________________
લાવશાલ
બાબત જુદા જુદા અભિપ્રાયો આપે છે.
કર્મબંધનની ક્ષણ અને વર્તમાન પરિસ્થિતિની ક્ષણ અને તે વર્તમાન પરિસ્થિતિમાં ઊઠતી વૃત્તિની ક્ષણ ત્રણે પરસ્પર વિરોધી છે. આ વિરોધ માનસિક ભૂમિકા ઉપર સંઘર્ષ ઊભો કરે છે.
જીવની અનુકૂળતાની અને પ્રતિકૂળતાની પસંદગી નિશ્ચિત નથી. એને કારણે એની કૃતિ પરસ્પર વિરોધી પરિસ્થિતિ નિર્માણ કરે છે. પરિસ્થિતિ ઝડપથી બદલાય છે એના કરતાં ઝડપથી વૃત્તિ બદલાય છે. તે વૃત્તિ પ્રેરિત કૃતિ જુદી જ રચના કરે છે. એટલે એક જ વ્યકિતના જીવનમાં અત્યંત વિરોધી પરિસ્થિતિ વ્યકિતએ અનુભવવી પડે છે. અને એમાં મનને અનુકૂળ નહીં એવી પરિસ્થિતિ ઝડપથી બદલાવવા માટે તે પ્રયત્નો કરે છે. સંજોગોવશ એમાં સફળતા મળે છે ત્યારે તે જીવ સુખ અનુભવે છે પણ આ સુખ શુદ્ધ નથી. કારણ કે તે વખતની મનની પરિસ્થિતિને અનુકૂળ રહ્યું, પણ જયારે મનની મૂલવણી બદલાશે ત્યારે અનુકૂળતાની સમજ પણ બદલાશે. તે વખતે પરિસ્થિતિ દુઃખ દાયક લાગશે.
આ રીતે સુખ દુઃખ માટેની કોઈ નિશ્ચિત વ્યવસ્થા નથી. અથવા કાયમી ધોરણો પણ નથી. સુખદુઃખની કલ્પના અત્યંત ઝડપથી બદલાય છે, એટલી જ ઝડપથી વૃત્તિ બદલાય છે. અને એટલી જ ઝડપથી કૃતિઓ પણ બદલાય છે. અને એના કારણે જીવનની આજુબાજુમાં જાતજાતની પરિસ્થિતિ નિર્માણ થાય છે. આ જ સાચા અર્થમાં જીવનનો ગૂંચવાડો છે. આ ગૂંચવાડો કોઈએ પેદા નથી કર્યો. એ થયો છે પોતાની વૃત્તિઓના કારણે હવે જીવ ઝાવાં નાખે છે. આમ કરું, આ રીતે કરું? ભલે તે વિચારો કરે, પણ પરિસ્થિતિનું ચોકઠું એટલી ઝડપથી તોડી શકાતું નથી. એ અર્થમાં કર્યતંત્ર જડબેસલાક છે. એના વચ્ચેનો કાળ માનવ માટે આશા, નિરાશા, ઉત્સાહ, નિરુત્સાહ, રાજીપો કે નારાજીપો એનાથી ડહોળાયેલો હોય છે. એટલા માટે આ તમામ સંયોગોથી અસ્તિત્વ ભિન્ન છે અને સ્વતંત્ર છે, એવો બોધ જીવને પ્રાપ્ત થવો જરૂરી છે. આ બાબત શાંતિથી વિચારજો .
કર્મરચના કોઈ કરતું નથી. કર્મ જેવું કોઈ સ્વતંત્ર તત્ત્વ જ નથી. કર્મ રચનામાં જે પરમાણુઓ ભાગ ભજવે છે તે પણ પરમાણુઓ જ છે. એમાં જે પરમાણુઓ માધ્યમ તરીકે કામમાં આવે છે, એ પરમાણુઓની જાત “કામણ વર્ગણાની” છે. એ પરમાણુઓમાં ફલપ્રદાન શકિત નિર્માણ થાય છે તેથી તેને કર્મતંત્ર કહે છે. જયાં સુધી
૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org