SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકીર્ણ થાય છે કે મૂળ ધર્મ, અસલ ધર્મ, પારમાર્થિક ધર્મ હજુ અપ્રગટ છે, ઢંકાયેલો છે. એ પ્રગટ થવો અતિ અતિ જરૂરી છે. એ કાર્યમાં અનેક અવરોધો છે, ધર્મના નામે જે મિથ્યા ધર્મો, અસત્ ધર્મો પ્રચલિત થાય છે એ સૌથી મોટો અવરોધ છે. અરે, અવરોધો તો છે જ, ઉપરાંત જીવનું સહજ વલણ ધર્મ તરફ નથી, પુણ્ય તરફ છે, ભોગ તરફ છે, કર્મકાંડ તરફ છે, અને જીવ માટે એ અત્યંત સુગમછે, સરળ છે. “મૂળ તરફ વળવું” એમાં જીવ તૈયાર નથી અને એમાં પણ દ્રવ્યાનુયોગ પ્રધાન, દ્રવ્ય ગુણ પર્યાય પ્રધાન, ધર્મ સાધના જીવને કરવી નથી. એ કર્યા વગર ચાલે એમ જ નથી. એટલે ધર્મતીર્થ પ્રવર્તનનું કાર્ય અતિ કઠિન છે. રાષ્ટ્રની વ્યવસ્થા કે સમાજસેવા સુગમ છે, સહેલા છે. અંતરના ઊંડાણમાં એ ઝંખના રહે છે, સતત રહે છે. શરીર અત્યંત નબળું પડે છે. સામે કામ વિરાટ છે. પ્રભુ જે માર્ગ કાઢે તે બરાબર, છેવટે તો એ પરમ સત્તાને જેમ કરાવવું હશે તેમ જ કરાવશે. અંતરની એક માત્ર આ ઝંખના છે. અંદરમાં અન્ય કોઈ વૃત્તિ નથી, વિકાર નથી, વાસના નથી, વિહળતા નથી, વિષાદ નથી, વ્યગ્રતા નથી, વેદના નથી, વ્યથા નથી, કોઈ પ્રશ્ન નથી, ઉપાધિ નથી. માત્ર આ એક ઝંખના છે. પરમ સત્તા સામે રાહ જોઈને બેઠા છીએ. ૧૨) તા. ૩-૯-૧૯૮૧ તમને એવું લાગ્યા કરે છે કે અમને અનુભવ થતો નથી. ભાઈ! અનુભવની પળે અનુભવ થશે. તમે ઉતાવળા ન થાવ, ને સાધનામાં આળસ પણ ન કરશો. સાધના તો દીર્ઘકાળ કરવી પડશે. સંસારના વ્યવહાર પ્રસંગમાં ચેતના ભળતી નથી. ન ભળે, એ ચેતના અલિપ્ત રહેશે. અનાસકત રહેશે. સંસારમાં નહીં ભળાય. એક વખત ચેતના પદાર્થથી છૂટી પડી, જુદી પડી, પછી પરમ તત્ત્વનો ભેટો ન થાય ત્યાં સુધી જુદી જ રહેશે. એ જ સાધકનું સાચુ લક્ષણ છે. પરમ તત્ત્વમાં ચેતના ભળીને જ ઠરશે. સંસાર તો પૂર્વપ્રારબ્ધને આધીન છે. એ જ સૂત્રધાર છે. એના નિયત કરેલા કર્મ પ્રમાણે જ એ ચાલશે. એમાં તો કોઈ વિકલ્પની જરૂર નથી. પણ જે લોકો વચ્ચે બેઠા છીએ એ કર્તાભાવવાળા છે. એમની નજરમાં અકર્તા, આળસુ ને બેદરકાર દેખાય છે. ઘણી ચોકસાઈ રાખવાવાળા પણ નિયમની બહાર જઈ શકતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy