________________
સાધકનું સમાધાન
તમારા પ્રત્યે હૃદયમાં તમે જેવું અનુભવો છો એવી જ સંવેદના છે. સાધક તરીકેની તમારી યોગ્યતા છે.
મુ. ઉંઝા, તા. ૧૧-૪-૧૯૯૪
વિ. સં. ૨૦૨૦ ચે. વદ ૧૩, શુક્રવાર સાધકમાં શ્રદ્ધા કેવી હોવી જોઈએ?
સાધક અપૂર્ણ અવસ્થામાં છે. એનું ચૈતન્ય અનંત જ્ઞાનનું ભંડોળ ધરાવે છે પણ તે કર્મોથી અવરાયેલું છે. અને સાધકને એ આવરણ દૂર કરવું છે. આત્મતત્વ અતીન્દ્રિય છે. અર્થાત્ વસ્તુના જ્ઞાન માટે માનવ જે આજે ઉપકરણો વાપરે છે એ ઈન્દ્રિયો અને મન જડ છે. એમની શક્તિ મર્યાદિત છે. સ્વતંત્રપણે તે જાણવા અસમર્થ છે. એમને ચૈતન્ય પાસેથી પ્રવાહ મેળવવો પડે છે. માટે ઈન્દ્રિયો ને મન આત્મતત્ત્વને જાણી ન શકે. માનવીની બુદ્ધિને મર્યાદા છે, સીમા છે. બુદ્ધિની પરાકાષ્ટાએ પહોંચેલો માનવ કે આશ્ચર્યમુગ્ધ આવિષ્કારો જેણે કર્યા છે એવો વૈજ્ઞાનિક પણ છેવટે એ સીમબદ્ધ છે. સ્થૂળની ભૂમિકા એણે વટાવી નથી. ઈન્દ્રિયો ને મનના પ્રદેશમાંથી એ બહાર આવ્યો નથી. માટે જ અતીન્દ્રિય આત્મતત્ત્વનો નિર્ણય એની તર્કપ્રધાન બુદ્ધિ કરી શકે તેમ નથી. આ સ્થિતિમાં સાધક આત્મતત્ત્વનો નિર્ણય કેવી રીતે, કોના આધારે કરે? એ માટે એણે એવી વ્યક્તિના જ્ઞાનને આધાર બનાવવો જોઈએ કે જે વ્યક્તિ આ મર્યાદાઓથી, સીમાઓથી પર હોય ને ઈન્દ્રિય મન તથા બુદ્ધિનું ક્ષેત્ર વટાવી એ અતીન્દ્રિય તત્ત્વના ક્ષેત્રમાં પ્રવેશ્યો હોય, જેનું જ્ઞાન સંપૂર્ણતઃ નિરાવરણ થયું હોય અર્થાત્ જ્ઞાનના તમામ અંતરાયો જેણે દૂર કર્યા હોય, એવા પુરુષને સર્વજ્ઞ કહેવાય છે.
જ્ઞાનમાં અંતરાય કરનારા પ્રબળ, દોષો બે છે – એક રાગ અને બીજો દ્વેષ. આ બન્ને દોષોથી જે સંપૂર્ણ તથા સદાયને માટે રહિત છે એ વીતરાગ છે. જે વીતરાગ છે તે સર્વજ્ઞ છે. એ સર્વજ્ઞ પરમાત્માની વાણી પૂર્ણ સત્ય છે. એવી શ્રદ્ધા સાધકમાં હોવી જોઈએ. અર્થાતુ વીતરાગ સર્વજ્ઞ પ્રત્યે અનન્ય ભક્તિ હોવી જોઈએ અને એનું વચન પારમાર્થિક સત્ય છે એવો સ્વીકાર હૃદયે કરવો જોઈએ.
૧૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org