SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ઝ હૃદયમાં સમાધાન થયું, સંવેદન થયું અને એક અહોભાવ પૂર્વક કૃતજ્ઞતા અંતરમાં ઉપસી આવી. ત્યાર પછી ઉત્તરોત્તર સતત ગુરુજી પાસે જતો, અભ્યાસ કરતો અને અંતરના ઊંડાણમાં ઝાંખવા કોશિશ કરતો. ઈ.સ. ૧૯૦૮માં પાટણ છોડી અમદાવાદ જવાનું થયું. પરંતુ દર પંદર દિવસે પાટણ આશ્રમ અને સાગોડિયા આશ્રમ આવવાનું થતું. ગુરુજી પણ અમારે ઘરે ઊત૨વાનો લાભ આપતા, આમ સતત પૂ. ગુરુજીનું સાનિધ્ય માણવાના અવસરો પ્રાપ્ત થતા. અમદાવાદ ગયા પછી અધ્યાત્મના પ્રશ્નો ઉપસ્થિત થતા. તેના સમાધાન માટે ગુરુજીને સતત પત્રો લખતો પૂ. ગુરુજી તેના જવાબ લખતા. વાસ્તવમાં પૂ. ગુરુજીએ લખેલ આ પત્રો પૈકી કેટલાક મારા પ્રશ્નોના જવાબ રૂપે અને કેટલાક તેઓશ્રીની મૌન સાધના દરમ્યાન થયેલ સ્વાધ્યાય સમયે લખાયેલ છે. આધ્યાત્મિક માર્ગમાં જયાં જયાં મને રૂકાવટ થતી ત્યાં ત્યાં પૂ. ગુરુજીએ પત્રો અને સ્વાધ્યાય દ્વારા આગળની દિશાનો સંકેત કરેલ છે, જે ઘણાં સાધકોને ઉપયોગી અને માર્ગદર્શન બની રહે તેમ હોઈ પૂ. સાધ્વીજી પ્રિયદર્શનાશ્રીજી મ. તથા સાધ્વી ગુણધર્માશ્રીજી મ. સાહેબની પ્રેરણા અને અનુગ્રહથી ગ્રંથ સ્વરૂપે પ્રકાશન કરવાનું બળ પ્રાપ્ત થયું છે. પૂ. સા. દિવ્યદર્શિતાશ્રીજી મ. સાહેબે સંકલન કરી મને ઉપકૃત કર્યો. આ ગ્રંથ પ્રકાશન કરતાં ધન્યતા અનુભવું છું. સાધકો ખૂબજ ઊંડાણ અને સમજપૂર્વક તેને વાંચી ચિંતન મનન કરશે તો સાધનાના માર્ગમાં તે પાથેય બની રહેશે જ એ મંગલ ભાવના સહે Jain Education International ડૉ. મહેન્દ્ર સી. શાહ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy