SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાત-મંત્ર જપ અનુભવું છું. શાંતિ માટેનો પહેલો ઉપાય એ છે કે તમે અશાંત છો? એ અશાંતિની તીવ્ર વેદના તમારામાં છે? અશાંતિની અસહ્ય વ્યથા તમે અનુભવો છો? જો હા, તો તમારે સહુથી પ્રથમ એ ચિત્તની અશાંતિને પૂરેપૂરી સમગ્ર રીતે સમજવી પડશે. અશાંતિને પૂરી સમજો એટલે તમને અશાંતિના કારણો સમજાશે. અશાંતિનાં કારણો દૂર થાય તો શાંતિ સહજ છે. અશાંતિનું મૂળભૂત કારણ એક જ છે, અને તે વિકારો. વિકારનો અર્થ સ્વરૂપ તરફથી ખસીને બહારમાં આનંદની શોધ. એનું કારણ છે અજ્ઞાન. તો વિકારો જે પળે શાંત થશે તે જ પળે શાંતિ. તો શાંતિનો ઉપાય વિકારોને દૂર કરવા. વિકારો દૂર તો જ થાય કે જયારે નિર્વિકાર ચૈતન્ય સ્વરૂપનો અનુભવ થાય. એ અનુભવ ધ્યાનમાં થાય. માટે ધ્યાનમાં ઊતરવું પડે. રુચક પ્રદેશ ચક એટલે નિર્મળ, શુદ્ધ, નિરાવરણ. આત્માના અસંખ્યાત પ્રદેશો છે તેમાં આ આઠ રુચક પ્રદેશો સિવાય બધા જ અવરાયેલા છે. આ આઠ રુચક પ્રદેશો ઉપર આવરણ થઈ શકતું નથી. એ બરાબર શરીરના મધ્યભાગમાં છે. એ નાભિ કેન્દ્રમાં માટે આ નિરાવરણ પ્રદેશોનું ધ્યાન કરવાથી જબાકીના પ્રદેશો ઉપરનું આવરણ ખસવા લાગે છે. એટલે નિરાવરણમાં ઉપયોગ જવાથી, ધ્યાન થવાથી બાકીના પ્રદેશો ઉપરથી કર્મમળ ખસવા લાગે છે. માટે રુચક પ્રદેશોનું જ ધ્યાન કરવું. એનું ઘર નાભિ છે. માટે નાભિનું ધ્યાન કરવું. કારણ કે એ જ સંપર્કનું સ્થળ છે. આ નાભિધ્યાનનું રહસ્ય છે. અત્યંત ધીરજથી આ પ્રક્રિયા કરવાથી અભુત અનુભવ થાય છે. શુકલધ્યાનનું આ આંગણું છે. (૧ ) તા. ૨૩-૬-૧૯૮૪. જડ પદાર્થો સંબંધી કોઈ પણ જાતની ઈચ્છાઓ ન હોય પણ એ પૂરતું નથી. સ્વભાવની અનુભૂતિ ન થાય ત્યાં સુધી સતત પુરુષાર્થ કરવાનો રહે છે. ધ્યાનના Jain Education International For Private & Personal Use Only ૫. www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy