________________
જ્ઞાતીની શા
(૮) કર્તાભાવ જયારે ટળી જાય ત્યારે કર્મ હોય છે, ક્રિયા હોય છે પણ કર્તાભાવ ના હોય એટલે ઉપયોગ બહાર જાય શું કરવા? કર્તાભાવન હોય એટલે અહંકાર ન હોય. અહંકાર ન હોય એટલે આસકિત ન હોય એટલે અપેક્ષા ન હોય એટલે ઈચ્છા, ચાહન હોય. ઈચ્છા ન હોય એટલે સંઘર્ષ ન હોય, એટલે તંત ન હોય, તંદ્ર ન હોય એટલે ચિત્ત પરમ શાંત હોય, ચિત્ત પરમ શાંત હોય એટલે શરીરમાં તીવ્ર આઘાત, પ્રત્યાઘાત ન હોય, ત્યારે સમતુલા હોય. સમતુલામાં સહજ કર્મ થાય, અને છતાં કરવાપણું ન હોય.
(૭૯) સાધુ, ગૃહસ્થ, સ્ત્રી, પુરુષ, આ બધી બહારની ખોળો છે. જે સમજયો છે એ સમાઈ ગયો, એની ખોળ ઉપર છે, પણ એને ઊતારી દીધી એટલે ખોળ, પાઠ બધો ભજવે પણ સમજેલો દ્રષ્ટા ભાવે જુએ. એ ગમે ત્યાં, ગમે તે સ્થિતિમાં બેઠો હોય ત્યાં એની ખોળ હોય, એ તો એના ઘરમાં જ હોય.
સત્ પુરુષની પ્રાપ્તિ કયારે થાય?
જયારે સાધકમાં પરમાર્થ માર્ગની તીવ્ર ઝંખના જાગે છે, તાલાવેલી જાગે છે ત્યારે પુરુષનો વિરહ સાલે છે. રોમ રોમ એના માટે ઝંખે છે. એ એના માટે ઝૂરે છે. એ ઝૂરણાના કારણે, વિરહની આગના કારણે અંદર ભાવમળની શુદ્ધિ થાય છે. એ શુદ્ધિ થતાં એના માટે નિયત સગુરુ એને શોધે છે.
આવા ગુરુ જયારે મળે ત્યારે એને ઉલ્લાસ જાગે છે. ત્યારે પહેલું શરીર પછી શરીર સંબંધી બધું ને છેવટે મન એને સોપે છે. પોતાની માલિકી હઠાવી લે છે. એનો સીધો અર્થ આજ્ઞાપાલન.
જ્ઞાનીનાં મુખ્ય લક્ષણો – આત્મજ્ઞાન, સમદર્શિતા, અકર્તાભાવ, પરમ પ્રેમ અને નિષ્કારણ કરુણા બુદ્ધિ, જ્ઞાની પુરુષ હૃદયથી ઓળખાય.
સાચું તો એ છે કે અનુભવી જયાં છે ત્યાંથી બોલે છે. બોલે છે પણ શબ્દો એટલી ઊંચાઈએ પહોંચી શકતા નથી. એ જયાંથી ક્રિયા કરે છે ત્યાંથી ક્રિયા દેખાતી નથી. માટે એ જે છે તેનો અનંતમો ભાગ જોનારને દેખાય છે. પછી જેવો જોનાર, એની જેટલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org