SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ સાધકનું સમાધાના હે સપુરુષ! અમે સર્વતોભાવથી તારા છીએ. તારી આજ્ઞાને શિરસાવંદ્ય ગણી જીવનભર સ્વીકારીએ છીએ. (૧) સર્વજ્ઞ વીતરાગદેવ કથિત ચૈતન્ય તત્વને ઓળખાવનાર, સ્વ પરનું ભેદ જ્ઞાન કરાવનાર, ઉપશમભાવને અર્થે કહેલા, ગણધર ગૂંથિત, ગીતાર્થ આચાર્યો રચિત શાસ્ત્રો તે જ સશાસ્ત્ર છે. પરમગુરુની પરમેશ્વરી આજ્ઞા ને પુરુષની પરમ આજ્ઞાનું અખંડ પાલન, અરિહંત પરમાત્મા સ્થાપિત શાસનનું તીર્થનું મનથી, વચનથી, દેહથી અનુસરણ તે જ સધર્મ છે. તે ધર્મ જીવનની શાંતિ, મરણની સમાધિ, ઈહલોકની નીતિમય સાધના, પરલોકનું સુંદરતાભર્યું સર્જન ને અનંતસુખ ધામ પરમપદને અર્પે છે. તે ધર્મ પુણ્યતત્ત્વ દ્વારા પરમાર્થ માર્ગના યાત્રિકની પુષ્ટિ કરે છે. સંવર નિર્જરા દ્વારા સ્વઆત્મતત્ત્વની શુદ્ધિ કરે છે. અનુક્રમે સમગ્ર ચેતન તત્ત્વને નિરાવરણ કરે છે તે સધર્મ વીતરાગ સર્વજ્ઞ પ્રભુએ નિષ્કામ વાત્સલ્યતાથી ઉપદેશેલ છે. અહિંસા જેનું હૃદય છે, અનેકાંત જેનો પ્રાણ છે, ત્રિકાળ અબાધિત આત્મસ્વરૂપ અવગાહી વિશુધ્ધ સત્યના અવલંબને પ્રતિષ્ઠિત છે, જેના પ્રત્યેક અનુષ્ઠાનોમાં, અનુષ્ઠાનોના મૂળમાં માનકષાયનું મર્દન કરનારી નમ્રતા-વિનયશીલતા રહેલી છે, ક્રોધ કષાયને દમન કરનારી ખાંતિ-ક્ષમાભાવનું જેમાં પ્રાધાન્ય છે, જેના પાલન કરનારને કાંચનમુક્તિ કરવી પડે છે, ઉપશમભાવની અજબ કેળવણી આપનાર છે તે ધર્મના શરણનો સ્વીકાર કરું છું. શ્રી જિને કહ્યું છે કે આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. આ પપદ યથાર્થ છે. અનેકાંત મૂલક તત્ત્વદષ્ટિનો સ્વીકાર કરું છું. (૪) દુષ્કત ગહપૂર્વક, સુકૃતની અનુમોદનાપૂર્વક ચતુદશરણનો સ્વીકાર કરું છું. (૩) ૧૨૫ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy