SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાતીની દશા ભાઈ! આ મૂળમાં ભૂલ કરી બેઠો છે. અને હવે એ ભૂલને સત્ય માની, સત્ય જ માની એની જ પુનરાવૃત્તિ કરે છે. કમનસીબે આને લોકો ધર્મ કહે છે. અરે! ભૂલની પુનરાવૃત્તિને ધર્મ માનીને ચાલે છે. સત્ પુરુષો મળ્યા છે, જોયા છે, પણ એમના તરફ વળ્યો નથી, ઢળ્યો નથી, એમની તરફ ગયો નથી, એમની તરફ ચેતના વળી નથી, ભાવની ધારા વહી નથી માટે એક વખત આ કરવું પડશે, સત્પુરુષના ચરણ પકડવા પડશે, એમાં અસપુરુષ, અસદ્દગુરુ નહીં જ ચાલે. સોના જેવો શુદ્ધ સત્પરુષ જ જોઈએ, એને જાણી ઓળખી, મેળવી, પ્રાપ્ત કરી સમગ્ર ચેતના એમાં કેન્દ્રિત કરવી પડશે. સમગ્ર ભાવની ધારા એનામાં વહેવડાવવી પડશે, એની પ્રેમથી ઉપાસના કરવી પડશે. એની પ્રેમથી પૂજા કરવી પડશે, એને પ્રેમનો નૈવેદ્ય ધરવો પડશે. એના પ્રેમમાં ડૂબવું પડશે, એના પ્રેમમાં પાગલ બનવું પડશે ત્યારે માર્ગ એ આપશે. ને મોક્ષ તો સત્ પુરુષના ચરણની રજમાં રહ્યો છે પણ એ સત્પષ જોઈશે. કરોડો ઉપાય કરી એક વખત બધા સાધન, વ્રત, અનુષ્ઠાન બાજુ મૂકી એને શોધો, એને શોધો, એને શોધો, એને જાણો, એને મેળવો, એને મેળવીને એક વખત સમગ્ર ચેતનાને એના ચરણમાં ઢાળી દો, એ જ સાધના. એ કહે તે સાધન, એ કહે તે કર્મ, એ કહે તે ધર્મ, એ કહે તે ધ્યાન. આવો સંપૂર્ણ સ્વીકાર એ જ સમ્યગદર્શન. ભાઈ ! આ કોઈ રહસ્યમય ગૂઢ વાર્તા છે. અમે અમારા વિષે શું કહીએ? અમે અમારા વિષે કંઈ પણ કહેવા નથી ઈચ્છતા, જણાવવાનથી ઈચ્છતા. જેને આંખો હશે એ અમને જોશે. જેને સમજ હશે એ અમને જાણશે પણ... પણ... અમે અમારા વિષે એટલું જ કહીએ છીએ કે અમારી પાસે જે આવે છે, અમારામાં સમાયછે અને અમને સમર્પિત થાય છે, એને અમે પરમ સત્ય જ આપીએ છીએ. અમને એ જ મળ્યું છે, પૂરુંને સમગ્ર ૧૦ ટચના સોના જેવું અમને પરમ સત્ય મળ્યું છે અને જયારે આપીએ છીએ ત્યારે પરમ સત્ય જ આપીએ. વાતો કરીએ છીએ જુદી છે. અનુભવ જુદો છે, ભાઈ! અમે અમારા વિષે વધુ કંઈ પણ કહેવાના નથી, કહેવા ઈચ્છતા નથી. સમજનાર સમજશે એની રાહ જોઈને બેઠા છીએ. તા. ૬-૧૨-૧૯૭૯ વ્યકિત, વસ્તુ, પ્રસંગ, પરિસ્થિતિ ને પ્રારબ્ધ એમના સતત નિકટમાંથી પસાર થવા છતાં અને એમની સાથે સતત રહેવા છતાં, જેની ચેતના, એમની સ્વતંત્ર ભિન્ન ૫૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy