________________
સાધકનું સમાધાન
એ પ્રેમાળ છે ને ક્રૂર છે, દયાળુ છે ને નિર્દય છે, બધે જ ઈશ્વર, બધી જ પ્રકૃતિ, ઈશ્વરનો કેવો આનંદ? આ કેમ જોતા નથી? કેવો આનંદ ? એ લૂંટો. આપણે કોઈના પ્રત્યે દ્વેષ કેમ કરી શકીએ? અને આ તો પ્રારબ્ધનો ઉદય છે. પ્રારબ્ધ આ રીતે જ ઉદયમાં આવે છે. તમે એના વચ્ચે ડખલગીરી કરશો તો એ પણ તમારી વચ્ચે ડખલગીરી કરશે. તમે જો એના વચ્ચે ડખલગીરી ન કરો તો એ પોતાનું કામ ઝડપથી પતાવીને વિદાય લેશે. પ્રારબ્ધ કહે છે, ‘તમે મારા વચ્ચે ડખલગીરી કરશો તો હું તમારી વચ્ચે ડખલગીરી કરીશ.' પ્રારબ્ધને એનું કામ કરવા દો. તમે એક ક્ષેત્ર છોડશો તો, એક ક્ષેત્રના માણસો છોડશો તો પ્રારબ્ધને બીજે પણ એવું જ તૈયાર કરવું પડશે. એ બધું તૈયાર કરવામાં પ્રારબ્ધને સમય લાગશે. પછી એ પોતાનું ફળ આપશે. એ બધું તૈયાર કરવામાં પ્રારબ્ધને પોતાનું કામ પતાવતાં કેટલો વિલંબ થશે? જ્યારે પ્રારબ્ધ અહિં તૈયારી કરી લીધી છે, રંગભૂમિ તૈયાર થઈ ગઈ છે, હવે પ્રારબ્ધ નાટક ભજવશે, આપણે જોવાનું. તમે જરાયે અસ્વસ્થ ન બનો ને નિરાશ ન બનો, ભજન ને નામ સ્મરણમાં ખલેલ ન કરો, માત્ર સત્સંગ જ કરવાનો.
લોકભય ફગાવી દો. એ જ ગોપીઓનાં વસ્ત્રો છે. પ્રભુ જેને મેળવવા હોય તેણે લોકભયના વસ્ત્રો છોડવા જોઈએ.
“ભરી રે બજારે રાણા હાથી ચાલ્યો જાય છે. કૂતરા ભસે રે હજાર.”
આ કેમ ભૂલો છો ? નિર્ભય બનો. ભગવાન માટે જીવવું છે કે દુનિયા માટે? ખૂબ આનંદમાં રહીને સત્સંગ કરો.
૩૨)
તમે એક વખત તમારી જાતને સંપૂર્ણ શાંતિથી, સંપૂર્ણ સ્વસ્થતાથી, સંપૂર્ણ તટસ્થતાથી પૂછી જુઓ કે આ બધું શા માટે ? અંદરથી કંઈ સ્પષ્ટ અવાજ આવે છે? કોઈ સ્થિર ધ્વનિ આવે છે ? કોઈ નક્કર રણકાર આવે છે ? માત્ર વિચારો કંઈ કામના નથી. વિચારો તો માત્ર બોજો છે, ભાર છે, વિકલ્પની ધારા પેદા કરનાર છે. પણ તમારી મૂળભૂત ધરતીમાંથી કોઈ ગુંજન ઊઠે છે ? કોઈ ગીત રણકે છે કે ? તમારું સમગ્ર અસ્તિત્વ કંઈ પુકારી ઊઠે છે ? અને એક વખત તમે તમારા જીવનમાંથી
૧૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org