________________
જ્ઞાતીની શા ઊંચાઈ, એટલી ઊંચાઈ એને દેખાય. સીડી ઉપર તમે જેટલા વધારે ચઢો એટલું જોવાનું ક્ષેત્ર બહોળું થાય.
દર) ગુરુનું કામ તમારા મનમાં ગરબડ ચાલુ કરવાનું છે. તમારા મનમાં ગરબડ ચાલુ થઈ ગઈ એટલે માત્ર શરીર તમે છો એવું જે મને ઘૂટેલું એના બદલામાં ના, ના, હું માત્ર શરીર નથી, હું કંઈક બીજું છું. આવી ગરબડ ખરેખર સાચા અર્થમાં મનમાં ઊભી કરવી એ ગુરુનું કામ છે.
પણ આ ગરબડ ઠંડા કલેજામાં છે. આ ગરબડની અસહ્ય મૂંઝવણ થઈ જાય તો રંગ જામે.
તમે જે છો, ખરેખર જે છો, એને જાણીને સ્વીકારો અને ખરેખર તમે જે છો, એ ન પકડાય ત્યાં સુધી ખરેખર શું છો? એની શોધ કરો.
સદ્ગુરુ સાથે એટલે સદ્દગુરુની ચેતના સાથેનો એવો અભેદ અનુભવ સાધક માટે અનિવાર્ય છે. તે પછી જ એની ચેતનાનું ઉદ્ઘાટન થાય છે.
TITLTLTLT,
L
પૂજા એ બાહ્ય ધર્મ છે, પૂજ્યના જેવું જીવન બનાવવું એ આંતરધર્મ છે. – – – – – – – – – – – – - - - - - - - --- - - રસથી વિંધાયેલું તાંબુ સુવર્ણ બને છે તેમ ભક્તિરસથી વિંધાયેલો આત્મા પરમાત્મા બને છે. - --- - - - - - - --- - - - - - - -- - - - - -- પરમાર્થ માટેની તીવ્ર ઝંખના જાગવાથી મળશુદ્ધિ થાય છે ને સમ્યફ પુરુષાર્થથી તથા પ્રકારની અંદર અવસ્થા પ્રગટે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org