________________
સમર્પણ
ખરેખર એવું છે કે જયારે શિષ્યની ચેતના ગુરુની ચેતના સાથે સંવાદ સ્થાપી લે છે, ને ચેતના વિલીન થાય છે, ત્યારે એ ચેતના એક પરમ તૃપ્તિ અનુભવે છે. હૃદય તદ્ન શાંત બને છે. સમાધાન અનુભવે છે. સવાલ રહ્યો બુદ્ધિનો. બુદ્ધિના પ્રશ્નો ઊભા થાય ત્યારે પણ ચેતના જેનામાં વિલીન થઈ છે એના તરફથી સમાધાન મળતું હોય તો બુદ્ધિ પણ શાંત થાય છે.
८४
આ એક જુદી જ અવસ્થા છે. એ અવસ્થામાં ચિત્ત કંઈ ખોજે નહીં. કારણ અતૃપ્તિ નથી, તૃપ્તિ છે. આ ઉપેક્ષા નથી અને દિલ તો એક જ ઠેકાણે ઠરે એ જ અનિવાર્ય.
૮૫
ધ્યાન માટેનો આપણો પ્રયત્ન કૃપા વગર સફળ થઈ શકતો નથી. સાધક ગમે તેટલું મથે, મહેનત કરે અને પ્રયત્નો કરે પણ નિગૂઢ એવું જે પરમ તત્ત્વ જે સદ્ગુરુની પરમ કૃપા વગર પ્રગટ થઈ શકતું નથી.
સદ્ગુરુની કૃપા સંપૂર્ણપણે તો જ ઊતરે જો શિષ્યમાં પરમ આધીનતા આવે.
(૮૬)
આંતરિક અવસ્થા પ્રગટ થાય ત્યારે બોલવું, ચાલવું, લખવું, ખાવું, ઊંઘવું, ફરવું, બેસવું, ઊઠવું કાંઈ પણ ગમતું નથી. ઉપયોગ તત્ત્વમાં ડૂબેલો ને ડૂબેલો જ રહેતો હોય છે. આંખ ઉઘાડવી પણ ગમતી નથી હોતી.
કૃપા માગવાથી મળતી નથી, અને વારંવાર કૃપા માગવાની જરૂર પણ નથી. કૃપાની ધારા સત્ પાત્રમાં સહજપણે વહે છે. સત્ પાત્રનું એક માત્ર લક્ષણ છે ‘સર્વતોભાવથી ચેતનાનું સંપૂર્ણ સમગ્ર સમર્પણ'. આ સમર્પણ ભાવ જે અનુભવે છે એને કૃપાના સાગરમાં મહાલવાનું થાય છે. પછી એને કોઈ જાતની ચિંતા કરવાની રહેતી નથી. મોક્ષ તો એની હથેળીમાં છે.
૭૪
પાત્રમાં સત્ પાત્રતા હોય, તાલાવેલી હોય, તલસાટ હોય, ઝંખના હોય, તો પણ એ માર્ગનો પરમ પુરુષાર્થ કરવાનો જ રહે છે. તમને માર્ગ મળ્યો છે. યથાર્થ માર્ગ જે છે, જેવો છે તેવો અમે તમને જણાવ્યો છે ને જણાવીશું એમાં નિશ્ચિંત રહેજો. આસકિતઓ અને વાસનાઓના ઢગલા સામે શું કરવા જોવું પડે ? સૂર્યના તાપમાં બરફ ઓગળે તેમ ચૈતન્યના પ્રખર તાપમાં વાસનાઓના ઢગલા ઓગળી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org