, અશુદ્ધિ, અશુભ સંસ્કારો બળે છે, દહન થાય છે. એ જ પવિત્રતા છે, આ પવિત્રકરણની પ્રક્રિયાથી મન દિવ્ય મન બને છે. બુધ્ધિ દિવ્ય બુધ્ધિ બને છે અને એ દિવ્ય બનેલ કરણોમાં પરમ પ્રભુ પરમાત્માનું અવતરણ થાય છે. ગીતા અને જ્ઞાનવાન કહે છે, ભક્ત કહે છે અને એને જ હું મળું છું એમ કહે છે. આ અનંત જ્ઞાનીઓનું હૃદય વલોવીને મૂક્યું છે. તમામ શાસ્ત્રસિધુ આ બિંદુમાં સમાયો છે. આ ગાગરમાં સાગર છે. કરોડો યોગોનું ગૂઢ રહસ્ય આ છે. આ સર્વોત્તમ યોગ છે. સર્વ શ્રેષ્ઠ જ્ઞાન છે. પરમ પ્રભુને પ્રાપ્ત કરવાની આ દિવ્યકળા છે. પ્રભુનો આ જ પ્રસાદ છે. તો જીવવાનું કેવી રીતે? (૧) પુરુષની ઈચ્છાએ – એ જ મુમુક્ષુતા-સરળતા - જિતેન્દ્રિયતા (૨) સત્પુરુષના વિચારે – એ જ દિવ્યજ્ઞાન, નમ્રતા, નિરહંકારીતા (૩) સત્પુરુષની ભાવનાએ – એ જ પરાભક્તિ-પ્રેમ-દિવ્યપ્રેમ (૪) સત્પુરુષની આજ્ઞાએ – એ જ સમર્પણ એ માટે પોતાની ઈચ્છાનો ત્યાગ એટલે – અહંકારનો લય એ જ જ્ઞાનયોગ, એ માટે પોતાના વિચારનો ત્યાગ એટલે મનનો લય-એ જ ભક્તિયોગ. પોતાની ભાવનાનો ત્યાગ એટલે – વાસનાનો લય એ જ કર્મયોગ. પોતાની આશાઓનો ત્યાગ એટલે સંયમ-સમપર્ણ-એ જ સ્વાનુભૂતિ. ૧૪૬ Page #158 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાન ઉ0) વિ.સં.૨૦૧૭ ચૈત્ર સુદ દશમ, રવિવાર સ્ત્રી હૃદય સહજ રીતે લાગણી પ્રધાન હોય પણ આધ્યાત્મિક સાધનામાં માત્ર લાગણી, એક માત્ર હાર્દિક લાગણી પૂરતી નથી, ભાવુકતા જ માત્ર પૂરતી નથી. એ સાધનાનું એક અંગ છે. હાર્દિક લાગણીની સાથે વિવેકયુક્તતા, દૃઢતા, નિશ્ચલતા અને તટસ્થતા બન્નેનું મિલન હૃદયમાં થવું જોઈએ. - તમારે ખરેખર આધ્યાત્મિક સાધના કરવી હોય, ભગવતતત્ત્વનો સાક્ષાત્કાર કરવો હોય તો ચિંતક બનવું જોઈએ. અત્યંતર પરિણામનું અવલોકન કરવું જોઈએ. જીવનના તટસ્થ નિરીક્ષક બનવું જોઈએ અને આપણા અંતરને, હૃદયના અવાજને પિછાણવો જોઈએ, સતત જાગ્રત બનવું જોઈએ. તમે આ બધું શા માટે કરી રહ્યા છો ? અને જે કંઈ કરો છો તે પ્રવાહથી પ્રેરાઈને, આવેશને આધીન થઈને? અહંકારથી પ્રેરિત થઈને? સ્વયં ફુરણાથી કે પૂર્વ સંસ્કારને વશ થઈને ? આનો સ્પષ્ટ જવાબ આપણે આપણી પાસે માગવો જોઈએ. આ જીવનમાં કરેલું શ્રવણ, કરેલું વાંચન, કરેલો સંતસમાગમ એ તમને કંઈપણ કરવા માટે પ્રેરે છે, અર્થાત્ આ બધાની પ્રેરણાથી તમે કંઈક કરો છો ? અર્થાત્ તમારા બધાની સાધનામાં માન્યતાની, સંપ્રદાયની કે શાસ્ત્રની પણ પ્રેરણા છે ખરી કે ? જો આજની આ સાધનાની પાછળ આમાંથી કોઈની પણ પ્રેરણા હોય તો તે સાધના આપણી નથી. આપણે કરતા નથી પણ એ અહં પ્રેરિત સાધના છે, અંતરની સાધના નથી, હજુ આપણે સ્પષ્ટ નથી. કારણ કે આપણી આપણા વિષેની સમજ સ્પષ્ટ નથી, પૂર્ણ નથી. હજુ આપણે આત્માનો સ્વીકાર કર્યો નથી. કારણ કે આપણો દેહ ભાવ સ્થિર છે. હજુ પણ હું સ્ત્રી છું, પુરુષ છું એ જ ભાન છે. દેહ પ્રધાન આ ભાન છે માટે જ સ્ત્રીને ઊઠતા ભાવો ને પુરુષને ઊઠતા ભાવો તે મારા છે એનો સ્વીકાર થાય છે. એમાં તન્મય થવાય છે, વૈકારિક લાગણીઓ નેતૃત્વ પોતાના હાથમાં લે છે. એટલા માટે જ ધાર્મિક મર્યાદાઓ સ્વીકારવી પડે છે. જો આપણું નેતૃત્વ આપણા જ હાથમાં હોય અર્થાતુ આપણે આપણું વ્યક્તિત્વ ગુમાવી કોઈની અસર તળે આવતા ન હોઈએ તો આપણા માટે કોઈ મર્યાદા નથી રહેતી. ૧૪૭ Page #159 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાન આત્મજ્ઞાનનો સાચો અર્થ છે, (૧) વિકારોનો સંપૂર્ણ જય – નિર્વિકારીતા (૨) તમામ ભયોને તિલાંજલી- સંપૂર્ણ નિર્ભયતા (૩) તમામ વિકલ્પોનું શમન - નિર્વિકલ્પતા (૪) તમામ માન્યતાઓનું નિરાકરણ - પરમ શ્રધ્ધા. આ નિર્વિકારીતા, નિર્ભયતા, નિર્વિકલ્પતા ને પરમશ્રધ્ધા હોય છે ત્યાં જ સાચી આત્મ અનુભૂતિ હોય છે. આધ્યાત્મિક સાધનાની સાચી શરૂઆત આ ભૂમિકાથી છે. આ તો હજુ આપણી અહંકારની ભૂમિકા છે માટે આપણામાં ભેદ બુધ્ધિ છે. એ માટે આસક્તિ ને ભય છે. એમાંથી જ વંદ્વો પ્રગટે છે. એના કારણે જ હર્ષ શોક થાય છે. રાગ-દ્વેષના આ જ બજકો છે. ત્યારે આજની થતી સાધના એ અહંકાર પ્રધાન સાધના છે. પુરુષ જ્યારે પોતાને પતિ માને ત્યારે એનો પતિ તરીકેનો કંઈક ધર્મ થઈ પડે છે. મનુષ્ય જયારે પોતાને સાધુ, સંન્યાસી કે ભક્ત માને છે એટલે એના માટે સાધુનો સંન્યાસીનો એક ધર્મ થઈ પડે છે. પછી જ એનું પાલન એ જ મારું કર્તવ્ય છે, એમ મનાય છે. એના પાલનમાં જ જિંદગીની ઈતિશ્રી માનવામાં આવે છે. આને આપણે સાધના કહીએ છીએ. ધર્મશાસ્ત્ર અને મુક્તિનો ઉપાય કહે છે, પણ આ તો સમગ્ર અહંકારની સાધના છે. ચિત્તગ્રંથિ મૂલક અહંકાર પ્રધાન સાધના છે. અહંનો સંપૂર્ણ લય થયા સિવાય મુક્તિ કેવી રીતે મળે? આ બધામાં અહંકાર જીવંત છે, ત્યારે સાધના કોને કહેવી ? આ અહં તૂટવો જોઈએ, આ અહંનો લય થવો જોઈએ. એ જ સાચું જ્ઞાન છે. આ અહંકારની ગાંઠ તૂટતાં અંતરમાંથી પ્રેમનો ધોધ વહે છે. પ્રાણીમાત્ર પ્રત્યે એ ધોધ વહે છે. એના પ્રેમ સિંધુમાં પ્રાણી માત્રનો સમાવેશ થાય છે, અર્થાત્ ત્યાં ભેદબુદ્ધિ તૂટે છે. “વાસુદેવમિદં સર્વ આ અનુભવ ત્યાં સાકાર બને છે. એ જ સાચી ભક્તિ છે. એનાથી થતી સમગ્ર પ્રવૃત્તિ એ જ સાચું કર્મ છે. ત્યારે અત્યાર સુધીમાં આપણે શું કર્યું? માત્ર અહંકારની સાધના કરી છે. આપણે એમાં જ ક્રાંતિ કરવી છે. તમે ચિંતન કરશો. જીવનનું સાચું માપ કાઢજો. જીવમાં લાયકાત છે, યોગ્યતા છે પણ જીવે સુકાન પોતાના હાથમાં રાખવું ન જોઈએ. કુંભારના હાથમાં માટી મુકાય છે ત્યારે માત્ર માટી તરીકે જ મુકાય છે. એનામાં ૧૪૮ Page #160 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાના કોઈપણ જાતનો અહે, સંકલ્પ કે નિશ્ચય નથી હોતો. એને કુંભાર જે આકાર આપે છે એને એ સ્વીકારે છે. સાધક આ રીતે માટી બને. પ્રભુના - સદ્ગુરુના હાથમાં પોતાની જાતને મૂકે તો જ એને આકાર મળી શકે. વિ.સં. ૨૦૧૬, ઈ.સ. ૧૯૬૦ જેઠ વદ-૧૪, સોમવાર સંયોગો એ માનવ પરીક્ષાનું સર્વોત્તમ સાધન છે. આપણી ભૂમિકાનું માપ કાઢવાનું એ થર્મોમીટર છે. પ્રતિકૂળ સંયોગોમાં ઉલટો આનંદ વધવો જોઈએ, દરેક ઘટનામાં ઈશ્વર દર્શન થવાં જોઈએ, એ પણ ઈશ્વરની કૃપા છે. પ્રભુનો પ્રસાદ છે. પ્રત્યેક ઘટનાનું માપ આપણે આપણી દૃષ્ટિથી કાઢીએ છીએ. એમાં આપણા પૂર્વગ્રહો આડા આવે છે, એને આપણે સારું નરસું આપણી રીતે કહીએ છીએ, એ આપણે આપણી આંખે નહિ, ઈશ્વરની આંખે જોવાનું છે, તો તો બધે જ મંગલમયતા દેખાશે. આપણે જ્ઞાન દ્વારા સંયોગો જાણવાના છે. જ્ઞાન તો અનુકૂળ પ્રતિકૂળ એને જણાવે છે પણ એમાં રાગ-દ્વેષ નથી કરવાના, મહાકુળ નથી થવાનું, એમાં સમભાવ કેળવવાનો છે, એમાં પણ ઈશ્વરને જ જોવાના છે. ઈશ્વરને જે માત્ર મંદિરમાં જ જુએ છે, મૂર્તિમાં, પુસ્તકમાં અને નામમાં જ જુએ છે એણે ઈશ્વરને જોયા નથી. ઈશ્વર પ્રત્યેક વ્યક્તિમાં છે, પ્રત્યેક પદાર્થમાં છે, પ્રત્યેક ધટનામાં છે. એ બધે જ છે, જે કાંઈ છે એ બધું એ જ છે. સાધકે આ દૃષ્ટિ પ્રાપ્ત કરવાની છે. તે પ્રાપ્ત થતાં પ્રતિપળે આનંદ થાય. આપણે સંયોગોનું જ્ઞાન કરવાનું છે, ને પછી એમાં જ ઈશ્વરને જોવાના છે. આ જ આપણી જીવન સાધના છે. આ ક્ષેત્ર અને ક્ષેત્રના માણસોનો સ્વભાવ જાણવાનો છે પણ જાણીને દ્વેષ નથી કરવાનો, ઉદ્વેગ નથી કરવાનો. આ તો પ્રકૃતિની લીલા છે. મનુષ્ય પ્રકૃતિના અનેક પાસાં છે, એમાં આ પણ એક પાસું છે, જેમ દયા, લાગણી, પ્રેમ આ એક પ્રકૃતિ છે, તેમ નિર્દયતા, નિસ્નેહાળતા, ક્રૂરતા આ પણ એક પ્રકૃતિ છે. આપણે બન્નેને જાણવાના છે, જોવાના છે. પ્રકૃતિના કેવા વિવિધ સ્વરૂપો છે, એ કેવી અજબ છે, બહુરૂપી છે, ૧૪૯ Page #161 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાન એ પ્રેમાળ છે ને ક્રૂર છે, દયાળુ છે ને નિર્દય છે, બધે જ ઈશ્વર, બધી જ પ્રકૃતિ, ઈશ્વરનો કેવો આનંદ? આ કેમ જોતા નથી? કેવો આનંદ ? એ લૂંટો. આપણે કોઈના પ્રત્યે દ્વેષ કેમ કરી શકીએ? અને આ તો પ્રારબ્ધનો ઉદય છે. પ્રારબ્ધ આ રીતે જ ઉદયમાં આવે છે. તમે એના વચ્ચે ડખલગીરી કરશો તો એ પણ તમારી વચ્ચે ડખલગીરી કરશે. તમે જો એના વચ્ચે ડખલગીરી ન કરો તો એ પોતાનું કામ ઝડપથી પતાવીને વિદાય લેશે. પ્રારબ્ધ કહે છે, ‘તમે મારા વચ્ચે ડખલગીરી કરશો તો હું તમારી વચ્ચે ડખલગીરી કરીશ.' પ્રારબ્ધને એનું કામ કરવા દો. તમે એક ક્ષેત્ર છોડશો તો, એક ક્ષેત્રના માણસો છોડશો તો પ્રારબ્ધને બીજે પણ એવું જ તૈયાર કરવું પડશે. એ બધું તૈયાર કરવામાં પ્રારબ્ધને સમય લાગશે. પછી એ પોતાનું ફળ આપશે. એ બધું તૈયાર કરવામાં પ્રારબ્ધને પોતાનું કામ પતાવતાં કેટલો વિલંબ થશે? જ્યારે પ્રારબ્ધ અહિં તૈયારી કરી લીધી છે, રંગભૂમિ તૈયાર થઈ ગઈ છે, હવે પ્રારબ્ધ નાટક ભજવશે, આપણે જોવાનું. તમે જરાયે અસ્વસ્થ ન બનો ને નિરાશ ન બનો, ભજન ને નામ સ્મરણમાં ખલેલ ન કરો, માત્ર સત્સંગ જ કરવાનો. લોકભય ફગાવી દો. એ જ ગોપીઓનાં વસ્ત્રો છે. પ્રભુ જેને મેળવવા હોય તેણે લોકભયના વસ્ત્રો છોડવા જોઈએ. “ભરી રે બજારે રાણા હાથી ચાલ્યો જાય છે. કૂતરા ભસે રે હજાર.” આ કેમ ભૂલો છો ? નિર્ભય બનો. ભગવાન માટે જીવવું છે કે દુનિયા માટે? ખૂબ આનંદમાં રહીને સત્સંગ કરો. ૩૨) તમે એક વખત તમારી જાતને સંપૂર્ણ શાંતિથી, સંપૂર્ણ સ્વસ્થતાથી, સંપૂર્ણ તટસ્થતાથી પૂછી જુઓ કે આ બધું શા માટે ? અંદરથી કંઈ સ્પષ્ટ અવાજ આવે છે? કોઈ સ્થિર ધ્વનિ આવે છે ? કોઈ નક્કર રણકાર આવે છે ? માત્ર વિચારો કંઈ કામના નથી. વિચારો તો માત્ર બોજો છે, ભાર છે, વિકલ્પની ધારા પેદા કરનાર છે. પણ તમારી મૂળભૂત ધરતીમાંથી કોઈ ગુંજન ઊઠે છે ? કોઈ ગીત રણકે છે કે ? તમારું સમગ્ર અસ્તિત્વ કંઈ પુકારી ઊઠે છે ? અને એક વખત તમે તમારા જીવનમાંથી ૧૫૦ Page #162 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાન ઊઠતું સંગીત, એ ગુંજ, એ ધ્વનિ સાંભળો. વિચારોની ભીડ, વિકલ્પોનું ટોળું એ કંઈ જીવનનું ગીત નથી. એ તો માત્ર ભાર છે, બોજો છે અને એ ભયંકર માનસિક સંધર્ષ છે. એ તમને કોરી ખાશે, તમને ચૂસી જશે, તમને સળગાવશે. તમારા જીવનની પુકાર શું છે ? તમને એવો ધ્વનિ આવે છે, મારે મારી જાતને, મારા અસ્તિત્વને જાણવું છે, સમજવું છે અને એ અસ્તિત્વ જેને હું ચેતના કહું છું, એનું ઊર્વીકરણ કરવું છે. એ ચેતનાને સંપૂર્ણ મુક્ત કરવી છે ? મુક્ત કરવી છે અને એ ચેતનાને પરમ ચેતના સાથે જોડવી છે, એવો ધ્વની ઊઠે છે. તો તો તમારે એક વખત કઠોરતાથી એ પ્રક્રિયામાં ઢળવું પડશે. એ એક સળંગ પ્રક્રિયા છે અને એ પ્રક્રિયામાં ગૂઢ વેદના છે. ૧૦૦-૧૦૦ પ્રસૂતિની પીડા કરતાં અનેક ગણી પીડા એમાં છે. એ પીડાને, એ વેદનાને ઝીલવાની તમારી તૈયારી છે ? હિંમત છે ? સાહસ છે? સામર્થ્ય છે? શક્તિ છે ? અને એ પ્રક્રિયામાં ઢળવાની તમારી તૈયારી છે કે ? એની સૌથી પહેલી શરત એ છે કે એ પ્રક્રિયામાં એકલાને, સાવ એકલાને, બિલકુલ એકલાને ઢળવું પડે છે. એ યાત્રાનો પ્રારંભ બિલકુલ એકલાએ કરવો પડે છે. હજાર જણા સાથે યાત્રા કરવા નીકળે તો પણ પ્રત્યેક વ્યક્તિને એકલાને જ એ યાત્રા કરવી પડે છે. એ પીડા એ વેદના એકલાએ સહન કરવાની છે. અને એ માટે નિરાધાર, નિરાલંબ, અસહાય, એકાકી, એકલા અશરણ બનવું પડે છે અને એવી તૈયારી હોય તો જ આ યાત્રા થઈ શકે છે. તમારે ખરેખર આ યાત્રા કરવી છે ? એ પ્રક્રિયામાં ઢળવું છે ? જો હા, તો તમારે સાહસ કરવું પડશે, હિંમત કેળવવી પડશે અને તમારે એકલાએ જ પ્રયાણ કરવું પડશે. એમાં અનુકૂળતા એ શરત નથી. પ્રતિકૂળતાનો સ્વીકાર એ શરત છે અને સહાયની યાચના કરવાની નથી. અસહાય બનીને ઝંપલાવવાનું છે “અસંગ શસ્ત્રેણ દઢેણ છિત્વા” અસંગ નામની તીક્ષ્ણ તલવારના ધારે ધારે તમામ મજબૂત પાશ છેદવા પડશે, તો એ માટે તમારી તૈયારી છે ? એટલે કે તમારી ઝંખના છે ? અભીપ્સા છે ? છે તો કોઈ પ્રશ્ન જ નથી, કોઈ સમસ્યા નથી, કોઈ વિઘ્ન નથી, કોઈ અંતરાય નથી. પણ વરણ જોઈએ. વરણ એટલે સ્વીકાર, પસંદગી અને સ્વીકાર ટોટલ હોય છે, સમગ્ર હોય છે. પસંદગી ટોટલ હોય છે, સંપૂર્ણ હોય છે. જેમ કુંવારી કન્યા વરનું વરણ કરે છે, વ૨ને પસંદ કરે છે, વરને ૧૫૧ Page #163 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાના વરે છે, વરને વરમાળા પહેરાવે છે, વરના હાથમાં હાથ સોંપે છે ત્યારે એમ કહે છે ખરી કે “તમને વરું છું, હાથમાં હાથ આપું છું, પરણું છું, પણ તમારી સાથે આવીશ કે નહિ એ નહીં કહેવાય. મારા માતા, પિતા, ઘર, શેરી, સખીઓ, બેનપણીઓ એ બધા મને નહિ છોડે, તમારી સાથે આવવા નહિ દે' તો બેન ! લગ્નના વાજાં પણ નહિ વાગે. તમે કોઈ ધ્યેયનું વરણ કર્યું છે ? ધ્યેયને વર્યા છો? તો પહેલું કામ એ કરો. તમારે ખરેખર વીતરાગના માર્ગે ડગલા ભરવા છે? એ પહેલા તમારે વીતરાગ બનવું છે? જો હા, તો રાગના તમામ પાસા છેદવા જ પડશે. તો પછી વચમાં દાદીમા નહિ આવી શકે, બાપુજી નહિ આવી શકે ને હૃદય દુલારી પ્રિય સખી-બેનપણી પણ નહિ આવી શકે. એ માટે તો અસંગની તીક્ષ્ણ તલવાર લઈને એ પાશ કાપવા જ પડશે. પણ તમે તૈયાર છો ? તો કોઈ રોકનાર નથી અને લાગણીના સુંવાળા સૂક્ષ્મ તાંતણા કાપવા મુશ્કેલ છે, તો પણ એ તમારે કઠોરતા પૂર્વક કાપવા જ પડશે. . જેને પરમતત્ત્વની સાથે પોતાની ચેતનાને જોડવી છે એણે સહુથી પ્રથમ પોતાની ચેતનાને કામવાસનામાંથી મુક્ત કરવી જ પડશે. કામવાસનામાંથી મુક્ત બનવાનો પુરુષાર્થ એ જ સાચું બ્રહ્મચર્ય અને એનો અર્થ એ થાય કે જીવનના તમામ આધાર છોડવા. જીવનમાં પુરુષનો પણ આધાર નહિ અને સ્ત્રીનો પણ આધાર નહિ, માત્ર પરમ ચેતનાનો આધાર. પરમ ચેતનાનો આધાર સંપૂર્ણ નિરાધારને મળે છે. તમને આસક્તિ નડે છે. આસક્તિના આધારો બદલાતા જાય છે. દાદા હતા એ ગયા, બાપુજી હતા એ ગયા, હવે કાકા છે, બેન છે. એ બધાને તમારી આસક્તિ પકડે છે. એટલે તમે આસક્તિમાં જીવો છે. આસક્તિમાં વહો છો અને વીતરાગ માર્ગ ઉપર ડગલા માંડવાનો વિચાર કરો છો. આ જ “કોન્ટ્રાડિકટરી છે” વિરોધાભાસ છે. હિંદુ છે. સંઘર્ષ છે. આ તમારી વ્યથા છે. પણ સાચી નથી. જો તમારે ચેતનાનું ઊર્ધ્વીકરણ કરવું જ હોય તો તમે કાળ ગુમાવી રહ્યા છે. સમય વ્યર્થ ગુમાવી રહ્યા છો. જીવનની શક્તિ વેડફી રહયા છો. તમે વિચારોની ભીસ વચ્ચે પીસાઈ રહ્યા છો. શું કરવા આ પીડા સહન કરો છો ? ઉપર Page #164 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાન તા. ૨૪-૭-૮૧ અંતરની સુષુપ્ત ચેતના જાગ્રત કરી તેને સંપૂર્ણ વિકસિત અવસ્થામાં ઢાળવી, એ ગંભીર અને સૂક્ષ્મ પ્રક્રિયામાં શ્રી સદ્ગુરુ પરમ નિમિત્ત છે. આ પ્રક્રિયામાં ઢળવા માટેની સંપૂર્ણ તૈયારી શિષ્ય કરવાની રહે છે. થોડાક વ્રત, થોડું વાંચન, થોડાક મંત્રજપ કે થોડું ધ્યાન એ સાધક માટે પૂરતું નથી. સાધકે એનો ઘનીભૂત થયેલો (જામેલો) અહંકાર સંપૂર્ણ ઓગાળવાનો હોય છે. પોલાદ કે લોખંડના મજબૂત ગોળા કરતાં અહંકારની ગાંઠ અનંત બળવાન હોય છે, દુર્ભેદ્યા છે. એને સંપૂર્ણ ઓગાળ્યા વગર પરમ તત્ત્વનાં દર્શન થતાં નથી. એ ઓગાળવાનું કામ શિષ્યનું નથી. શિષ્ય કરી શકે પણ નહિ. તપ, જપ, વ્રત આદિથી એ ગાંઠ ઓગળતી નથી. સપુરુષના ચરણોમાં સર્વતોભાવથી (મન, વચન, કાયાથી) સંપૂર્ણતઃ સમર્પિત થયા વિના એ ગાંઠ કદીયે કોઈ પણ રીતે ઓગળશે નહિ. શિષ્ય પાસે બીજું બધું ઘણું હશે, પણ સમ્યક પ્રકારની અર્પણવિધિ નહિ હોય તો બધું નિષ્ફળ જશે. જીવે આ નથી કર્યું. આ કરવું ગમતું નથી, આ કરવા જેવું છે, એમ માન્યું નથી, આ ટાળવા માટે બીજું બધું કર્યું છે, એના કારણે અહંકાર ગળ્યો નથી. ગુરુ જ્યારે એમની પ્રેમવર્ષા કરે છે ત્યારે પૂર્ણિમાના ચંદ્રની જેમ શિષ્યનું શિષ્યત્વ ખીલી ઊઠે છે. તા. ૫-૯-૮૧ સંવત્સરી પ્રતિક્રમણ કરતાં ૮૪ લાખ જીવયોનિમાં રહેલાં સર્વ જીવોને ખમાવતાં અમે આપને પણ ખમાવીએ છીએ. દુઃખનું મૂળ દ્વેષ છે. એમાંથી જ વેરની, વિરોધની પરંપરા જન્મે છે. હિંસાની પ્રબળ વૃત્તિ એમાંથી જ જન્મે છે અને હિંસક માનવી શાંતિ અનુભવી શકતો નથી. સંસારમાં રહેલો આ જીવાત્મા નિરંતર જ્યાં ત્યાં નાના મોટા પ્રસંગે દ્વેષ ભાવને દઢ કરતો આવ્યો છે. ધર્મપ્રાપ્તિની પહેલી નિશાની ૧૫૩ Page #165 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાન એ છે કે એના હૃદયમાં નિર્વેરભાવ પ્રગટે અને પ્રાણી માત્ર પ્રત્યે મૈત્રીભાવ સિધ્ધ થાય. ષથી વ્યાકુળ હૃદય ગમે તેટલાં તપ, જપ, વ્રત કરશે તો પણ ચિત્તની શુધ્ધિ અનુભવી શકશે નહિ. તા. ૨૩-૯-૮૧ જ્ઞાનીઓએ સંસારને વિષમ કહ્યો છે, અનંત દુઃખથી ભરેલો કહ્યો છે. ક્ષણભર માટે અનુકૂળતા મળે ત્યારે જીવ આ સત્ય ભૂલી જાય છે. અનુકૂળતામાં સુખ વેદાય છે. એને સુખ માનવું તે જ મોહ છે. જ્યારે અનુકૂળતા ખસી જાય છે અને પ્રતિકૂળતા આવે છે ત્યારે જીવ મૂંઝાય છે. પ્રતિકૂળતાનું વદન એને દુઃખ રૂપ લાગે છે. ત્યારે એ આર્તધ્યાન – દુર્બાન કરે છે. નિરંતર જેની સાથે સ્નેહ કર્યો તે જ દ્વેષનું પાત્ર બને છે, એ સ્નેહ કેમ કહેવાય? ભગવાને કહ્યું, “આ રાગ એ જ દુઃખનું મૂળ છે એ પરમ સત્ય છે. તમારી સામે પ્રતિકૂળ સંયોગો છે પણ એમાં હિંમત ન હારશો, ભયભીત ન થશો, વ્યાકુળ ન બનશો. ચિત્તમાં મૂંઝવણ ન રાખશો. વિશ્વમાં પરમ સત્તા કામ કરે છે. એની સત્તા તળે જીવવાનું છે. એ સત્તાની નિયતિ પ્રમાણે કાર્ય થશે. મનમાં કંઢો કરવાથી નિયતિ બદલાતી નથી. (૩૭) તા. ૧૦-૩-૮૨ જ્ઞાનીઓએ કહ્યું છે કે લક્ષ્મી ચંચળ છે. વિજળીના ચમકારા જેવી ક્ષણિક છે. મનુષ્યને પૂર્વના સત્કૃત્યોને કારણે આવી લક્ષ્મીનો યોગ થાય છે. મોટા ભાગના મનુષ્યો એ લક્ષ્મીનો કાં તો સંગ્રહ કરે છે અથવા પોતાના ભોગ-ઉપભોગમાં અને મોજ-મજામાં વાપરે છે. પોતાની આજુબાજુમાં રહેતા દીન, દુઃખી પીડિત મનુષ્યો * તરફ એ ધ્યાન નથી આપતા. પણ જ્યારે શુભ સંસ્કાર જાગે છે ત્યારે સદ્ભાવ જન્મ - ૧૫૪ Page #166 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાન છે, એ સદ્ભાવ લક્ષ્મીનો સદઉપયોગ કરવા પ્રેરે છે ત્યારે મનુષ્યના હાથે દાનનું પવિત્ર સત્કર્મ થાય છે. જીવન સાધના માટે છે, પ્રમાદ કરશો નહિ. તા. ૩-૩-૧૯૮૩ જ્યારે ચિત્ત (મન) અત્યંત વ્યગ્ર હોય છે ત્યારે ધ્યાન થઈ શકતું નથી. વ્યગ્રતાનું કારણ કર્તાપણાનો અહંકાર છે. કર્તાપણાનો અહંકાર દૂર થયા વગર ચિત્તની વ્યાકુળતા મટતી નથી. તા.૨-૪-૯૪ મૃત્યુ એ અનિવાર્ય છે એનું નિવારણ કરી શકાતું નથી. જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે જન્મ ટાળી શકાય, તેની સાધના કરી શકાય પણ મૃત્યુ ટાળી શકાતું નથી. જેમના ચરણોમાં ૬૪ ઈન્દ્રો મસ્તક મૂકે છે અને કરોડો દેવતાઓ નિરંતર જેની સેવામાં રહે છે તેવા તીર્થંકર દેવો પણ મૃત્યુને ટાળી શકયા નથી. એ દેહનો ધર્મ છે. વસ્તુનો સ્વભાવ છે. વસ્તુનો સ્વભાવ ટાળી શકાતો નથી. જીવને દેહમાં આત્મબુધ્ધિ છે. તાદાત્ય બુધ્ધિ છે. એના કારણે પોતે દેહ છે એવી ગ્રંથિ છે. અને બીજાઓ તરફ જ્યારે પોતે જુએ છે ત્યારે તેમાં રહેલા આત્માને ન જોતાં સ્થૂળ દેહને જ જુએ છે. સ્થૂળ દેહની સાથે સંબંધ છે. એ જતાં ચૈતન્ય ગયું એવી ભ્રમણા થાય છે. સાંભળવી ન ગમે, વાંચવી ન ગમે એવી આ દુઃખદ વાત છે. જ્ઞાની પુરુષોને આવી ન સહન થાય તેવી કડવી વાત કરવી પડે છે. છતાં દેહમાં ચૈતન્ય જો બીરાજમાન હોય અને એ ચૈતન્ય શુભ ભાવથી ઓતપ્રોત હોય તો તે શરીર મંદિર જેવું બને છે. તૂટેલું જીવન સાંધી શકાતું નથી તેવી અસહાયતા જગતમાં છે, એવું સમજીને સહન કરવું એ જ ઉપાય છે. ૧૫૫ Page #167 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાન તા.