SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ સાધકનું સમાધાન થકવી નાખે એવી સતત પ્રવૃત્તિશીલતા વચ્ચે આ સાધના કરવાની છે. એનો ખ્યાલ રાખીને જ તમારા માટે કાર્યક્રમ આપીશ. (૧) નિયમિતતા જળવાતી નથી એ ફરિયાદ હશે જ? વાંધો નહિ તમે ચોક્કસપણે કરો જ ને મનમાં દૃઢ સંકલ્પ કરો કે આ સમયે મારે સાધના કરવાની જ છે ને ચોક્કસપણે એ જ સમય જાળવવા પૂરતો પ્રયત્ન કરો. સફળતા મળશે જ. (૨) જપ વખતે મન એકાગ્ર બનતું નથી, ખરું ને? મન જેને જાણે છે, જેનાથી પરિચિત છે, જે વિચાર જે પ્રક્રિયા પ્રવૃત્તિથી પરિચિત છે ને મનને જેમાં રસ છે એમાં તો વગર પ્રયત્ને મન એકાગ્ર બને છે. જપની પ્રક્રિયા મન માટે નવી છે. મન એનાથી અપરિચિત છે. એટલે મન નવી પ્રક્રિયા સાથે તરત જ તન્મય બની નહિ શકે, કંટાળો અનુભવશે, વિરોધ કરશે ને જેમાં રસ છે એ તરફ જ દોડશે. જપમાં એકાગ્ર નહિ થાય, પહેલી જ વખતે શ્વસુર ગૃહે ગયેલી મુગ્ધ બાળા કેવી મથામણ મૂંઝવણ વિહ્વળતા અનુભવે છે ને પછી પિયરના સ્વજનોને વારંવાર યાદ કરે છે ને? પણ વધુ સહવાસ પછી, ગાઢ પરિચય પછી એ પ્રશ્નનું નિરાકરણ થાય છે. બરાબર મન માટે આવું જ બને છે. માટે જ રોજ નિયમિત સતત દીર્ઘકાળ અભ્યાસ કરવો પડે છે. પછી જ મન એકાગ્ર બને છે. નીચે પ્રમાણે પ્રયાસ કરો. મંત્રજપ વખતે મંત્રાક્ષરોને ધ્યાનપૂર્વક વાંચો ને ઉચ્ચાર પણ ભાવપૂર્વક કરો. મંત્રનો અધિષ્ઠાતા જે પરમાત્મા એનું ચિત્ર હૃદય પટ પર ઉપસાવો ને એ જોવામાં ડૂબી જાવ. મંત્રજપના લાભો વિષે વારંવાર વિચાર કરશો. મન એકાગ્ર બનશે. હવે છેલ્લી વાત, સાધનામાં રસ ઉત્પન્ન કેવી રીતે કરવો? ધ્યેયની પસંદગી - પરમાત્મા માટેનું સંવેદન - અરિહંત પરમાત્માની દિવ્ય કરુણા અને આપણા ઉપર એણે વરસાવેલો પ્રેમ, દિવ્ય પ્રેમ ને સતત મંત્ર જપ, આનાથી સાધનામાં રસ ઉત્પન્ન થશે. ઉપરની ત્રણ બાબતોનો વારંવાર વિચાર કરશો ને ચોથી વાત જપ સતત કરશો. પત્ર લાંબો છે, થોડોક ગહન છે પણ જરાયે બેદરકારી કર્યા વગર ખૂબ જ શાંતિથી પ્રત્યેક શબ્દનું લક્ષ્યપૂર્વક વાંચન કરશો. આમાં ઘણી બાબતો છે. વારંવાર વાંચશો. ૧૦૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy