SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ સાધકનું સમાધાના કોઈપણ જાતનો અહે, સંકલ્પ કે નિશ્ચય નથી હોતો. એને કુંભાર જે આકાર આપે છે એને એ સ્વીકારે છે. સાધક આ રીતે માટી બને. પ્રભુના - સદ્ગુરુના હાથમાં પોતાની જાતને મૂકે તો જ એને આકાર મળી શકે. વિ.સં. ૨૦૧૬, ઈ.સ. ૧૯૬૦ જેઠ વદ-૧૪, સોમવાર સંયોગો એ માનવ પરીક્ષાનું સર્વોત્તમ સાધન છે. આપણી ભૂમિકાનું માપ કાઢવાનું એ થર્મોમીટર છે. પ્રતિકૂળ સંયોગોમાં ઉલટો આનંદ વધવો જોઈએ, દરેક ઘટનામાં ઈશ્વર દર્શન થવાં જોઈએ, એ પણ ઈશ્વરની કૃપા છે. પ્રભુનો પ્રસાદ છે. પ્રત્યેક ઘટનાનું માપ આપણે આપણી દૃષ્ટિથી કાઢીએ છીએ. એમાં આપણા પૂર્વગ્રહો આડા આવે છે, એને આપણે સારું નરસું આપણી રીતે કહીએ છીએ, એ આપણે આપણી આંખે નહિ, ઈશ્વરની આંખે જોવાનું છે, તો તો બધે જ મંગલમયતા દેખાશે. આપણે જ્ઞાન દ્વારા સંયોગો જાણવાના છે. જ્ઞાન તો અનુકૂળ પ્રતિકૂળ એને જણાવે છે પણ એમાં રાગ-દ્વેષ નથી કરવાના, મહાકુળ નથી થવાનું, એમાં સમભાવ કેળવવાનો છે, એમાં પણ ઈશ્વરને જ જોવાના છે. ઈશ્વરને જે માત્ર મંદિરમાં જ જુએ છે, મૂર્તિમાં, પુસ્તકમાં અને નામમાં જ જુએ છે એણે ઈશ્વરને જોયા નથી. ઈશ્વર પ્રત્યેક વ્યક્તિમાં છે, પ્રત્યેક પદાર્થમાં છે, પ્રત્યેક ધટનામાં છે. એ બધે જ છે, જે કાંઈ છે એ બધું એ જ છે. સાધકે આ દૃષ્ટિ પ્રાપ્ત કરવાની છે. તે પ્રાપ્ત થતાં પ્રતિપળે આનંદ થાય. આપણે સંયોગોનું જ્ઞાન કરવાનું છે, ને પછી એમાં જ ઈશ્વરને જોવાના છે. આ જ આપણી જીવન સાધના છે. આ ક્ષેત્ર અને ક્ષેત્રના માણસોનો સ્વભાવ જાણવાનો છે પણ જાણીને દ્વેષ નથી કરવાનો, ઉદ્વેગ નથી કરવાનો. આ તો પ્રકૃતિની લીલા છે. મનુષ્ય પ્રકૃતિના અનેક પાસાં છે, એમાં આ પણ એક પાસું છે, જેમ દયા, લાગણી, પ્રેમ આ એક પ્રકૃતિ છે, તેમ નિર્દયતા, નિસ્નેહાળતા, ક્રૂરતા આ પણ એક પ્રકૃતિ છે. આપણે બન્નેને જાણવાના છે, જોવાના છે. પ્રકૃતિના કેવા વિવિધ સ્વરૂપો છે, એ કેવી અજબ છે, બહુરૂપી છે, ૧૪૯ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy