________________
સાધકનું સમાધાન
આ સંબંધો સાચવી રાખવાની, સુરક્ષિત રાખવાની ચિંતામાંથી મુક્ત બની શકતો નથી ને? કારણ એણે વિશ્વમાંથી વ્યક્તિઓ અને વસ્તુઓનું મૂલ્ય પ્રતિષ્ઠાપણ કર્યું છે.
અહંકારની દીવાલ વિશ્વની પેલી પાર રહેલા વિશ્વેશ્વરને, અરિહંતને જોવા દેતી નથી માટે જ અર્જુનું મૂલ્ય પ્રતિષ્ઠિત થયું નથી. સાધકમાં ગૂંચવાડો ઊભું કરનાર તત્ત્વ તો આ જ છે, તમામ પ્રશ્નોનું આ જ ઉદ્ભવસ્થાન છે, મનની મૂંઝવણ તો આ જ છે ને? અરિહંત તરફ પ્રબળ ખેંચાણ કરનાર તત્ત્વ અંદરમાં જન્મ્યું છે ખરું, પણ નીચલી ભૂમિકા તરફ ખેંચી જનારો અહંકાર પણ જીવંત છે ને? અહંકારમાંથી જન્મતી આસક્તિ વિશ્વની વિવિધ વસ્તુઓ ને વ્યક્તિઓ તરફ ખેંચી જાય છે એમાં જ વાસના બંધાય છે અને એ સંબંધ જ અરિહંત વચ્ચે ખાઈ ખોદે છે, જો કે જાગ્રત સંવેદનશીલ સાધક અરિહંતના સાનિધ્યમાં પહોંચવા આતુર છે પણ સંબંધો જાળવવાની તત્પરતા એને હરણફાળ ભરવા દેતી નથી આ એક મુલાયમ મૂંઝવણ છે ને? અહીં જ પ્રશ્નો ઊભા થાય છે. કુશાગ્ર બુદ્ધિ પ્રશ્નકાર બને છે ને વેદના પરિતાપ પણ આ જ પળે જન્મે છે.
પોતાના જીવન સ્વામી અરિહંતમાં સમાઈ જવાની તાલાવેલી છે ને પાછળ નજર નાખતા અહંકાર જનિત આસક્તિએ વસ્તુઓ ને વ્યક્તિઓ સાથે જોડેલા ને મજબૂત બનાવેલા સંબંધો જાળવવાની ચિંતા પણ છે ને? ને એ જ સંબંધની જાળવણીમાં જ અહંકારને જીવિતદાન મળે.
અહંકારનું અસ્તિત્વ ઊભું રહે ને એનું અસ્તિત્વ જ અરિહંતની સત્તાનો ઈન્કાર કરે છે. આ મૂંઝવણ છે ને ? પ્રશ્નોની પરંપરા પણ આમાંથી જ ઊભી થાય છે ને? અહંકાર ને અરિહંત વચ્ચેની આ પ્રબળ ખેંચતાણ જ મૂંઝવે છે ખરું ને? અને આનું મૂળભૂત કારણ એ છે કે અરિહંત ને આત્માનો સનાતન સંબંધ આપણે જાણ્યો નથી, સનાતન ને શાશ્વત સંબંધની કડી હાથ નથી આવી.
આપણો સાચો સંબંધી, હિતચિંતક, મિત્ર, સખા, પિતા ને માતા, રક્ષક ને પાલક, પોષક ને ધારક એ પરમ કૃપાળુ અરિહંત જ છે આ નથી સમજાયું ને? એણે આપણને સહુથી પ્રથમ કે જ્યારે પ્રકૃતિએ આપણને જ્યાં દુઃખભાસ ને વેદનાની
Jain Education International
For Private & Personal Use Only
૧૧૫ www.jainelibrary.org