________________
સાધકનું સમાધાન
દેહાત્મ બુધ્ધિનું એ પરિણામ છે, તે સંતાપ, ખિન્નતા ને વિહ્વળતા આપે છે. એ ભયનો ત્યાગ કરી નિર્ભય બનવું.
સર્વ જીવો પ્રત્યે આત્મીયતા, આત્મીપભ્ય ભાવના, અભેદ ભાવના વિકસાવવી જોઈએ. પ્રત્યેક આત્મા સામે જોતા એ પરમાત્મા છે, જેવો મારો આત્મા છે એવો જ એનો આત્મા છે ને અમારા વચ્ચે આ જ સામ્યયોગની પરમ દિવ્ય ભૂમિકા છે. જેમ સમુદ્રમાં સર્વ નદીઓ સમાય છે તેમ મૈત્રીભાવનારૂપ સાગરમાં સર્વ જીવોનો સમાવેશ થવો જોઈએ, તો જ અહંકાર, ભેદબુદ્ધિ જે પારમાર્થિક સાધનામાં અત્યંત વિદનભૂત છે તેનાથી મુક્તિ મળે.
સાધનાનો પાયો” સ્વજ્ઞાન અને સ્વજ્ઞાનયુક્ત વિચાર એ જ સર્વ સાધનાનો પાયો છે. કરાતી ક્રિયાઓ, થતા અનુષ્ઠાનો એટલો જ કાંઈ ધર્મ નથી. એ તો માત્ર એક સંસ્કાર ગ્રહણની ધીમી પ્રક્રિયા છે. ધર્મનું અંતરંગ તત્ત્વ છે સ્વજ્ઞાન અર્થાત્ વિચારકનું જ્ઞાન અને એનું સાધન છે વિચાર. એ વિચારની પ્રક્રિયા સળંગ રીતે ચાલી શકે એ માટે આ સંસ્કારની પ્રક્રિયા નિરહંકારભાવે, અનાસક્ત ભાવે કરવી પડે છે માટે જ સમગ્ર ક્રિયાત્મક પ્રવૃત્તિનું લક્ષ અક્રિયાત્મક્તા જોઈએ.
આ નિષ્ક્રિયતા, આ નિઃસાધનતા એ સાધકની એક પરમોચ્ચ દશા છે. એનું જ રહસ્ય “ધ્યાન યોગમાં” છે. માટે જ ધ્યાતાને ઘડવો, એને તૈયાર કરવો અને અંતરંગમાં ધ્યાતાને પ્રગટ કરવો એ જ સમગ્ર સાધનાનું કેન્દ્ર છે. ખરેખર તો આપણે કશું જ થવું નથી, આપણને કશું જ જોઈતું નથી. એ તો બધી અહંકારની માંગણીઓ છે. અહંકાર જ સર્જક બન્યો છે. જે આપણા “સ્વત્વ” ઉપર નવો વાઘો, નવો ઢોળ ચઢાવે છે. પરમ સત્યને શણગારવો પડતો હશે? અને અહંકારે આપેલા શણગારમાં આનંદ માનવો એ જ એક માત્ર જીવનની ભૂલ નથી શું? આ ભૂલની પુનરાવૃત્તિ કરવાની હોય? અને વારંવાર પુનરાવૃત્તિ કરવી એને જ આપણે સાધના કહીશું કે? અને એ ગંભીર ભૂલને પકડવાની કળા સત્પુરુષ પાસેથી શીખવાની છે.
ત્યારે આપણે સાધના કરવી એટલે શું?
સર્જક મટી જવું અને વિસર્જક એવા સ્વવિચારને પ્રગટ કરવો, આ સાધના માર્ગનું ઊંડું રહસ્ય છે. ખરેખર આ પરમ સત્ય જ્યારે લાધે છે એને જ “સખ્ય દર્શન”
૧૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org