SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ સાધકનું સમાધાન - - સનાતન સત્ય, સદાજીવી ચૈતન્ય ને પરમ તત્ત્વની વાસ્તવિક આકાંક્ષા એ બંને વચ્ચેની સાચી પસંદગી કરવાની કુશાગ્ર બુદ્ધિ તે જ વિવેક. ક્ષણજીવી ને સદાજીવી, નશ્વર અને ઈશ્વર, ભૌતિકતા ને અધ્યાત્મિકતા, દ્રષ્ટા અને દશ્ય, ચૈતન્ય અને જડ, એ બે વચ્ચે અનાદિનો સંઘર્ષ છે. છતાંયે માયાથી, અવિદ્યાથી, મોહથી આવરિત બુદ્ધિ ક્ષણજીવીના ચળકાટમાં, દશ્યની મોહક રચનામાં માનવ મન અટવાયેલું છે, ગૂંચવાયેલું છે. ક્ષણિક એ જ શાશ્વત છે એવા ભ્રમે એને દશ્યસૃષ્ટિમાં રખડતો બનાવી દીધો છે. ભૌતિકતાના પાંચ મુખ્ય ઈરાદાઓ :(૧) આહાર (૨) વિષયોપભોગ (૩) ધનસંગ્રહ (૪) જિજીવિષા અને (૫) સંરક્ષણ વૃત્તિ. આ ઈરાદાઓ જ જાણે જીવનની ઈતિશ્રી છે, સમાપ્તિ છે એમ માની માનવે અનંતકાળથી ઘમસાણ મચાવ્યું છે. જન્મ ને મરણની પુનરાવૃત્તિનું આ જ કારણ છે. વિવેકદીપક પ્રગટાવ્યો નથી માટે જ ઘનઘોર અંધકારમાં માનવ અટવાઈ ગયો છે. એણે જાગ્રત બની વિવેકદીપક પ્રગટાવવો જોઈએ. એ જ માટે સંતો, શાસ્ત્રો ને વિચારધારાઓનો ઉપયોગ કરવાનો છે. એ માટે “જીવન”ને સમજવું જોઈએ. જીવન વિષેની સાચી સમજ, જીવનનું પૃથક્કરણ કરવું જોઈએ. વાસ્તવિક જીવનને જાણવું જ જોઈએ. આ જીવનનું વાસ્તવિક સર્વાગીણ સત્યમૂલક જ્ઞાન એ જ અધ્યાત્મવાદનું હૃદય છે. અધ્યાત્મવાદ તમને એમ કહે છે માનવ! દશ્યસૃષ્ટિમાં મર્યાદિત એટલો જ “તું” નથી કે માત્ર પંચમહાભૂતનું સંયોજન કે માટીનું પૂતળું જ “તું” નથી. સીમાઓથી બદ્ધ, મર્યાદાઓથી મર્યાદિત ને તારા શુદ્ર અહંકારે ઊભા કરેલા જે વિકૃત ખ્યાલો એટલો જ “તું” નથી. ચળકતી માયાની સુષ્ટિનો ગુલામ “તું” નથી. તું” છો સનાતન, સદાજીવ, શાશ્વત ચૈતન્યમૂર્તિ, જ્ઞાનમય, આનંદપૂર્ણ બ્રહ્મ ભગવાન આત્મા. તું ચૈતન્ય તત્ત્વ છો અને આ જ તારું સાચું વ્યક્તિત્વ છે. વિચાર ધારા આવો વિવેક પ્રગટ કરી એ વિવેકના બળથી માનવે પોતાનું ધ્યેય પસંદ કરવાનું છે. ૧૦૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy