________________
કાકીની શા ભિન્ન અવસ્થાને કારણે, કોઈ તરફ ઢળતી નથી અને સંપૂર્ણ સભાન અવસ્થામાં, સંપૂર્ણપણે જાણવા છતાં જેની ચેતના ચૈતન્યમાં ટકીને કોઈ તરફ ઢળતી નથી, એ સ્વરૂપ સ્થિતિની અવસ્થા છે.
એ અવસ્થામાં દુઃખ નથી, સુખ નથી, વિષાદ નથી, મૂંઝવણ નથી, અશાંતિ નથી, વિકલ્પ નથી. નથી એનું કારણ એના તરફથી પ્રત્યાઘાત ઊઠતો નથી, એનામાં પ્રતિક્રિયા રહી નથી. કારણ એ સ્વતંત્ર બન્યો છે. એ કોઈથી ચાલિત નથી, પ્રેરિત નથી, સંચાલિત નથી, એ સ્વરૂપસ્થ છે. એ જ્ઞાન કર્યું છે, સ્થિર થયું છે, જાગ્યું છે.
જીવન તો વહેતો પ્રવાહ છે. એ પ્રવાહમાં વહેવું, એ પ્રવાહના સામે ન પડવું, એને બદલવા અંદરથી અહંકાર કે આસકિત પ્રેરિત આગ્રહ ન રાખવો.
જ્ઞાની સપાટી ઉપર પ્રયત્ન કરતો દેખાતો હોવા છતાં, સપાટી તળે એ શાંત છે, સ્થિર છે. ઉપરની ક્રિયા છે, અને એ ક્રિયા પણ વર્તમાન અવસ્થાના વિકલ્પના કારણે નથી. પૂર્વ પ્રારબ્ધ પ્રેરિત છે. ક્રિયા છે પણ કરનારનો પોતાનો આગ્રહ નથી, કર્તાની પસંદગી નથી, એ પ્રરણે અંતર અવસ્થામાં કયાંય વ્યગ્રતા નથી. તણાવ (ટેન્શન) નથી. આ એક અપૂર્વ અવસ્થા છે, શાંત અવસ્થા છે. આ જ સાચું જ્ઞાન છે.
રાગ એટલે મૂલ્ય, કિંમત, મહત્ત્વ. જેને અંતરમાં ચેતનનું મૂલ્ય આવ્યું છે એને બહાર કયાંય મૂલ્ય આપવા જેવું રહ્યું નથી, જેને મન બહાર કંઈ મૂલ્ય નથી, એને એના માટે આતુરતા નથી, ખેંચાણ નથી.
શી રીતે આ થાય?
સપુરુષના ચરણમાં નિવાસ કરવાથી, એમની પ્રત્યેક ચેષ્ટાને, પોતાના ઢાળે નહીં, પણ એમની તથા પ્રકારની અવસ્થા જાણી, સમજવાથી અને એ પરમ આશ્ચર્ય આત્મસાત્ કરવાથી, એમની પરમકૃપાથી એ અવસ્થા પ્રાપ્ત થાય છે.
આનંદમાં હશો.
તા.૨૦-૪-૧૯૮૭ શિષ્યને જ્ઞાનીના અંતરંગ જીવન વિશે જાણવાની ઉત્કંઠા થતી હોય છે. ખરેખર તો જ્ઞાની પુરુષો પોતાના મુખેથી આવી સ્પષ્ટતા કરતા નથી. એમનું જીવન તો સમર્પણથી જ જણાય. પ્રેમથી પરખાય અને શ્રદ્ધાથી, ભકિતથી એ જીવન પીવાય. એ જીવનના વિવેકથી, પ્રજ્ઞાથી દર્શન થાય.
૬૦ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org