૨૭-૪-૯૪ શાસ્ત્રોએ વારંવાર કહ્યું છે કે મૃત્યુ નિશ્ચિત છે અને ટાળી શકાતું નથી. અવતારી પુરુષો, તીર્થકરો અને જ્ઞાની પુરુષો પણ મૃત્યુને ટાળી શકયા નથી. આપણા દ્વારા થતા બધા જ ઉપાયો આયુષ્યની બળવાન દોરી હોય ત્યારે નિમિત્ત તરીકે ભાગ ભજવે છે પણ જ્યારે આયુષ્યની પૂર્ણતા થાય છે ત્યારે તે નિમિત્તો પણ સહાયક બની શકતા નથી. ત્યાં માનવીની નિરુપાયતા છે અને જયાં નિરૂપાયતા છે ત્યાં ખેદ કર્તવ્ય નથી. જીવનમાં બનતા બનાવોનો માનસિક વિરોધ કર્યા વગર સ્વીકાર કરવો અનિવાર્ય છે. વ્યક્તિના વિયોગમાં પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ. ધીરજનું બળ એ મોટામાં મોટું બળ છે અને આવી પડેલી પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવો તે માનવીની સમજદારીનું લક્ષણ છે. ઘરમાં જે વડિલ હોય એમણે કુટુંબ પ્રત્યેની જવાબદારી અદા કરવી જ રહી. જયાં તીવ્ર ઉત્કંઠા છે, તમન્ના છે, તલસાટ છે ત્યાં પ્રકૃતિએ માર્ગ કરી જ આપવો પડે છે. કર્મ બળવાન નથી, કરનાર બળવાન છે, કર્મનો જે કર્તા છે એ તો અનંત શક્તિનો ધણી છે. એને કોઈ કર્મ રોકી શકે નહિ. પોતે જાગે ને પોતાની તરફ જુએ તો પોતાનો મહિમા સમજાય. હજુ પોતાનો મહિમા સમજાયો નથી માટે કર્મ રોકે છે, વિકાર રોકે છે, વાસના રોકે છે એવા રાગડા તાણે છે. એક વખત પોતે પોતાને સમજે તો ભાન થાય. અહોઅંદરનું ચેતનતત્ત્વ તો અનંત શક્તિનો પિંડ છે. એને કોણ રોકે ? પોતે પોતાનાથી પોતાના કારણે રોકાય છે. જીવનમાં નિરાશા શું કરવા? જાગો ને અંદર જુઓ. ૧૫૬ Page #168 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાન | વિચારોના વમળમાં અટવાયા કરવાથી અંદર અશાંતિ ઊભી થાય છે. સાધક વમળને જુએ ખરો પણ વમળથી જુદો ઊભો રહીને જુએ, અંદર ભળે નહિ, ખોવાય નહિ, અટવાય નહિ. વમળમાં અટવાય છે માટે સાધના થઈ શકતી નથી. વમળો કેમ ઉઠે છે? બહારના પદાર્થો, બહારના સંયોગો, બહારની પરિસ્થિતિ પોતાના મનને ગમે એવી ઊભી થાય તો સારું, એ માટે જીવની મથામણ છે. પણ એ જીવના ભાવને આધીન નથી. કારણ વિશ્વ રચના સ્વતંત્ર છે, સ્વાધીન છે અને નિયત ક્રમમાં છે. એમાં આપણા મનમાં ઊઠતો ક્ષણિક વિકલ્પ નિર્ણાયક નથી, નિયતમાં નિર્ણય કામમાં નથી આવતો પણ નિયતના નિર્ણયનો સ્વીકાર થાય તો જ એ કામનો, તો વમળો નહિ ઊઠે અને તો જ ધ્યાન માટે અવકાશ મળશે. ક્રોધ કેમ આવે છે? (૧) અહંકારના કારણે, (૨) હું માલિક છું અને મારા કહ્યા પ્રમાણે થવું જોઈએ એના કારણે, (૩) અતિ ઉતાવળના કારણે, (૪) ધંધામાં કોઈ વખત ફાવટ ન આવી હોય ને અકળામણ થઈ હોય એના કારણે, (૫) તમે સામી વ્યક્તિને શાંતિથી સમજાવી ન શકો તે કારણે, (૯) અને ખરું કારણ તમારામાં પ્રેમ પ્રગટ નથી થયો એ કારણે. આ વિચારો ને આ કારણો દૂર કરો તો ક્રોધ ન થાય. ૧૫૭ Page #169 -------------------------------------------------------------------------- ________________ સાધકનું સમાધાના તમારી તબિયતના સમાચાર વાંચ્યા. આ સંયોગોમાં તમે મનથી સ્વસ્થ રહેશો. શરીરમાં રોગ થાય છે. એ ઘણા ઉપાયો કર્યા છતાં ન મટે ત્યારે સમતાપૂર્વક સહન કરવું એ જ ઉપાય છે. અંતરમાં સતત પરમાત્માનું સ્મરણ રાખશો. જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રી, પ્રેમ, ઉદારતાનો ભાવ રાખશો. જીવન દરમિયાન તમારા હાથે અનેક સકર્મો થયા છે. માનવ કલ્યાણની વિવિધ પ્રવૃતિઓ પણ કરી છે અને અનેક પ્રાણીઓને શાંતિ પહોંચાડી છે, હજુ પણ તમારી જાગૃત અવસ્થા છે, બને એટલા સત્કર્મો કરશો. જ્ઞાની પુરુષોએ કહ્યું છે, “આત્મા અને દેહ ભિન્ન છે, જુદા છે. એ આત્માનું જ્ઞાન દેહ છૂટે તે પહેલા થાય તો હિત થાય”. ખૂબ ખૂબ મંત્ર જપ કરશો. નવકાર મંત્રનો જપ કરશો. ''IMMS ૧૫૮ ૧૫૮i or one & Famond Use or Page #170 -------------------------------------------------------------------------- ________________ · જ્ઞાનયજ્ઞ : મહારાજશ્રીએ સર્વમંગલમ્ પરિવાર આશ્રમ-પાટણમાં આપેલી ચાતુર્માસ પ્રવચનમાળા દર વર્ષે અષાઢ સુદ-૧૧ થી ભાદરવા સુદ-૧૫ સુધી ચાલતી ધાર્મિક વ્યાખ્યાનમાળા ૧. ૨. ૩. ૪. ૫. ૭. ૭. ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ⭑ ૨૭ * ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩૨ ૩૩ ૧૯૩૯ ૧૯૭૦ ૧૯૭૧ ૧૯૭૨ ૧૯૭૩ ૧૯૭૪ ૧૯૭૫ ૧૯૭૭ ૧૯૭૭ થી ૧૯૭૯ ૧૯૮૦ ૧૯૮૧ ૧૯૮૨ ૧૯૮૩ ૧૯૮૪ ૧૯૮૫ ૧૯૮૭ ૧૯૮૭ ૧૯૮૮ ૧૯૪૯ ૧૯૯૦ ૧૯૯૧ ૧૯૯૨ ૧૯૯૩ ૧૯૯૪ ૧૯૯૫ ૧૯૯૬ ૧૯૯૭ ૧૯૯૮ ૧૯૯૯ અને ૨૦૦૦ ૨૦૦૧ ૨૦૦૨ ૨૦૦૩ ૨૦૦૪ ૨૦૦૫ ૨૦૦૭ ૨૦૦૭ ૨૦૦૮ સ્થિતપ્રજ્ઞ કઠોપનિષદ ઈશાવાસ્યોપનિષદ અષ્ટાવક્રગીતા વેદમંત્રો યોગવાશિષ્ટ મહારામાયણ શિવસૂત્ર તાઓ ઉપનિષદ પૂ. મહારાજશ્રી સાધનામાં શાંડિલ્ય ભક્તિસૂત્ર બંધ ભગવદ્ગીતાનો કર્મયોગ ૧૧ મો સ્કંધ ભાગવત ભક્તામર સ્તોત્ર ઉત્તરાધ્યયન સૂત્ર મહાભારત શાંતિપર્વ ઉપદેશમાળા ષોડશગ્રંથો કબીરવાણી ગોરખવાણી ભક્તમાળ . - તાઓ તેહ કિંગ કીર્તન ઘોષા ભર્તૃહરિ શતક સુંદરવાણી સંતશ્રી જ્ઞાનેશ્વરજીના અભંગો રામાયણમાં ભારતીય સંસ્કૃતિનું દર્શન પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતો પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતો પૂ. મહારાજશ્રીની નાદુસ્ત તબિયતના કારણે બંધ પુરુષોત્તમ યોગ ભગવત ગીતાનો ૧૫મો અધ્યાય પૂ. મહારાજશ્રીની નાદુરસ્ત તબિયતના કારણે બંધ સંત રહીમની વાણી સંત ચિદાનંદજી ને સંત દાદૂની વાણી ગંગાસતીના ભજનો ભાગવતનો સંદેશ - માખણ થા સો વિરલા પાયા જાગીને જોઊં તો જગત દીસે નહિ, ઉંઘમા અટપટા ભોગ ભાસે ૧૫૯ Page #171 -------------------------------------------------------------------------- ________________ મહારાજશ્રીએ સર્વમંગલમ્ પરિવાર આશ્રમ-પાટણ આશ્રમમાં દર રવિવારે આપેલા પ્રવચનો શ્રીમદ્ ભગવદ્ ગીતા જગદગુરુ શંકરાચાર્ય કૃત પાતંજલ યોગસૂત્રો અષ્ટાદશ રત્નો | નારદ ભક્તિ સૂત્રો ૧૯ ઉમાસ્વાતિકૃત પ્રશમરતિ પ્રકરણ જ્ઞાનેશ્વરી ગીતા | શ્રમણ સૂત્ર (જૈન દર્શન) ષોડશગ્રંથો ધમ્મપદ (બૌદ્ધ દર્શન) ભર્તૃહરિના નીતિ અને વૈરાગ્યશતક અખેગીતા યોગશાસ્ત્ર - હેમચંદ્રાચાર્યજી કૃત ઉપનિષદો શ્રી હરિભદ્રસૂરિજી કૃત સંત ભજનો ષોડશક પ્રકરણ આનંદધનજીનાં પદો યોગબિંદુ યોગવાશિષ્ટ મહારામાયણ યોગદષ્ટિ સમુચ્ચય વિષ્ણુ સહસ્ત્રનામ ધર્મબિંદુ જ્ઞાનાર્ણવ (જૈન દર્શન) શ્રી ઉપાયશોવિજયજી કૃત અષ્ટ પ્રાભૃત (જૈન દર્શન) જ્ઞાનસાર પ્રાર્થના અને ધ્યાન (શ્રીમાતાજી) અધ્યાત્મસાર અંતરગોષ્ઠિ કવિ બનારસીદાત કૃત ભગવાન મહાવીરના ૨૭ જન્મો સમયસાર દત્ત મંદિર - પાટણમાં પ્રવચનો પંડિત રામ શર્માકૃત ગુરુલીલામૃત - રંગ અવધૂત કૃત ગાયત્રી મહાવિજ્ઞાન તત્વજ્ઞાન તરંગિણી યોગેન્દ્ર દવે કૃત ચાણક્ય નિતિ પરમાત્મ પ્રકાશ ગંગાસતિનું અધ્યાત્મ દર્શન શ્રીમદ્ રાજચંદ્રજી કૃત ૩૭ સંતવાણી : આનંદઘનજીનાં પદો ૧૭ આત્મસિદ્ધિ શાસ્ત્ર | ઉપા. યશો વિજય મહારાજનાં પદો - - - can M મહારાજશ્રીએ સર્વમંગલ આશ્રમ - સાગોડીયામાં આપેલાં પ્રવચનો સમતાશતક - યશોવિજયજી મહારાજ ૯ ગંગાસતીનાં ભજનો સમયસાર નાટક - બનારસીદાસ ૧૦ અધ્યાત્મસાર તત્વવિચારમાળા - અનાથ શ્રમણ સૂત્ર પ્રશમરતિ પ્રકરણ - ઉમાસ્વાતિ મ. ૧૨ ધર્મસંગ્રહ ભા. ૧. આત્મસિદ્ધિ શાસ્ત્ર - શ્રીમદ્ રાજચંદ્ર ૧૩ સમયસાર - શ્રી કુંદકુંદાચાર્યકૃત યોગદષ્ટિ સમુચ્ચય - આ. હરિભદ્રસૂરી ૧૪ પ્રવચન સાર – શ્રી કુંદકુંદાચાર્યકૃત મણિરત્ન પ્રશ્નોત્તરમાળા યોગશાસ્ત્ર શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતો ૧૦ યોગસાર ૧૭ યોગશતક V ૧૦ Page #172 -------------------------------------------------------------------------- ________________ દ જ o ૨૦ ૨૨ મહારાજશ્રીએ મહેસાણા જ્ઞાન શિબિરમાં આપેલી પ્રવચનમાળાઓ ગીતાનો ભક્તિયોગ ૧૨. ઉપદેશ સાર - રમણ મહર્ષિકૃત ઈશાવાસ્ય ઉપનિષદ (બે વર્ષ) ૧૩ જીવન જીવતાં આવડે તો જિંદગી | નારદ ભક્તિસૂત્ર મહેફીલ છે. યક્ષ યુધિષ્ઠિર સંવાદ ૧૪ હસતાં હસતા હરિ મળે ભક્તિવધિની અને ચતુરલોકી ૧૫ | આંખમાંથી અમૃત વરસે ત્યારે પૃથ્વી (શ્રીમદ વલ્લભાચાર્યજી કૃત) ઉપર સ્વર્ગ વસે | મીરાંની વાણી સુખનું સાચું સરનામું હરિના હોય તેને હરિ મળે ભર્તુહરિ શતક ૧૮ આરસ તો મળ્યો – મૂર્તિ કેવી ઘડશું? કબીરની વાણી ૧૯ ચાલો સર્જન કરીએ સુખ-શાંતિનું વેનીશીયનનાં ત્રીસ ધર્મસૂત્રો ગંગાસતીના ભજનો ૧૦. ભક્તમાળ ધરતીનો શણગાર ભગવાન મહાવીર અને સો હિ સાહિબકુ પ્યારા ગૌતમસ્વીમીનો સંવાદ ૨૩. સંત રૈદાસની વાણી મહારાજશ્રીએ પાલનપુર જ્ઞાન શિબિરમાં આપેલી પ્રવચનમાળાઓ પાતંજલ યોગદર્શન મહાભારતનો મર્મ | ઈશાવાસ્ય ઉપનિષદ યક્ષ યુધિષ્ઠિર સંવાદ ધર્મતત્ત્વદર્શન (વૈદિક જૈન, બૌદ્ધ)| ૮ | પ્રશ્નોત્તરમાળા | વિવેક ચૂડામણિશંકરાચાર્યજી કૃત| ૯ | દેવી પ્રકૃતિ અને આસુરી પ્રકૃતિ નારદભક્તિ સૂત્ર મહારાજશ્રીએ ડીસા જ્ઞાન શિબિરમાં આપેલી પ્રવચનમાળાઓ ભગવદ ગીતાનો જ્ઞાન યોગ, જીવન જીવતાં આવડે તો જિંદગી ભક્તિયોગ કર્મયોગ-૧૯૮૯ મહેફીલ છે. અધ્યાત્મ અને ધર્મ-૧૯૯૦ ઉઘડે છે દ્વાર અંતરના-૧૯૯૯ અધ્યાત્મ દર્શન-૧૯૯૧,૯૨,૯૩ હસિબા,ખેલિબા,ધરિબા,ધ્યાનમ-૨૦૦૩ શ્રીમદ્ રાજચંદ્ર વાણી-૧૯૯૪ પાંચ કલ્પવૃક્ષો-૨૦૦૪ યક્ષ-યુધિષ્ઠિર સંવાદ-૧૯૯૫ ૧૩ જીવન જીવવાના છ સિદ્ધાંતો-૨૦૦૫ મનની શાંતિના ઉપાયો-૧૯૯૯ [ ૧૪ યશોવાણી ‘ઉપાયશોવિજયજી મ.ના પદો' ઈશાવાસ્ય ઉપનિષદ-૧૯૯૭ ૧૫ આઠે પહોર આનંદમારહીએ-૨૦૦૭ ગૌતમ કુલક સંવાદ-૧૯૯૮ ૧૬ | ભજ ગોવિંદ મૂઢમતિ-૨૦૦૮ ૧૦. ૧૧ મહારાજશ્રીએ અમદાવાદ જ્ઞાન શિબિરમાં આપેલી પ્રવચનમાળાઓ | જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો અપૂર્વ અવસર એવો ક્યારે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ૧૪ થી ૨૧ ગાથા આવશે ૧ થી ૬ ગાથા બીના નયન પાવે નહિ (પાલડીમાં આપેલ પ્રવચનો) અપૂર્વ અવસર એવો ક્યારે આ મસિદ્ધિ આવશે ૭ થી ૧૩ ગાથા | મૂળ મારગ સાંભળો જિનનો રે ૧૩૧ Page #173 -------------------------------------------------------------------------- ________________ 'મહારાજશ્રીએ અન્ય શહેરોમાં આપેલાં પ્રવચનો મુંબઈ :- (૧) ઈશ્વર પરાયણતા (૨)| ૯ | મોરબી :- (૧) ભક્તિ માર્ગની સર્વોપરિતા જીવનમાં ધર્મની જરૂર (૩) અપૂર્વ અવસર (૨) અપૂર્વ અવસર (૩) અત્યંતર પરિણામ | (૪) મૂળ મારગ (૫) ભક્તિના ૨૦ દોહર અવલોકન (૪) વૈરાગ્ય અને ઉપશમ (૫) (૭) અંતિમ સંદેશ (૭) આત્મસિદ્ધિ (૮) શ્રીમજીનો અંતિમ ઉપદેશ (૩) શ્રીમદ્જીના ઈડરની સિદ્ધશિલા વચનામૃત (૭) સમ્યગ દર્શન અને શ્રાવકના ઈન્દોર :- (૧) જીવન કા સ્વરૂપ કર્તવ્યો (૨) ધ્યાન સાધના વવાણીયા - પ્રાથમિક સાધના | ભોપાલ :- (૧) ધર્મકા સ્વરૂપ કોબા - (૧) જૈન દર્શન (૨) સમાધિ કે ઉજ્જૈન :- (૧) અચિંત્યક ચિંતન સપ્તદ્વાર (૩) ગૌતમકુલક સંવાદ (૪) શિવપુર - (૧) યોગ કે દ્વારા સાચા સુખની પ્રાપ્તિનો માર્ગ (૫) સમ્યફ દષ્ટિની અવસ્થા. શાજાપુર :- (૧) ધ્યાન સાધના |૧૨| રાજકોટ - (૧) મૂળમાર્ગ (૨) સમ દર્શન (૨) મનકી શાંતિ (૩) વૈરાગ્ય ઉપશમ (૪) સમાધિમરણ (૫) (૩) પાંચ યોગ ધ્યાન કોને કહેવાય () શ્રીમદજીનો જગત | ખેરવા :- (૧) મણિરત્ન માળા પ્રશ્નોત્તરી ઉપર ઉપકાર (૭) શ્રીમદજીના વચનામૃતો માળા (૨) ભજગોવિંદમ્ (૮) ભક્તિ માર્ગના સૂત્રો જોટાણા :- (૧) નારદ ભક્તિસૂત્ર (૨)]૧૩ ધરમપૂર :- (૧) શ્રીમદ્જીના વચનામૃતો (૨) શિવસૂત્ર (૩) રામાયણ (૪) ભગવદ્ જ્ઞાનસાર (૩) શ્રી રા.વ. તથા આનંદધનજી નામકર્તન (૫) પરમાત્મ – પ્રાપ્તિના મ.નું શાંતિનાથનું સ્તવન. (૪) હદય પ્રદીપ ઉપાયો (રામાયણ અંતર્ગત) ()| | | (૫) ગંગા સતીના ભજનો ભજગોવિન્દમ્ - આધશંકરાચાર્યકૃત |૧૪ બેંગ્લોર - શ્રીમદ્જી નો અંતિમ સંદેશ ' આશ્રમ દ્વારા પ્રકાશિત થયેલા પુસ્તકો પાતંજલ યોગસૂત્રો સાચો માનવ સ્થિતપ્રજ્ઞ - ત્રણ આવૃત્તિઓ ૧૮ પ્રેમ લક્ષણા ભક્તિ પ્રાર્થના પુસ્તક - પાંચ આવૃત્તિઓ ૧૯ ધન્યો ગૃહસ્થાશ્રમ : બે આવૃત્તિઓ નારદભક્તિસૂત્ર - નાનું ઈશાવાસ્ય ઉપનિષદ (બીજી આવૃતિ) મૌનનો મહિમા શ્રી કૃષણ : શરણં મમ ભગવદ્ગીતાનો ભક્તિયોગ * | ૨૨ જીવન એક સંગ્રામ ૨૩ તત્વ ચિંતન રામાયણમાં ભારતીય સંસ્કૃતિનું દર્શન ઈશાવાસ્ય ઉપનિષદ * | ઉત્તરાધ્યયન સૂત્ર ભાગ-૧ ધ્યાન નારદભક્તિ સૂત્ર-મોટું * બે આવૃત્તિ ચૈતન્ય યાત્રા ભા.૧ (ગુરુજીએ લખેલ પત્રો) ભગવાન શ્રી કૃષણ આતમનું ઝરણું ૧૧ ઘર્મબિંદુ - બે આવૃત્તિઓ ૨૮ ચૈતન્ય યાત્રા ભા૨ (ગુરુજીએ લખેલ પત્રો) ૧૨ જીવન અને જિંદગી ચૈતન્ય યાત્રા ભા૩ (ગુરુજીએ લખેલ પત્રો) શ્રી ગુરુ ચરણે ' ૩૦ ધ્યાન પથ ૧૪] સાધનાનાં સૂત્રો માખન થા તો વિરલા પાયા ૧૫ | મહારાજશ્રીની સાથે ૨૧ વર્ષ | ભાગવતનો સંદેશ | મીરાંની વાણી તત્વજ્ઞાન તરંગિણી છ છ ?, ૨૪ ૨૫ ૨૭ ૨૯ ૧૩ ૩૧ ૧૯ર નોંધ:* આ નિશાનિવાળાં પુસ્તકો મહેસાણા રોટરી કલબના સૌજન્યથી પ્રકાશિત થયેલાં છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ મ योग : આશ્રમની પ્રવૃત્તિઓ : સર્વમંગલમ્ આશ્રમ ઈ.ટેક્સ માફી સર્ટી નં.EXEMO-HQ-133(190) ૯૩/૯૪ તા. ૫-૧૦-૯૪ સોસાયટી એક્ટ રજિ નં.EGUJ/ IMEH ટ્રસ્ટ રજિ. નં. એફ / ૮૭ મહેસાણા ત શ્રી વીતરાગ આરાધના કેન્દ્ર : (ધ્યાન મંદિર) ભગવાન પાર્શ્વનાથનું મંદિર શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક ધ્યાન કેન્દ્રઃ ધ્યાન, સ્વાધ્યાય અને સંશોધન કેસર ધ્યાન કક્ષ શ્રી વીતરાગ વિજ્ઞાન કેન્દ્ર અને શ્રીમદ્ રાજચંદ્ર જીવન દર્શન કક્ષ (મ્યુઝીયમ) * ઓડિટોરીયમ (થીએટર) સાધકોના આધ્યાત્મિક વિકાસ માટે ♦ સમ્યજ્ઞાન પ્રસારણ યોજના : આધ્યાત્મિક પુસ્તક પ્રકાશન ભારતીય તત્ત્વજ્ઞાન કેન્દ્ર : આશ્રમ મુખપત્ર પરમતત્ત્વ પ્રકાશન ♦ સશ્રુત અભ્યાસ વર્તુળ : પૂ. ગુરુજીની વાણીનું પુસ્તક દ્વારા પ્રકાશન, ધ્યાન શિબિરોનું આયોજન * શ્રીગુરુવાણી : પૂ ગુરુજીની વાણીનું પ્રસારણ (ઓડીયો તથા વીડીયો) * બુનિયાદી માધ્યમિક તાલીમ શાળા, કોમ્પ્યુટર શિક્ષણ કેન્દ્ર, છાત્રાલય, પુસ્તકાલય પાઠ્યપુસ્તક ભંડાર, સ્વનિર્ભર પ્રાથમિક શાળા. નૂતન કુમુદ ગૌશાળા ♦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શ્રી એમ. વસા પરિવાર મોબાઈલ મેડીકલ યુનિટ ♦ સાધક કુટીર : સાધકોને રહેવાની સગવડ અને માર્ગદર્શન ♦ અતિથિગૃહ વાનપ્રસ્થ આરાધના કેન્દ્ર : વૃધ્ધો અને સાધકોને આરાધના કરવાની અને રહેવાની સગવડ * પૂ. પિતાશ્રી ચિમનલાલ છગનલાલ શાહ અને પૂ. માતુશ્રી નિર્મળાબેન ચિમનલાલ શાહ ભોજનાલય હરિ ઓમ્ સહાય યોજના મધ્યમ અને નિરાધારોને સહાય * મંદ બુધ્ધિ અપંગ સહાય યોજના ♦ શિક્ષણ વિધવા સહાય યોજના : તેજસ્વી વિદ્યાર્થીઓને અને નિરાધાર વિધવાઓને સહાય : સંપર્ક : સર્વમંગલમ આશ્રમ સાગોડિયા, તા. જિ. પાટણ (ઉ.ગુ.) ૩૮૪૨૬૫. ફોન : (૦૨૭૬૬) ૨૭૩૫૯૪ 1 1 ૧૬૩ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ WW (3.3.) સર્વમંગલમ્ પરિવાર આશ્રમ ટ્રસ્ટ રજિ. નં. ઈ ૧૨૩૦, પાટણ ટ્રસ્ટ રજિ. નં. ઈ ૩૬૫૮, મહેસાણા તા.૨૨-૯-૯૪ वर्णति દર રવિવારે પ.પૂ. મુનિશ્રી (ગુરુજી) ભાનુવિજયજી મ.સાહેબ અને ડૉ. શ્રી મહેન્દ્રભાઈ શાહનાં આધ્યાત્મિક પ્રવચનો. દર બુધવારે આધ્યાત્મિક પુસ્તક ઉપર ડૉ. શ્રી મહેન્દ્રભાઈ શાહનો સ્વાધ્યાય અષાઢ સુદ-૧૧ થી શરૂ થતી પૂ. ગુરુજીની તથા ડૉ. મહેન્દ્રભાઈના આધ્યાત્મિક ચાતુર્માસ પ્રવચનમાળા * વિવિધ ઉત્સવોનું આયોજન આજીવન સભ્યોને ભેટ પુસ્તકોનું આયોજન *સંતો અને વિદ્વાનોના પ્રવચનનું અને રેકોડીંગનું આયોજન * આધ્યાત્મિક પુસ્તક પ્રકાશન, વિતરણ તથા વેચાણ આયોજન ♦ સાધકોને રહેવાની સગવડ અને પ.પૂ. ગુરુજીનું માર્ગદર્શન : સંપર્ક : સર્વમંગલમ્ પરિવાર આશ્રમ વેરાઈ ચક્લા-પાટણ (ઉ.ગુ.) તા. જિ. પાટણ. ૩૮૪૨૭૫. ફોન : (૦૨૭૬૬) ૨૨૦૨૩૭ Page #176 -------------------------------------------------------------------------- ________________ “ગુરુ વંદના” સમતાની સાધના, યોગની આરાધના, ગુરૂદેવના જીવનમાં ક્ષમાની પ્રધાનતા, બાનની ઉપાસના, જ્ઞાનની પ્રભાવના, ગુરુદેવના હૈયામાં પ્રેમની પ્રકર્ષતા. (૧) બાલ્યવયમાં માતપિતાની સાથે, પ્રવિચંદ્ર ગુરુજીના વરદ હસ્તે, સંયમ ગ્રહી ભાનુવિજય નામ સોહાવે, ગુરુદેવના હૈયામાં અધ્યાત્મની ભાવના (૨) જૈન દર્શનનું ઊંડું અધ્યયન કીધું, ષડ્રદર્શનનું પણ જ્ઞાન જ લીધું. મતભેદ વિના જીવો તત્વને પામે, ગુરુદેવના હૈયામાં તત્વની ચિંતના. (૩) સર્વજીવોના મંગલ અર્થે, ધ્યાન યોગ કેરી સાધના કાજે, સર્વ મંગલમ્ આશ્રમનું નિર્માણ કીધું, ગુરુદેવના હૈયામાં વિશ્વની ચિંતના (૪) પુખ્ત વયસ્કોની જીવન સમાધિ, પ્રભુ-ભક્તિ ને સ્વાધ્યાયની મસ્તી, વાનપ્રસ્થ કેન્દ્રમાં નિત નિત થાય. ગુરુદેવના હૈયામાં સમાધિની ભાવના (૫) ભારતીય દર્શનના સમન્વય માટે, તત્વજ્ઞાન કેન્દ્રના માધ્યમ વાટે. પરમ તત્વ ત્રિમાસિક જ્ઞાન પ્રસારે, ગુરુદેવના હૈયામાં જ્ઞાનની પ્રધાનતા (૯) પ્રભુના ચરણોમાં સમર્પિત રહીને, અખંડપણે મંત્ર સ્મરણ કરીને, વીતરાગ આરાધના કેન્દ્ર ભક્તિ થાવે, ગુરુદેવના હૈયામાં ભક્તિની પ્રધાનતા (૭) સર્વ દર્શનના વિજ્ઞાન કાજે, વીતરાગ વિજ્ઞાન કેન્દ્ર વિરાજે, તત્વરુચિ જીવો બોધ પામે, ગુર્દેવના હૈયામાં તત્વની પ્રધાનતા. (૮) હૈયામાં જ્ઞાન કેરી ગંગા વહે છે, નિર્મળ નીરે જીવે પાવન બને છે, “ચૈતન્ય યાત્રા” ગ્રંથે તેહ સમાઈ છે. ગુરુદેવના ચરણોમાં કોટિ કોટિ વંદના (૯) નિશદિન આતમના ઉપયોગે રહીને, સર્વ પ્રવૃત્તિમાં નિર્લેપ વહીને, નિષ્કામ કર્મનો બોધ જ દેતા, નિરપેક્ષ ગુરુજીને અગણિત વંદના (૧૦) શ્રી જ્ઞાન - વિનય - શિશુ. ૧૬૫ Page #177 -------------------------------------------------------------------------- ________________ વાયક નોંઘ Page #178 -------------------------------------------------------------------------- ________________ આ છે સાધકની સંપત્તિ વિશ્વાસ સાથે વિરાગ, બુધ્ધિ યુક્ત પ્રેમ, શ્રધ્ધા યુક્ત સાધના, નિષ્ઠાયુક્ત આજ્ઞાપાલન, શક્તિ યુક્ત શુધ્ધિ, ગંભીરતા યુક્ત ચકોરતા, વ્યવસ્થા શક્તિ યુક્ત કુશળતા, 'નિર્ભયતા યુક્ત સમર્પણતા, ખુમારી સાથે નમ્રતા, સરળતા યુક્ત તીવ્ર બુદ્ધિમત્તા, સહિષ્ણુતા યુક્ત સહાનુભૂતિ, તર્પણ સાથે અર્પણ વિષાદ રહિત પ્રમોદ, વિહ્વળતા રહિત આનંદ, ઊંડી સમજ, સૂક્ષ્મગ્રાહી બુધ્ધિ, સમન્વય, સ્વભાવ રમણ કરતો ચૈતન્ય, મૈત્રી યુક્ત મન, કરુણાથી છલકતી આંખો, પ્રમોદ નીતરતું હૃદય, પવિત્રતા યુક્ત દેહ, શુધ્ધિ યુક્ત ઈન્દ્રિયો. છે મુનિશ્રી ભાનુવિજયજી મહારાજ છે E cation inte attoriai w wwalinearny.org